વિચારધારા...

ફંડફાળા અને ઉઘરાણા “
ફંડફાળા અને ઉઘરાણા.

ભારત દેશની ગરીબ અને ભાવુક પ્રજા હમ્મેશા વિવિધ રીતે લુંટાતી રહી છે, ચોર લુંટારાઓ લુંટે તે તો સમજ્યા, પણ અન્ય સામાજિક રીવાજો , રુઢીઓ,અને શરમ માં નાખી ને થતા ઉઘરાણાઓ થી જનતા નુ શોષણ કરવાની રીત આપણા સમાજમાંજ જોવા મળે છે.ચાંલ્લા. પહેરામણી,વીરપસલી, રક્ષાબન્ધન, કરીયાવર,દહેજ,આણાપરિયાણા,ભેટ સોગાદ,સામુહિક ઉજવણી માટે પરાણે આપવો પડતો ફાળો,ધર્મગુરુઓને ભેટ, મન્દીરોના વિકાસ માટે નો ખરડો,કુદરતી આપત્તિ વખતે કે યુધ્ધના પ્રસંગેદેશભક્તિના નામે કે માનવતા ના નામે આપવા પડતી નાણાકિય સહાય,જેવા અગણિત ઉઘરાણાનો બોજો એક સામાન્ય માણસના ખભા પર લાદવામાં આવતો હોય છે.આપણા સામાજિક રીતરીવાજો ની ચક્કી માં ભારતિય નાગરિક નુ સતત શોષણ થતુ રહે છે, પિતા પુત્ર નુ શોષણ કરે છે, તો પુત્ર પિતાનુ શોષણ કરતો હોય છે, બહેન ભાઇનુ તો ભાઇ બહેનનુ શોષણ કરતો હોય છે, બાળકો માતાપિતા ના આશ્રિત રહી ને તેમનુ શોષણ કરતા હોય છે તો માતાપિતા તેમનુ પુરુ ન કરી શકતા હોઈ તેમની જરુરિયાતો પર કાપ મુકી ને તેમનુ શોષણ કરતા હોય છે, તે સિવાય, શિક્ષકો વિધ્યાર્થિઓ નુ, તબીબો દર્દીઓનુ અને જનતાનુ શોષણ  સરકારી બ્યુરોક્રસી લાંચ રુશ્વત દ્વારા કરતી હોય છે, સરકારના અસહ્ય કરવેરા, સર્વીસ ટેક્ષ,ટોલટેક્ષ, વેચાણ વેરા, સ્થાનિક સંસ્થાઓ ના વેરા,ઓક્ટ્રોય, ભાવવધારા, જેવા અનેક પ્રકાર ના શોષણો થી ભારતિય જનતા ઘેરાયેલી હોય છે, .

રાજા રજવાડાની સંસ્થા ના અંતિમ દિવસો માં જેતે રાજ્યની પ્રજાએ રાજવિ પરિવાર ને અનેક પ્રકારના પ્રસંગોએ ભેટ, સોગાદો આપવી ને દરગુજર પડતી, જેમા પહેરામણી, હાથગરણુ,લગ્ન, પુત્રજન્મ, જેવા રાજાના અંગત કૌટુંબિક પ્રસંગો એ પ્રજાએ ખુશાલિ વ્યક્ત કરવા ભેટ આપવી પડતી. ખજાનાનો ભરેલો રાખવા અને પોતાના મોજશોખ પોષવા પ્રજા ઉપર ગમે ત્યારે ગમેતેવો કર નાખી દેવામાં આવતો, અને પ્રજાએ પોતાની શક્તિ હોય કે ન હોય, આ હુકમ નુ પાલન કરવુજ પડતુ.

આઝાદી પછી આ પ્રકારનો નાણાકિય ખર્ચ આપવાનુ બન્ધ થયુ, પણ સામાજિક રીવાજો તો રહ્યાજ, તે ઉપરાંત હવે બીજા પ્રકારના ઉઘરાણા શરુ થયા. ફંડફાળા ,લોકફાળો,વિકાસફાળો,રાહતફાળો,જેવાઉઘરાણા શરુ થયા, ફંડફાળાનુ આ ચલણ ગાંધીજી એ શરુ કર્યુ એમ કહી શકાય, તેમને વિદેશી સત્તા સામે લડવાનુ હતુ, દેશની આઝાદી માટે લડત આપવાની હતી, તેથી તેમને નાણાની જરુરિયાત લોકો પાસે થી મેળવવી પડતી, અને લોકો દેશ ને ખાતર આવા નાણા આપતા પણ ખરા, પણ આઝાદી પછી સ્વદેશી સરકાર આવી અને વહીવટ માટે નાણા ઉભા કરવા તેમણે વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા. વહીવટ માટે, અને જાહેરહિતના કામો કરવા માટેકર નાખવા પડે તે સામે કોઈ વાંધો ન જ હોય,પણ કર ભરવા છતા લોકહિતના કામો થતા નથી,,કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ,જેવી સત્તાઓ પોતાના અલગ વેરા ઉઘરાવતી હોય છે,આટલા કર ભરવા છતા લોકો ને શું મલે છે..?લોકો આતંકવાદ નો ભોગ બનતા રહ્યા , સંરક્ષણ ની ફરજ બજાવવાના બદલેથોડા પ્રધાનો અને લોક પ્રતિનિધિઓના રક્ષણ માટે લોકોએ આપેલા નાણા ખર્ચાઈ રહ્યા છે,લોકોની સેવા કરવાના બહાને પ્રધાન, મંત્રી, સાંસદ, વિધાનસભ્ય કે ઉચ્ચ અધિકારીઓ બનેલા હજારબેહજાર લોકોના રક્ષણમાં પોલીસ ફોર્સ અને કમાન્ડો રોકાયેલા રહે અને સામાન્ય માણસ, કરભરનાર નાગરિક ખુલ્લેઆમ, ધોળે દિવસે લુંટાઈ જાય કે મરી જાય તો તેણે ભરેલા કરવેરા નુ તેને શું વળતર મલ્યુ..?કર વેરા વહીવટ માટે,લોકોના રક્ષણ માટે ,લોકોને સુવિધા પુરી પાડવા માટે, લોકોના કામ કરવા માટે નાખવામાં આવે છે.તેને બદલે અન્ય સમારમ્ભોમાં અંગત મિલ્કતો વસાવવામાં અને પોતાના ખીસા ભરવામાં વપરાઇ જાય અને કામ કરવામાટે ફરીથી વધુ કરવેરા, અને વધુ ફાળા એકત્ર કરવામાં આવે એ એક પ્રકારની ઉઘાડી લુંટજ છે. રસ્તાઓ બનાવવા માટે, પુલો બનાવવા માટે,રેલ્વેલાઇન નાખવા માટે, મોટા ડેમ બનાવવા માટે, નહેરો બનાવવા માટે, પાવરપ્લાંટ નાખવા માટે,આધુનિક શશ્ત્રો ખરીદવા માટે,એમ નાગરિકોના હિત ના અનેક પ્રકારના કામો માં ભ્રષ્ટાચાર અને ખાયકી થવા ના કારને પ્રજાના નાણા વેડફાઈ જાય અને વધુ ને વધુ નાણા પ્રજાએ આપતા જ રહેવુ પડે એનાથી મોટુ શોષણ બીજુ કયુ હોઈ શકે..?

અને તેમ છતા કુદરતી આપત્તિ વખતે કે યુધ્ધ જેવા સમયે પ્રજા પાસે વધારાના ઉઘરાણા તો ચાલતાજ હોય, જે કામ કરવા માટે પ્રજા કરવેરા આપે છે તે કામ કરવા માટે વધારાના ફંડફાળા તે શા માટે આપે..?તેથી દેશ ભક્તિ, માનવતા , નૈતિક ફરજ,નો દારુ પીવરાવી ને લોકો પાસે નાણા ઉઘરાવવામાં આવે છે. ધરતીકંપ વખતે વિદેશો થી આવેલા સાધનો, તંબુ, ફળો અને બીજી મૂલ્યવાન જણસો પિડિતો પાસે પહોંચવાના બદલે ક્યાં પહોંચી હતી એ કોણ જાણતુ નથી..?પુર, ધરતિકંપ, દુષ્કાળ,કે યુધ્ધ જેવી આપત્તિ વખતે સરકાર અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ ઉઘરાણા ની ટહેલ નાખી ની નીકળી પડે છે, તેમ શામાટે થવુ જોઈએ..?લોકો એ પેટે પાટા બાન્ધી ને કરવેરા ભર્યા છે, કર ન ભરનાર પર સરકારી તંત્ર તુટી પડે છે, આકરા દંડ ની જોગવાઈ કરે છે, તો આપત્તિ વખતે સરકારેજ તેનો સામનો કરવો જોઈએ, ફંડફાળા શામાટે ઉઘરાવવામાં આવે છે..?કારણ લોકોના કરવેરા ના પૈસા ખવાઈ જતા હોય છે, અને ફંડફાળા ની મળેલ રકમ પણ ગેરરીતીમાં ઉડી જતા હોય છે.આ રીતે થતુ પ્રજાનુ શોષણ અટકવુજ જોઈએ, લોકો ટેક્ષ પણ ભરે, ફંડફાળા પણ આપે. તો સરકારની કોઈ ફરજ નથી..?જો નાગરિકો એજ આપત્તિ વખતે ત્યાગ કરવાનો હોય, તો કરવેરા ની રકમ ક્યાં જાય છે..?આમ છતા દેશનો કયો નાગરિક સલામત છે..? ગમે ત્યાં બોમ્બ ધડાકા થતા હોય, ગમેત્યાં લુંટફાટ, ચોરી, બળાત્કાર, અને ગુંડાગીરી ચાલતી હોય, પડોશી દેશો આપણી જમીન પડાવી લેતા હોય, ઘુસણખોરી , અને બનાવટી ચલણ ઘુસાડીને દેશનુ અર્થતંત્ર તબાહ થતુ હોય,તો લોકોના પૈસા નો ક્યાં ઉપયોગ થાય છે એ પ્રશ્ન કેમ કોઈ પુછતુ નથી…?મતદાન એ આપણી પવિત્ર ફરજ છે તો મત મલ્યા પછી સારો વહીવટ કરવો અને લોકોના પૈસા નો લોકોના હિતમાં પ્રયોગ કરવો એ શું તેમની ફરજ નથી..?ફરજ બધી નાગરિકો નીજ, રાજ્યકર્તા માત્ર પૈસા ઉઘરાવવાનીજ ફરજ બજાવે એ કેવુ વરવુ ચિત્ર કહેવાય..?કરવેરા તો વધતાજ જાય છે અને આપત્તિઓ વખતે લોકોની લાગણી ઉશ્કેરી ને ફંડફાળા પણ ઉઘરાવવાનુ ચાલુ રહે છે, તો આને સરકાર કહેવી કે કાયદેસરની લુંટફાટ ચલાવતી ટોળી…?અહીં એ સ્પષ્ટ કરી લઉં. આ દેશ વિરોધી કે દેશદ્રોહી પ્રચાર નથી, પણ સરકારી તંત્રની ફરજો ઉપર ધ્યાન દોરવાની નમ્ર ચેષ્ટા છે, આપણી ફરજો આપણને વારમ્વાર યાદ કરાવવામાં આવે છે, આપણને વર્ષોથી ત્યાગ કરવાનુ કહેવામાં આવે છે તો સરકારી તંત્ર કેમ તેનો અમલ નથી કરતુ..? તેમને પગાર વધારામાં કોઈ વિરોધ નથી નડતો,કોઈએ એક પણ કમાંડો નો ખર્ચ ઓછો કર્યો..?કે એક રુપિયો પણ પગાર ભથ્થુ ઘટાડ્યુ..?પછી આપણ ને શામાટે અવારનવાર ભોગ આપવા માટે તૈયાર રહેવા નુ આહ્વાન આપવામાં આવે છે..?

આ લખવામાં મારી ભૂલ કે નાદાની હોઈ શકે છે એ હું કબુલ કરુ છું, પ્રબુધ્ધજનો ને જો આમાં કશુ અયુક્ત લાગતુ હોય તો નાદાની સમજી કરવા વિનંતિ.

“પ્રુથ્વી બહાર જીવન “
પ્રુથ્વી બહાર જીવન.

કેટલીક રમણિય કલ્પનાઓઆપણને સર્વદાઉત્તેજિત રાખતી હોય છે, જુની પેઢી ના લોકો સ્વર્ગ, ચમત્કારો અને દેવદેવીઓ સાથે માનવીના સમ્પર્કો ની વાતો થી કથારસ મેળવતાઆપણા માંથી ઘણાને બચપણમાં આકાશમાં ઉડતા વિમાનો અથવા પાટાઉપર સરકતી રેલગાડી નિહાળવામાં આનન્દ આવતો હતો, હવે આ બધુ જુનુ થઈ ગયેલુ લાગે છે, કારણ અતિપરિચય થી અવજ્ઞા જન્મે છે, હવે ભગવાન નુ આપણી વચ્ચે અવતરણ, ભક્તોની ચમત્કાર કથાઓ,કે આગગાડી કે વિમાન માં પહેલા જેટલી ઉત્તેજના રહી નથી,વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણી કલ્પનાની ક્ષિતિજો પણ વિકસાવી છે, મેં પ્રથમ વાર ટ્રાંઝિસ્ટર રેડિયો જોયો ત્યારે મને એમાં મોટો ચમત્કાર લાગ્યો હતો, કોઈપણ જાતના ઇલેક્ટ્રીક જોડાણ વીના કે વાયર ના કનેક્શન વીના આ ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે વાગતો હશે તે જોઈ ને આશચર્ય થતુ.તે પછી, રેડિઓ ફ્રીક્વંસી,બેટરી સેલ અને સોલ્ડરીંગ થી જોડાતી સરકીટો વિષે આછુ પાતળુ જાણ્યા પછી તેનાથી ટેવાઈ જવાયુ.તેની પાછળના સિધ્ધાંતો તો શિખવા પડેપણ હવે તેને જોઈ ને આશ્ચર્ય થતુ નથી, એ પછી તો ટીવી,આવ્યા, એલ્સીડી આવ્યા, કોમ્પ્યુટરો આવ્યા ઇંટરનેટ આવ્યા, રોકેટવિજ્ઞાન પણ વિકસ્યુ અને ચન્દ્ર ઉપર માનવી ના પગલા પડી ચુક્યા, તબીબી શાશ્ત્ર અને સ્થાપ્ત્યવિજ્ઞાન પણ ચમત્કારીક વિકાસ સાધી શક્યુ, વૈજ્ઞાનિકો એ આપણી સુર્યમાળા ના ગ્રહો નો પણ અભ્યાસ કરવા માંડ્યો, ચન્દ્ર, મંગળ, શુક્ર, શનિઅને નેપ્ચુન જેવા ગ્રહોનુ નિરિક્ષણ થવા લાગ્યુછેલ્લે તો ચન્દ્ર અને મંગળ ઉપર બરફ સ્વરુપે પાણી ના અસ્તિત્વ ની પણ શોધ કરવામાં આવી,

આ સાથે મનુષ્ય ની કલ્પના શક્તિ ને ઓર વેગ મલ્યો. કોઈ ને ઉડતી રકાબી દેખાઈ, તો કોઈ ને આશ્ચર્ય જનક બાન્ધકામો મલી આવ્યા, કોઈ એ અવકાશમાંથી દેખાતી પ્રુથ્વી ઉપર અજાણ્યા અને વિશાળ રનવે ની શોધ કરી, તો કોઈ ને ઇજિપ્તના પીરામીડો ના આશ્ચર્યજનક બાન્ધકામ માં કોઈ અલૌકિક શક્તિ નો હાથ દેખાયો,કોઈ ને બર્મ્યુડા ટ્રાયએંગલ પર ગુમ થતા વહાણો ના કિસ્સા રહસ્યમય લાગ્યા,.આ બધી કલ્પનાઓ અને ધારણાઓ માં વિજ્ઞાન ને પણ રસ પડવા લાગ્યો,અવકાશમાં દુરબીનો મંડાયા, પ્રુથ્વી અને સૂર્યમાળાની બહાર જીવન ની શોધ થવા લાગી, સૂર્યમાળાની બહાર વસવાટને લાયક ગ્રહો ની શોધ થવા લાગી, અને સૂર્યમાળાની બહાર એવા કેટલાય પ્રુથ્વિ ના વાતાવરણ ને મળતા વાતાવરણ વાળા ગ્રહો શોધાયા પણ ખરા, પ્રુથ્વિથી નજીક માં નજીક ના આવા ગ્રહો નુ અંતર પણ પ્રકાશવર્ષ માં મપાવા લાગ્યુ.વૈજ્ઞાનિકો ને હજી સુધી કોઈ પણ ગ્રહ વસવાટ ને લાયક લાગ્યા નથી, કારણ જીવન માટે જરુરીપાણી, ઓક્સીઝન,પ્રોટીન અને કાર્બન વાયુ જેવા પદાર્થો હજી મળ્યા નથી, અને મલ્યા છે તો ત્યાં પહોંચવાની રીત હજી મલતી નથી,

પણ લોકોના હ્રદયમાં તો આ ઉત્કંઠા સદા જાગતીજ રહી છે, કે શું સમગ્ર બ્રહ્માંડ માં આપણે એકલાજ જીવી રહ્યા છીએ..? ઘણા લોકોને અવારનવાર દેખાતી ઉડતી રકાબી(  અન આઇડેન્ટીફાઇડ ફ્લાયીંગ ઓબ્જેક્ટ્સ ) એટલે કે  ‘યુફો “એક રહસ્ય જ રહ્યુ છે, કોઈ તેને ભ્રમ સમજે છે તો કોઈ ખુબ ઉંચે પસાર થઈ રહેલુ વિમાન સમજે છે,તેમછતા આ પદાર્થ ને જોનારા ની સંખ્યા પણ ઓછી નથી, જુદા જુદા સ્થળે દેખાયેલ આ પદાર્થનુ વર્ણન લગભગ એક સરખુજ હોય છે,એટલે તેના અસ્તિત્વ ને સ્વિકારનારો એક મોટો વર્ગ આ જગતમાં જોવા મલે છે,આ પદાર્થ શું છે..? જો તે કોઈ અવકાશી વાહન હોય તો એ વાત સ્પષ્ટ છે તેને ચલાવનાર કોઈ સજિવોજ હોઈ શકે, તો કોણ છે આ સજિવો..?આ ચમત્કારી વાહન ચલાવનારા પણ ચમત્કારી જ હોવા જોઈએ ને..?કેટલાકે તેમને જોયા હોવાનો પણ દાવો કર્યો છે, તેમના કહેવા અનુસાર તેઓ અવકાશી પોષાક ધારણ કરેલા,નીચા કદના , માણસ જેવા આકારના જીવો છે.તેઓ અને તેમની ઉડતી રકાબીઓ જેતલી ઝડપથી અચાનક આવે છે એટલીજ ઝડપથી દૂર ઉડી જાય છે, એટલે તેમના દર્શન કરનારા સાચા છે કે ખોટા તેની ચકાસણી થઈ શકતી નથી, , કોઈ સ્થળે તેમણે ઉતણ કર્યુ હોવાનુ કહેવાય છે ત્યાં રેડિયો એક્ટીવ રજકણો જોવા મલી હોવાનુ પણ નોંધાયુ હોવાનુ કહેવાય છે. વૈજ્ઞાનિકો જોકે આને સમર્થન આપતા નથી.

