ઇંતર્નેત્ ઉપર બાન

નોન્ધ;ઇન્ટર નેટ ઉપર બીજી વખત બેન મુકાયું એ સમયે આ લખી રાખ્યું હતું.આજે have અપર્સ્તુત ગણાશે તેમ છતાં મુકેલ છે

ઇંટરનેટ ઉપર બાન

ઈન્ટરનેટ એ આજના યુગ નું એક ખુબજ જરૂરી સાધન છે, બહુજ ટૂંકા સમય માં તેને જનતા ના દિલો ઉપર, સ્થાન મેળવી લીધું છે બહુ મોટી સંખ્યા નાં લકો માં તેનો પ્રભાવ છે, have તેમને ઈન્ટરનેટ વિના એક ક્ષણ પણ ચાલે તેમ નથી એટલી હદે એ દિલોદિમાગ ઉપર છવાઈ ગયું છે. આજે એ માત્ર એક ટાઇમ પાસ પ્રવૃત્તિ નથી . એ ઘણી પ્રકાર ને ઉપયોગી પ્રવૃતિઓ માટે જરૂરી છે. વ્યાપાર, ઉદ્યોગ, બેન્કિંગ, પેમેન્ટ, સંદેશ વ્યવહાર, દસ્તાવેજો નો સંગ્રહ,માહિતી નું પ્રસારણ, એ બધા માં ઈન્ટરનેટ ઉપયોગી થયું છે,
આજના સમાજ માં ઈન્ટરનેટ એક અનિવાર્ય સાધન છે.હમણા હમણા થી સરકાર નું ધ્યાન આ ઉપયોગી સેવા ઉપર પડ્યું છે.જરાપણ અંદોલન થાય, કે સરકારી તંત્ર જેને કાબુ માં લાવી નહિ શકે એવું લાગે ત્યારે ઈન્ટરનેટ ઉપર બાન મૂકી દેવા માં આવે છે .ઈન્ટરનેટ થી તોફાનો, અફવાઓ વધુ ફેલાય છે, અને ખુણે ખુણે તત્કાલ માહિતી અને અફવાઓ ફેલાઈ જવાથી તોફાનો માં વધુ ઉત્તેજના ફેલાય છે એવું સરકારી તંત્રો માનતા હોય એવું લાગે છે,અમુક અંશે તેમાં તથ્ય હશે પણ ખરું.

તોફાનો. હુલ્લડો. પહેલા પણ થતા હતા, અને એવા ખૂનખાર થતા હતા કે પટેલ અંદોલન to કશુજ ન કહેવાય, ત્યારે પણ અફવાઓ ઉડતી, પણ ત્યારે પ્રસારણ માધ્યમો હાલ જેવા ટેકનોસેવી, ન હતા, એટલે એ સમયે જે વાતો ફેલાતી હતી તે કર્ણોપકર્ણ ફેલાતી. અને એમાં ઘણું ઉમેરાતું જતું હતું. અને દાવાનળ માં પેટ્રોલ ની જેમ આક્રોશ ઉછાળી આવતો હતો.પણ ત્યારે કોઈ સરકારે રેડિયો ટ્રાન્ઝીસ્તર ઉપર પ્રતિબંધ નહોતો મુક્યો..આજે વાતાવરણ જુદું છે ,એક લોકભોગ્ય. અને લોકોપયોગી આવિષ્કાર ને છુરી, ચાકુ. કે એવાજ બીજા ઘાતક હથિયાર ના જેવું ભયાનક રૂપ આપી દેવામાં આવે છે., ઉત્તમ ટેકનોલોજી ને હથીયારબંધી જેવા નિયંત્રણ નીચે લાવવા માં આવી રહ્યું છે એ દુખદ બાબત છે.

અફવાઓ ને કી રોકી શકાતું નથી.ઈન્ટરનેટ ન હતું ત્યારે પણ અફવાઓ કે સત્ય ઘટના ઝડપ થી ફેલાતીજ હતી.તોફાનો શમાવવા લોક નાયકો નીકળી પડતા, તેમના માં એક નિષ્ઠા હતી અને લોકો તેમનો અદર કરતા, તેમને એક અપીલ ઉપર્તોફાની ટોળા શાંત થતા હતા, તોફાનો વકરતા ત્યારે એ પ્રતિભાવાન નાયકો ઘર માં સલામત બેસી ન રહેતા, પણ ખુલ્લી છુરા બાજી થતી તેવી સ્થાનો માં પહોંચી જતા, અને લોકો ને શાંત રહેવા અપીલ કરતા, અને તેમની કારકીર્દીજ એવી હતી કે લોકો ને તેમની આંખ ની શરમ નડતી., આજે have એવા કોઈજ લોકનાયક રહ્યા નથી.

કદાચ have એવો પણ યુગ આવે કે પાણી. ગેસ, પેટ્રોલ ,ઘી.તેલ. શાકભાજી જેવી એસેન્સિયલ વસ્તુઓ નો સપ્લાય પણ બંધ કરી દેવા માં આવે,જેથી તોફાનો તુરતજ શમી જાય .પણ શું આ લોકશાહી ને શોભે એવો નિર્ણય ગણાશે..?જનતા છે, એ તમારાજ મતદારો છે, એમાનેજ તમને ચૂંટી ને મોકલ્યા છે. એ શું આવી બંધી કરવા માટે..?થોડાક તોફાની તત્વો માટે આખા ગુજરાત ના ઈન્ટરનેટ બંધ કરી દેવા એ શું વ્યાજબી છે..?

પહેલા ના માબાપો. બાળકો તોફાન કરે કે કશી તેમના મન થી અઘટિત હોય એવી માગણી માટે કજીયો કરે ત્યારે તેમનું એકજ હથિયાર હતું “તોફાન કરીશ to બાથરૂમ માં પૂરી દઈશ ..!અથવા નહિ માને તો ખાવા નહિ આપીએ”આ પણ આજના ઈન્ટરનેટ ઉપર ના બાન જેવીજ ધમકી હતી.સરકાર પણ આવાજ બાન મૂકી ને તોફાનો ને શમાવે છે,કારણ તેમની પાસે આજે જુના સંનિષ્ઠ નેતાઓ કે કાર્યકરો નથી , જે બગલથેલા માં શીંગ ચણા લઇ ને લોકો ની વચ્ચે ધૂમી વળતા હતા, અને એમની એક હા કે તોફાનો શમી જતા…!

ઈન્ટરનેટ આજે એવું અનિવાર્ય થઇ ગયું છે કે એના ઉપર બાન મૂકી ને સત્તાવાળાઓ પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે, એક વખત ડુંગળી નાં ભાવે કે તેલના ડાબા ની કીમતે સરકારો ને પછાડી છે, to ઈન્ટરનેટ તો એનાથી પણ અનિવાર્ય ગણાય છે.એટલે વારંવાર તેના ઉપર બાન મુકવું એ લોકો નો આક્રોશ વધારવા નું પગલું છે.. લોકો ને સમજાવો. તેમને ગળે વાત ઉતારે એવ મહાનુભાવો પેદા કરો જરૂર પડ્યે કાયદેસર ના પગલા લો.પણ લોકો નો ક્રોધ વધે એવું શામાટે કરો છો..?મને તો લાગે છે કે ઈન્ટરનેટ ના બંધાણીઓ ને ઈન્ટરનેટ બંધાયેલા રાખશો તો તોફાની ટોળા માં એટલી સંખ્યા તો ઓછી થશે…!એમને જો ઈન્ટરનેટ છોવશો to એ નવરા પડેલા લોકો તોફાનો માં સામેલ થવા માટે મુક્ત થશે. માટે ઈન્ટરનેટ ને તોફાનો સાથે સાંકળવા એ વધુ જોખમી છે.માટે, ઈન્ટરનેટ ચાલુ રહેવા દેશો.એવી વિનતી છે

Leave a comment

Filed under Uncategorized

સ્ત્રી ભ્રુણ હત્યા, અને બેટી બચાઓ

સ્ત્રી ભ્રુણ હત્યા અને બેટી બચાઓ .

જન્મ ધારણ કરતી બાળકીઓ ને જન્મતા પહેલાજ મારી નાખવી એવી   વિચાર સરણી  આપણા  દેશ નાં ઘણા પરિવારો માં પ્રચલિત હોવા નું જણાય છે. શું એ લોકો ને પુત્રીઓ નથી ગમતી..?તેઓ શું પુત્રી  ના જન્મ ને દુર્ભાગ્ય સમજે છે..?શું તેમને પુત્રીઓ ઉપર મમત્વ કે પ્રેમ નથી હોતો.?નાં, સાવ એવું તો નથી, પણ ઘણા ખરા ભ્રુણ હત્યા કરનારાઓ અનિચ્છા એ આવું કરે છે.તેમને આમ કરવા માટે કોણ પ્રેરે છે..?શું તેમને આ ગમતું હોય છે..?મને નથી લાગતું કે સાવ આવું હોય. પહેલા ના જમાના માં ગર્ભ માં છોકરો છે કે છોકરી એ જન્મ પછીજ જાણી  શકાતું.એટલે દીકરી ને દૂધપીતી કરવા નો રીવાજ હતો. બાળકી જન્મે કે તુરતજ તેને મોટા દુધ થી ભરેલા વાસણ માં ડુબાડી ને મારી નાખવા ની ક્રૂર પ્રથા હતી.આમ કરનારાઓ એ હૃદય ને પથ્થર જેવું કરી ને આમ કરવું પડતું.જીવિત જીવ ને આ રીતે મારી નાખતા તેમનું હૃદય નહિ દુખતું હોય એમ માનવા નું કારણ નથી. તેઓ આ કરતા કારણ દીકરી ભવિષ્ય માં આફત નોતરીલાવે એમ સમજવા માં આવતું.