માનવા વાળા માને છે કે આ પ્રકારના વાહનો માં આવતા આ લોકો અવશ્ય કોઈ બીજી દુનિયામાંથી આવનારા પ્રુથ્વિના મુલાકાતી ઓ છે,તેઓ પ્રુથ્વી નુ નિરિક્ષણ કરે છે, વોચ રાખે છે, અને પ્રુથ્વી વાસીઓ નો સમ્પર્ક કરવા માગતા નથી, તેમનો હેતુ સમજી શકાતો નથી,તેઓ શત્રુ છે કે મિત્ર એ પણ સમજી શકાતુ નથી, તેઓ શામાટે આવે છે અને શામાટે સમ્પર્ક થી દૂર રહે છે એનુ કારણ કોઈ કલ્પી શકતુ નથી. આ રહસ્યમય જીવો ને  “એલિયંસ “એટલે કે પરગ્રહના આગંતુકો સમજવામાં આવે છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો આને સમર્થન આપતા નથી, તેઓ જો હોય તો એવી કોઈ નિશાની કે પુરાવાઓ પણ છોડી જતા નથી, પછી પુરાવાના આગ્રહી વૈજ્ઞાનિઓ તેમના અસ્તિત્વ ને કઈ રીતે સ્વિકારી શકે..?તેમ છતા આ અજબ અસ્તિત્વ ની વાયકાઓ એટલી પાવરફુલ છે કે વૈજ્ઞાનિકો તેની તપાસ નહી કરતા હોય એમ માનવુ ન જોઈએ. એક વાયકા તો એવી પણ છે કે “નાસા “ના વૈજ્ઞાનિકો ના હાથમાં આવા એલિયનો પકડાયા છે પણ અમેરિકા એ તેને છુપાવી રાખ્યા છે અને તેમનો ગુપ્ત અભ્યાસ પણ શરુ કરી દીધો છે.

વૈજ્ઞાનિકો માને કે ન માને, પણ આ વિષય એટ્લો ઉત્તેજક છે કે આ એક ભ્રમ છે એમ માનવાનુ કોઈ ને મન નથી થતુ,આ વિશાળ અને જેનો આરમ્ભ અને અંત કોઈ જાણતુ નથી એવા બ્રહ્માંડમાં આપણા સૂર્ય જેવા કરોડો સૂર્ય છે એ તો બધા સ્વિકારે છે, આ સૂર્યો ને પણ પોતાની ગ્રહમાળા છે, અને આવા અબજો ગ્રહોમાં માત્ર આપણી પ્રુથ્વી ઉપરજ જીવન પાંગર્યુ છે એમ માનવુ અઘરુ છે, આકાશગંગા તરીકે ઓળખાતી આપણી નિહારિકા જેવી અસંખ્ય નિહારિકાઓ , તેમાં રહેલા અસંખ્ય સૂર્યજેવા તારાઓ અને તેમની આસપાસ ફરી રહેલા અસંખ્ય ગ્રહો પૈકી કેટલાયે ગ્રહો માં સજીવો નહીજ વસતા હોય એ માનવુ મુશ્કેલ છે, હા, આપની હાલની ટેકનોલોજી ની મર્યાદામાં આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી, પણ એવુ બની શકે છે કે કોઈ અન્ય ગ્રહની પ્રજાએ એ ટેકનોલોજી પ્રાપ્ત કરી લીધી હોય અને તેની મદદથી તેઓ આપણી પ્રુથ્વી ની તપાસ માટે આવતા હોય એ અશ્ક્ય નથી..!તેઓ આપણા કરતા જુદા હોય અને આપણા થી ડરતા હોય કે આપણને ચેપી અથવા અછૂત ગણતા હોય એટલે આપણા થી દૂર રહી ને પોતાનુ મીશન પાર પાડી રહ્યા હોય એવુ બની શકે, તેને કારણે આવા યુફો જવલ્લેજ દેખાતા હોય છે અને બહુ થોડા લોકો એ તેમને જોયા છે, આજ સુધી કોઈ અવકાશ વિજ્ઞાની એ તેમને જોયા હોય એવુ જોવામાં આવ્યુ નથી, અથવા તેમના જોવામાં આ પદાર્થો આવ્યા હોય તે છતા મુર્ખ ઠરવાની બીકે તે કબુલતા ન હોય કે વધુપુરાવા એકત્રીત કર્યા પછીજ જાહેર કરવાની વ્રુતિ ધરાવતા હોય એવુ શક્ય છે,

આપણી કથા કહાણીઓ માં દેવો અથવા ભગવાન ને પ્રુથ્વી ઉપર અવારનવાર આવતા દર્શાવાયા છે.એ દેવો એટલે આ એલિયંસ હોઈ શકે…?દેવો ની વાતો જગતના દરેક દેશોમાં ચાલતી હોય છે,કેટલાક દેવો સહાય કરવા આવતા દર્શાવાયા છે તો કેટલાક શિક્ષા કરવા

આ વ તા દર્શાવાયા હોય છે,  પ્રાથમિક શાળામા  અમારા ધાર્મિક શિક્ષક શ્રી દેવસી ભાઇ જૈન ગ્રંથો માંથી એક વાત શોધી ને કહેતા, કે દેવો ને આપણી પ્રુથ્વી ની ગન્ધ ગમતી નથી, એટલે તેઓ અંતરિક્ષ માં રહી ને આપણુ નિરિક્ષણ કરતા હોય છે. આ પ્રુથ્વીની ગન્ધ એટલે શુ..?આપણી પ્રુથ્વી ની આસપાસ બસો માઇલ સુધી જે વાતાવરણ વીંટળાયેલુ છે તેના ઓક્સીઝન, હિલિયમ,, ઓઝોન, કાર્બન હાઇડ્રોઝન જેવા વાયુઓને તેઓ પ્રુથ્વી ગન્ધ ગણતા હોય એવુ બની શકે, એનો અર્થ એ કે તેઓ તેમના શ્વાસ માં ઓક્સીઝન ના બદલે કોઈ અન્ય વાયુ લેતા હોય , જે પ્રુથ્વી ના વાતાવરણમાં શુધ્ધ સ્વરુપે ન હોય, પરિણામે તેઓ પ્રુથ્વી પર ઉડતી મુલાકાતે આવે ત્યારે આવા વાયુ ના સિલિંડરો લઈ ને આવતા હોય અને બને તેટલી ઝડપથી ચાલ્યા જતા હોય.તેમના મુખ પર ના માસ્ક ના કાણે આપણને તેઓ ચાર હાથ વાળા , કે વાનર, હાથીકે ન્રુસિન્હ જેવા દેખાતા હોય.ટેકનોલોજીમાં તેઓ આપણા કરતા ક્યાંયે ઉંચા હોઈ આપણે તેમને દેવ કે ભગવાન સમજી લઈએ તે સ્વાભાવિક છે, એટલે આપણા પ્રાચિન ગ્રંથોમાં લખેલુ બધુ હમ્બગ છે એમ માની લેવા મા ડહાપણ નથી. આપણેજે જોયુ ન હોય કે જેની કલ્પના કરી ન હોય એવુ ઘણુ હોઈ શકે છે, આપણે આકાશમાં ઉડવાની કલ્પના કરી હતી..? કે સમુદ્ર ઉપર સફર કરવાનુ વિચારી શકતા હતા..? જમીન નીચે આપણે પેટ્રોલિયમ પેદાશ હોવાની કે પ્રુથ્વીના પેટાળમાં કોલસાથી માંડી ને સોનુ કે હીરા હોવાનુ આપણે પહેલા માનતા હતા..?તેમ છતા તે બધુ હતુ એ આપણને સમય આવ્યે માનવુ પડ્યુ, તેજ રીતે અવકાશમાં અન્ય જીવો હોવાની વાત પણ ક્યારેક આપણે જાણી શકીયે એમ બનવુ અશ્ક્ય નથી.

વર્ષો પહેલા આપણા પુર્વજોએ શોધી કાઢ્યુ હતુ કે વનસ્પતિમાં જીવ હોય છે,પાણી કે હવામાં સુક્ષ્મ જીવો હોય છેજે આપણે આજે સાબિત થવા થી માનીયે છીએ.,બાણાસુર ના નગરની આસપાસ સતત અગ્નિ બળતો રહેતો હતો એભુગર્ભમાંથી નીકલળતો ગેસ હતો એ હવે આપણે સમજી શકીયે છીએ,બાણાસુર એ એશીરીયા નો પ્રાચિન સમ્રાટ અશુરબાનીપાલ હતો,આપણે ભુમી માંથી ગેસ કાઢતા થયા તે પહેલા બાણાસુર ના અગ્નિ ની વાત બોગસ જ માનતા હતાને..?એજ રીતે મહાભારતમાં અર્જુન દિવ્ય અશ્ત્રો લેવા સ્વર્ગમાં જાય છે એ સ્વર્ગ એટલે કોઈ અન્ય ગ્રહજ હોઈ શકે, અનેતેના દિવ્ય અશ્ત્રો એ કોઈ અણુશશ્ત્રોજ હોઈ શકે એ આજે આપણે માની શકતા નથી, પણ જ્યારે ભવિષ્યમાં કોઈ એલિયન નો સમ્પર્ક થશે ત્યારે આ વાત ઉપર વિશ્વાસ મુકવોજ પડશે.એલિયન નુ અસ્તિત્વ નથી એમ કશા પ્રયત્ન વીના માની લેવુ તે યોગ્ય નથી, અત્યારે વિજ્ઞાને એવી અનેક વસ્તુઓ આપણને શોધી આપી છે જે ભૂતકાળમાં માત્ર દંતકથા સ્વરુપેજ આપણે સાંભળી હતી.એવુજ એલિયન નુ પણ થઈ શકે છે.એવો વ્યાજબી પ્રશ્ન થઈ શકે કે પહેલા આ એલિયન દેવો તરીકે પ્રુથ્વી ઉપર સરળતાથી આવજાવ કરતા હતા તો હવે કેમ નથી આવતા,,,! કદાચ એ સમયના પ્રુથ્વી વાસીઓ નો કોઈ ખરાબ અનુભવ તેમને થયો હોય . અથવા પ્રુથ્વીનુ વાતાવરણ વધુ બગડ્યુ હોય તેને કારણે તેમને આવવાનુ છોડી દીધુ હોય . અથવા એ ટેકનોલોજી જાણનારા નો કોઈ રીતે વિનાશ થયો હોય, તે કારણે તેઓ આવતા બન્ધ થયા હોય , અને હવે નવેસરથી ટેકનોલોજી શીખ્યા પછી પ્રયોગાત્મક રીતે તેઓ ઉડતી રકાબી લઈ ને ક્વચિત આવતા થયા હોય.

અંગત રીતે એમ માનવાનુ મન નથી થતુ કે બ્રહ્માંડમાં પ્રુથ્વી સિવાય ક્યાંયે જીવન નથી..!એ બની શકે કે આપણા જેવુ કે આપણાથી ચઢિયાતુ જીવન આપણાથી હજારો પ્રકાશવર્ષ દૂર હોય, આપણા થી પાંચહજારપ્રકાશવર્ષ દૂર ના કોઈ ગ્રહના લોકો પાવરફુલ દુરબીન થી પ્રુથ્વી ને જુએ તો તેમનેઅહીં મહાભારત નુ યુધ્ધ લડાતુ દેખાય..!તેજ રીતે આજે દેખાતી ઉડતી રકાબી પાંચકે દશહજાર વર્ષ પહેલા આવી હોય તે અત્યારે આપણને જોવા મળતી હોય, બ્રહ્માંડમાં આપણે એકલા હોઈએ તે માનવુ મુશ્કેલ છે,.

પુનર્જન્મ “
પુનર્જન્મ.

ભારતિય માન્યતાઓ માં સર્વમાન્ય વિચાર એવો છે કે વ્યક્તિ નુ શરીર મ્રુત્યુ પામે છે પણ તેનો આત્મા કદી મરતો નથી,  “નૈનમ છિન્દંતિ શશ્ત્રાણી નૈનમ દહતી પાવક ” એ ગિતા વાક્ય અનુ સાર આત્મા એ એવી ચીજ છે જેને શશ્ત્રો છેદી શકતા નથી, અગ્ની બાળી શકતો નથી, વાયુ શોષી શકતો નથી ,વીગેરે દ્વારા આત્માના અમરત્વ ને આપણે સ્વિકાર્યુ છે, જે મરે છે તે શરીર છે, અને શરીર એ આત્મા એ ધારણ કરેલ વસ્ત્ર માત્ર છે, તે જુનુ થાય એટલે આત્મા તેને છોડી દે છે અને નવુ વસ્ત્ર -એટલે કે નવુ શરીર ધારણ કરે છે.એવી આપણી ફિલ્સુફી છે,શરીર દ્વારા કરવામાં આવેલા પ્રત્યેક કર્મ નુ ફળ આત્માએ ભોગવવાનુ હોય છે, શરીર નાશવંત છે, આત્મા અમર છે,તેમ છતા શરીર દ્વારા કરવામાં આવેલા કર્મો નુ ફળ આત્માએ શામાટે ભોગવવુ પડે એ સહેલાઈ થી સમજાતુ નથી,

આત્મા મરતો નથી એટલે એક આત્મા યુગોના યુગો સુધી ફરતો રહે છે અને નવાનવા શરીરો ધારણ કરી નવાનવા કર્મો કરતો રહે છે અને તેનુ ફળ પણ ભોગવતો રહે છે, એકજ લાઇફમાં બધાજ કર્મો નુ ફળ ભોગવવામાટે જીવન ટુંકુ પડે એટલે આ જન્મ માં કરેલ કર્મો નુ ફળ ભોગવવાનુ બાકી રહી જાય તે બીજા જન્મ માં કેરીફોરવર્ડ થાય છે, આમ જન્મોજન્મના એકત્રીત થયેલા કર્મો ને સંચિત કર્મો કહેવાય છે, અને તે બધાનુ ફળ ભોગવતા અનેક જન્મો થઈ જાય છે અને આ જન્મો માં કર્મ કરવાનુ તો અટકતુજ નથી, એટલે સંચિત કર્મ નો કદી અંત આવતો નથી અને સારા ખરાબ બધાજ કર્મો ના ફળ ભોગવવા માટે આપણે નવાનવા શરીરો ધારણ કરતા જવા પડે છે, આમ કર્મ અનેફળના ભોગવટા દ્વારાજ આ સ્રુષ્ટિ ચાલતી રહે છે.અને વ્યક્તિના પુનર્જન્મો થતા રહે છે.

આપ્રક્રિયા ઘણી જટિલ હોય છે, ધારો કે આપણે આજે એક મચ્છર ને માર્યો,એ કર્મ થયુ, આ પહેલા આપણા અનેક અવતારો દરમ્યાન થયેલા કર્મો અગણિત હોય એટલેઆ મચ્છર માર્યા નુ કર્મ આપણા બીજા અનેક જન્મો પછી ભોગવવાનો વારો આવે,કદાચ એકસો જન્મ પછી આ મચ્છર માર્યા ના કર્મનુ ફળ ભોગવવાનુ આવે, એ મચ્છર આપણા હાથે મર્યો એ પણ એના કોઈ પુર્વજન્મના ફળસ્વરુપેજ મર્યો હોય, એટલે આપણા હાથે મરવાથી તેનુ એક કર્મ ઓછુ થયુ હોય…!એ ફરી અવતાર ધારણ કરી ને નવા કર્મો કરતો રહે અનેજુના કર્મો થી મુક્ત થતો રહે, પણ સ્રુષ્ટિ નો અન્ત તો ત્યારેજ આવી શકે જ્યારે બધાજ આત્માઓ ના બધાજ કર્મો નાશ પામ્યા હોય અને કોઈએ ફળ ભોગવવાનુ બાકી રહ્યુ ન હોય, આમ કર્મો નો અંત આવતો નથી અને તેના ફળો ભોગવવા માટે એકજ આત્માએ નવાનવા શરીરો ધારણ કરવા ફરી ફરી ને જન્મ લેવા પડે છે.અને સ્રુષ્ટિ આમજ ચાલ્યા કરે છે.આ આપણા દેશની એક ફિલ્સુફી છે, હિન્દુ, બૌધ્ધ, અને જૈન તત્વજ્ઞાન મુખ્યત્વે, થોડા ફેરફારો સાથે આ તત્વજ્ઞાન માં માને છે. તેથી પુનર્જન્મ ની થિયરી આ ધર્મો માં દ્રઢ પણે માનવામાં આવે છે.

હિન્દુની માન્યતા મુજબ સત્કર્મો થી દુષ્કર્મો નાશ પામે છે, એટલે એક કોઈ એક સત્કર્મ  અન્ય એક દુષ્કર્મ નો નાશ કરે છે, દુષ્કર્મો કરતા સત્કર્મો ની સંખ્યા વધવાથી દુષ્કર્મો નુ બેલેંસ નિલ થઈ જાય છે અને તે આત્મા ની મુક્તિ થાય છે, જૈન ફિલોસોફી અનુસાર સારા અને ખોટા બન્ને કર્મો નુ લિસ્ટ અલગ રાખવામાં આવે છે, એટલે બન્ને પ્રકારના કર્મો ના ફળ અલગ ભોગવવા પડે છે, સતકર્મથી દુષ્કર્મ નો છેદ ઉડતો નથી,બૌધ્ધો આત્મા ને એક સતત વહેતો જીવનપ્રવાહ માને છે જે જુદા જુદા ચઢાવ ઉતારો ની વચ્ચે વહેતો હોય છે, જાતક કથાઓ દ્વારા બૌધ્ધો પણ પુનર્જન્મ માં તો માને છે.

મુસ્લિમો અને ખ્રિસ્તિઓ પુનર્જન્મ માં માનતા નથી, મુસ્લિમો કયામત ના દિવસમાં માને છે, એક સમય એવો આવશે જ્યારે પ્રુથ્વિ પર પ્રલય આવશે, આ મહાન આપત્તિ ને કયામત નો દિવસ કહેવામાં આવે છે, એ દિવસે અલ્લાહ બધા મરેલા જીવો ને બહાર કાઢી ને તેમના કર્મો ની સજા આપશે. જોકે સુક્ષ્મ રીતે જોઈએ તો આ પણ પુનર્જિવિત થવાનો એટલે કે પુનર્જન્મ નોજ પ્રચ્છન્ન દાખલો છે.ખ્રિસ્તિઓ ક્ષમા માં વધુ માને છે પ્રાર્થના કરવા થી દયાળુ ઇસુ પાપીઓ ને માફી અપાવે છે, એટલે કે બીજી રીતે જોઈએ તો પ્રાર્થના અને સત્કર્મો થી પાપમાંથી મુક્તિ મળે છે અને આત્મા મુક્ત બને છે. આત્મા , કર્મ અને કર્મના આધારે ચાલતી સ્રુષ્ટિ નો ભારતિય સિધ્ધાંત વધુ તર્કસંગત લાગે છે, જૈનો અને બૌધ્ધો નિરિશ્વરવાદી છે, આ સમગ્ર સ્રુષ્ટિ ની રચના કોઈ ભગવાન નામના તત્વ થી બની નથી, પણ અસંખ્ય આત્માઓ એ કરેલા અનંત સારા કે માઠા કર્મો થી અને તેના ફળના ભોગવટા થીજ સ્રુષ્ટિ ચાલી રહી છે, અને એજ રીતે ચાલવાની છે. જૈન ફિલ્સુફીમાં ક્ષમા જેવુ તત્વ નથી, સારા કર્મો અને ખરાબ કર્મો બન્ને નુ ફળ અનિવાર્યપણે ભોગવવુ જ પડે છે અને તે માટે અનેક વાર પુનર્જન્મ લેવા પડે છે.

હવે આ થિયરીની સચ્ચાઇ, કે મિથ્યાત્વ નુ પારખુ કોઈ કરી શકે તેમ નથી, માત્ર અનુમાન ઉપરજ આ બધુ ચાલતુ હોય છે,આના સમર્થનમાં એવા દાખલા આપવામાં આવે છે કે એક માણસ આખા જીવન પર્યંત અનેક કાળા કામો કરવા છતા જીવનભર મોજમસ્તીમાં જીવતો આપણે જોઈ શકીયે છીએ, તો બીજી તરફ બીજો કોઈ સત્કાર્યો માંજ ડુબેલો રહેવા છતા અનેક જાત ની તકલીફો ભોગવતો જોવા મળે છે, આનુ કારણ તે બન્ને ના પુર્વજન્મ ના સંચિત કર્મો ને ગણાવવામાં આવે છે.આ દલિલની તર્કસંગતતા ઝટ ગળે ઉતરી જાય છે, જો તમે આત્મા ના અમરત્વ ને માનવા તૈયાર હો તો…!આત્મા અમર છે અને તે માત્ર શરીર જ બદલે છે, એમ જો આપણે માની લઈએ તો બધુ બહુ સરળ છે આત્મા બળતો નથી કે કપાતો નથી કે સુકાતો નથી તો તેણે ધારણ કરેલા શરીરે કરેલા કર્મો નુ ફળ ભોગવવા તેને નવુ શરીર ધારણ કરવુજ પડે, કારણ સુખ, આનન્દ દુખ કે પિડાનો અનુભવ કરવા માટે તેની પાસે શરીર હોવુ જોઈએ,જે પુનર્જન્મ થીજ મલી શકે. આમ પુનર્જન્મ ની થિયરી માં તર્કસંગતતા તો છે.

તો પછી એ પ્રશ્ન ઉઠે છે કે આ બધુ તંત્ર કોણ ચલાવતુ હશે..? અબજો આત્માઓ, તેમના દ્વારા કરવામાં આવેલા ખર્વોની સંખ્યાના સારા ખરાબ કર્મો નો હિસાબ કોણ રાખતુ હશે..?અને તેના ફળના ભોગવટા માટે નુ આત્મા વાઇઝ શિડયુલ કોણ ગોઠવતુ હશે અને તેનો અમલ કોણ કરતુ હશે..?આપણે એક સો સવાસો માણસો ની ઓફીસ ચલાવવામાં પણ કેટલા ઉપકરણો, સ્ટેશનરી, સાધનો અને મેનપાવર ની જરુર પડતી હોય છે છતા કામો સમયસર કે ભૂલ વગર થતા નથી, તો આહીં તો અબજો ની સંખ્યાના આત્માઓ ને સંભાળવાના છે અને દરેક નો વ્યક્તિગત રેકોર્ડ રાખી ને તેમને યોગ્ય ન્યાય આપવાનો છે…! તો આ બધુ કોણ કરતુ હશે..?હિન્દુ ઓ માં આનો જવાબ તદ્દન સરળ છે કે આ બધુ કરનાર ભગવાન છે, જૈનો અને બૌધ્ધો તો ઇશ્વરમાં માનતા નથી, તો તેમનો જવાબ શું હોઈ શકે…?બધુ કર્મસંજોગે જ થતુ હોય તો પણ એ કર્મો ની નોંધણી અને સંચાલન કેવી રીતે અને કોણ કરતુ હશે..?ઇશ્વરજેવા કોઈ તત્વ નો સ્વિકાર તો કરવોજ પડશે ને..?જૈનો કહે છે કે સત્કર્મીઓ ને સ્વર્ગ મલે છે, તેઓ દેવયોનીમાં જન્મે છે અને નિશ્ચિત સમય દેવત્વ ભોગવ્યા પછી ફરીથી જન્મ લે છે, દુષ્કર્મીઓ ને નર્ક ની યાતના ભોગવવી પડે છે, તેમાં રાક્ષસ જેવા પરમાધામી દેવો તેમને વિવિધપ્રકારની યાતનાઓ આપે છે,અને સમય પુરો થતા તેઓ પણ ફરીથી જન્મ ધારણ કરે છે.આ બધુ કોણ ચલાવે છે..?સત્કર્મ કોને કહેવાય, દુષ્કર્મ કોને કહેવાય એ બધુ કોણ નક્કી કરે છે..?તેની શિક્ષા કોણ નક્કી કરે છે..?કોણ તેનો અમલ કરે છે…? સ્વર્ગ અને નર્ક કોણે બનાવ્યા  ..?તેની સત્તાઓ ને પડકારનારા બળવાખોર આત્માઓ નહી થયા હોય..? આ અને આવા અનેક પ્રશ્નો ઉદ્ભવ પામતા હોય છે, અને તેનો સાચો અને તર્કસંગત ઉત્તર કોઈ પાસે નથી,

આ જ કારણ સર એક બાજુ શ્રધ્ધાળુઓ પેદા થાય છે તો બીજી બાજુ આ બધુ હમ્બગ કહેનારા રેશનાલિસ્ટો ઉભાથાય છે, શ્રધ્ધાળુઓ આને ઇશ્વરિય શક્તિ  સમજે છે , તો રેશનાલિસ્ટો આને અન્ધશ્રધ્ધા અને બોગસ કહે છે, સંસાર આ બે માંથી કોઈ પણ માન્યતા ને લક્ષ્યમાં લીધા વીના તેની રીતે ચાલી રહ્યો છે.

પુંનર્જન્મ ની વાત પર પાછા આવીયે તો આપણે પાછલો જન્મ યાદ આવવાના ઘણા કિસ્સા સાંભળતા અને વાંચતા હોઈએ છીએ, આ કેવી રીતે શક્ય બને..?પાછલા જન્મ નુ શરીર તો બાળી નાખવામાં કે દાટી દેવામાં આવ્યુ હોય છે, શરીર સાથે તેનુ મગજ પણ નાશ પામે છે તો યાદ જેમાં સંઘરાય છે તે મગજ  જ નાશ પામ્યુ હોય તો પાછળનો જન્મ કેવી રીતે યાદ આવે..?આત્મા ના અમરત્વ માં માનીયે તો ભૂતપ્રેતમાં હજીયે માની શકાય, પણ પાછળનો જન્મ યાદ આવવાનુ તો બિલ્કુલ માની ન શકાય. છાપાઓ માં આવતા કિસ્સાઓ, રામ નો બીજો જન્મ ક્રુષ્ણ સ્વરુપે, કે રાવણ નો બીજો જન્મ કંસ તરીકે કે કાશીરાજ કન્યા નો બીજો જન્મ શિખંડી તરીકે થયો તેમ ખાત્રીપુર્વક કઈ રીતે કહી શકાય?લક્ષ્મ્ણ બીજા જન્મમાં બલરામ થયા એ પણ લોકોક્તિ થી વધુ શું કહી શકાય..?

આમ પુનર્જન્મ તાર્કિક લાગતો નથી, કર્મ અને તેના ફળ ની થિયરી પણ વાસ્તવિક લાગતી નથી, એટલેજ કોઈ એવી મહાશક્તિ નુ અસ્તિત્વ સ્વિકારવુજ પડે તેમ છે તે વીના  જે નિયમિતતા થી આ સ્રુષ્ટિ ચાલી રહી છે તે ચાલી ન શકે, તમે કહેશો કે આ તો વિજ્ઞાન ના નિયમો થી ચાલે છે, તો એ નિયમો નુ પાલન કોણ કરાવે છે એનો ખુલાશો આપવો પડશે. સત્કર્મ અને દુષ્કર્મ પણ કોને કહેવા તે કોણ નક્કી કરશે..?તમે એક ઉન્દર ને બિલાડી ના પંજામાં થી છોડાવો તો તે સત્કર્મ થયુ, પણ બિલાડી નો ખોરાક છીનવી લીધો તે દુષ્કર્મ ન થયુ..?તમે એક ચોરી કરનાર ને કે શરીર વેચનાર સ્ત્રિ ને દુષ્કર્મી કહો છો પણ તેઓ તેમના પરિવાર નુ પોષણ કરે છે તે સત્કર્મ ન ગણાય..?એટલે કર્મવાદ. પુનર્જન્મવાદ, અને નિરિશ્વરવાદ બહુ વિશ્વસનિય લાગતા નથી, જોકે આ વિષય પાછળ યુગો થી ચાલતી આવતી માન્યતા, શ્રધ્ધા, અને વિવાદો રહેલા છે, એ કારણેજ વખતો વખત જુદા જુદા પયગમ્બરો પ્રુથ્વી ઉપર આવે છે, અને નવી રીતે સમજાવી જાય છે, તેમ છતા આવા પયગમ્બરો વચ્ચે પન એકવાક્યતા હોતી નથી, કારણ તેઓ જેતે સમયની પરિસ્થ્તિ અનુ સાર ઉકેલ બતાવી ને ચાલ્યા જાય છે, પરિસ્થિતિ બદલાતા તેમણે દર્શાવેલ ઉકેલ પણ ખોટો ઠરે છે, એટલે આ વિષય નો કોઈકાયમી ઉકેલ નથીએટલે આટલેથીજ વિરમવુ રહ્યુ.

અંતે આ આખો લેખ ફરી થી વાંચ્યો તો મને પોતાને પન લાગ્યુ કે હું સ્પષ્ટ નથી રહી શક્યો. શરુઆતમાં મેં પુનર્જન્મ ને તાર્કિક કહ્યો છે તો પછી થી તેને અવિશ્વસ્નિય કહ્યો છે, આ વિષયજ એવો છે કે ગુંચવાઈ જવાય…!એટલેજ મહાન પયગમ્બરો વચ્ચે પણ વિચારભેદ જોવા મળે છે, મારે સ્વિકારવુ જોઈએ કે હું કોઈ પ્રખર પંડીત નથી, પણ મનોવ્યાપાર અત્રે આપ સૌ સમક્ષ  મુકેલ છે, આપ સૌની કોમેંટ્સ નો ઇંતેજાર રહેશે.

હિન્દુમુસ્લિમ એકતા
હિન્દુ-મુસ્લિમ એકતા.

ભારતમાં મુખ્ય બે જાતિઓ વસે છે, હિન્દુ અને મુસલમાન. ભારત એવો દેશ છેજેમાં અનેક સંસ્ક્રુતિઓ નો સમંન્વય

થયો છે,હિન્દુઓમાં અનેક ફાંટા છે, વૈદિકધર્મ પાળનારા, પૌરાણિકદેવો ની પુજા કરનારા, દેવીઓને પુજનારા,વ્રુક્ષો, પ્રાણીઓ,નદીઓ,સમુદ્ર,મેઘ, વર્ષા,સુર્ય,લિંગપુજા,વિવિધ મુર્તિઓની પુજા, મુર્તિ ને ન પુજનારા, અગ્નીપુજકો,નિરિશ્વરવાદી જૈનો અને બૌધ્ધો,અને તાજેતરમાં જેનો ઉદ્ભવ થયો તે સ્વામિનારાયણ પંથ, એમ અનેક ધર્મ આધારિત ફાંટાઓ હિન્દુઓમાં પડ્યા છે,આ બધાજ મૂળ

આર્યસંસ્ક્રુતિના પ્રકારો હોવા છતાતે બધા પોતાને એક માનતા નથી, જેટલા વિચારો એટલા સમ્પ્રદાયો ઉભા થયા છે,આપણી ધર્મભાવના ખુબજ ત્વરિત હોવાના કારણેજે કોઈ નવો પ્રભાવશાળી ઉપદેશક આવે તેની અસરમાં જલ્દી આવી જાય છે, આપણી હિન્દુ પ્રજા ને ધર્મ નુ અવલંબન બધા પ્રસંગો માં જોઈતુજ હોય છે, આપણો વિધ્યાર્થિ તેની નોટબુક ના પ્રથમ પાને તેના ઇષ્ટદેવ નુ નામ લખ્યા પછીજ શરુઆત કરશે, આપણો વેપારી દુકાન ખોલતા પહેલા ઉંબરાને પ્રણામ કરશે, હિસાબી ચોપડામાં ઇષ્ટદેવ નુ નામ લખશે, શુભ કાર્યની શરુઆતમાંઘરના મન્દીરોમાં દીવાબત્તી કરશે,આપણો ખેડુતતેના હળ અને બળદો ની પુજા કરશે, ક્ષત્રિઓ તેમના શશ્ત્રો, અશ્વો અને વાહનો ની પુજા કરશે,કારીગરો તેમના ઓજારો ની પુજા કરશે, આમ વિવિધસ્વરુપે આપણો ભક્તિભાવ ઉપસી આવે છે,  આપણી પછાત ગણાતી જાતિ ઓ ના ભગવાનો પણ વિચિત્ર મુખમુદ્રા વાળા, વનવાસીઓ જેવા  અને ક્રુર જોવા મલે છે. હિન્દુઓ ની આસ્થા ખુબજ હઠાગ્રહી હોવા છતા બીજી તરફ ફ્લેક્ષીબલ હોય છે, તેઓ જે ધર્મ માં ન માનતા હોવા છતા તે ધર્મોને આદર આપે છે, સ્વામિનારાયણ ધર્મી કે જૈન ધર્મી લક્ષ્મી કે સરસ્વતિ ને નમન કરશે, કાલિમાતા કે મેલડી માતા થી બધાજ ભય પામશે, આમ હિન્દુઓ એક વિચિત્ર અને ગુંચવણભરીધાર્મિક જાળમાં ગુંથાઈ ગયેલા હોય છે, તેઓ એકજ સંસ્ક્રુતિમાંથી ઉદ્ભવ પામ્યા હોવા છતા તેમની ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ જુદી હોય છે. તેઓ એક થઈ શકતા નથી, ધાર્મિક રીતરીવાજો તેમને જુદા પાડે છે, અનેક જ્ઞાતિ પેટાજ્ઞાતિઓ અને ફીરકાઓમાં તેઓ વહેંચાઈ ગયા હોય છે, યુગો થી સલામતિ વચ્ચે જીવ્યા હોવા ના કારણે તેઓ કેટલેક અંશે સહિષ્ણુ બન્યા છે એટલે તેઓ હિંસક વિરોધથી દુર રહ્યા છે, પણ તેમના મનમાં જુદાઈ ની ભાવના તો રહે છેજ

તો બીજી તરફ મુસ્લિમો માં આટલા બધા ફાંટા નથી હોતા,તેઓ એકેશ્વરવાદીઓ છે, મુસ્લિમો નુ આગમન એક આક્રમણ કારી પ્રજા તરીકે ભારતમાં થયુ છે, ગુજરાતમાં સૌપ્રથમ સિધ્ધારાજ જયસિંહે એક મુસ્લિમ ધર્મગુરુ ને આશ્રય આપ્યો, ત્યારે તો તે એક ગરીબ અને કંગાલ હતો, ઉદારમતવાદી સિધ્ધરાજે તેમને આશ્રય આપ્યો ત્યારે તેને ખબર ન હતી કે ભારતની ઉત્તર સરહદેતેની જાતિના આક્રમક લોકોના ધાડાઓ આગળ ધસી રહ્યા છે, તે પછી તો મુસ્લિમ રાજાઓ એ ભારત ને જીતી લીધો અને એક રાજ્યકર્તાપ્રજા તરીકે ના તેમના વર્તન થી દેશભરમાં મુસ્લિમ સંસ્ક્રુતિ ફેલાવા લાગી, આક્રમણ અને લુંટફાટ નો દોર પુરો થયા પછી મુસ્લિમોઅહીં સ્થિર થવા લાગ્યા.તેમનામાં ઘણા ઉદારમતવાદી બાદશાહોથયાતેમના પ્રયત્નો થી બન્ને પ્રજાઓ એક સાથે સુલેહસંપથી રહેતી થઈ, બહારથી આવેલા મુસ્લિમો અને દેશના મૂળ નિવાસીઓ વચ્ચે લગ્નસંબંધો પણથવા લાગ્યા, કેટલાક લગ્નો સહમતિથી તો કેટલાક સત્તાના જોરે પણ થવા લાગ્યા. કેટલાક હિન્દુ સરદારો ની બહાદુરી ની કદર પણ થઈ, તો કેટલાક સ્વેચ્છાએ ઇસ્લામ અપનાવવા લાગ્યા. આમ આ બન્ને જાતિઓ મિશ્ર થવા લાગી, અને ઘણા વર્ષો સાથે રહી ને એક બીજા પરત્વે આદર રાખીને જીવવા લાગી. ઘણા વર્ષો સુધી તેમની વચ્ચે કોઈ વૈમનસ્ય ન હતુ, બન્ને પ્રજાઓ પરસ્પર સાથે ગોઠવાઈ ગઈ હતી,અકબર જેવા ઉદારમતવાદી સમ્રાટના વખતમાં હિન્દુ મુસ્લિમ એકતા ખુબ વ્યાપક હતી, હિન્દુઓ ફારસી ભાષા શીખી ને રાજકાર્યોમાં આગળ આવવા લાગ્યા, બીરબલ, માનસિંહ, ટોડરમલ, તાનસેન, જેવા હિન્દુઓ અકબરના રાજ્યના સ્થંભો હતા, રાજા માનસિંહની ફોઈ અકબર ની પત્ની થઈ તો એવાજ બીજા હિન્દુ સરદારો મુસ્લિમ સરદારો સાથે સંબંધ થી જોડાયા, એ સમય એવો હતો જ્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચે સૌથી વધુ સુમેળ થયો હતો.