કેવા પ્રકાર ની આફત..?આમ તો  આ એક માન્યતા નોજ પ્રશ્ન હતો દીકરીમોટી  થાય ત્યાં સુધી માતાપિતા અને પરિવાર ને ભયગ્રસ્ત હાલત માં જીવવું પડતું. આપણો  સમાજ તો  પ્રથમ  થીજ આવોજ રહ્યો છે. પુરુષવર્ગ ની મનોવૃત્તિ પહેલેથીજ બદનજર ધરાવતી રહી છે, દીકરી જુવાની માં પગ મુકે તે સાથેજ આસપાસ નો માનવ સમાજ ની દ્રષ્ટિ ચકળ વકળ થવા લાગે છે. તેના ઉપર કુદ્રષ્ટિ કરનારા, તેનો પીછો કરનારા. તેની છેડતી કરનારા અને તક મળે તો  તેના ઉપર બળાત્કાર કરનારાઓ ફૂટી નીકળે છે. જો દીકરી નાં  ભાઈ, પિતા કે વડીલ સામનો કરી શકે તેમ હોય તો  પણ એકલા આ બધા તત્વો ને શું કરી શકે..?એટલે શરમજનક સ્થિતિ માં તેઓ ચુભાઈ ને બેસી રહે છે,એ વખત ની રાજાશાહી માં રાજા ને કે અમલદાર ની નજરે કોઈ ની રૂપાળી દીકરી પડી ગઈ તો તેનું આવી બન્યું સમજો. રૈયત કશું કરી શકતી ન હતી, કાયદો બધો સત્તાધીશો નાં હાથ માજ રહેતો,તેથી દીકરી નો તો  ભોગ લેવાતોજ, પણ પરિવાર ને પણ ન ભૂંસાય એવું લાંછન  લાગતું.

બધાજ આવા તત્વો સાથે. લડી શકવા ની હિંમત ધરાવતા ન હતા , હિંમત હોય તો  પણ એકલા હાથે આ બધું રોકી શકતા ન  હતા.તેમાં થી જ દીકરી ને સંતાડી રાખવા ની, વહુઓ ને ઘૂંઘટ માં ગોંધી રાખવાની તેમજ તેને બહાર ન નીકળવા દેવા ની રીતરસમ અમલ માં આવી. આ રીત રસમ નો હેતુ દીકરી ને દુષ્ટ તત્વો થી બચાવવા નો હતો, જે લાંબા ગળે એક કુરિવાજ બનીગય્યો.

કેટલીક કોમ માં સાળો અથવા સસરો બનવું એ શરમજનક ગણાતું.આ  બંને સંબંધો ગાળ તરીકે પણ ઉપયોગ માં લેવા માં આવતી,જે આજે પણ ચાલુજ છે. કાઠી જેવી લડાયક કોમ માં તો  સાળા  તરીકે ઓળખાણ પણ ન આપી શકાતી. તેને બદલે સબંધી શબદ નો ઉપયોગ કરવો પડતો , “આ મારો સાળો છે કે આ મારા સસરા છે ” એમ કહેવા માં આવે તો ધારિયા ઉડતા,જો દીકરી હોય તોજ કોઈ નાં સાળા  કે સસરા બનવું પડે અને નામોશી વહોરવી પડે એ નાં નિવારણ તરીકે બધાજ ઇચ્છતા કે દીકરી ન હોય તો  આવું બધું સહન ન કરવું પડે. દીકરી ની બાપે વરપક્ષ  ને નમતા રહેવું પડતું. માટે જો દીકરિજ ન હોય તો  કેટલી બધી નિરાંત….!ભલભલા મૂછે લીંબુ લટકાવાવાવા વાળા પણ દીકરી ને કારણે પ્રતિષ્ઠા ગુમાવતા, કારણ એકલ દોકલ પિતા કે ભાઈ આવા અસંખ્ય તત્વો સામે કેટલુક લડે..?અને જો ન લડે તો  પણ કાયર માં ખપી જાય  આમ બેવડો માર સહન કરવો પડે એવો સમાજ હતો.

દીકરી ભારણ રૂપ પણ ગણવા માં આવતી, એ જ્યાં સુધી લગ્ન કરી ને પતિગૃહે ન જાય ત્યાં સુધી પિતા નાં મન ઉપર ભારણ રહેતું. દીકરી નો પગ આડો અવળો  ન પડી જાય,, કોઈ ની સાથે ભાગી ન જાય , ફસાઈ ન જાય, તેની ઇજજત ઉપર ભય ન આવી પડે એવા સતત ઓથાર હેઠળ પીડાઈ જીવવું પડતું.આમ દીકરી નો પિતા માનસિક તાણ  હેઠળ જ જીવી શકતો હતો.

કેટલીક લડાયક કોમ દીકરી નાં સાસરિયા ને નમવું પસંદ ન કરતા. એ માટે પણ પોતાને દીકરી ન હોય એવી ઈચ્છા રાખતા, તો બીજા કેટલાક દીકરી ને પારકી થાપણ સમજતા, અને તેની પાછળ વ્યર્થ ખર્ચ ને બોજા રૂપ સમજતા,

આવા બધા કારણો સર દીકરી ન હોય, અથવા હોય તો  તેને જન્મવા ન દેવા નો રીવાજ પડતો ગયો.પણ કોઈ એ નહોતું સમજતું કે દીકરી ને મારી ને નિરાંત અનુભવવી  એ કાયરતા છે.ભલભલા શુરવીરો પણ દીકરી નાં કારણે શરમ અનુભવતા, એમાં થીજ દીકરી ને દૂધપીતી કરવા નો કે સ્ત્રી ભ્રુણ  ની હત્યા કરવા નો રીવાજ પડતો ગયો. કારણ એ અંધાધુંધી નાં સમય માં બધા ને શાંતિ થી જીવવું હતું , અને જો દીકરી હોય તો  એ શાંતિ ઉપર જોખમ દેખાતું હતું , બધાજ કાયર હતા એવું ન હતું, પણ એ સમાજ બહુજ કપરો હતો. કોઈ દીકરી ઉપર થતા શારીરિક આક્રમણ વખતે મદદ ન કરતા, પણ એ દુભાયેલી દીકરીની ક્રૂર હાંસી જરૂર ઉડાવતા, અને પરિવાર ને લાંછન લાગ્યા ની કોમેન્ટો થી પરિવાર ને દઝાડતા રહેતા.ભલભલા પ્રતિષ્ઠિત પરિવારો પણ દીકરી ની નાલેશી સામે લાચાર  રહેતા.

મેં જાતે મારા ગામ માં જોયું છે કે શાળા એ જતી યુવાન છોકરીઓ ની પાછળ એ સમય ના મવાલીઓ પડતા. ત્યારે આજુ બાજુ માં પસાર થતો એ છોકરીઓ નો ભાઈ શરમ થી માથું ઊંચું નહોતોકારી શકતો, કારણ મવાલીઓ સામે તે એકલો શું કરે..?જો કે એ સમય નાં મવાલીઓ માં પણ થોડી શાલિનતા હતી, એ લોકો પીછો કરવા થી વધુ કશું નહોતા કરતા, એક છોકરી ની પાછળ પાડનાર મવાલીઓ સાથે બીજા પક્ષ ના મવાલીઓ લડતા પણ ખરા, પણ આ બધું પરિવાર માટે વધુ શરમજનક થઇ રહેતું.

ટુ^ક માં દીકરી કે બહેન હોવા બદલ પુરુષ વર્ગે ઘણું સહન કરવું પડતું.એ કારણેજ દીકરી ન હોય તો  સારું એવી વૃતિ બંધાતી ગઈ. દીકરી અપ્રિય હતી એવું ન હતું. પણ એક જાત ની કાયરતા,પહોંચી  વળવા ની અક્ષમ્તા , અને સામાજિક  મહેણાં  ટોણા નાં કારણે દી કરીઓ પરત્વે અણગમો થવા લાગ્યો હશે.

આજે પરિસ્થિતિ સુધરી છે, કાયદો અને વ્યવસ્થાની હૈયાધારણ રહે છે ,પોલીસ છે,કન્યાઓ હિમ્મત્બાજ  થઈ  છે, સ્કૂટર,મોટર ચલાવતી થઇ છે,ઊંચા અવાજે વાત કરી શકે છે, દબાઈ ને બેસી રહેતી નથી.તેથી  ઘણો ફેર પડ્યો છે, તો બીજી તરફ ગુંડા તત્વો વધુ ક્રૂર,વધુ હિંસક બન્યા છે. એટલે કન્યાઓ ઉપર નું જોખમ તો  એવું ને એ વુજ કહો કે એથીયે વધુ રહ્યું છે.

તેમ છતાં હવે  સમાજ પણ અંધારા માં થી બહાર આવતો જાય છે, પીડિતા મહિલાઓ તરફ કોઈ  અજુગતું વિચારતું નથી  . તેની તકલીફ સમજતો થયો છે.તેથી સ્ત્રીભ્રૂણ હત્યા નું પ્રમાણ ઘટતું જાય છે,એ સારી નિશાની છે. હવે  તદ્દન પછાત અથવા અશિક્ષિત સમાજ સિવાય કોઈ ભ્રુણ હત્યા નથી કરતુ. આ માટે સજા થઇ શકે એવા કાયદા પણ થયા છે, અને છોકરીઓ એ અદભૂત વિકાસ સાધ્યો છે એ જોતા સ્ત્રીભ્રુણ હત્યા નું પ્રમાણ ઘટતું જા ય છે.

દીકરીઓ નથી ગમતી એ કારણ નહિ પણ દીકરીઓ ની નાલેશી , અને તેને રોકવા ની અક્ષમતા, અમુક અંશે કાયરતા નાં કારણે have દીકરીઓ તરફ જરા અણગમો રહેતો હશે. બાકી કોઈ માતા નવજાત દીકરી ને આમ મરવા ન દે.

Leave a comment

Filed under Uncategorized

જૈન દ્વેષ.

જૈન દ્વેષ.

મારો જન્મ જૈન પરિવાર માં થયો છે, એ યોગાનુયોગ  છે, પરન્તુ મને કોઈ પણ ધર્મ પરત્વે શ્રદ્ધા નથી, કે પક્ષપાત  પણ નથી,હા, હું , નાસ્તિક કે રેશનલ જેવા મોટા શબ્દો થી વિભૂષિત પણ નથી કરતો,કોઈ વાર ભગવાન ને પ્રાર્થના પણ મનોમન કરી લઉં છું , પણ એમાં કોઈ ચોક્કસ આકાર પ્રકાર વાળા કે વિશેષ નામ વાળા ભગવાન મારા મન માં નથી હોતા, એ નિરાકાર હોય છે ,એ મને સહાય કરશેજ એવો કોઈ વિશ્વાસ મને નથી હોતો, વાસ્તવિકતા સમજી ને હું તેમને યાદ કરું છું.એટલે આ અહી હું જે લખવા જઈ રહ્યો છું એ જૈન ધર્મ  ના સમર્થના માં લખું છું એવું નથી.