પરંતુ ઔરંગઝેબ જેવા કટ્ટરવાદ્દી બાદશાહો ના વખતમાં હિન્દુ પ્રજાને અન્યાય થવા લાગ્યા, ત્યારથી બન્ને પ્રજા વચ્ચે વૈમંનસ્ય ના બીજ વવાયા. મુસ્લિમો પોતાને રાજ્યકર્તા સમજવા લાગ્યા. અને હિન્દુઓ તેમને વિધર્મીઓ ગણવા લાગ્યા, તેમ છતા તેમના ભાઇચારા ઉપર હજી વધુ ધુળ ચઢી ન હતી, સામાન્ય પ્રજા હજી સંપથી રહેતી હતી, કોઈ ધાર્મિક વિવાદો થતા ન હતા. આજે થાય છે એવા હુલ્લડો તો એ સમયમાં થયા હોય એવા કોઈ દાખલા જોવા મલતા નથી, તે ત્યાં સુધી કે અંગ્રેજો સાથે 1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ બાદશાહ બહાદુરશાહ ના નેત્રુત્વ નીચે હિન્દુ મુસ્લિમ બન્ને પ્રજા ખભાથી ખભા મિલાવી ને લડ્યા હતા. એ સમયે દેશમાં લોકશાહી ન હતી, બાદશાહતના કાયદા બન્ને પ્રજા ને લાગુ પડતા અને કોમી હુલ્લડો ની કોઈ ને કલ્પના પણ ન હતી. તેથી સામાન્ય પ્રજા કોઈ વૈમંનસ્ય વીના સાથે જીવતી હતી,

તે પછી ભારતમાં અંગ્રેજો ની નિતિ ના કારણે ભારતિયો શિક્ષણ લેવા લાગ્યા, બૌધ્ધિકો આગળ આવવા લાગ્યા, અને અંગ્રેજો સામે કાયદા ના જોરે બાથ ભિડનારો એક નવશિક્ષિત વર્ગ ઉભો થયો, આ ભણેલો વર્ગ દુનિયાભરમાં થયેલા સ્વતંત્રતા જંગો થી માહિતગાર થવા લાગ્યો,બ્રીટન ફ્રાંસ, રશિયા જેવા દેશો એ આઝાદી કઈ રીતે મેળવી તેનો અભ્યાસ કરી ને ભારત ના બૌધ્ધિકો માં પણ આઝાદ થવા ની ભાવના પ્રગટ થવા લાગી, અંગ્રેજો એ કારકુનો બનાવવામાટે શરુ કરેલી શિક્ષણનિતિ તેમને જ ભારે પડી, લોકો જાગ્રુત થયા, અને આઝાદી, અધિકારો માટે લડત ચલાવતા થયા, ભારતિય કોંગ્રેસની સ્થાપના થઈ , અને તેને સમર્થન મળવા લાગ્યુ. બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયા ભરમાં અંગ્રેજો નુ શાશન સમેટાવા લાગ્યુ અને મહાત્મા ગાન્ધી જેવા નિડર નેતાઓ ભારતની પ્રજા પર છવાઈ જવા લાગ્યા, અંગરેજો એ છેવટે ભારત ને આઝાદી તો આપવા ની જાહેરાત કરી, પણ મહમદ અલિ ઝિન્ના નો બે રાષ્ટ્રો નો સિધાંત સ્વિકારી બન્ને કોમ વચ્ચે ફાટફુટ પડાવી, ત્યારથી આ બન્ને કોમ વચ્ચે તંગદિલી ફેલાઈ, આ રાજકિય વાતાવરણ ની અસર સામાજિક , આર્થિક અને ધાર્મિકવાતાવરણ ઉપર ખુબ ગાઢ થઈ. મુસ્લિમો ને પાકિસ્તાન તો મલ્યુ પણ તેમના મનમાંએક શલ્ય ઘુસેલુ રહ્યુ, મુસ્લિમો અને પાકીસ્તાન હિન્દુઓ ના શત્રુઓ તરીકે વર્તવા લાગ્યા, ભારતમાં રહેલા મુસ્લિમો પણ પોતાને હિન્દુઓ થી અલગ સમજવા લાગ્યા, આ સમયે બાદશાહો નો કદક કાયદો ન હતો, લોકશાહી ના પગરણ મંડાઈ રહ્યા હતા, સ્વતંત્રતા ની હવા બન્ને પ્રજા ને લાગી હતી . શાશકો નવા અને આદર્શવાદી હતા,પરિણામે અલગતા, ઇર્ષ્યા અને પોતાનુ છીનવાઈ રહ્યુ હોવાની ભાવના બન્ને કોમ માં જાગી ઉઠી અને પછી જે કાપાકાપી અને નરસંહાર થયો તેનાથી બન્ને કોમ એકબીજા ને અવિશ્વાસ થી જોવા લાગી,

પાકીસ્તાન તો અલગ થઈ ગયુ, પણ તેમ છતા આ દેશમાં ઘણા મુસ્લિમો રહી ગયા હતા, તેમાંના ઘણા રાષ્ટ્રવાદી હતા, તો એક જુથ પાકીસ્તાન તરફી પણ અહીં રહી ગયુ હતુ, જે આજે પણ દેશવિરોધી પ્રવ્રુતિ માં વ્યસ્ત રહ્યુ છે, આવા લોકો ખુબ થોડા છે, પણ તેમની અસર ખુબજ કાતિલ થઈ રહી છે. ધર્મના નામે થયેલી આ જુદાઈ ઇતિહાસ માં સર્વપ્રથમ છે, અન્ય દેશોમાં બળવા વિપ્લવો થયા છે, રાજ્યપલ્ટા પણ થયા છે પ ણ તે રાજ્યકર્તા ના જુલ્મોસિતમ સામે, ધાર્મિક જુદાઈ ના કારણે નહી.

વર્ષોથી એકસાથે રહેલી આ બન્ને પ્રજાહવે અલગ થઈ ગઈ છે, ભારતિય મુસ્લિમો એ પણ પોતાની અલગ ઓળખ જાળવી રાખી છે, અલગ અધિકારો, અલગ કાયદા,અલગ લગ્નપ્રથા અને તલાકના નિયમો, લઘુમતિ તરીકે ના લાભો,તેમને અલગથી આપવા પડ્યા છે,જે અન્ય કોઈ દેશ માં નથી હોતા, મુસ્લિમો સમગ્ર વિશ્વમાં રહે છે પણ ક્યાંયે તેમને લઘુમતિ કે વિશિષ્ઠ દરજ્જો આપવામાં આવતો નથી, દેશ નો કાયદો બધા માટે સરખોજ હોય છે, પણ ભારતમાં આ વિશેષ અધિકારો આપવામાં આવે છે, એ ભારતના શાશકો ની સમાધાન વ્રુતિ છે, કાયરતા છે કે મતો નુ રાજકારણ છે એ તો ભવિષ્યનો ઇતિહાસ લખનારજ લખી શકશે.

આમ એક હજાર વર્ષોથી સુલેહસંપથી સાથે રહેનાર આ બન્ને મહાપ્રજાઓ આજે મનમાં અલગતા સાથે જીવી રહી છે. ધાર્મિક કટ્ટરતા વધી છે, હિન્દુઓ ભણે છે તેમ તેમની ધાર્મિકતા પાતળી થાય છે, જ્યારે ઉચ્ચશિક્ષિત મુસ્લિમો વધુ કટ્ટર બનતા જાય છે, તેમના બૌધ્ધિકો ધર્મ જનૂન વધારી રહ્યા છે, જ્યારે આપણા કહેવાતા બૌધ્ધિકો અને રેશનાલિસ્ટો પોતાના ધર્મ નીજ હાંસી ઉડાવતા થયા છે, બન્ને પ્રજા વચ્ચે આ મહત્વ નો ફરક છે, આપણે હિન્દુઓ શરુઆતથીજ પોતાની જાતિ પરત્વે વફાદાર રહ્યા નથી, પોતાના સંસ્કારો, પોતાનો ધર્મ અને પોતાનુ પ્રજાકિય ગૌરવ ની અવગણના કરનાર પ્રજા હવે લોકશાહી નો લાભ ઉથાવી દેશને લુંટવામાં વ્યસ્ત થઈ ગઈ છે, બીન સાંપ્રદાયી શાશન વ્યવસ્થા માં પણ લઘુમતિ અને બહુમતિ જેવા સાંપ્રદાયી શબ્દો નુ ચલણ વધી ગયુ છે, દેશનેગુલામ બનાવવામાં જે મનોવ્રુતિ ભાગ ભજવતી હતી તે મનોવ્રુતિ હજી આજે પણ આપણે ત્યાગી શક્યા નથી.ભૂતકાળ માં જગતભરને પ્રકાશ ની દિશા ચિન્ધનાર દેશ આજે ખુદ અંધકાર માં ડુબતો જાય છે, અને એનો જરા જેટલો અફશોષ આપણા રાજ્યકર્તાઓ ને નથી, એ આપણુ કમનસિબ છે.

“વિચારભેદ નો રોષ “
વિચારભેદ નો રોષ.

સોશ્યલ સાઇટો પર વિચારો વ્યક્ત કરવા ની બ્લોગ સંસ્ક્રુતિ ધીમે ધીમે વિકસતી જાય છે. નોકરી વ્યવસાયમાં થી નિવ્રુત લોકો નો એક ખાસ વર્ગ ઉભો થયો છે , જેમની પાસે ઠીકઠીક પૈસો ,ફુરસદ અને અભિવ્યક્તિની કુશળતા અને લખવાની ફાવટ છે ,તેઓઆ વિચાર વિનિમય ની પ્રવ્રુતિઓ માં પડવા લાગ્યા છે,  આ સાઇટો પર ઘણેખરે અંશે કોઈ જાત નુ નિયંત્રણ કે બન્ધન નથી હોતુ, એટલે આ બ્લોગરો તેમના મનમાં ઉદ્ભવતા બધાજ વિચારો અહીં વ્યક્ત કરવાની આઝાદી ભોગવતા હોય છે, અને એમાં કાંઈ ખોટુ પણ નથી. કેટલીક વાર બ્લોગરો એકબીજા માં મિત્ર ની સાથીનીખોજ કરતા હોય છે તેમજ સમાન માનસિકતા વાળા સંબન્ધો પણ વિકસાવતા હોય છે .આમાંથી મોટાભાગના કદી એકબીજા ને રુબરુ મળતા નથી હોતા, તેમ છતા એકબીજા ઉપર માન સન્માન ધરાવતા જોવા મળે છે.કદિ’ક રુબરુ મળવાનુ થાય તો પ્રેમપુર્વક મળે છે પણ ખરા ,એટલેઆ પ્રવ્રુતિ આવકારદાયક છે એમાં કોઈ શક નથી, બ્લોગરો એકબીજા ના વિચારો જાણતા થાય છે, તેમની માહિતિ અને જ્ઞાન માં વ્રુધ્ધિ પણ થાય છે, સ્વભાષામાં લખવાથી બહોળો મિત્રવર્ગ ઉભો થઈ શકે છે, અને તેમાં અભિવ્યક્તિ વધુ સારી રીતે કરી શકાય છે.

નિવ્રુત લોકો માટે આ એક સારી અને સર્જનાત્મક પ્રવ્રુતિ થઈ પડે છે,ઘરમાં બેસી ને અન્ય ને નડ્યા વગર કે અન્ય કોઈ ને ખલેલ કર્યા વીના તેઓ પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે છે.જેમને વાંચવાનો શોખ હોય તેઓ ને અહીં વિવિધ વાંચન સામગ્રી મલે છે, જેમને લખવાનો શોખ હોય, તેમને કોઈ રોકટોક વીના લખવાની તક મળે છે , તેમને વાચકો પણ મળી રહે છે, પરિણામે તેમની સર્જનાત્મકતા માં વધારો થાય છે, પ્રતિભાવો મેળવી ને તેમના આનન્દ માં વ્રુધ્ધિ થાય છે, પોતાની કદર થતી જોઈ ને તેમને એક અદભૂત પ્રાપ્તિ નો અનુભવ થાય છે જેનુ કોઈ મૂલ્ય નથી.

મારી વાત કરું તો મનમાં જે મુદ્દો ઉભો થયો તેનાઉપર તુરતજ લખવાની મને આદત છે, કોઈ આયોજનપુર્વક મારાથી લખી શકાતુ નથી, પણ હાથમાં કાગળપેન, (હવે પીસી ) હાથમાં આવે એટલે વીના આયાસે લખાવા માંડે છે,બહુ નાની વયમાં કહો કે પ્રાથમિક શાળાના દિવસો માં બીજા છોકરાઓ ની જેમ મારે પરિક્ષા વખતે  ‘નિબન્ધમાળા ‘ગોખવાની જરુર નહોતી પડતી, આપોઆપ કલમ ચાલવા લાગતી, લખાણની ગુણવતા જેવી હોય તેવી, પણ કોઈ પણ આપેલા વિષય પર લખવુ સામાન્ય થઈ પડતુ. ઘણા શિક્ષકો તેમની અપેક્ષા મુજબ નુ લખાણ ન જોતા ચીડાતા પણ ખરા, કારણ તેઓ પણ નિબન્ધમાળાના નિબન્ધો થી ટેવાયલા હતા. (જરા વિષયાંતર થઈ ગયો…!અહીં સ્વયમ ની બડાઈ મારવાની ન હોય, ખરુ..? )

એવુ ઘણીવાર બનતુ હોય છે કે લેખનપ્રવ્રુતિ બહુ આદરને પાત્ર બનતી નથી, કેટલાયે કુશળ સ્કોલરો અને તેજસ્વિ લોકો લેખનમાં રસ ન ધરાવતા કે નબળા રહેતા, આપણી લખવાની આવડત ને સામાન્ય સમાજમાં ખાસ માન મળતુ નથી હોતુ, કોઈ સ્કોલર. પહેલા ક્રમાંકે પાસ થનાર. બીજગણીત કે અંકગણીત માં માહેર.,ઉત્તમ પ્રકારની સારા પગારવાળી નોકરીએ લાગી જનારા,ભુમિતિના પ્રમેયો કડકડાટ બોલી જનારા, કે પ્રભાવશાળી અંગ્રેજી બોલનાર ઉપર સમાજ ની અમીદ્રષ્ટ્રિ રહે તેવી લખનારા ઉપર રહેતી નથી, લોકોની એકજ સામાન્ય ટિપ્પણી રહે તી  કે ” લખતા આવડ્યુ એમાં શું દાળીયા પાક્યા….!એમાં  ઠેકાણે નહી થવાય, કે બે પાન્દડે નહી થવાય…!”સામાન્ય સમાજમાં એક ડોકટર. એંજીનીયર, બેંક કે એલ.આઇ.સી કર્મચારી,ચાર્ટર્ડ એકાઉંટંટ કે સરકારી અધિકારીનુ જેવુ માન રહેતુ એવુ એક લેખક નુ ન રહેતુ. તેથીજ સારુ લખનાર વિધ્યાર્થિ કરતા એલજીબ્રા નો નિષ્ણાત વિધ્યાર્થિ વધુ આદર પામતો.

પરિણામે જેને લખવાનો કિડો સળવળતો હોય અને કોઈ તે વાંચવાની દરકાર કરતુ ન હોય તેવા લોકો ને માટે આ બ્લોગ પ્રવ્રુતિ અનિવાર્ય બની જાય છે, બ્લોગીંગ માંથી તેમને પોતાના જેવા સમાનધર્મીઓ મળી આવે છે, અને આ અજાણ્યા,અને પુર્વગ્રહવીનાના અને સામાન્ય જીવનમાં નડે નહી એવાસલામત મિત્રો સાથે તેમને સારુ ફાવી જાય છે, અને સંતુષ્ટી પણ થાય છે,

હવે, આ લેખના શિર્ષક ને લગતી બાબત પર આવીયે.