ખરેખર તો ધર્મ જનૂન  ધર્મ દ્વેષ નાં અતિરેક માંજ જન્મે છે, જયારે ભારત માં સર્વત્ર  આજે જેને હિંદુ ધર્મ કહે છે , તેનું  નું ચલણ  હતું, ત્યારે જૈનો અને બૌદ્ધો તે પરંપરા થી અલગ થયા,એને  કારણે વિદ્વાન બ્રાહ્મણો સાથે તેમને વિવાદ થયો, એ વખતે ભારત  માં જે ધર્મ પ્રચલિત હતો. તેના અધીસ્ત્રાતા બ્રાહ્મણો  હતા, બ્રાહ્મણો ના વર્ચસ્વ થી બહાર નીકળેલા જૈનો ઉપર બ્રાહ્મણોનો રોષ ઉતારે એ સ્વાભાવક હતું. અને બ્રાહ્મણોના નેતૃત્વ ને સ્વીકારતા ભારત  ના અન્ય બધાજ સંપ્રદાયો જૈનો ને ધિક્કારવા લાગ્યા.

આ એટલે સુધી પ્રચાર માં આવ્યું કે એક સંસ્કૃત શુભાષિત માં કહેવાયું છે કે “સામે થી ગાંડો હાથી ધસી આવતો હોય, બીજી તરફ ઊંડી ખીણ હોય તો  પણ જીવ બચાવવા માટે કદી  જીન મંદિર  માં ન જવું”જૈનો તરફ ના તિરસ્કાર નું આ વરવું રૂપ છે. જૈનો બીજા ધર્મો પરત્વે મોટા ભાગે ઉદાર હોય છે, હા એમના માં પણ “તાલીબાનો” હોય છે, જે અન્ય દેવો ને “મીથ્યાતવી “કહેતા હોય છે ખરા, પણ તેમનું દેવત્વ તો તેઓ સ્વીકારેજ છે. બહુમતી જૈનો કૃષ્ણ,શિવ, વિષ્ણું કે દેવી માતાઓ નો  આદર કરતા હોય છે, ઘણી ખરી દેવી માતાઓ તેમની કુળદેવી તરીકે પૂજાતી હોય છે, જૈનો અન્ય ધર્મો ના મંદિર માં  દર્શન કરવા માં ખાસ ખોટું સમજતા નથી.પણ બીજા ધર્મ પાળવા વાળા ભાગ્યેજ જૈન દેરાસર માં જતા હશે,

ધિક્કાર સ્વચ્છ માહોલ ને ડહોળી નાખે છે , ધરમ નું વળગણ ન હોય એવા લોકો પણ પોતાના સમૂહ સામે કટુ વચનો સાંભળે તો એક સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે , એક માનવસ્વભાવ પ્રમાણે તેને ગમતું નથી. આમ થવા થી જે લોકો ને ધર્મ માં બિલકુલ શ્રદ્ધા ન હોય એવા લોકો પણ પોતાના ગણવા માં આવતા ધર્મ સા મેં ની સામુહિક ટીકા ને સહન કરી નથી શકતા,જેમ કે અત્યાર નું પટેલ અંદોલન, ઘણા એવા પટેલો હશે જેમને આ અંદોલન માં જરા પણ રસ ન હોય, પણ એક પટેલ તરીકે તે પોતાની કોમ ની સાથે રહેવા નું પસંદ કરશેજ. આવુજ કટ્ટરતા વાદીઓ ની સાથે થાય છે. અને એમના  કટ્ટરતા  થી દુભાયેલા સામાન્ય માણસો પણ કટ્ટરતા સામે કટ્ટરતા અપનાવે છે, અને એમાં થી જ દેશવાસીઓ માં અંદરો અંદર વિભાજનો થાય છે.હિંદુ મુસ્લિમની લડાઈ તો  આપણે  ત્યાં ચલીજ રહી છે, પણ have કોઈ જાણે હિંદુઓ માં પણ ફૂટ પડાવતું હોય એમ જ્ઞાતિ , ધર્મ, પ્રજાતિ.અનુસાર ભેદભાવો ઉભા કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

અનામત નું આં દોલન વિષે અહી કહેવાનું નથી મૂળ મુદ્દો એ છે કે જૈનો ની અહિંસા એ કોઈ રાષ્ટ્ર નો દ્રોહ હોય એ રીતે તેમના ધર્મસ્તહન્ક સામે માંસ નું પ્રદાસ્ર્હાના કરી ને નવી ચિનગારી શા માટે ચાંપવી જોઈએ..?જૈનો એ કોઈપ્રજા ને પરેશાન  કરી હોય એવા દાખલા નહીવત હશે,તેમ છતાં તેમને વિધર્મી હોય એવા વર્તાવ  થી તેમને અપમાનિત કરવા, એમની ધાર્મિક લાગણી,(સાચી કે ખોટી જે ગણો તે)દુભાવવી,એના થી મહારાષ્ટ્ર  ની પ્રજા ના હાથ માં શું આવવા નું છે.?એક સપ્તાહ માંસાહાર નહિ કરે તો  તેમને શું વાંધો આવવા નો છે..?અને અહિંસા એ કોઈ અપરાધ તો  નથી ને..?અલબત , તેમના ખાવા પીવા ઉપર એક સપ્તાહ પાબંદી આવે ખરી, પણ એટલા દિવસ તેઓ બીજું ન ખાઈ શકે..?માંસાહાર વિના તેમનું જીવન ટકી નહિ સકે..?એક દેશ ના નાગરીકો એક બીજા ના  ધાર્મિક સહકાર ખાતર આટલું ન કરી શકે..?અને મંદિરો  ની સામે માસનું  નું પ્રદર્શન //?આવું તો  મોગલો એ કે મુસ્લિમો એ પણ નહિ કર્યું હોય,અને તે પણ કોઈ પણ  વિના..?

એક સમૂહ બીજા સમૂહ સામે આ રીત ના આક્રમણ નાં કારણે જ ધર્મ માં નહિ માનનારા પણ આ સામુહિક તિરસ્કાર સામે એક થઇ શકે છે. અને આમજ ફાટફૂટ શરુ થાય છે. જૈનો લઘુમતી માં છે, અહિંસક અને જરા સુવાળી પ્રજા છે, કારણ વગર તેઓ લડાઈ ઝઘડા નથી કરતા, તેમ છતાં તેમને આ રીતે અપમાનિત કરવા માં આવે તો એ દેશ ના કયા હિત માં છે..?એક સપ્તાહ ગુજરાત માં ઈન્ટરનેટ બંધ રહ્યું ત્યારે કેમ કશું ચાલ્યું નહિ..?મુસ્લિમો ની જાહેર નમાજ વખતે કેમ ચુભાઈ બેસી રહો છો..?બહાદુરી ત્યાં ક્યા ચાલી જાય છે..?અને એક નીરુપ્રદ્રવી પ્રજા સામે આવું અપમાન કરવું એમાં કઈ બહાદુરી છે..?એક શાંત પ્રજા સામે એટલો રોષ શા માટે..?

ઠાકરે પરિવાર ની આ નાદાની દેશમાં ચાલી રહેલા વિભાજક પગલાઓ ને વધુ બળ  આપશે . તમારા ખાવા ઉપર પ્રતિબંધ મુકાયો એમ લાગતું હોય, લોકશાહી રીતે તેનો વિરોધ કરો, તમારા માં એવી પ્રતિભા ઉભી કરો કે સરકાર તમારું સાંભળે, આમ જૈનો નાં મંદિરો ને અપવિત્ર કરી ને તમને શું હાંસલ થવા નું છે..?તમારા કરતા મુસ્લિમો વધુ ખાનદાન દેખાય છે,

અને ઠાકરે ના એ શબ્દો..?”મુલીમો તો  પાકિસ્તાન જશે, પણ જૈનો ક્યાં જશે..?”પહેલા મુસ્લિમો ને to પાકિસ્તાન ભેગા કરો. પછી જૈનો ની ચિંતા કરજો , દેશ શું તમારા એકલા નો છે..?

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ-44

અન્ધ આંખો નુ અજવાળુ.

44.

“રંજન, તેં તો મારી સાથે નો સંબન્ધ કાપી નાખ્યો છે, તેમ છતા મને તારી ચિંતા રહી છે. આજે તારા પતિ અરુણેજ મને એના વતી પણ તારી ચિંતા નો ભાર ઉપડવા કહ્યુ છે એટલે આજ ની આ મિટિંગ હું સંચાલન કરુ તો તને વાન્ધો ન હોવો જોઇએ.”ભાર્ગવસાહેબે શરુઆત કરતા કહ્યુ.

રંજન ક્ષોભ અનુભવતી નિચુ જોવા લાગી,

“તમે તમારે ચલાવો સાહેબ,એ નહી બોલી શકે.તમે ગમેતેમ પણ એના પિતા છો.એની ચિંતા કરવા નો તમારો અધિકાર છે.”દેવકુંવરે કહ્યુ.

“રંજન, તને કબુલ છે બેટા..?સંકોચ વગર કહેજે.” ભાર્ગવે ફરીથી કહ્યુ.

રંજને માથુ ધીમે થી હલાવી સમ્મતિ આપી.

“તો , વાત એવી છે કે અરુણ અને રંજને સંજોગો વશ, અને ખાસ કરી ને રંજન ઉપર થી બદમાશો નુ વાદળ દૂર કરવા આ લગ્ન કરવા પડ્યા હતા, અરુણ ને એમા કોઇ સ્વાર્થ ન હતો. તો રંજન ને પણ અરુણ મા કોઈ રસ ન હતો.બન્ને એક રીતે કહીયે તો સંજોગો ના શિકાર હતા, “ભાર્ગવે કહેવા માંડ્યુ.

“રંજને તેના દુષિત આયોજનો ઘણા કરી જોયા, પણ હવે તેને સમજાયુ છે કે એ બધા ઉધામા ખોટા હતા,હવે તે સ્થિર થઈ ને જિવવા માગે છે, અને તેની પસન્દગી ના યુવાન કિશોર સાથે પોતાનુ જિવન જોડવા માગે છે.. કિશોર એમા સમ્મત છે. ખરુ કિશોર..?’ભાર્ગવે કહ્યુ.

” જી હા, મેં અને રંજને ધન પ્રાપ્તિ માટે કેટલાક ગેરમાર્ગો વિચાર્યા હતા, પણ રંજન ને અને મને પણ એના કડવા અનુભવો થયા છે, હવે અમે બન્ને એ બધુ છોડી ની સારા નાગરિકો તરીકે જિવવાનુ નક્કી કર્યુ છે, “કિશોરે કહ્યુ.

“રંજન..! તને અરુણ પસંદ નથી..?હું તો ધારતી હતી કે તું અરુણ સાથે સુખી છે…!”દેવકુંવરે જરા આઘાત પામતા કહ્યુ.

“એ તારો ભ્રમ હતો., રંજન માત્ર એક યોજના હેઠળજ અરુણ ને પરણી હતી, અને અરુણે પણ એને બદમાશો થી બચાવવાજ આ લગ્ન કર્યા હતા.” લખધીરે દેવકુંવર ને સમજાવતા કહ્યુ.

“તો હવે..?”દેવકુંવરે પુછ્યુ.

“અરુણે રંજન ને આ લગ્ન બન્ધન માંથી મૂક્ત કરવા નુ વિચાર્યુ છે, એને એ પણ ખબર છે કે રંજન ને કિશોર તરફ સોફ્ટકોર્નર છે, એટલે હવે એ બન્ને એ લગ્ન કરવા નુ વિચાર્યુ છે. “ભાર્ગવે કહ્યુ.

“જો અરુણ ને વાંધો ન હોય તો આપણે બધા મળી ને રંજન અનેકિશોર ના લગ્ન કરાવી આપીયે, એવો વિચાર મને આવ્યો છે, હું એ પણ જાણુ છું કે રંજન અને કિશોર એક્બિજા ને પસન્દ કરે છે, અરુણ કારણવગર આ લગ્નબન્ધન માં બન્ધાઈ રહે એ મને ગમતુ નથી, એટલે મેંજ રંજન અને કિશોર ને લગ્ન કરી ને અરુણ ને મૂક્ત કરવા સમજાવ્યા છે.'”એક તરફ બેઠેલોદિલેરસિંહ બોલ્યો.

” દિલેરસિંહ મને પણ મળ્યા હતા, રંજન અને કિશોર ને પણ મળ્યા હતા, અને છેવટે આ સંબન્ધ વિચ્છેદ તેમજ નવો સંબન્ધ વિકસાવવા નુ નક્કી થયુ છે.આપણે બધા એ આ નવા સંબન્ધ નુ સાક્ષી રહેવા નુ છે.” ભાર્ગવે કહ્યુ.

“તો શું રંજન કિશોર સાથે લગ્ન કરશે..?”દેવકુંવર હજી આઘાત માંથી બહાર નહોતી આવી શકતી.

સોનાલી એ ભાભિ ને પોતાના બાહુઓ વચ્ચે લિધી.

” ભાભી…! તમે બહુ ભોળા છો. રંજન ફસાઈ ગઈ હતી, અને અરુણ ભાઈ એ તેને મદદ કરવા ખાતરજ માત્ર નામના લગ્ન કર્યા હતા.હવે તમે એ વિચાર માંથી બહાર આવો. અને રંજન અને કિશોરભાઇ ને અંતર ના આશિષ આપો.”

“અરેરે..!મારા મનથી તો એમ હતુ કે કેવુ મજાનુ જોડુ છે….! અરુણ જેવા પારકા ના દુખે દુખી થનાર ને આવો બદલો..?”દેવકુંવર હજી અફશોષ કરી રહી હતી.

“ભાભી..દુખી ન થાઓ. અરુણ ભાઇ મૂક્ત થાય છે, એ સારુજ થઈ રહ્યુ છેને…!” સોનાલિ એ કહ્યુ.

” પણ પછી અરુણ નુ કોણ..?એઅન્ધ તો હતો હવે બહેરો પણ થયો છે, એની સંભાળ કોણ રાખશે..?”દેવકુંવર ને હજી અરુણ ની ચિંતા હતી.

” આપણે બધા છીએ ને…!અરુણ નુ ધ્યાન આપણે રાખીશુ.” લખધીરે પત્ની આશ્વાસન આપતા કહ્યુ.

“બરાબર છે. અરુણ આપણો છે, અને આપણે એનુ બધુ ધ્યાન રાખીશુ.”ભાર્ગવે કહ્યુ.

” અરુણ સાંભળી શકતો નથી, જોઇ શકતો નથી, એની સાથે વાત કરવા માત્ર આ સોનાલિ નેજ આવડે છે, તો અરુણ નુ જિવન કેમ જશે..?”દેવકુંવરે કહ્યુ.

“તો સોનાલિ  છેજ ને..?એ ક્યાં જવાની છે..?અરુણ સાથે વાત કરવા એ આપણી દુભાષિયો બનશે.”લખધીરે કહ્યુ.

” એ થોડી આખી જિન્દગી બેસી રહેવાની છે..? કાલે લગ્ન કરી ને જતી રહેશે, પછીઅરુણ ને જે ભાષા સમજાય છે એ ભાષા બિજુ કોણ અરુણ ને સમજાવશે..?”દેવકુંવરે કહ્યુ.

” અત્યારે એ મહત્વ નો પ્રશ્ન નથી,આપણે પહેલા રંજન અને કિશોર નો મુદ્દો  પતાવીયે.”ભાર્ગવે કહ્યુ.

” એ બરાબર છે. તો રંજન, અને કિશોર. ! તમે બન્ને એક બિજા સાથે જોડાવા રાજિ છો એમ સમજીયે..?”દિલેરસિંહે પુછ્યુ.

” હા, હું પુરા દિલ થી રંજન ની કાળજી લેવા તૈયાર છું.”કિશોર બોલ્યો.

” અને રંજન તું..?”દિલેરસિંહે રંજન ને પુછ્યુ.

” હું પણ કિશોર સાથે જોડાવા નુ પસન્દ કરુ છું.”રંજન માથુ નિચુ ઢાળી ને બોલી.

“જેવા તારા નસિબ, છોડી….!તું સોના ને અવગણી ને કથિર ને વળગી રહી છે.” દેવકુંવર બોલી.

” બહેન..!અરુણ તરફ બધાને લાગણી છે, તમે રંજ ન રાખો. અરુણ ખરેખર તો સુખી થવા જઈ રહ્યો છે.”ભાર્ગવે કહ્યુ.

” ખરીવાત છે ભાભી.. હવે આપણે આગળ નુ પ્લાનિંગ વિચારીયે.” દિલેરસિંહ બોલ્યો.

” પ્લાન બિજો શુ હોઇ શકે…!અરુણે ડાઇવોર્સ પેપર્સ સહી કરી આપ્યા છે. બન્ને ની સમ્મતિ થી છુટાછેડા મળી જશે, એ પછી બન્ને ની લગ્ન કરાવી આપિશુ.કિશોર, તારા પરિવાર ની પણ સમ્મતિ હોવી જોઇશે.”લખધીરે કહ્યુ.

” મારા પરિવાર મા માત્ર મારા પિતાજિ જ છે, અને એમને આ લગ્ન સામે કોઈ વાન્ધો નથી.” કિશોરે કહ્યુ.

” તો બસ, આપણે રંજન અને કિશોર ને અભિનન્દન આપી ને છુટા પડીયે,અને અરુણ ખબર આપી દઈએ.”લખધીરે કહ્યુ.

બધાએ રંજન અને કિશોર ને અભિનન્દન આપ્યા. રંજને ભાર્ગવ  અને દેવકુંવર ના ચરણ સ્પર્શ કર્યા. અને મિટીંગ વિખરાઈ.

એ પછી તો બધુ સરળ હતુ. અદાલત મા રંજન ના છુટાછેડા નો કેસ દાખલ કરવા મા આવ્યો, બન્ને ની સમ્મતિ હોવાના કારણે અદાલતે બન્ને ને લગ્ન બન્ધન માંથી કાયદેસર રીતે મૂક્ત કર્યા.

છેવટે લગ્ન નો દિવસ નક્કી કરવા મા આવ્યો. અને આખી કોલોની એ લગ્ન મા હાજર રહી.

રંજન ના પિતા ભાર્ગવ ના બંગલા માંજ માંડવો રોપાયો.અને વૈદિક મંત્રો સાથે બન્ને ની લગ્ન સંપન્ન કરવા મા આવ્યા.

લગ્ન પછી રંજન અને કિશોર ખુબ ખુશ હતા,

” ચાલો હવે વડિલો ના આશિર્વાદ લઈ લો.”ગોર મહારાજે સુચન કર્યુ.

સૌ પ્રથમ કિશોર ના પિતા ને બન્ને પગે લાગ્યા, એ પછી ભાર્ગવ દમ્પતિ ને પગે પડ્યા, એ પછી ક્રમશ:લખધીર ની માતા, દેવકુંવર,અને કોલોની ના અન્ય વડિલો ના આશિર્વાદ લેવા મા આવ્યા.

“મુખ્ય માણસ ના તો આશિર્વાદ લેવા ના રહી ગયા….”કિશોરે કહ્યુ, અને એ રંજન ને દિલેરસિંહ તરફ તરફ દોરી ગયો.

” રંજન  , આપણે દિલેરસિન્હ જિ  ના આશિર્વાદ વીના આપણુ નવુ જિવન શરુ કરીજ કેમ શકિયે..?”

બન્ને દિલેરસિંહ ને પગે પડ્યા.

“ઓહો… મારી તમામ શુભેચ્છાઓ તમારી સાથે જ છે સુખી થાઓ “દિલેરસિંહે બન્ને ના મસ્તક ઉપર હાથ મુકી ને કહ્યુ.”પણ હજી એક મહત્વ ના વ્યક્તિ ના આશિર્વાદ તો લેવા ના તમે ભૂલિ રહ્યા છો.”તેણે  કહ્યુ.

” કોણ..? હવે કોણ બાકી રહ્યુ..?”કિશોરે આશ્ચર્ય થી પુછ્યુ.

“જુઓ ,આ મહા પુરુષ નેજ ભૂલિ રહ્યા છો..?”દિલેરસિંહે કહ્યુ, અને એક ઝટકે પોતાના દાઢીમૂચ ખેંચી કાઢ્યા.

બધા અજબ રોમાન્ચ અનુભવતાજોઇ રહ્યા. દિલેરસિંહ ની જગ્યાએ ખુદ અરુણ હસતો હસ્તો , સાજોસારો ઉભો હતો.

“અરે…!આ શું ચમત્કાર…?દિલેરસિન્હ જ અરુણ ભાઈ હતા..?”સોનાલિ બોલી ઉઠી.

” અરુણ….! તમે..? તમેજ દિલેરસિંહ બની ને અમારી વચ્ચે ફરતા હતા..?’ભાર્ગવ પણ સાનદાશ્ચર્ય બોલી ઉઠ્યા.

“હાજી, હુંજ દિલેરસિંહ હતો.” અરુણ સ્વસ્થ રીતે બોલ્યો.

” પણ એ કેવી રીતે બને..? તમને તો દેખાતુ નથી. તો તમે મારી સાથે મુમ્બાઈ કેવી રીતે આવ્યા..?”રંજ અન આભી બની ને પુછવા લાગી.”