આ બધી સોશ્યલ સાઇટો પર લખનારા ઘણા હોય છે, અને તેમને વાંચનારા પણ બહુજ હોય છે, બધાનાજ સ્વભાવ અને માનસિકવલણો એકસરખા નજ હોય તે સ્વાભાવિક છે, એટલે કેટલાક દુર્વાસા ઓ આપણા કોઈ લખાણ ઉપર રોષિત થયા હોય ત્યારે સંયમ રાખી નથી શકતા અને આપણને ધુળભેગા કરી નાખવા તત્પર થઈ જતા હોય છે. કોઈ નો વિચાર આપણી વિચારસરણી થી અલગ હોય કે આપણી માન્યતાથી વિરુધ્ધનુ લખાણ કોઈએ કર્યુ હોય તો આ પ્રકારના મિત્રો તલવાર તાણી ને મેદાનમાં આવી જાય છે અને આપણને એવુ કટુસ્વરમાં સંભળાવી દેતા હોય છે કે કેટલાક દિવસ સુધી આપણે કોઈના લખાણ ઉપર કોમેંટ્ કરતા પણ ડર અનુભવતા થઈ જઈએ છીએ. આમ થવુ ન જોઈએ, આ તો જાહેર સ્થળ છે, અહીં સૌને પોતાના પ્રામાણિક વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, આપણને તે ગમે તો પ્રશંશા કરો, ન ગમે તો સારા શબ્દોમાં વિરોધ દર્શાવવો જોઈએ,અવિવેકી ભાષા નો પ્રયોગ થાય તે યોગ્ય નથી, બધા આપણી જેમજ વિચારતા હોય એમ માનવુ ન જોઈએ, આ સાઇટો પર આવવામાટે સંયમ, શિષ્ઠતા,સહિષ્ણુતાઅનેખુલ્લુ મન રાખવુ જોઈએ,

એક વખત મેં જાહેરમાં પ્રેમ કરી રહેલા યુવાનો ની તરફેણમાં લખ્યુ કે મોટા નગરોમાં યુવાનો પ્રેમની અભિવ્યક્તિ કરવા ક્યાં જાય, જાહેર બગીચા કરતા અન્ય સલામત સ્થળ તેમને બીજે ક્યાં મળે..?આના જવાબમાં એક આકળા થયેલા ભાઇ એ મારાઆખા પરિવાર ને જાહેરમાં પ્રેમ કરવા મોકલી આપવા ભારે ગુસ્સાથી આહ્વાન આપી દીધુ….!કેમ જાણે મેં કોઈ અનૈતિક કામ કર્યુ હોય..!બીજા એક પ્રસંગે મેં આપણા બન્ધારણ ની કેટલીક દેખીતી ક્ષતિઓ તરફ અછડતો ઉલ્લેખ કર્યો, તેના જવાબમાં એક મિત્રે લખ્યુ કે ભારતનુ બન્ધારણ તમારેજ લખવુ જોઈતુ હતુ, તમે તો ડો.આંબેડકર કરતાયે બુધ્ધિશાળી લાગો છો….!  અલ્યા ભાઇ, મારી સમજ અનુસાર મને જે લાગ્યુ તેમેં લખ્યુએમાં તમને શામાટે મરચા લાગવા જોઈએ…?મેં મારા લખાણ માં ડો.આંબેડકરજી નુ નામ સુધ્ધા લખ્યુ ન હતુ, અને બન્ધારણ સમિતિમાં કનૈયાલાલ મુનશી જેવા અન્યો પણ સામેલ હતા.પછી તે ભાઇએ બન્ધારણ જાણે તેમના પરિવાર નુ પુસ્તક હોય એ રીતે વ્યંગવાણી શામાટે ઉચ્ચારવી જોઈએ..?બન્ધારણ શું તેમનુ એકલાનુ છે..?મારુ નથી..?અન્ય એક પ્રસંગે મારા એક બ્લોગ ના પ્રતિભાવમાં કોઈ કારણ વગર મને કોમવાદી હોવાનુ પ્રમાણપત્ર આપી દીધુ હતુ, તેમાં તો એવો કોઈ સંદર્ભ પણ ન હતો, છતાયે…!

કેટલાક ભાઇઓ રાજકારણી નેતાઓ ના નામે બેભાગમાં વહેંચાઈ જઈ ને પરસ્પર વાદવિવાદમાં ઉતરતા હોય છે, પેલા નેતાઓ ને તેની ખબરપણ હોતી નથી કે તેઓ આપણને સાબાશી આપવાના નથી કે આપણુ કામ કરી આપવાના નથી, હકિકતમાં તેઓ આપણને ઓળખતા પણ નથી પછી તેમનો પક્ષ લઈ ને કે વિરોધ વ્યક્ત કરી ને આપણે શામાટે આપણુ મગજ ખરાબ કરીયે છીએ…?કોંગ્રેસ સારી કે ભાજપ સારો, રાહુલ વડાપ્રધાન થાય કે મોદી, મોઢવાડિયા મુખ્યમંત્રી બને કે વાઘેલા, એની ચર્ચા ભલે કરીયે, પણ એ માટે લડી મરવામાં કયુ ડહાપણ છે..?આપણે એક પ્રજા તરીકે જાગ્રુત રહેવુ જોઈએ, પણ પક્ષકારો બની ને પરસ્પર લડવામાં શો, અને કોને લાભ થવાનો છે…?

તેજ રીતે ધાર્મિકતા, રેશનાલિટી,પાખંડ, કર્મકાંડ,અને ઢોંગીબાબાઓ અંગે પણ ચર્ચામાં ઉતરતો એક વર્ગ જોવા મળે છે, તેમના વિચારો બુધ્ધિવર્ધક અને આંખો ખોલનારા હોય છે, પણ તેમની સામે પડનારા લોકોપણ પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે, આ બધુ ચર્ચાના દરજ્જા સુધી બરાબર છે પણ તેના માટે પરસ્પર આક્રોશ માં આવી જઈને આક્ષેપબાજી કરવી તે યોગ્ય નથી, આ તો વિચારમંચ છે, દરેક ને પોતાનો અભિપ્રાય ધરાવવાનો હક હોય છે, બધા આપની સાથે સમ્મત હોય એ જરુરી નથી,અને વિરોધકરનારા આપણા અમિત્ર છે એવુ પણ નથી, એક વ્યક્તિ કોઈ મુદ્દા ઉપર આપણી વિરુધ્ધ હોય તેબીજા મુદા ઉપર આપણીસાથે પણ હોઈ શકે છે. આ મંચ દુરાગ્રહ માટે કે અસભ્યતા માટે કે લડાઈ ઝઘડા માટે નથી.અહીં વિચારો અભિવ્યક્ત થવા જોઈએ, અને તેના પર તંદુરસ્ત ચર્ચા સુધીજ સિમિત રહેવુ જોઈએ, પરસ્પર મહેણાટોણા, આક્ષેપબાજી, અન્યને ઉતારી પાડવા,કે પોતાનુ પ્રભુત્વ સિધ્ધ કરવા માટે આ સાઇટો નો ઉપયોગ ન થાય તે જરુરી છે,આપણે બધા અહીં મિત્રો તરીકે વ્યક્ત થઈએ છીએ, વિચારભેદ ભલે હોય પણ આપણી વચ્ચે તેનાથી અંતર ન પડી જાય એ પ્રથમ જોવુ જોઈએ,મારા જોવામાં તો એવુ પણ આવ્યુ છે કે કોઈ ના કથનમાં સમર્થન આપવા આપણે કાંઈક લખ્યુ હોય તેનુ હાર્દ સમજવામાં પણ ઘણા ભૂલ કરી ને માઠુ લગાડી બેસે છે,

આ બધી સોશ્યલ સાઇટો બૌધ્ધિક રંગભૂમી છે, આપણે બધા એ ના પાત્રો છીએ, પોતપોતાની ભિમિકા ભજવી ને બધાએ આ રંગભૂમી ને રંગીન બનાવવાની છે, તેમાં કોઈ વાર માનસિક કે વૈચારિક યુધ્ધો પણ ખેલાઈ જાય, પણ તેની કટુતા રહેવી ન જોઈએ, બીજાના વિચારો ને પણ શિષ્ઠતાપુર્વક સાંભળવા , સમજવા અને સંયમપુર્વક વ્યક્ત થવા દેવા જોઈએ, અને પરસ્પર મિત્રતા ને ઘાયલ થવા દેવી ન જોઈએ, તોજ આ સોશ્યલ સાઇટો શોભશે.વિચારભેદ હોઈ શકે પણ તેના માટે રોષ થવો ન જોઈએ. આપણને આપણા વિચારો મુજબ જીવવાની કોઈ ક્યાં ના પાડે છે.?પણ બીજાઓ આપણા વિચાર મુજબ જીવવા જોઈ એવો આગ્રહ કામનો નહી.

સ્વદેશી ચિકિત્સા “
સ્વદેશી ચિકિત્સા.

બે દિવસ પર મારા એક પડોશી ને ત્યાં પધારેલા મહેમાને મને એક સીડી સાંભળવા માટે આપી, અને આગ્રહભેર તે સાંભળવા નો અનુરોધ કર્યો. પ્રથમદર્શી રીતે મને લાગ્યુ કે કોઈ  ધર્મપ્રચારક ની ચિલાચાલુ સંભાષણ હશે, એટલે મેં તેમના સંતોષ ખાતર લીધી તો ખરી પણ તે ઓડિયોસીડી ચલાવવાનુ મને જરા પણ મન ન હતુ, પરંતુ, એ ભાઇ પુછે કે કેવી લાગી, તો કાંઇ જવાબ ન હોય તો તેમને ખોટુ લાગશે એમ વિચારી ને સીડી ચલાવી જોઈ, જેમ જેમ સાંભળતો ગયો તો રસ પડવા લાગ્યો.અને તેના ઘણાખરા અંશ સાંભળ્યા, અને અહીં શેર કરવાની વ્રુતિ થઈ આવી.

સીડીમાં કોઈ ધર્મોપદેશ કે આધ્યાત્મિક વાતો ન હતી, તેમ કોઈ ધર્મકે સંપ્રદાયની ભલામણકે કોઈ ગુરુ કે સાધુ મહાત્મા ની વાણીન હતીપણ સ્વદેશી ચિકિત્સા ના વિષય પર ચેન્નાઇ માં આયોજિત થયેલી કોઈશિબીર માં શ્રી રાજિવભાઇ દિક્ષિતજી એ આપેલા પ્રવચન રેકોર્ડ કરેલા હતા, અહીં તેમાંથી કેટલુક આપવાની કોષિષ કરું છું. તેઓશ્રી એ કહેલ બધી વાત તો સ્વિકારી શકાતી નથી, તેમ છતા કેટલીક વાતો ગળે ઉતરે તેવી છે.

શ્રી રાજિવભાઇ દિક્ષિતજી ના મત અનુસાર દુનિયા ની સૌથી મોટી શોધ એ રસોઈ છે, ખાસ કરી ને આપણા દેશની રસોઈ એક અજબ રાસાયણિક સંયોજન છે, જે આપણા શરીર ને ચુસ્ત, તંદુરસ્ત અને ફીટ રાખે છે.આપણી રસોઈમાં પડતા વિવિધ મસાલાઓ જેવા કે રાઇ, મેથી, હિંગ, તેલ, મરચા,હળદર,નમક,ગોળ, ધાણા, જીરુ, રસોઈમાંસ્વાદ અને સુગન્ધ ઉપરાંત ઔષધિય ગુણ પણ પુરા પાડે છે.રસોઇ માટે આપણે જે લોટ વાપરીયે છીએ તે હાથેથી ઘંટીમાં દળી ને વાપરવો જોઈએ, ઘઉં નોલોટ પન્દરદિવસથી વધુ જુનો વાપરવો ન જોઈએ, જુવાર, બાજરો મકાઈ જેવા ધાન્ય નો લોટ એક સપ્તાહ થી જુનો થવા દેવો ન જોઈએ, વધુ ઉત્તમ તો એ છે કે રોજેરોજ જરુરમુજબ લોટ ઘંટીમાં દળી લેવો જોઈએ. ઘંટી ચલાવવાથી શરીર ને, ખાસ કરીને પેટને સારી કસરત મલે છે, મહિલાઓનુ ગર્ભાસય તેનાથી ચુસ્ત અને ફ્લેક્ષીબલ રહે છે , અને કદી તેમને સિઝેરીયન કરાવવાની જરુર રહેતી નથી, અગાઉના જમાનામાંમહિલાઓ ને સાતથી આઠ ડિલિવરી થતી, તેમ છતા તેમને કદી સિઝેરીયન કરાવવુ પડતુ નહી, ગ્રામિણ સુયાણીઓ કોઈ ધાન્ધલ ધમાલ કર્યાવીનાતેમની સુવાવડ કરાવી ને ચાલી જતી તેનુ કારણ તે સમયની મહિલાઓ રોજ ઘંટી ફેરવતી અને કુવામાંથી પાણી સિંચવાની ટેવ રાખતી તે હતુ.

રસોઇ બનતી હોય ત્યારે તેને સૂર્યપ્રકાશ અને હવા મળવા જોઈએ,તેથી પ્રેશરકુકર માં કદી રાન્ધવુ ન જોઈએ,પ્રેશરકુકરમાં રસોઈ બનાવવાથી ઝડપથી ચઢી જાય છે અને સમય બચે છે એવુ આપણે માનતા હોઈએ છીએ,પણ તે સાચુ નથી,તેમાં બહારની હવા નથી હોતી, સૂર્ય નો પ્રકાશ નથી હોતો, નીચે અગ્નીઅને ઉપર વરાળના દબાણ થી કુકરમાં મુકેલ પદાર્થો ચઢતા નથી પણ તુટી જાય છે, તેમણે ઉદાહરણ આપયુ, કે અડ્દ જેવા કઠોળ ને પરિપકવ થતા ખેતરમાં સાત મહીના  લાગતા હોયછે , તો તેને રસોઇમાં પણ વધુ સમય લાગવો જોઈએ,કુકરમાં ઉતાવળે પકાવેલ રસોઈ તેના કુદરતી ગુણધર્મો ગુમાવી દે છે.

હવા અને સૂર્યપ્રકાશ રેફ્રીઝરેટર માં પણ નથી મલતા, ઉપરાંતતેમાં ટેમ્પરેચર ને ક્રુત્રિમ રીતે જાળવવા માટે કેટલાક હાનિકારક ગેસ નો ઉપયોગ કરવામાં, આવતો હોઈ તેમાં સંઘરવામાં આવેલ વસ્તુઓ ધીમુ ઝેર  બની જાય છે, તેથી આપણા ઘરોમાંથી રેફ્રીઝરેટર ને વહેલી તકે વિદાય આપવી જોઈએ.

હવા અને પ્રકાશ ન મલતા હોય એવી ત્રીજી વસ્તુ માઇક્રોવેવ ઓવન છે, તેમાં બનાવેલી રસોઇ પણ બનાવટી ઉષ્ણતા માન પેદા કરી ને બનાવવામાં આવે છે તેથી નુકશાન કરે છે. કુકર, ફ્રીઝ જેવા ઉપકરણો થી જે સમય બચે છે તેનો ઉપયોગ મહિલાઓ શું કરે છે…?સાસુવહુની વાહિયાત સીરીયલો જુએ છે..અને શરીર અને મન ને નુકશાન કરતા રહે છે. દિક્ષિતજી કહે છેકે અત્યારે કુકરમાં રાંધી ને જે સમય બચાવો છો તે છેવટે દવાખાનાની લાઇનમાં. અથવા હોસ્પીટલ ની પથારી માં ભરપાઈ કરવો પડે છે. એના કરતા ધીમી, શુધ્ધ ભારતિય પરમ્પરા અનુસાર રસોઇ કરવાથી ઘણો વધુ લાભ થઈ શકશે.માટી માં 18 જેટલા સુક્ષ્મ તત્વો રહેલા હોય છે જે આપણા શરીર માટે ઘણા ઉપયોગી થઈ પડે છે.તેથી માટીના વાસણો માં બનાવેલી રસોઇ નો સ્વાદ, તેમજ ગુણવત્તા ઘણીજ ઉત્તમ હોય છે, માટીની કલાડીમાં પકાવેલી રોટી. માટીની હાંડીમાં પકાવેલ દાળ, શાક . ભાત કે ખીચડીશ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત અને વધુ સ્વાદિષ્ઠ બને છે. એટલુજ નહી તેનુ પોષણમૂલ્ય અને રોગપ્રતિકારકતા પણ વધુ સારી હોય છે, તેમના મતે જ્યારથી આપણા રસોઇઘરમાં માટીના સ્થાને ધાતુઓ, અનેખાસ કરી ને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પ્રવેશી છે ત્યારથી ડાયાબીટીઝ, રક્તચાપ, પાચનતંત્રના રોગો, આંખ,કાન. કિડની,દાંત અને હાડકા ના રોગો વધી ગયા છે,

માટી માં અનેક પોષક તત્વો હોય છે, ખેતરની માટીમાં ઉગેલ ધાન્ય આ બધા ગુણો ધરાવે છે, તેનાથી આપણુ શરીર બને છે, એટલે કે માટીમાંથીજ આપણો ઉદ્ભવ થયો છે,મર્યા પછી આપણે ફરીથી માટી માંજ મળી જવાના છીએ, તેથી જીવન દરમ્યાન માટી નો સાથ વિસરવો ન જોઈએ. ,માટીના ઘરો, માટી નુ ફ્લોરીંગ, માટીના વાસણો ,માટી થી સ્નાન,ઇત્યાદીની ભલામણ કરવાથી એમ લાગે કે આપણે ભૂતકાળમાં પાછા જવા જઈ રહ્યા છીએ, તોએ સાચુ નથી, ભૂતકાળમાં બધુ ખરાબજ હતુ એમ માની શકાય નહી, આજના કરતા ભૂતકાળમાં રોગો ઓછા હતા, ખર્ચ ઓછો હતો, આરોગ્ય સારુ હતુ, ચિંતાઓ અને દબાણ ઓછા હતા, શાંતિ અને હાનિકારક ગતિશિલતા ન હતા, તેનુ કારણ તે વખતની જીવન શૈલિ નેજ ગણાવી શકાય,

છેલ્લે એક અગત્ય ની વાત તેમણે કરી તે એ કે ભોજન તૈયાર થઈ જાય તે પછી 48 મીનીટમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, તે પછી તે વાસી ગણાય. તેથીજ આપણામાં ગરમ ખાવાનો રીવાજ છે, ગરમ રોટી ભારતમાંજ ખવાય છે, બીજે ક્યાંય નહી,યુરોપ અમેરિકામાં આવુ નથી, તેમની રસોઇ માં બ્રેડ, બટર, બટાકા અને માંસાહાર સિવાય કશુ નથી,રોટી બનાવતા તેમને આવડતુજ નથી, તેમને ઘી બનાવતા નથી આવડતુ, છાશ માં તેઓ સમજતા નથી, દહીંને પણ તેઓ ઓળખતા નથી.હા, તેમણે ઝડપ શોધી, ઝડપી યંત્રતંત્ર અને ઝડપી પ્રક્રિયા શોધી, પણ ધીમી કુદરતી પરિપકવતા ગુમાવી, તેમણે ઝડપી દવાઓ શોધી,જે માત્ર રોગ ને દબાવે છે મટાડતી નથી.તેમણે ઘણા ઉપયોગી સંશોધનો કર્યા. પણ આપણે આપણુ બધુ સારુ ત્યાગી ને તેમનુ અનુકરણ કરવા ગયા તેમાં આપણુ આરોગ્ય ગુમાવી બેઠા છીએ.  સારી વસ્તુ તરફ પાછા ફરવુ એ પછાતપણા ની નિશાની નથી, પણ પ્રગતિશિલતાજ છે.આપણુ બધુ ખોટુ અને વિદેશીઓ નુ બધુ ઉત્તમ  એવી લઘુતા ગ્રંથી માંથી બહાર આવવાને જો પછાતપણુ કહેવાતુ હોય તો એ પછાતપણુ આવકાર્ય છે.