” હું અન્ધ પણ ન હતો અને બધિર પણ ન હતો.આગમાંથી મારો બચાવ થયો એ પછી થોડા દિવસ મને આંખે ઝાંખપ લાગી હતી, પણ હું અન્ધ નહોતો.પછી તો ડોક્ટરો ના પ્રયાસ થી હું સારો થઈ ગયો હતો.”અરુણે કહ્યુ.

“તો પછી આ રીતે અન્ધ બની ને બધા ને મુરખ બનાવતા હતા..?”કોઇ એ પ્રશ્ન કર્યો.

” મેં લખધીરે અને ઇંસ્પેક્ટર ઝાલા એ મળી ને અન્ધ હોવા નુ નાટક ચાલુ રાખવા નુ નક્કી કર્યુ કારણ રંજન નુ મન જાણવુ જરુરી હતુ.મેં જોયુ કે રંજન મારી સાથે સુખી ન હતી, એને કિશોર તરફ લગાવ હતો. મે એ બન્ને ની ઘણી વાર પ્રેમાલાપ કરતા પણ જોયા, મને અન્ધ અને બધિર સમજી ને બન્ને બહુ છુટ થી મળતા હતા. આથીજ મેં નક્કી કર્યુ કે રંજન ને બન્ધન માં રાખવા નો કોઈ અર્થ નથી.હું દિલેરસિંહ બની ને બધે ફરતો રહ્યો. અને લગ્ન્ન માટે આ બન્ને ને તૈયાર કરતો રહ્યો.રંજન આડે માર્ગે જઈ રહી હતી ત્યારે મેંજ એને મુંબાઈ મા બચાવી હતી, ઉદયશેઠ ને પણ મેંજ સત્યદર્શન કરાવ્યુ હતુ., અને છેવટે રંજન ને યોગ્ય માર્ગે વાળી ને મેં મારુ કર્તવ્ય બજાવ્યુ.” અરુને કહ્યુ.

“ઓહો…! આવી લુચ્ચાઇ…?હું એટલેજ ઘણી વાર વિચારતી હતી કેઆ દિલેરસિંહ ક્યાંથી ફુટી નિકળ્યો હશે, આ પહેલા અમે કોઇએ તેને જોયો નથી, અને એ અરુણ નો મિત્ર બની ને ક્યાંથી આવી ચઢ્યો છે…”દેવકુંવરે કહ્યુ.

“અને હથેળી મા લખવા ની મારી રીત પણ નકામીજ હતી એમ ને..?”સોનાલિ એ કહ્યુ.

” તદ્દન નકામિ તો નહી, હવે તો મને તારી એ ભાષા ની આદત પડી ગઈ છે…”અરુણે હસતા હસતા કહ્યુ,

“તો હવે એનો હાથ છોડતો નહી ભાઇ…!” દેવકુંવરે કહ્યુ.

સોનાલિ એ શરમથી લાલ મુખે ત્યાંથી સરકી જવાનુજ પસન્દ કર્યુ.

” અમારી આ યોજના માત્ર લખધીર અને ઇંસ્પેક્ટર ઝાલા જ જાણતા હતા.એમણે ઘણી મદદ કરી હતી.

” પણ ઝાલા સાહેબ કેમ દેખાતા નથી..?”લખધીરે કહ્યુ.

” સોર્રિ મિત્રો.મને પ્રમોશન મળ્યુ એની અભિનન્દનપાર્ટી મા વ્યસ્ત હતો. એ પતાવી ને સિધોજ ચાલ્યો આવુ છું.”ઇંસ્પેક્ટર ઝાલા ટોળા વચ્ચે થી માર્ગ કરતા આવતા દેખાયા.

તેમણે અરુણ ને ભેટી નેતેની પિઠ થાબડી.

રંજન અને કિશોર એમને પણ પગે પડ્યા.

” ચાલ અરુણ તું હવે બે રીતે મૂક્ત થયો. એક તો રંજન ની જવાબ્દારી થી, અને બિજુદિલેરસિન્હ ની દખલબાજી થી…”ઇંસ્પેક્ટર ઝાલા એ કહ્યુ.

” દિલેરસિંહ તો જિવનભર યાદ રહી જવાના છે…” કિશોરે હસતા હસતા કહ્યુ.

“ખરેખર, દિલેરસિંહે મને મુંબાઈ મા ઘણી મદદ કરી હતી,ઉદયશેઠ સાથે ફ્રોડ કરતા પણ તેમણેજ  મને બચાવી હતી. અરુણ હું તમારી ખુબ ખુબ આભારી છું.” રંજને અરુણ ને ફરીથી ચરણસ્પર્શ કરતા કહ્યુ.

અરુણે રંજન ના માથે હાથ મુક્યો.

“મેં અને લખધીરે તને દલપત જેવા ડામિસ ના હાથ માંથી મૂક્ત કરાવી , એ વખતે બિજી બે છોકરીઓ ની જેમ તું તારા પિતા ના ઘરે ચાલી ગઈ હોત તો આ બધુ કશુ ન થાત, પણ તું પિતાના ઘરે જવા તૈયાર ન થઈ ત્ત્યારે મને લાગુ કે આ નાદાન છોકરી ફસાઈ જવાની છે, એટલેજ મેં તને જવા ન દીધી.બદમાશો મારાથી અને લખધીર થીજ ડરતા હતા, એટલે તારુ રક્ષણ કરવા માટેજ મે તારી સાથે નામ પુરતા લગ્ન કર્યા, કોલોની ના લોકોની નઝરથી બચાવવા માટે એ લગ્ન જરુરી હતા. હવે તું સાચા માર્ગે છે, એટલે શિવાસ્તે પંથાન્”

” તમ્ને મેં ઘણા હેરાન કર્યા છે, છતા એક વચન માગુ છું. લખધીરભાઇ…! તમારે પણ એ વચન આપવુ પડશે.”

“કેવુ વચન..?’

” અરુણ…!તમારી હથેલી મા લખાયેલા લેખ  ને ભૂલતા નહી.”રંજને કહ્યુ.

અરુણ લખધીરે સામે જોયુ. લખધીરે પોતાની પત્ની દેવકુંવર સામે જોયુ.

” જોઇ શું રહયા છો મુર્ખાઓ….!સોનકી માટે આ અરુણ દિકરા થી વધુ સારો છોકરો ધ્યાન મા હોય તો બતાવો….!મારા તો આશિર્વાદ છે….” લખધીરે ના મા બોલી ઉઠ્યા.

“ખરુ છે ખરુ છે…..!” એકત્રિત લોકો એકજ અવાજે બોલી ઉઠ્યા.

” ધીરે બોલો ભાઇ. હું બહેરો નથી…..” અરુણ બોલ્યો. અને લખધીર ની મા ના ચરણ સ્પર્શ કરવા લાગ્યો.

લખધીર ભાવ પુર્વક અરુણ ને ભેટી પડ્યો.

સમાપ્ત.

અન્ધ આંખોનુ અજવાળુ.

લેખક :-સુરેશ્ચન્દ્ર શેઠ.

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ-42

અન્ધ આંખો નુ અજવાળુ.

43

બધા ના વિખરાયા પછી રંજને કિશોર ને ફોન લગાવ્યો.

“કિશોર,તેં બધુ જોયુ ને..?”તેણે કહ્યુ.

?”હા હું ત્યાંજ હતો ને…! મને અરુણ ઉપર ખુબ માન થયુ છે,એના જેવો ત્યાગી અને બિજા ની તકલિફ ને સમજનારો માણસ આ જમાના મા જોવા ન મળે.”કિશોરે કહ્યુ.

“એની ચમચાગીરી ન કર, હું તેની પ્રશંશા સાંભળવા ફોન નથી કરતી.’રંજને મુખ મચકોડતા કહ્યુ.

“તો કહે, શાના માટે ફોન કર્યો..? હજી હમણા તો છુટા પડ્યા છીએ.”કિશોરે કહ્યુ.

“અરુણે ડાયવોર્સ ના કાગળો તૈયાર રાખ્યા છે એનો અર્થ તું શું કરે છે..?”

“એનો અર્થ જે થતો હોય એજ કરુ છું. એ તને છુટી કરવા માગે છે.હવે આપણ ને એક થતા કોઇ રોકી નહી શકે.”

” તને એવુ લાગે છે..?”

” તો બિજુ શું હોઇ શકે. અરુણ ની એ ઉદારતા કહેવાય.”

” ઉદારતા માય ફૂટ…!મને તો લાગે છે કે એનેમારા પ્લાન્નિંગ ની અને આપણા સંબન્ધ ની ગન્ધ આવી ગઈ છે.એટલેજ તેણે પેલા દિલેરસિંહ ને મારી પાછળ મુંબાઈ મોકલ્યો હોવો જોઇએ.”રંજને કહ્યુ.

” એમ હોય તોયે તને શો વાંધો છે..? આપણુ કામ તો થાયજ છે ને..?કે તારે મારી સાથે લગ્ન નથી કરવા..?”કિશોરે પુછ્યુ.

“છટ, એવી વાત ન કર, હું તો સાવધ રહેવા માટે કહું છું.”રંજને કહ્યુ.

” વાત ને જેવી દેખાય છે એવી સ્વિકારવા મા તને કેમ તકલિફ થાય છે..? દરેક વાત નો અવળો અર્થ કરવા નુ છોડી દે. અને અરુણ નો આભાર માની ને એણે આપેલા ડાઇવોર્સ પેપરો સાઇન કરી ને તૈયાર રાખ.”

રંજન કિશોર ના વિચારો જાણી ને અરુણ તરફ જરા કુમળી પડી.તેણે ફોન મુક્યો ત્યાંજ લખધીર આવ્યો.

” અરુણ ક્યાં છે..?”

” અન્દર ના રૂમ મા છે.” રંજને કહ્યુ. કિશોર અન્દર ના રૂમ મા ગયો.

“અરુણ..! પેલા ખેડૂત ભાઇઓ તને મળવા આવ્યા છે.”લખધીરે અરુણ ના કાન મા મોં રાખી ને મોટા અવાજે કહ્યુ.

અરુણ સ્થિત્પ્રજ્ઞ ની માફક બેસી રહ્યો.

લખધીરે કપાળ કુટ્યુ

” અરે  હું તો સાવ વિસરીજ ગયો. આ ક્યાં સાંભળે છે….! મારે સોનાલિ ને બોલાવવી પડશે, તેની હથેલી ની ભાષા જ અરુણ સમજે છે”લખધીરે કહ્યુ અને ખિસા માથી ફોન કાઢી ને સોનાલિ ને અહીં આવી જવા તાકિદ કરી.સોનાલી તુરતજ આવી.

“આ અરુણ ને સમજાવ કે તેને મળવા પેલા ખેડૂત મિત્રો આવ્યા છે.”