આ અને આવા વિષયની સીડી/ડીવીડીનીચેના સ્થળે ઉપલબ્ધ છે,

“સ્વદેશી ભારત પીઠમ “

10,જોતવાની લે આઉટ,વર્ધા-સેવાગ્રામ રોડ,સેવાગ્રામ, વર્ધા.-

ઉપદેશકથા
ઉપદેશ કથા.

સામાન્ય રીતે ઉપદેશ વચનો સાંભળવા જવાનુ મને ગમતુ નથી, આપણે ભારતિયો  “બોર્ન ફિલોસોફર ” હોઈએ છીએ, ફિલોસોફી અને ઉપદેશવચનો આપણને જન્મથીજ પીવરાવવામાં આવે છે, અને એકજ જાતની ફિલોસોફી આપણે જુદાજુદા સ્વરુપે સાંભળતા આવ્યા છીએ, નવુ કે બુધ્ધિને પ્રેરે એવુ ઉપદેશોમાં કાંઈજ હોતુ નથી, ઓશો રજનિશ જેવા કાંઈક નવુ કહે તો તે આપણે સ્વિકારતા નથી, ઉપદેશ પણ અમૂકજ રીતનો આપણને ખપે છે, આપણી માન્યતા થી અલગ ઉપદેશ આપણે સ્વિકારતા નથી, ઉપદેશ સાંભળવા જતી વખતે પણ આપણે શું સાંભળવુ છે એ નક્કી કરીનેજ જતા હોઈએ છીએ, એનાથી જુદુ, એનાથી નવુ આપણે સાંભળવા તૈયાર હોતા નથી.

આજે ઘરની નજિકજ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ની સંસ્થાને 75 વર્ષ થયા હોઈઅમ્રુતમહોત્સવની ઉજવણી ના ભાગ રુપે એક કાર્યક્રમ યોજાયો હતો, મને આવા ઉપદેશવચનોમાં રસ ન  હોવાથી મારે જવુ ન હતુ, પણ સ્નેહીજનો ના આગ્રહ થી આજે તેમાં હાજરી આપી. પ્રસંગના મુખ્ય વક્તાઓમાંતેમના સ્ટાર વક્તાબી.કે.શિવાનીજી નામના બહેન હતા, પોતાના અનુભવો શેર કરવા અભિનેતા સુરેશ ઓબેરોય પણ  સમારંભમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ નાદુરસ્ત તબીયતનુ રાબેતામુજબ નુ બહાનુ કાઢી તેઓ પધાર્યા ન હતા, આવુ ઘણી વાર બનતુ હોય છે, ઓડિયંસ એકઠુ કરવા ઘણી વાર આયોજકો આવુ આકર્ષણ મુકતા હોય છે, પછી થીઆ અંગે માફી માગી લઈ ને એકત્રીત જનમેદની ને સંતોષી લેવામાં આવતી હોય છે,

બ્રહ્માકુમારી શિવાનીજી અને બ્રહ્માકુમાર નિર્વાઇરજી એ પ્રભાવક પ્રવચનો આપ્યા,આ ઉપદેશકો ની વાણી પ્રભાવશાળી હોય છે, ભાષા અને શબ્દો ઉપર તેમનો સારો કાબુ હોય છે, પણ તેમને જે વાતો કરી તે આપણે ભારતિયો બચપણ થી સુણતા આવ્યા હોઈએ છીએ તેજ હતી. કરેલ કર્મોનુ ફળ ભોગવવુજ પડે છે એજ તત્વજ્ઞાન તેમના વચનો માં પણ જોવા મલ્યુ. તેમની કહેવાની રીતે સુન્દર હતી, આપણે કોઈ પાસે થી કોઈ રકમ ઉછીની લીધી હોયએ વખતે લેનાર અને આપનારે જે વસ્ત્રો પહેર્યા હોય તેજ વસ્ત્રો બીજા દિવસે બદલી નાખ્યા હોય એટલે આપણુ દેવુ કે તેનુ લેણુ બદલાઈ જતુ નથી, તેજ રીતે આપણો આત્મા બીજુ શરીર ધારણ કરે તો પણ દેવુ લેણુ તો ઉભુજ રહે છે, પુનર્જન્મ, કરેલા કર્મો નુ ફળ જેવા આપણામાં ખુબજ જાણીતા તત્વજ્ઞાન ની વાતોજ વધુ તાર્કિકરીતે કરવામાં આવી. અલબત્ત, તેમણેસ્વર્ગનર્ક,ની લોભામણી કે ડરાવણી વાતો ન કરી,પણ તેમણે જે ફિલોસોફી કહી તેમાં નવિનતા જેવુ કશુ ન હતુ.

એકજ પ્રકાર નો ઉપદેશ બધાજ સાધુસંતો યુગોથી આપતા આવ્યા છે, અને આપણી ભારતિય જનતા તે સાંભળતી આવી છે, તેમ છતા સમારમ્ભમાં ઓડિયંસ ભરચક હતુ. પ્રવચનો પછી પ્રસાદ ની વ્યવસ્થા હતી એ કારણે પણઆમ થયુ હોઈ શકે, પહેલાના વખતમાં જેમ શિક્ષણ વધુ તેમ ધાર્મિક કે આધ્યાત્મિક આસ્થા ઓછી થતી હતી , હવે તેનાથી ઉલ્ટુ જોવા મલે છે, હવે શિક્ષિતો વધુકટ્ટર બનતા જાય છે, હવે ધર્મ, ધારમિક સમારમ્ભો, આધ્યાત્મિક પ્રવચનો માં શિક્ષિત લોકો વધુ જોવા મલે છે, ઘણી વખત તો આ પ્રકારના પ્રવચનો માં ભાગ લેવો એ એક પ્રકારનો દેખાડો અને ફેશન નુ સ્વરુપ લેવા માંડેલ છે.હવેના ભક્ત જનો અગાઉ જેવા નથી હોતા, પણ ઉચ્ચપ્રોફેશનલો, બૌધ્ધિકોઅને ફ્લ્યુઅંટ અંગ્રેજી બોલનારા હોય છે, ઉપદેશકો પણ આવાજ સ્માર્ટ અને વાણી ના સ્વામિઓ હોય છે, પરંતુ મૂળ તત્વ તો એનુ એજ રહે છે, એજ શ્રધ્ધા, એજ આસ્થા, અને એજ અહોભાવ આજના સુધરેલા ઓડિયંસ માં જોવા મલે છે, ઉપદેશ સાંભળનારાઓ ઇંટેલિજંટ બન્યા છે તો ઉપદેશકો પણ વધુ ચબરાક બન્યા છે, બાકી તત્વજ્ઞાન તો એજ જુનુ પુરાણુ, અને બધાજ જાણતા હોય એ જ રહ્યુ છે.તેમાં કોઈ નવો આવિષ્કાર જોવા મલતો નથી.ક્રોધ જેવા તત્વોનો ત્યાગ, ઉત્તમ કર્મો નો આગ્રહ, અને આત્માની અમરતા અને સદવર્તન,કર્મો નુ ફળવીગેરે જેવા અત્યંત જાણીતા ઉપદેશો માં કોઈ મૂળભુત ફેરફારો જોવા મલતા નથી, તેમછતા આટલી મોટી સંખ્યામાં બૌધ્ધિકો એકત્ર થાય એનો અર્થ એ થયો કે આપણે તદ્દન બીન ઉપયોગી આદ્યાત્મિક ઉપદેશવચનો પાછળ આપણા અજ્ઞાન પુરોગામીઓ થી જરાપણ ચઢિયાતા નથી,

દેશમાં પાંચહજાર વર્ષોથી ધર્મ અને ધર્મગુરુઓ નો પ્રભાવ રહ્યો છે, વિવિધપ્રકારની ફિલોસોફીઓ આપણે અપનાવતા રહ્યા છીએ, તેમ છતા આપણી ગરીબી, ભુખમરો, ભ્રષ્ટાચાર, રુશ્વતખોરી,અનાચાર, શોષણજેવા દુષણો આપણે દૂર કરી શક્યા નથી, દરરોજ દેવદર્શન, પુજાપાઠ, વ્યાખ્યાનશ્રવણ, વ્રત ઉપવાસ, દાન અને ડોનેશન કરવા છતા આપણે જેવા હતા એવાજ રહીયે છીએ, આપણે કબુતરો ને ચણ, કુતરાને રોટલા, ભિક્ષુકો ને ધાબળા આપી ને ધાર્મિકતા નો સંતોષ લઈએ છીએ, પણ પછી કોઈ વેપારી કિમતમાં કે વજનજોખવામાં, સરકારી કર ચુકવવામાં, કાળુધન નાબુદ કરવામાં કોઈ વ્રત નથી લેતા, આવા પ્રવચનો સાંભળ્યા પછી કોઈ વકિલ કે ડોક્ટર પોતાની ફી ઓછી કરતા નથી, કે કોઈ વેપારી ગ્રાહક ને છેતરવામાં કે કોઈ સરકારી કર્મચારી તેમની અનૈતિક કામગીરી આચરવામાં પાછો પડતો નથી. કોઈ ઉપદેશકો ને આવી આચાર શુધ્ધિની કે દેશ ને ખાતર મરીફીટવાની સલાહ આપતો નથી, નિરર્થક અને ચિલાચાલુ આધ્યાત્મિકતા નો એજ પ્રાચિન ઉપદેશ નવાનવા સ્વરુપે ચાલતો રહ્યો છે, ચમકદાર પ્રવચનો અને ઝમકદાર શ્રોતાઓ જોવા મલે છે, બૌધ્ધિકોની હાજરી થી આવા પ્રચનમંડપો ઉભરાઈ રહ્યા છે, તેમ છતા આપણા વ્યવ્હારો , આપણી દુનિયા એજ ઘરેડમાં ચાલતા રહ્યા છે,

આ પ્રકારની ધાર્મિકતા એક માનસિક આશ્વાસન અને પોતપોતાના ઇશ્વર ને છેતરવા ની એક રીત સિવાય બીજી શી ઉપયોગીતા છે.?જે આપણે જાણીયે છીએ, તેજ સાંભળવા શામાટે ભિડ એકઠી  કરી રહ્યા છીએ..?આવા પ્રવચનો થી કેટલા ના જીવનમાં સુધારો આવ્યો..?ધાર્મિક સંસ્થાઓ પાસે , આ ગરીબ દેશમાં શા માટે અઢળક ધનદોલત એકત્ર થાય છે..?જો દેશના એકે એક માણસ ને બેટંક ખાવા ન મલતુ હોય અંગ ઢાંકવા વસ્ત્ર ન મલતા હોય કે રહેવા માટે છાપરુ  ઉપલબ્ધ ન થતુ હોય તો આ દામ્ભિક ધાર્મિકતા નો શો અર્થ છે..?

પ્રચ્છન્ન શક્તિઓ
પ્રચ્છન્ન ક્ષમતા

ક્ષમતા એટલે કે આવડત, દરેકમાં એક સરખી હોતી નથી, એક વ્યક્તિ ને જે કામ સરળ લાગતુ હોય એ બીજી ને કપરુ અથવા અશક્ય લાગે એવુ બની શકે, એક ને જેકામ માં આળસ આવતી હોય તે બીજા ને ખુબજ આનન્દ દાયક લાગતી હોય, ગણીતના રસીયા ને સાહિત્યનો કંટાળો હોય, તો સંગીત ના શોખીન ને રસાયણ શાશ્ત્ર બોરીંગ લાગતુ હોય, કાયદાના અભ્યાસી ને ડોક્ટરી વિષયમાં ચાંચ ડુબતી ન હોય ને ચાર્ટર્ડ એકાઉંટંટ ને ક્લાસિકલ ન્રુત્ય માં સમજ ન પડતી હોય .કારણ દરેક નો રસ નો વિષય જુદો હોય છે, અમુક લોકો અમુક કામગીરી માટેજ બનેલા હોય એવુ લાગતુ હોય છે, દારાસિન્હ ને  “પ્યારહુવા એકરાર હુવા ‘ ગાતો કલ્પી ન શકાય તો જોનીવોકર ને દશગુંડાઓ સામે ઝિંક ઝીલતો ધારી ન શકાય.કારણ અમુક લોકો ને અમુક જ પ્રકારના કાર્યો માટે આપણે મનોમન સ્વિકારી લીધા હોય છે, માત્ર આપણેજ નહી, તે વ્યક્તિ પોતે પણ એવુ માની ને ચાલતુ હોય છે, તેથીજ આપણે એકજ સાથે ભણી રહેલા વિધ્યાર્થિઓ માં થી કોઈ ને એંજીનિયર, કોઈનેતબીબ, કોઈ ને સી.એ. તો કોઈને ક્લાર્ક કે પટાવાળો બનેલો જોઈએ છીએ.ચિત્રકામ, કવિતા, ગાયનવાદન જેવી કલાઓ મોટાભાગેપ્રક્રુતિ દત્ત હોય છે, તેમછતા દ્રઢ મનોબળ ધરાવનાર આવી કલાઓ માં પારંગત થઈ શકતો હોય છે.

પ્રત્યેક માણસ માં કેટલીક પ્રચ્છન્નશક્તિઓ રહેલી હોય છે, જેને ઉજાગર કરવાથી તે અશક્ય ગણાતા કામો કરી શકે છે, આપણા મહાકાવ્ય  રામાયણ માં હનુમાન એવીજ પ્રચ્છન્ન શક્તિ ધરાવતુ પાત્ર છે, તે સમુદ્ર કુદી જવા ની ક્ષમતા ધરાવતા હતા, પણ જ્યાં સુધી તેવો પ્રસંગ ન  આવ્યો ત્યાં સુધી તેમને પોતાની આ શક્તિ ની જાણકારી ન હતી,મહાત્મા ગાન્ધી જાહેરમાં બોલી શકે એવુ કોઈ માનતુ ન હતુ, પણ તેમને પોતા ની આ નિર્બળતા ઉપર પ્રયત્ન દ્વારા વિજય પ્રાપ્ત કર્યો અને એ ચમત્કાર દુનિયાભરે જોયો અને સ્વિકાર્યો. એવોજ દાખલો કવિ કાલિદાસ નો પણ છે, તે જે ડાળ ઉપર બેઠાહતા તેનેજ કાપવાની પ્રવ્રુતિ કરનાર મૂર્ખશિરોમણી હતાપરંતુ પત્ની દ્વારા કરેલા ઉપાલંભ

ના કારણે પ્રયત્નપુર્વક મહાન કાવ્ય રચના કરી ને અમર નામના પ્રાપ્ત કરી.એવોજ દાખલો સૂરદાસ નો પણ છે. જે પોતાની પત્નીમાં એટલી આસક્તિ ધરાવતા હતા કે વરસતા વરસાદ માં નદીના પુર માં તણાતા મડદા ને હોડી સમજી ને અને ઝરુખા પર લટકતા સાપ ને દોરડુ સમજી ને પત્ની ને મળવા ગયા હતા, પત્ની એ કહ્યુ કે આવી આસક્તિ જો ભગવાનમાં રાખી હોત તો તમારો ઉધ્ધાર થઈ ગયો હોત, આ એકજ વાક્ય લાગી આવતા સૂરદાસ ભક્તકવિ બની ગયા.આમ જેની કોઈ આશા ન હોય એવી ક્ષમતા કોઈ બતાવી ને જગત ને આશ્ચર્યમુગ્ધ કરનાર વિરલ વ્યક્તિઓ પણ જોવા મલે છે.

આમાં કોઈ ચમત્કાર નથી હોતો, પણ અંદરથી એક ઠેસ વાગતી હોય છે,એક પડકાર ઉભો થતો હોય છે,જે માણસને ઝકજોરી મુકે છે,માણસ માં આવી પ્રચ્છન્ન શક્તિઓ ભરી હોય છે, જેને જાગ્રુત કરવા પુરુષાર્થ કરવો પડે છે.

પ્રાથમિક શાળામાં અમારા એક ચિત્રશિક્ષક હતા, આ દેવસી ભાઇ રવિશંકર રાવળજેવા કલાગુરુ ના સહપાઠી રહી ચુક્યા હતા, તે અમને ચિત્ર શિખવતા અને પછી વિવિધ વિષય ના ચિત્ર દોરીને બતાવવાનો હુકમ કરતા, ભુલથાય તો મારતા પણ ખરા, ચિત્રકામ બધામાટે આસાન ન ગણાય, પણ તેમના ભયથી બધાએ પ્રયત્ન કરવો પડતો. એક વખત તેમને  કુવામાંથી પાણી સિંચતી મહિલા નુ ચિત્ર દોરવા ની આજ્ઞા આપી, બધાએજ ભુલો કરી, તેમણે બધાને ફટકાર્યા, અને કુવો, તેનાપર ની ગરગડી, મહિલા નુ માથુ તેના સમગ્ર શરીર ની સરખામણી માં કેટલી સાઇઝનુ હોવુ જોઈએ,પાણી ખેંચતી વખતે બે હાથ ની પોઝીશનવીગેરે ઝિણવટભેર સમજાવ્યુ, અને ફરી વાર એ ચિત્ર દોરવા કહ્યુ. ફરી વખત પણ કોઈ તેમને સંતોષ ન આપી શક્યુ. પણ મને પડેલો તમાચો એક પડકાર તરીકે મારી સામે ઉભો થયો અને મેં તેમની બધી સમજાવટ નેઅમલમાં મુકી જે ચિત્ર બનાવ્યુ તે જોઈ ને તે મને જે ખુશી થઈ તે આજે પણ મને રોમાંચક લાગે છે, કારણ એમા એક પડકાર જીત્યા નો આનન્દ હતો, એક અશક્ય લાગતી ચેલેંજ ઉપર વિજય હતો. એ પછી તો બધાજ મારી પાસે ચિત્રો દોરાવવા આવવા લાગ્યા, મોટા ધોરણના વિધ્યાર્થિઓ માં પણ મારી આ નામના ફરી વળી.દેવસીભાઇ નો તો હું પ્રિતિપાત્ર બની ગયો.દેવસીભાઇ શાળામાં ધાર્મિક પણ શિખવતા, પોતે ચુસ્ત જૈન હતા, એટલે જૈન છોકરાઓ ને રોજ પાઠશાળાએ જવા નો આગ્રહ કરતા, અને તેમનો આગ્રહ એટલે કોઈ ઢીલીપોચી વાત ન હતી, બીજા દિવસે બીજા વિધ્યાર્થિ ને તે પુછતા કે આ છોકરો પાઠશાળા એ આવ્યો હતો કે નહી…, અને જો ખબર પડે કે નહોતો આવ્યો તો તેની બરાબર ખબર લઈ નાખતા, તેમના ડરથીજ હું પાઠશાળાએ જતો થયો અને પાઠશાળામાં પણ શિક્ષિકા બહેન નો સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શક્યો.

અમારા ગામમાં કેટલાક ખાલી પ્લોટ ની આસપાસ દિવાલ બનાવી રાખતા હતા, આવી દિવાલો ને  “વંડી ‘ કહેતા,આવી વંડી લગભગ છ ફુટકે તેથી વધારે ઉંચી રહેતી, છોકરાઓ તેના પર ચઢવાની કુશળતા પ્રાપ્ત કરી શકતા, એટલુજ નહી,નવકે દશ ઇંચની એ વંડી ઉપર દોડવાનુ પરાક્રમ પણ કરી શકતા, મને લાગતુ કે આ મારુ કામ નથી, મારા થી આવુ થઈજ ન શકે, પણ આ વાત મારા મનમાં એક પડકાર જેમ ઉગી, મેં સંકલ્પ પુર્વક પ્રયત્ન કરવા માંડ્યા,મારી આ અક્ષમતા થી ક્રીકેટ નો દડો પકડી લાવવામાં, કપાયેલો પતંગ લુંટવામાં,કે એવાજ બીજા કિશોરાવસ્થાના પરાક્રમો માં હું પાછો પડતો,  પણ મારુ આ પછાતપણા અથવા નિર્બલતા ની મને શરમ હતી, પરિણામે એ બધુજ કરવામાં મેં સફળતા પ્રાપ્ત કરી.

મને સાયકલ ચલાવતા પણ બહુ મોડી આવડી, અને તે પણ માત્ર ખુલ્લા મેદાનમાંજ ચલાવી શકતો,જાહેર રસ્તા માં સાયકલ પર જઈ કોઈ કામ પતાવી ને આવવુ તે મારા માટે અશક્ય હતુ, એ પછી મારી સર્વીસ શરુ થતા મેં મોપેડ ખરીદ્યુ, પણ તે પણ જાહેર મારગ પર લાવતા ડરતો હતો,મારા એક મિત્ર મૂળજી ભાઇએ મને કહ્યુ કે તમે એક વાર સાયકલ લઈ ને ઓફીસે આવતા થાઓ તે પછીજ મોપેડ લાવી શકશો .આ એક પડકાર થયો, અને એમાં મને સફલતા મલી, એ પછી તો મેં કાઇનેટિક હોંડા સ્કુટર પણ લીધુ.બેંકની સર્વીસ દર્મ્યાન મારી ટ્રાંસફર એવા વિભાગમાં થઈ જ્યાં પત્રવ્યવ્હાર ., નોન્ધ અને અહેવાલો નાબાર્ડ, આઇડીબીઆઇ, અને આર્બીઆઇ નીસાથે કરવાની કામગીરી મુખ્ય હતી, બેંકમાં ગુજરાતી અને ઇંગ્લીશ ડ્રાફ્ટીંગ બહુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ કરી શકતા,મેં આ ચેલેંજ સ્વિકારી અને બહુ થોડાજ સમયમાંછેક બેંકના ચેરમેન સુધી તેની પ્રશંશા પહોંચી, બેંકના ચેરમેન અને એમ.ડી. વતી  મને ઘણા આર્ટિકલો લખવાની તક પણ મલી જેને પરિણામે નિવ્રુત થયા પછી પણ બેંક ની એકેડેમિક સંસ્થામાં મને પાંચવર્ષ સુધી કામ કરવાની તક મલી.

જોકે એવુ નથી કે બધેજ મને સફલતા મળી છે, મને ગણીત કદી આવડ્યુ નહી, ગુજરાતિ અને ઇંગ્લીશ નુ વ્યાકરણ મને કદી આવડ્યુ નહી, ગ્રામર જાણ્યા વીનજ હું લખતો અને થોડા સુધારા સાથે તે પસાર થઈ જતુ.હું ગાઈ શકુ એવી મને કદી કલ્પના ન હતી, ધોરણ ફિફ્થમાં ભણતો હતો ત્યારે  ’આન ‘ નામનુ ચલચિત્ર આવ્યુ હતુ, અમારા વર્ગમાં દિલિપસિન્હ પરમાર નામનો એક છોકરો ઘણી વાર શિક્ષક શ્રી ડી.એ.પંડ્યા સાહેબ ના અનુગ્રહ થી આન ફિલ્મ નુ ‘દિલમેં છુપાકે પ્યારકા તુફાન લે ચલે ‘ગીત બહુ સરસ રીતે ગાતો હતો. મેં પણ ઘરમાં એ ગીત ગાઈ જોયુ તો મારા આશ્ચર્ય વચ્ચે હું એ ગીત સરસ ગાઈ શક્યો,એ પછી સ્કૂલમાં કોલેજ માં અને જાહેર પ્રસંગો માં મારુ હમ્મેશ સ્વાગત થવા લાગ્યુ. સ્કૂલ કોલેજ ના વાર્ષિક કાર્યક્રમો માં ગીત અને નાટક ની ભુમિકા માટે મારી પસન્દગી થવા લાગી. પરંતુ મારી આ સફળતા થી મારા દુશ્મનો વધ્યા, તે બધા મારા કરતા ઘણી બાબતો માં કુશળ હતા તેમ છતા મને મળ્તો આવકાર તેઓ સાંખી શકતા નહી, પરિણામે હું પાછો પડતો ગયો.મારી બેંકની સર્વીસ દરમ્યાન પણ મને પછાડવાના ઘણા પ્રયત્નો થયા, એ બધામાં થી હું સંપુર્ણ પાર ઉતરી ન શક્યો.

કહેવાનો ભાવાર્થ એટ્લો છે કે દરેક માણસ માંકોઈ ને કોઈ છુપી શક્તિઓ રહેલી હોય છે, જો તેને બહાર લાવવામાં આવે તો તેણે ન ધારેલા કામો તે કરી શકે છે, માત્ર તેને એક ટક્કર લાગવી જોઈએ,આવીજ ટક્કર વાગવાથી હું દ્વિચક્રી વાહન, હારમોનિયમ, વાંસળી. માઉથઓર્ગન, લેખન પ્રવ્રુતિ,ચિત્રકામ,આરોગ્ય સંબન્ધી જાગ્રુતિ, ગીત ગાવા ની કલા, જેવા કામો શીખી શક્યો.તો બીજી તરફ, આવી અંત:પ્રેરણા ન થવાથી કે કોઈ ચેલેંજ ન થવાથી, હું ગણીત, ગીઅરવાળા વાહનો, વિજ્ઞાન, વાયોલીન, ભાષણ કલા,નેત્રુત્વ કળા, જેવી પ્રવ્રુતિઓ માં માહેર ન થઈ શક્યો. એવુ કહેવાય છે કે દુનિયામાં કશુ અશ્ક્ય નથી, પણ એ સંપુર્ણ સાચુ નથી, જેમકે આગળ

કહ્યુ તેમ જોનીવોકર દારાસિન્હ સાથે લડી ન શકે, તેને એવી અંત:પ્રેરણાજ ન થાય, રોકેટ વિજ્ઞાની કનૈયાલાલ મુંશી જેવી નવલકથા નજ લખી શકે, કે સામ પિત્રોડા ‘સરસ્વતિચન્દ્ર ” જેવો ગ્રંથ ન જ લખી શકે.

દરેક માણસ માં પ્રચ્છન્ન શક્તિઓ હોય છે, પણ આ પ્રચ્છન શક્તિઓ બધામાં એક સરખી નથી હોતી,પ્રયત્નો અને પાકો પુરુષાર્થ કરવા છતા બધાની પ્રચ્છન્ન શક્તિઓ બહાર આવતી નથી,હું હારમોનિયમ વગાડી શકું પણ કબડ્ડીન રમી શકું રમવા જાઉં તો ઘવાઈ ને પાછા આવવુ પડે..!અલબત્ત પેલી અંદરથી વાગતી ઠેશ વાગે તો કદાચ રમવાનો મોકો લઈ શકાય પણ સફળતા મલે કે નહી તે કહી ન શકાય. મારા દાખલામાં મેં ઝાડ ઉપર રમવાની આંબલીપીપળી  જેવી રમતો માં ભાગ લીધો છે, પણ બીજા છોકરાઓ જેવી કુશલતા દર્શાવી શકેલ નથી,બધાજ બધુ કરી શકે તે શક્ય નથી. અમૂક પ્રકારની પ્રચ્છાન્ન શક્તિઓ હોય તોજ તે સફળ થાય છે, અને તે હોવા છતા નિષ્ફળતા મલતી આપણે અનુભવી હોય છે,

જીવનધારાના યુધ્ધમાં બધીજ શક્તિઓ ને આદર મળતો નથી, જે શક્તિઓ કે કલાઓ અથવા આવડતોજીવન સંઘર્ષમાં કામ લાગે તેનુજ મહત્વ ગણાય છે, એક ઓફીસકર્મચારી ને ન્રુત્યકળા કે સંગીત કલા આવડતી હોય તે તેની કેરીયેરમાં કામ લાગતી નથી, કોઈ ગુમાસ્તો અલમસ્ત શરીરસંપતિ ધરાવતો હોય તેથી તેનો માલિક તેને વિશેષ શરપાવ આપતો નથી,કોઈ આઇ.એ.એસ અધિકારી સિતાર વગાડતો હોય તો તેની નોકરી માં કોઈ મદદ મળતી નથી.એટલેપ્રચ્છન્ન શક્તિઓકોઈ વિશેષ પ્રસંગે જ કામમાં આવતી હોય છે. આપણે કોઈ અપંગ વ્યક્તિ ને જીવન સંઘર્ષમાં બીજાઓ ની હારોહાર સફળ થતો જોઈએ તે તેની પ્રચ્છન્ન શક્તિ નો વિજય ગણાય, બાકી ની પ્રચ્છન્ન શક્તિ પ્રાસંગીક ઉપયોગ ધરાવતી હોય છે, હારમોનિયમ વગાડવાથી મને મારી નોકરી માં પ્રમોશન ન મલી શકે.અલબત્ત થોડી વાહવાહ મલે જેનો કોઈ ઉપયોગ નથી, હા, કેટલીક સંસ્થાઓ સ્પોર્ટ માં આગળ વધેલા યુવાનો ને નોકરી આપતી હોય છે, પણ તેનુ પ્રમાણ ખુબ ઓછુ હોય છે,અને તેઓ તે સંસ્થાની દૈનિક કામગીરી માં ખાસ ઉપયોગી સાબીત થતા નથી,

આમ પ્રચ્છન્ન શક્તિઓનો ઉપયોગ પ્રાસંગિક હોય છે, જો તેની કેરિયર બનાવવી ન હોય તો તેનો બહુ ઉપયોગ થઈ શકતો નથી

ગાંધીનિર્વાણ
ગાન્ધી નિર્વાણ

ત્રીસમી તારીખ,જાન્યુઆરી મહીનો એપુજ્ય બાપુની પુણ્યતિથી નો દિવસ છે.સને 1948ના આ દિવસની સન્ધ્યા એ મહાત્મા ગાન્ધી પર એક કટ્ટર હિન્દુવાદી નથ્થુરામ ગોડસે એ ગોળી ચલાવી અને એક યુગપુરુષનો જીવન દિપ બુઝાયો. કહો કે એક યુગ પુરો થયો, એવુ કહેવાય છે કે  મહાન માણસો આ પ્રુથ્વી ઉપરકોઈ ખાસ કામગીરી લઈ ને આવે છે,અને એકામપુરુ થયા પછી એક ક્ષણ પણ રોકાતા નથી,એ મહાત્માજી ના કિસ્સામાં તદ્દન સાચુ પુરવાર થયુ. 1947 ના ઓગષ્ટમાં દેશ આઝાદ થયોઅને તે પછી સાડાપાંચ મહીનામાંજ ગાન્ધીજી એ વિદાય લીધી. આ પાંચ મહીનામાં તેમનેકોમવાદના રાક્ષસ નો બિહામણો ચહેરો જોયો, ખુનામરકી અને ધિક્કાર નો અગ્ની પ્રસરતો જોયો, અને આઝાદી નો આનન્દ મનાવવા ના બદલે આ હિંસાચાર ને રોકવાનો ભગીરથ પ્રયત્ન તેમને કરવો પડ્યો.

ગાન્ધીજી માનતા હતા કે આઝાદી મળી એટલે કોંગ્રેસ નુ કર્તવ્ય પુરુ થયુ, હવે કોંગ્રેસ ને વિખેરી નાખવી જોઈએ, પણ દેશની લોકશાહીના પ્રથમ વડાપ્રધાન નહેરુજી નુ રાજકિય કદ હવે વધી ગયુ હતુ.આઝાદી ની લડતમાં ભોગ આપનારા એક મોટા વર્ગ ના મનમાં રાજ્યની ધુરા હાથમાં લઈ ને દેશ નો વિકાસ સાધવા ના કોડ જાગ્યા હતા, એટલે ગાંધીજી નુ સુચન કોઈએ માન્યુ નહી, ગાંધીજી દેશના ભાગલા કરવાની પણ વિરુધ્ધ હતા, પણદેશ ને ખંડિત કરી ને પણ સત્તાધિશ બનવા ની ઉતાવળ ના કારણે મહમ્મદઅલિ ઝિણા ના દુરાગ્રહ ને માન્ય રાખી અલગ પાકિસ્તાન નુ સર્જન મંજુર રાખી ને ઉપખંડમાં બે નવા રાષ્ટ્રો નો ઉદય કરવામાં આવ્યો.ગાન્ધીજી તેમના આ છેલ્લા સમયમાં ઘણા હતાશ થઈ ગયા હતા, તેમને લાગતુ હતુ કે હવે તેમનુ કોઈ સાંભળતુ નથી, એક કડવુ સત્ય તેમની સામે આવી ઉભુ હતુ કે હવે તેમની કોઈ ને જરુર ન હતી, ..!

મહાત્મા ગાન્ધી નુ જીવન સંપુર્ણ પણે લોકો માટે જીવાયુ હતુ, .તેમને જાત ઉપર અવનવા પ્રયોગો કર્યા હતા પણ પોતાના માટે કોઈજ ધનવૈભવ એકત્ર કર્યા ન હતા કે તેમના સંતાનો માટે અયોગ્યરીતે કાંઈ ભેગુ કર્યુ ન હતુ, નહીતર એ સમય હતો કે જો તેમને ધાર્યુ હોત તો દેશના સર્વસતાધિશ બની શક્યા હોત, અને અબજો ની મિલ્કત ના માલિક બની શક્યા હોત,પણ તેમને દુન્યવી વૈભવ માં કે નાહકના ઠઠારા માં રસ ન હતો. જાતે કાતેલા સુતરની ખાદી ના બે, સિવ્યાવીનાના વસ્ત્રો તેમનો જીવન ભર નો પોષાક બની રહ્યો. જે દેશમાં કરોડો લોકો ને એક વખત પુરતુ ખાવા ન મલતુ હોય ,અંગ ઢાંકવા  વસ્ત્ર ન મળતા હોય, તે દેશને દોરનારો તેમના જેવોજ હોવો જોઈએ એવુ તેઓ માનતા હતા, એટલે સામાન્ય દેશવાસી જેવોજ સાદો પોષાક તેમણે અપનાવ્યો હતો. ઇંગ્લેંડમાં ગોળમેજી પરિષદ માં પણ તેઓ આજ પોષાક પહેરી ને જતા જરા પણ શરમાયા ન હતા.આવુ મનોબળ ફરી કદી જોવા મલ્યુ નથી.