સોનાલી એ અરુણ ની હથેલી મા લખી ને તેને લખધીર નો સંદેશો આપ્યો.

” ખેડૂત મિત્રો..?હા હા      તેઓ આવી ગયા..? તો ચાલો તેને મળી લઈએ.”અરુણ બોલ્યો.અને ઉભો થયો.

“સોનુ..! તારે પણ આવવુ પડશે, તારા વગર વાત્ચિત કોણ સમજાવશે..”લખધીરે કહ્યુ.

“ત્યારે તો મારે અરુણભાઇ સાથેજ રહેવુ પડશે.ચાલો તમે પહોંચો, હું પાછળજ સ્ટોર ઉપર આવુ છું.”સોનાલિ એ કહ્યુ.

” અરે આપણે ત્રણે એક બાઇક ઉપર આવી જઈશુ તું ચાલતી ક્યારે આવશે..”લખધીરે કહ્યુ તેણે અરુણ ને ટેકો આપી ને બહાર લિધો, અરુણ ને પોતાની પાછળ બેસારી  ને તેની પાછળ સોનાલિ ને બેસારી, અને બાઇક સ્ટોર તરફ હંકારી.

અરુણે જે ખેડૂતો ને તેમની ઉપજ સંસ્થા ને વ્યાજબી ભાવે આપવા સમજાવ્યા હતા એજ ભાઇઓ આવ્યા હતા.અરુણ ને આવેલો જોઇ ને બધા આદરભેર ઉભા થયા અને રામ રામ કર્યા.

લખધીરે અરુણ ને તેની ખુરશી ઉપર બેસાર્યો. અને ખેડૂત મિત્રો ને પણ બેસવા કહ્યુ.

“તમે સૌ આવ્યા એ જોઈ ને અરુણ ને બહુજ ખુશી થઈ છે.”લખધીરેજ વાત નો દોર સંભાળતા કહ્યુ.

” અમે પહેલા આવી ગયા હતા, પણ એ વખતે અરુણ ભાઇ કોઇ કામ સર બહાર ગયા હોઈ મળી શક્યા ન હતા.”ખેડૂત આગેવાને કહ્યુ.

” અરુણભાઇ જરા મુશ્કેલિ મા ફસાયા હતા, હવે આવી ગયા છે પણ એક સમશ્યા ઉભી થઈ છે.”લખધીરે કહ્યુ.

” કેવી સમશ્યા..?અમને અરુણભાઇ ની વાત ગમી છે, અમને એ મંજૂર છે , સમશ્યા શાની ઉભી થઈ છે..?”

“એમને હવે કાને સંભળાતુ પણ નથી.”લખધીરે કહ્યુ.

” અરે ભગવાન…! તો પછી વાત્ચિત કેવી રીતે થશે..?”

“એનો રસ્તો છે, આ મારી બહેન એને હથેલી મા લખીને તમારી વાત સમજાવશે અને તેનો અરુણભાઇ ઉત્તર આપશે.”

“ખેડૂત આગેવાનો જરા અચરજ પામ્યા. બહેરો અને અન્ધ અરુણ આવી મહત્વ ની વાત કેવી રીતે કરશે, અને એમા કાંઈક સમજવા મા ભૂલ થાય તો અર્થ નો અનર્થ થઈ જશે તો…એવી ચિંતા તેમના મુખ ઉપરતરવરતી હતી.

” ચિંતા ન કરશો અરુણ ભાઇ બધુ સમજશે અને વાત પણ કરશે.”

સોનાલિ એ અરુણ ની હથેલી મા ખેડૂત્મિત્રો ના આવવાની વાત લખી.

અરુણે તુરતજ હસી ને બે હાથ જોડી તેમને આવકાર્યા.

” મિત્રો, તમે સૌ આવ્યા એ મને ગમ્યુ.મને હવે સંભળાતુ પણ નથી, પરન્તુ, આ સોનાલિ બેન બધુ લખી ને સમજાવશે એટલે આપણે વાત ચિત કરી શકિશુ.” અરુણે કહ્યુ.

“તો અરુણ ભાઇ. અમે વિચાર કરીનેજ આવ્યા છીએ, કે તમે સુચવેલી વાત અમે સ્વિકારવા નુ નક્કી કર્યુ છે.”ખેડૂત આગેવાને કહ્યુ.

સોનાલિએ અરુણ ની હથેલી મા એ શબ્દો લખ્યા.

” ઘણુજ સરસ, તમે મારી વાત સ્વિકારી એ બદલ તમારો આભારી છું, તમારી પ્રોડક્ટ નુ સારુ મૂલ્ય મળે, અને ગ્રાહકો ને પણ સારુ અને સસ્તુ મળી રહે, એજ મારો હેતુ છે, વચેટીયા ઓ વ્ચ્ચે થી જ જમી જાય એવુ આપણે થવા દેવુ નથી.મારી વાત સ્વિકારી એ બદલ ફરીથી આભાર માનુ છું” અરુણે કહ્યુ.

ખેડૂત આગેવાનો સાનદાશ્ચર્ય આ જોઇ રહ્યા હતા, અરુણની હથેલી મા સોનાલિ જે લખતી હતી તે અરુણ બરાબર સમજતોહતો અને જવાબ પણ આપી રહ્યો હતો.

‘તો આ સિઝન શરુ થાય એ પહેલા અમને ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ નો સ્ટોક અગાઉ થી આપો ,તો અમે સમયસર વાવેતર કરી શકિયે.”ખેડૂત આગેવાને કહ્યુ.

સોનાલિએ અરુણ ને તેમના શબ્દો લખી ને જાણ કરી.

“હા, લખધીર આપણે.જે અગ્રીમેંટ કરવા નો છે એના પેપર્સ તૈયાર છે..?”અરુણે પુછ્યુ.

લખધ્ધીરે હા પાડી જે સોનાલિએ અરુણ ને સમજાવ્યુ.

” તો એ મંગાવી લે, આપણે એના ઉપર સહી સિક્કા કરી નાખીયે, એ પછી એને નોટરી માટે મોકલી આપો.” અરુણે કહ્યુ.

તુરતજ સંસ્થા ના વકિલ સભ્યો ને બોલાવવા મા આવ્યા,એગ્રીમેંટ ઉપર બધા એ હસ્તાક્ષર કર્યા, અને એ દસ્તાવેજ નોટરાઇઝ કરવા વકિલ સભ્યો ને સોંપી દેવા મા આવ્યો.

” તમે સૌ આવતા સપ્તાહ મા આવો અને જે જોઇએ તે લઈ જાઓ. એ એગ્રીમેંટ થયા પછી તમે બિજા કોઈ ને તમારો માલ વેચી શકશો નહી, ” અરુણે કહ્યુ.

” અમે બિજા ને શા માટે વેચીયે..? તમે અમને જે ભાવ આપવા ના છો એ ભાવ બજાર મા કોઇ આપી શકે તેમ નથી, અમારુ શોષણ રોકી ને તમે અમને આભારી બનાવ્યા છીએ.”ખેડૂતોએ કહ્ય.

“આપણ ને બન્ને ને એક બિજા ની જરુર છે, અમને સારા ભાવે માલ મળશે, તો અમારા ગ્રાહકો ને પણ સારુ અને સસ્તુ મળી રહેશે, તો બિજી તરફ તમને પણ વેપારીઓ કરતા વધુ સારુ મૂલ્ય મળશે.આમજ જો પરસ્પર સહકાર થી કામ ચલે તો શોષણ અને છેતરપિંડી જેવુ રહેજ નહી.”અરુણે કહ્યુ.

“આવી સારી યોજના હોય તો અમારા બિજા ખેડૂતો પણ આતરફ વળે એવો સંભવ છે, અરુણભાઈ…!”ખેડૂતે કહ્યુ.

સોનાલિ ના માધ્યમ થી અરુણે વાત સમજી લિધી.

” મારુ તો સ્વપ્ન છે કે જો તમામ ખેડૂતો આ સંસ્થા ના સભ્ય બની જાય, અને બધાનીજ જમિન એકત્ર કરી ને સામુહિક ખેતી કરે તો શેઢા અને વાડ મા જમિન રોકાય નહી, એટલે ઉત્પાદન પણ વધુ આવે, અને વિશાળ જમિન હોઈ ટ્રેક્ટર જેવા સાધનો થી ખેતી થઈ શકે.”અરુણે કહ્યુ.

” અમે જરુર એ વિશે પણ વિચારીશુ.” ખેડૂતો એ કહ્યુ.

ચાનાસ્તો કરી ને ખેડૂતો વિદાય થયા.

સોનાલિ પણ ઘરે જવા નિકળી.અરુણ ને આરામ કરવા નુ કહી ને લખધીર પણ ઘરે જવા ઉભો થયો.અરુણ ને આરામ કરવા માટે ઓફિસ ની પાછળ એક નાની સરખી કેબીન બનાવવા માં આવી હતી, અરુણે ત્યાંજઈ ને લમ્બાવ્યુ.

જ્યારે અરુણ પોતાની કેબીન મા આરામ કરી રહ્યો હતો ત્યારેતેના અને રંજન ના ફ્લેટ ઉપર દિલેરસિંહ ની બાઇક આવી ને ઉભી રહી.

” તમે ..? અત્યારે..?”રંજને જરા ગભરાટ થી પુછ્યુ.

” ચિંતા ન કર, હું તને નૂક્શાન પહોંચાડવા નથી આવ્યો.મેં સાંભળ્યુ કે અરુણે તને ડાયવોર્સ પેપેરો સોંપી દીધા છે… એ ખરુ છે..?”દિલેરસિંહે પુછ્યુ.

” એમા તમે કેમ આટલો રસ લઈ રહ્યા છો..?”રંજને રુક્ષ સ્વરે કહ્યુ.

” તારા અને અરુણ ના હિત ખાતર હું રસ લઈ રહ્યો છું.મારી સલાહ છે કે તું ડિવોર્સ્ લઈ લે, અને કિશોરસાથે ચાર ફેરા ફરી લે.હવે વધુ મોડુ કરવુ હિતાવહ નથી.”

“પછી અરુણ ને કોણ સાચવશે..?’ “રંજને ઔપ્ચારિક પ્રશ્ન કર્યો.

” અરુણ ને અત્યારે કોણ સાચવે છે..?તું સાચવે છે..?તેં એની કાળજી આજ સુધી લિધી છે ખરી..?”દિલેરસિંહે વેધક પ્રશ્ન કરતા કહ્યુ.

રંજન જવાબ આપી ન શકી.તે નિચુ માથુ કરી ને દુપટ્ટા ને આંગળી ઉપર વિંટાળતી રહી.