જે વ્યક્તિ દેશની આઝાદીના સ્વપ્ન સાથે સંકળાયેલો હતો, તેણે આઝાદી નો કોઈ પણ લાભ ઉઠાવ્યો ન હતો,તેમના નામ ઉપર આગળ વધેલા અનેક લોકોદેશના કરોડો લોકોની વિપત્તિઓ ને નજર અંદાઝ કરવા લાગ્યા હતા, અને સત્તાસ્થાને બીરાજી અંગ્રેજો કરતા પણ વધુ રુઆબથી જીવવા માંડ્યા હતા, ગાંધીજી ના નિધન પછી તેઓ ખુબ ઝડપથી ફોટોગ્રાફની ફ્રેમ માં પુરાઈ ને દિવાલ પર લટકી ગયા, તેમના સિધ્ધાંતો વિસરાવા લાગ્યા, તેમનીટિકા કરનારા નવા બૌધ્ધિકો પણ બહાર આવવા લાગ્યા, હવે ગાન્ધીજી ના જીવન અને કવન ઉપર ખુલ્લે આમ ચર્ચા અને ટિકા ટિપ્પ્ણીઓ થવા લાગી, તેમના સત્યના પ્રયોગો ની નિંદા પણ કરનારા બહાર આવવા લાગ્યા. તેમના બ્રહ્મચર્ય ના પ્રયોગો. બ્રહ્મચર્યની કસોટી ના પ્રયોગો, તેમની સિધ્ધાંત નિષ્ઠા, સત્ય, અહિંસા, સાદાઈ, ના પણ વિવેચન થવા લાગ્યા.તેમની રામભક્તિ, અડગતા, ઉપવાસ અને સત્યાગ્રહ ના શશ્ત્રો એ બધાની વિરુધ્ધ અભિપ્રાય આપનારા બુધ્ધિવાદીઓ પણ આગળ આવવા લાગ્યા.તેમણે સમાજ માંથી આભડછેટ અને અશ્પ્રુષ્યતા દૂરકરવા  જેમના માટે તનતોડ મહેનત કરી તે અંત્યજો ને પણ તેમની કદર ન હતી.

આપણા માં , ખાસ કરી ને હિન્દુ સમાજમાં એવા બૌધ્ધિકો પાકે છે કે સમગ્ર દેશની જનતા ના ઉત્કર્ષ માટે જાન ફેસાની કરનારા મહાનુભાવો નો ઉપકાર માનવા ના બદલે તેમની નાની નાની ક્ષતિઓ શોધી ને તેમની મહાનતા ને વિવાદાસ્પદ બનાવવામાંજ અગ્રેસર રહેતા હોય છે. બીજા કોઈ દેશ માં. કે જાતિ કે ધર્મમાં આવી કુચેષ્ટા કોઈ કરતુ નથી, પાકિસ્તાન માં કોઈ ઝિણા વિષે ઘસાતુ નહી બોલે,કે ઇંગ્લેંડમાં કોઈ કિંગ કે ક્વિન વિષે અણ છાજતુ નહી બોલે. અમેરિકનો કદી અબ્રાહમ લિંકન કે જ્યોર્જ વોશિંગ્ટન વિષે ફાવે તેમ નહી બોલે,મુસલમાનો અલ્લા વિષે તેમને ન ગમે તેવુ લખનાર સલમાન રશદી નો વિરોધ ખુલ્લેઆમ કરશે પણ આપણે આપણા માનેલા દેવદેવીઓ નુ અપમાન કરનાર મકબુલફિદાહુસેન પર ઓળઘોળ થતા હોઈ છીએ ભલે આપને તેમને માનતા હોઈ કે નહી, ભલે આપણે પ્રખર રેશનાલિસ્ટ હોઈએ, પણ પણ એ દેવદેવીઓ આપણી પહેચાન છે, કોઈ તેમનુ અપમાન કરે એ આપણા અસ્તિત્વ નુ અપમાન ગણાવુ જોઈએ, ,આપણે બૌધ્ધિકતા નામે ઇર્ષ્યાખોર બની જઈ એ છીએ, આપણા મહાપુરુષો ના મહાન કર્મો ને ભૂલી ને આપને તેમના દોષોશોધી ને આપણી જાત ને તેમના થીયે મહાન સાબીત કરવા મથામણ કરતા હોઈએ છીએ, . ગાંધીજી પણ આ બૌધિકો ના ઝપાટામાં આવ્યા વીના કેમ રહે..?તેમનો સત્યાગ્રહા આ બૌધ્ધિકો ને દુરાગ્રહ લાગે છે, તેમના ઉપવાસો હઠાગ્રહ ગણાય છે, ઉપવાસ નુ શશ્ત્ર ઘણા ને સુક્ષ્મ હિંસા લાગે છે, તેમના બ્રહ્મચર્યઅંગે નાવિચારો દંભ લાગે છે,તેમની સ્વચ્છતા નો આગ્રહ ખોટી ચિકાસ લાગે છે, તેમનુ અર્થશાશ્ત્ર  પછાત લાગે છે, તે ત્યાં સુધી કે તેમના અંતિમ શબ્દો  ’હે રામ ‘ હતા કે નહી એની પણ ચર્ચાઓ થતી હોય છે. આપણા સમાજ સિવાય ના કોઈ સમાજ માં તેમના ગણમાન્ય મહાનુભાવો નેભાગ્યેજ આટલા સસ્તા બનાવી દેવામાં આવતા હશે…! આપણામાં આપણા સ્વત્વ નુ ગૌરવ નથી, આપણે કોઈની લોકપ્રિયતા સાંખી શકતા નથી, તેને કેમ નીચો દેખાડવો એજ આપણા બૌધ્ધિકો નુ લક્ષ્ય હોય છે.તેનોજ ભોગ ગાંધીજી પણ બને એમાં કોઈ આશ્ચર્ય નથી.

રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી ને તેમના નિર્વાણ દિને શત શત પ્રણામ.

દલિત …
દલિત શબ્દખાસ કરી ને આપણા બન્ધારણ ની અનુસુચીમાં દર્શાવેલી જાતિ માટેવાપરવામાં આવે છે,આપણા સમાજ ની આ એક એવી જાતિ છે,જેને યુગો થી ઉપેક્ષિત,અશ્પ્રુષ્ય અને સમાજ થી અલગ ઓળખયુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે,સામાન્ય પ્રવાહથી  તેમને અલગ ગણવા માં આવે છે,વર્ષોના વર્ષો સુધી તેમનુ શોષંણ થતુ રહ્યુ છે,,તેમને પગનીચે કચડવામાં આવેલ છેતેથીજ તેમનેપદદલિત વર્ગમાનવામાં આવે છે,આઝાદી પછી, અને ભારતના બન્ધારણ ની રચના થયા પછી,ડો. આમ્બેડકરના પ્રયત્નો થી ભારતિયસમાજ માં તેમને એક વિશેષ દરજ્જો બક્ષવામાં આવ્યો.તેમના માટે કેટલીક ખાસ કલમો રાખવામાં આવી, જેમાં અનામત ની પણ જોગવાઈ હતી,

એ પહેલા મહાત્મા ગાંધીજી ના પ્રયત્નો થી તેમને અછુત ગણવા ની વિચારસરણી માં ઘણો ફેરફાર થયો ,તેમના માટે તિરસ્કાર સુચકસંબોધનો થતા હતા તેને બદલે તેમના માટે  ગાંધીજી એ પ્રયોજેલો શબ્દ  “હરીજન “નો પ્રયોગ થવા લાગ્યો પણ્ તેમના માં જેમ જેમ જાગ્રુતિ આવતી ગઈ તેમ તેમ આ ‘હરીજન ‘ શબ્દ પણ્ તેમને ખુંચવા લાગ્યો,આ શબ્દ ભલે પહેલા કરતા સુરુચીપુર્ણ હતો, પણ તેનાથી તેઓ ની ઓળખ તો સમાજ ના અન્ય વર્ગથી અલગ જ રહી, સંબોધન ભલે સારુ હતુ, પણ્ તેમાંયે તેમને સમાજ થી અલગ તો ગણાયાજ હતા,  “હરીજન “શબ્દ નો અર્થ તો પ્રભુના લોકો એવો ભલે થતો હોય, પણ એ શબ્દ દ્વારા પણ તેમની એક અલગ પ્રજા તરીકેની ઓળ્ખ તો ચાલુજ રહી, શબ્દ નો મૂળ અર્થ બદલાઈ ગયો અને એક તિરસ્કાર સુચક અર્થ તેમાંથી ઉદ્ભવ પામ્યો.

આ વર્ગના જાગ્રુત લોકો ને આ શબ્દ ગમ્યો નહી, કુ. માયાવતિ જેવા આખાબોલા નેતાઓ એ તો એવી પ્રતિક્રિયા આપી કે  ‘ અમે હરીજન તો તમે શું શેતાન ના જન છો…?”ભારત સરકારે તેમની તરફેણમાં ઘણા કાયદાકિય સુધારાઓ કર્યા, તેમના માટે તિરસ્કાર સૂચવતો શબ્દ પ્રયોગ ને સજાપાત્ર ગુનો ગણવા માં આવ્યો, તેમને નોકરીમાં પ્રમોશન માં તેમજ શિક્ષણમાં અનામત જગ્યાઓ રાખવામાં આવી,તેમના માટે ધર્મસ્થાનકો માં પ્રવેશ નો અધિકાર સ્થાપિત કરવામાં આવ્યો.

શિક્ષણ નો પ્રભાવ જેમ જેમ વધ્યો, અને ભારતિય પ્રજા અન્ય દેશના સમાજ ના સંપર્કમાં આવતો ગયો, અને ગાંધીવાદ નો પ્રચાર થવા લાગ્યો તેમ ભારતના હિન્દુ સમાજમાં પણ્ સુધારા નો પવન ફુંકાવા લાગ્યો, ધર્મગુરુઓ એ પણ્ કોઈ ને ઉંચા કે નીચા ન ગણવા ની વીચાર ધારા નો ફેલાવો કરવા માંડ્યો,સમાજ સુધારકો એ પણ આ શોષિત વર્ગ ના દુખદર્દ નો અહેસાસ સમાજ ને કરાવ્યો,, પરિણામે હિન્દુ રુઢીચુસ્ત સમાજ નો જામેલો બરફ પીગળવા લાગ્યો,તે સાથે આ દલિત વર્ગમાં પણ પોતાના નેતાઓ ઉભા થવા લાગ્યા,તેમનામાં પણ અભિમાન જાગ્રુત થવા લાગ્યુ, તેમને હવે ગાંધીજી જેવા નેતાઓ ઉછીના અને બહારના લાગવા લાગ્યા, સમાજ સુધારકો જાણે તેમની દયા ખાઈ રહ્યા હોય તેવી લાગણી તેમનામાં ઉભી થવા લાગી,હવે તેમને દયા કે સહાનુભુતિ ની જરુર ન હતી પણ સમાન અધિકાર ની જરુર લાગવા લાગી,તેમનામાં શિક્ષણ ની માત્રા બહુ વધી નહી, પણ તેમનુ સ્વમાન જાગ્રુત થવા લાગ્યુ,  હવે તેમનામાંનો નાનામાં નાનો માણસ પણ પહેલા જેવી નમ્રતા અને દીનતા દાખવતો રહ્યો નહી,સમાજે તથા સરકારે તેમના સફાઈ ના વ્યવસાય માં ઘણી સુવિધાઓ કરી આપી, નવી ઢબના ટોયલેટો ને ઉત્તેજન આપવામાં આવ્યુ, ગટરવ્યવસ્થા નુ આયોજન થવા લાગ્યુ, અને તેથી તેમને માથા પર ગદકી ઉપાડવાની ન રહી, તેમનો તિરસ્કાર રુપ ગણાતો, ગન્દો ગણાતો વ્યવસાય હવે પહેલા જેવો ઘ્રુણીત ન રહ્યો

હિન્દુ સવર્ણ સમાજ ની પણ એ ક્રુતઘ્નતા હતી કે તેઓ જેને ગંદો વ્યવસાય ગણતા હતા એ ખરેખર તો એ વર્ગ નો મોટો ઉપકાર હતો, તેમણે સફાઈ કામ છોડી દીધુ હોત તો સમાજ ની હાલત કેવી બદતર થઈ હોત એ વિચાર કર્યા વીના તેઓ તેમને અછુત ગણી દુર હાંકી કાઢતા હતા…!આ દલિત વર્ગ પણ નતમસ્તકે આ જુલમ સહેતો રહ્યો, પણ હવે આ સમાજ જાગ્રુત થઈ ચુક્યો છે, હવે આ વર્ગ કોઈથી દબાઈ ને જીવતો નથી, કેટલાક સારુ શિક્ષણ પ્રાપ્ત કરી ને ઉચ્ચ જગ્યાએ નોકરી કરવા લાગ્યા છે, તો બીજા વિવિધ વ્યવસાયો માં પડી ને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા લાગ્યા છે, શિક્ષણ  માં રસ ન ધરાવતા મોટાભાગ ના લોકો તેમનો જુનો સફાઈ નો વ્યવસાય કરી રહ્યા છે, પણ પોતાનુ ગૌરવ જાળવી ને કામ કરે છે, આ પ્રકારના કામો માં તેમની માસ્ટરી છે, આ એવી વિશેષ કામગીરી છે જેમા અન્ય કોઈ કોમ ની સાથે તેમને હરીફાઈ કરવી પડતી નથી, પરિણામે તેઓ પોતાનુ મહત્વ સમજતા થયા છે, અને સરકારના કાયદાના રક્ષણનીચે કોઈ ના દબાણ કે ભય આતંક નીચે આવ્યા વીના ધાર્યા મુજબ નાણા વસુલ કરતા થયા છે, આ વર્ગ નો અભણ વ્યક્તિ પણ હવે ખુમારીભેર જીવતો થયો છે, અને જરુર પડે તો સામનો કરતો પણ થયો છે,,

તાજેતરનાસમાચાર અનુસાર સાણંદ તાલુકા ના રેથલ ગામ માં રાજપુતો અને  આ કહેવાતા દલિત વર્ગના લોકો વચ્ચે અથડામણ થઈ તેમાં એક દલિત યુવાન  નુ મોત થયુ છે તેમાં ગામનો આખો દલિત સમાજ એક થઈ ને ન્યાય ની માગણી કરવા આંદોલન કરી રહ્યો છે, હવે કોઈ નો પણ જોરજુલમ સામે લડી લેવા ની તેમના માં ખુમારી પ્રગટ થઈ ચુકી છે,તેમ છતા તેમને જુની ક્રુર અને નાલેષી ભરી જીવન પધ્ધતિ માંથી તેમને બહાર લાવનાર  ગાન્ધીજી, ગાયકવાડ અને અન્ય સમાજસુધારકો અને વિચારકો નુ ઋણ સ્વિકાર તેઓ કરતા નથી, જુનવાની અને રુઢીચ્સ્ત હિન્દુ સમાજ માં તેમણે જે સન્માન ભર્યુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે તેમા6 આ જ હિન્દુસમાજ ના વિચારકો નો સિન્હફાળો રહેલો છે એ સ્વિકારવા તેઓ તૈયાર નથી એ જોઈ ને દિલગીરી થાય છે, આજેતેમના ભણેલા વર્ગ મહાત્મા ગાન્ધી ઉપર કોઈ સદભાવ દેખાતો નથી, ડો. આમ્બેડકર તેમના મસિહા છે, ગાન્ધીજી નો હરીજન શબ્દ સામે તેમને સૂગ છે, આમ્બેડકરે આ વર્ગ ને કાયદાકિય રક્ષણ આપ્યુ પણ મહાત્માજી એ  તેમનેધિક્કારતાઆ સમગ્ર હિન્દુ સમાજ નુ માનસ પરિવર્તન કર્યુ એની તેમને કદર નથી,

તેમને હરીજન શબ્દ પસંદ નથી, તેમને પછાત પણ કહી શકાય તેમ નથી, તેઓ હવે દલિત પણ રહ્યા નથી કારણ ગમેતેવા માથાભારે લોકો સામે હવે તેઓ લડી શકે છે, તેઓ પોતાની રીતે જીવે છે, ઇલેક્શનમાં ઉભા રહે છે, પ્રધાન પણ બની શકે છે,ડોક્ટર એંજીનીયર પણ બની શકે છે, સરકારી અમલદાર પણ બની શકે છે,આપણુ આંગણુ કે ગટર સફાઈ માં પન મનસ્વિવર્તન દાખવી શકે છે, તેમછતા તેઓ જાતેજ તેમની અલગ ઓળખ ત્યજવા માગતા નથી,તેમને હરીજન કહીયે,કેપછાત કહીયે કે અનુસૂચિત વર્ગના કહીયે તો તેમને અપમાન લાગે છે, પણ પછાત વર્ગ ના લાભ લેવામાં તેમને અપમાન લાગતુ નથી, તેમને એક તરફ તેમની અલગ ઓળખ ગમતી નથી તો બીજી તરફ અલગ ઓળખ ના લાભો પણ ગુમાવવા નથીતેમને દલિત ગણાવુ ગમતુ નથીછતા દલિતવર્ગ ને મળતા લાભો છોડવા નથી,એક દ્વિધા માં તેઓ જીવી રહ્યા છે,તેમનામાં જાગ્રુતિ અવશ્ય આવી છે, એક ખ્મારી પણ તેમના માં આવી છે, તેમછતા એક પ્રકાર ની લઘુતાગ્રંથી થી તેઓ હજી મૂક્ત થઈ શક્યા નથી.તેમના નેતાઓ એ તેમના ખભા પર ચઢી ને સત્તા હાંસલ કરી છે, તેમનો ઉપયોગ કર્યો છે, પણતેમનો ઉત્કર્ષ સાધ્યો નથી.

દલિતો કેમ દલિતો રહ્યા છે..?તેમાં સમાજવ્યવસ્થા જવાબદાર છે કે રાજકારણ, એ વિચારવાનો વખત આવી ગયો છે. ,