” તને અરુણ મા જરા પણ રસ નથી, તારા સ્વપ્ના જુદા છે, તું કિશોર સાથે સુખી રહીશ કે નહી એ પણ તારા ઉપરજ અવલંબે છે, મને તો એટલોજ રસ છે કે મારો મિત્ર અરુણ તારી જવાબ્દારી થી મૂક્ત થાય.માટે તું કિશોર સાથે મને વાત કરાવ.”

” અત્યારે..?”રંજને આશ્ચર્ય થી પુછ્યુ.

” હમણાજ. વધુ વખત મારે અરુણ ને બન્ધન મા રાખવો નથી, તારા જેવી માથા ની ફરેલી છોકરી પાછળ સમય વેડફવા ના બદલે ઘણા ઉત્તમ કામો તેની રાહ જુએ છે.તુ કિશોર સાથે વાત કરાવ.”દિલેરસિંહે કહ્યુ.તેના અવાજ મા રહેલો દ્રઢ આગ્રહ જોઈ ને રંજનવધુ દલિલ કરી ન શકી.તેણેકિશોર ને ફોન જોડી ને દિલેર ને આપ્યો.

” હું દિલેરસિંહ બોલુ છું. હવે તું અને રંજન ક્યારે લગ્ન કરો છો..?”દિલેરસિંહે સિધીજ વાત કરતા કહ્યુ.

” એની ચિંતા અમને હોય કે તમને..?”કિશોરે કહ્યુ.

” મને વધારે છે. કારણ હું અરુણ ને મૂક્ત થયેલો જોવા માગુ છું.અને તું અને રંજન એક બિજા ના પ્રેમ મા તો છોજ, પછી આમ પારકી સ્ત્રિ સાથે વ્યભિચાર કરવા કરતા કાયદેસર એક થઈ જાઓ. અરુણે તો સમ્મતિ આપી દીધી છે. જો વિલમ્બ કરશો તો હું તમારી બન્ને વિરુધ્ધ એડલ્ટરી ની ફરિયાદ કરીશ..”દિલેરસિંહે કહ્યુ.

“પણ.. મારે મારા ઘરના સભ્યો ને કન્વીંસ કરવા પડે, મને થોડો સમય આપો તો સારુ.” કિશોરે કહ્યુ.

” મારા મિત્ર, તમે ઓછો સમય નથી લિધો. જો લગ્ન નથી કરવા તો પારકી બૈરી ને આમ ફેરવવી તે સારુ નથી,આજેજ તમારા માતાપિતા ને લઈ ને રંજન ના ઘરે આવો,અને બધુ પાકુ કરી નાખો.” દિલેરસિંહે કડકસ્વરે કહ્યુ.અને ફોન કાપી નાખ્યો.

” તો રંજન , તને તો કિશોર સાથે કોઇ પ્રોબ્લેમ નથી ને..?”દિલેરસિંહે પુછ્યુ.

” ના, પણ અરુણ માટે પણ કશુ વિચારજો.”રંજને કહ્યુ.અરુણ ને આમ રખડાવી ને જવા મા તેને પણ જરા અજુગતુ તો લાગતુજ હતુ.

” અરુણ ની ચિંતા છોડી દે.એ તારી જવાબ્દારી થી મૂક્ત થાય એ પછી એની કાળજી લેનારા અમે બધા ઘણા છીએ.”દિલેરસિંહ બોલ્યો.અને પોતાની બાઇક લઈ ને રવાના થયો..

અરુણ પોતાની કેબીન મા આરામ લઈ ને બહાર આવ્યો ત્યારે ઓફિસ્રૂમ મા તેની પ્રતિક્ષા કરતાલખધીર, સોનાલિ, દેવકુંવર,અને ઉપરાંત રંજન ના પિતા ભાર્ગવસાહેબ બેઠા હતા.

અરુણ હાથ ફંફોસતો પોતાના ટેબલ તરફ આગળ વધ્યો.તો તે કોઇ સાથે અથડાયો.

” કોણ છે અહીં..?’અરુણે પુછ્યુ.અને હાથ થી સ્પર્શી ને પોતાની ખુરશી શોધી ને તેની ઉપર બેઠો.

લખધીરે સોનાલિ ને સંકેત કર્યો.સોનાલિ એ અરુણ નો હાથ પકડ્યો.

” અરે  ..! કોણ સોનાલિ છે..?”અરુણે સ્પર્શ પારખતા પુછ્યુ.

સોનાલિએ તેની હથેલી મા “હા” લખ્યુ અને ભાર્ગવ સાહેબ આવ્યા હોવાનુ લખ્યુ.

” ઓહો  ભાર્ગવસાહેબ..!પધારો પધારો…”અરુણે ઉત્સાહ માં આવી ને નમસ્તે કરવા લાગ્યો.

“એ રંજન વિશે વાત કરવા આવ્યા છે.”સોનાલિએ લખ્યુ.

” રંજન વિષે..?કેમ એને શું પ્રોબ્લેમ છે..?”અરુણે પુછ્યુ.

“ભાર્ગવ સાહેબ રંજન ની વર્તણુક બદલ માફી માગી રહ્યા છે.” સોનાલિ એ લખ્યુ.

” અરે એમા મારી માફી શું માગવા ની સાહેબ..!રંજન નો કોઇ દોષ નથી, એની મરજી વિનાજ એ ણે મારી સાથે દેખાવ પુરતા લગ્ન કરવા પડ્યા છે, એ મારી ઉપેક્ષા કરતી હોય તો એ એનો અધિકાર છે.” અરુણે કહ્યુ.

” અરુણભાઈ…!તમે તો બહુજ ઉમદા વ્યક્તિ છો પણ મારી દિકરી ના દોષ બદલ મને શરમ આવે છે, એ હિરા ને ઓળખી શક્તી નથી.”ભાર્ગવસાહેબે કહ્યુ.

સોનાલિએ અરુણ ને હથેલી મા લખી ને તેમની લાગણી સમજાવી.

” એવુ ન કહો સાહેબ.કોઇ હિરો કે કિ પથ્થર નથી..બધુ સંજોગો નો ખેલ છે,અને પરસ્પર લેણદેણ થીજ બધુ બને છે , મેં રંજન ને મૂક્ત કરવા નો નિર્ણય લઈ લિધો છે, અને ડાઇવોર્સ ના પેપર્સ પણ તેને આપી દીધા છે. હું તેને બન્ધન મા રાખવા માગતો નથી.એને એના માર્ગે જવા દેવી જોઇએ એવુ મને ઘણા સમય થી લાગતુ હતુ.પણ ભાર્ગવ સાહેબ આમ થવાથી આપણા બન્ને નો સંબન્ધ તો એવો ને વોજ રહેશે..”અરુણે કહ્યુ.

ભાર્ગવે બે હાથે અરુણ ના બન્ને હાથ પકડી લીધા.

” અરુણભાઈ..!તમારો એક મિત્ર દિલેરસિંહ મને મળ્યો હતો.,”ભાર્ગવ બોલ્યા.

‘ ઓહ  એ વળી તમને ક્યાં મળી ગયો. એ તો ભારે કામ્ધન્ધા મા વ્યસ્ત રહેનારો માણસ છે.”અરુણે સોનાલિ દ્વારા સમજતા કહ્યુ.

“એણે મને બધુ કહ્યુ કે મારી રંજન કોઇ કિશોર નામ ના યુવક ના પ્રેમ મા છે, અને બન્ને લગ્ન કરવા માગે છે, “ભાર્ગવે કહ્ય.

“હા , દિલેર મને પણ કહેતો હતો કે રંજન ને મૂક્ત કરી દે તો એ ઇચ્છિત સ્થળે લગ્ન કરી ને ઠરીઠામ થઈ શકે.”અરુણે કહ્યુ.”એટલે તો મેં રંજન ને ડાય્વોર્સ આપવા નુ નક્કી કર્યુ છે.” અરુણે કહ્યુ.

” એ તમારી મહાન તા છે અરુણભાઈ..!”ભાર્ગવે કહ્યુ. જે સોનાલી એ અરુણ ને પહોંચાડ્યુ.

“તો મારી પણ તમને વિનંતિ છે કે તમેજ તમારા હાથે રંજન નુ કન્યાદાન કરો. અને તેને કિશોર સાથે વળાવી દો.” અરુણે કહ્યુ.

“દિલેરસિંહે આજેજ તમારા ફ્લેટ ઉપર મળવા નુ ગોઠવ્યુ છે,ડાય્વોર્સ તો બન્ને ની સમ્મતી થી તુરતજ મળી જશે, એ પછી લગ્ન ની તિથિ નક્કી કરવા બધા ભેગા થવા ના છે એવુ તેણે મને કહ્યુ.તો તમે પણ ઘરેજ હશો એવુ ઇચ્છુ છું.”ભાર્ગવે કહ્યુ.

” જુઓ સાહેબ, આમા મારી જરુર નથી,જરા વિચિત્ર પણ લાગે, કે મારીજ પત્ની ના પુનર્લગ્ન ની ચર્ચા મા હું સામેલ હોઉ…!લખધીર, અને બિજા મિત્રો હાજર રહેશે,જે નિર્ણય થાય એ મને મંજૂર છે.”અરુણે કહ્યુ.

” પણ મારી ઇચ્છા છે કે તમે પણ હાજર રહો.” ભાર્ગવે કહ્યુ.

” મને આંખે દેખાતુ નથી, અને કાને સંભળાતુ નથી,મને સોનાલિએ બધુ મારી હથેલિ મા લખી ને સમજાવવુ પડે છે, માટે મને ક્ષમા કરશો. મારી શુભેચ્છા રંજન તરફ હમ્મેશા રહેવાનીજ.!” અરુણ બોલ્યો.

એજ મોડી સાંજે અરુણ ના ફ્લેટ ઉપર ભાર્ગવ, રંજન, કિશોર, લખધીર, દેવકુવર, સોનાલિ.અને દિલેરસિંહ એકઠા થયા. અરુણ સંસ્થા ની ઓફિસેજ બેસી રહ્યો હતો. કારણ આ ચર્ચા મા પોતે હાજર રહે એ તેને યોગ્ય લાગતુ ન હતુ.

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ-41

અન્ધ આંખો નુ અજવાળુ.

41

કિશોર થી છુટી પડી ને નિરાશ વદને રંજન પોતાના કોલોની વાળા ફ્લેટ ઉપર આવી.

તેના મનમા હતાશા ફરી વળી હતી, પોતાનો બધોજ પ્લાન ખુલ્લ્લો પડી ગયો અને ઉદયશેઠ ની હાથ મા આવી રહેલી દોલત સરી ગઈ એનો તેને બહુજ આઘાત લાગ્યો હતો.દિલેરસિંહ તેને સહાય કરી રહ્યો હતો કે પોતાને ખુલ્લી પાડી રહ્યો હતો એ કોયડો ઉકેલવો બહુજ મુશ્કેલ હતુ.એકજ આશ્વાસન હતુ કે કિશોરે હજી તેને છોડી ન હતી, કિશોર ની આ ઉદાર વર્તણુક્ના કારણે તેના દુખી મન મા એક નવી આશા નો સંચાર થયો હતો.

બાકી પોતે તો ઉદયશેઠ ના કારણે કિશોર ને પણ છેહ આપવા તૈયાર થઈ હતી, એ તેને યાદ આવ્યુ. કિશોર જેવા સાચા પ્રેમી ને આમ હાંસિયા મા ધકેલી દેવા મા મોટી ભૂલ થતી હતી એ તેને હવે સમજાઈ રહ્યુ હતુ. તેમ છતા કિશોરે તેને છોડી ન હતી એ બદલ કિશોર નો આભાર તો માનવોજ જોઇએ.

તે પોતાના રૂમ મા પડી રહી, તેને ખાવા પિવાનુ પણ મન ન હતુ. તે એજ હાલત મા ક્યાં સુધી પડી રહી એ તેને ભાન ન રહ્યુ.

તે જ્યારે જાગી ત્યારે બહાર અન્ધારુ થવા આવ્યુ હતુ.કોલોની મા દિવાબત્તી થવા લાગ્યા હતા, તેણે ઉભા થઈ ને મુખ ઉપર પાણી છાંટ્યુ.

એજ પળે બહાર થોડી ચહલપહલ થતી સંભળાઈ, તેના બન્ધ બારણા ઉપર કોઇએ આવેશ પુર્વક હાથ ઠોકવા માંડ્યા.

“અત્યારે શું હશે..?” કહેતી રંજન બારણુ ઉઘાડવા ગઈ.

સામેજ લખધીર ઉભો હતો. તેની સાથે અરુણ ને પણ ઉભેલો જોઈ રંજન સ્તબ્ધ બની ગઈ.

લખધીરે અરુણ ને બે હાથો ના સહારે પકડી રાખ્યો હતો.

” રંજન  અરુણ મળ્યો છે     એને અન્દર લેવા મા મને મદદ કર..”લખધીરે કહ્યુ.

રંજને અરુણ ને બીજી બાજુ થી ટેકો કર્યો. બન્ને મળી ને તેને ઘરમા લઈ આવ્યા.

બહાર એકત્ર થયેલા લોકો પણ કુતુહલ પુર્વક પાછળ ઘરમા આવ્યા.

“લખધીર..! અરુણ ક્યાંથી મળ્યો.” કોઇએ પુછ્યુ.

રંજને દોડી ને પથારી સરખી કરી, લખધીરે બિજા લોકો ની સહાય થી અરુણ ને તેના ઉપર સુવરાવ્યો.તે હજી અશક્ત હોય એમ લાગતુ હતુ.તેના મુખ ઉપર કેટલાયે દિવસ ના દાઢી મુછ ચઢી ગયા હતા.તેના કપડા પણ કોઈ બિજાના હોય એવુ લાગતુ હતુ.

“અરુણ ક્યાં મળ્યા તમને..?”રંજને પણ પુછ્યુ.

” કાંઈ કહેવા જેવુ નથી.હું થોડો મોડો પડ્યો હોત તો આપણી તેને ગુમાવી બેઠા હોત.”લખધીરે રંજને આપેલુ પાણી પિતા કહ્યુ.

“કેમ કેમ..?” રંજન ઉપરાંત બધાજ બોલી ઉઠ્યા.

“હું તેની શોધ મા રોજ જુદી જુદી દિશામા ભટક્યા કરતો હતો.એ જ રીતે આજે પણ હું બધે નઝર નાખતો જઈ રહ્યો હતો ત્યારે મને રેલ્વે ટ્રેક ઉપર કોઈ ને લથડતા પગલે ચાલતો જોયો. હું ઓળખી ગયો કે આતો અરુણજ છે…. સામે થી ટ્રૈન આવીજ રહી હતી, એંજિંનડ્રાયવરે તેને પાટાવચ્ચે ચાલતો જોયો હશે એટલે તેણે વ્હિસલ ઉપર વ્હિસલ મારવા માંડી, પણ આ અરુણ ઉપર તેની કોઈ અસર ન હતી,પછી મેં જિવ ઉપર આવી ને દોટ લગાવી, એક જરા માટે હું વહેલો પહોંચ્યો અને અરુણ ને બથ મા લઈ ને પાટાની બાજુમાઅમે બન્ને ગબડી પડ્યા.”

“પણ અરુણે આવુ કેમ કર્યુ..?” લોકો એ પુછવા માંડ્યુ.

“એને હમણા તો આરામ કરવા દઈ એ, એ જરા સ્વસ્થ થાય એ પછી બધુ પુછીશુ. હમણા કોઈ કશુ પુછે એ ઠીક નહી થાય. ” લખધીરે બધા એકત્ર થયેલા લોકો સામે બે હાથ જોડ્યા.

” લોકો પણ સમજ્યા અને વિખરાયા.

લખધીરે પોતાના ઘરે ફોન કરી ને જણાવ્યુ કે અરુણ મળી આવ્યો છે, અને ચિંતા કરવા જેવુ નથી. તેણે બિજો ફોન પણ કર્યો.અને અરુણ મળવા ની વાત કરી દીધી. ત્રીજો ફોન તેણે ઇંસ્પેક્ટર ઝાલા ને  કરી દીધો.

“થોડીજ વાર મા લખધીર ની પત્ની દેવકુંવર, અને બહેન સોનાલિ આવી ગયા,

“રંજન તારુ સૌભાગ્ય અમર રહ્યુ એ જાણી ને મને કેટલો આનન્દ થઈ રહ્યો છે.” દેવકુંવરે રંજન ને ભેટતા કહ્યુ.

સોનાલિ વેધક નજરે રંજન સામે જોઈ રહી,

“પણ આ બધુકઈ રીતે બન્યુ એ તો વાત કરો..?”રંજને લખધીર ને કહ્યુ.

“મને વધુ કશી ખબર નથી, હું એટલુ સમજ્યો છું કે અરુણ જિવન થી ત્રાસી ને આપઘાત કરવા જઈ રહ્યો હતો…”લખધીરે કહ્યુ

“ઓ બાપરે…!પણ એવુ એમને શું દુખ આવી પડ્યુ..?”સોનાલી એ આંખમ્મા આંસૂ સાથે પુછ્યુ,”

“આમ તો એ હિમ્મત પુર્વક બધુ સંભાળવા લાગ્યા હતા, અરે આગ મા બધુ બળી ગયુ તોયે એ હિમ્મત હાર્યા ન હતા તો એકાએક આપઘાત કરવા નુ શું કારણ હશે..?’રંજને કહ્યુ.

” એ તો એજ કહી શકે, હું તો ભગવાન નો આભાર માનુ છું કે હું ખરે વખતેજ તેની પાસે પહોંચી ગયો.નહીતર શુ થઈ ગયુ હોત.” લખધીરે કહ્યુ.

“હવે તુ અને સોનાલિ અહીં રંજન પાસે જ રહી જાઓ, હું બિજાઓ ને ખબર આપુ છુ. દિલેરસિંહ પણ બહુજ ચિંતા કરતો હતો, એને અને બિજાઓ જે આને શોધવા મા લાગ્યા છે એ બધા ને ખબર આપી ને હું પાછો આવુ છું.”કહી લખધીર ઉભો થયો. સુતેલા અરુણ તરફ એક દ્રષ્ટી કરી ને તે બહાર નિકળ્યો.

બહાર બધા તેને ફરી પાછા ઘેરી વળ્યા અને અરુણવિષે પુછવા લાગ્યા. બધા ને ટુંક મા વાત સમજાવી ને લખધીર પોતાની બાઇક લઈ ને કોલોની ની બહાર  આવ્યો.

અરુણ બેભાન જેવો હતો. તેની સ્થિતિ એવી દેખાતી હતી કે હમણા તેને કશુ પુછી ન શકાય.

અરુણ ની ખબર કાઢવા અને કુતુહલ સંતોષવા પડોશ ની સ્ત્રીઓ પણ આવી ગઈ, રંજન ને સમજાયુ નહી કે કેવી રીતે સાચો લાગે એવો પ્રતિભાવ આપવો.પણ તેના મુખ ઉપર દેખાતી મુંઝવણ નો અર્થ મળવા આવનારાઓ એ એવો કર્યો કે તે આનન્દ અને શોક ના મિશ્રભાવ વચ્ચે અવાચક થઈ ગઈ છે.

ધીમે ધીમે બધાએ વિદાય લિધી. દેવકુંવર અને સોનાલિ એ પણ રંજન ને એકલી મુકવા વિદાય લિધી.એ પછી રંજન ને જરા કળ વળી,

તેણે અરુણ સામે જોયુ, એ હજી નિશ્ચેષ્ટ પડ્યો હતો.

“રંજને તેની પાસે જઈ ને તેને ઢંઢોળ્યો.તેને બોલાવી જોયો,પણ અરુણ ભાન મા હોય એમ લાગતુ ન હતુ.

તેણે પોતાનો સેલ્ફોન ઉપાડ્યો.અને કિશોર ને ફોન જોડ્યો.

“બોલ રંજન, હમણા તો આપણે છુટા પડ્યા, હવે શું કામ આવી પડ્યુ..?”કિશોરે પુછ્યુ.

” એક ખબર આપવા ની છે…!”રંજને કહ્યુ.

“કેવી ખબર..?ખુશ્ખબર કે બુરી ખબર..?”કિશોરે પુછ્યુ.

“એ તુંજ નક્કી કર. મને તો સમજાતુ નથી .સારુ થયુ કે ખરાબ.”

“એવુ શું થયુ છે..?”

“અરુણ મળ્યો છે..!”

“ઓહ     ! શું વાત કરે છે..?એ ક્યા ગયો હતો..?”

“એજ સમજાતુ નથિ, ”

” કાંઈ કહેતો નથી..?”

” કહેવા ની સ્થિતિ માજ નથી, હું ઘરે  આવી એજ વખતે તેનો મિત્ર લખધીર તેને ઉંચકી ને આવ્યો એણે કહ્યુ કે તે રેલ્વેટ્રક ઉપર આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો., એણે તેને બચાવી લિધો.અને ઘરે લઈ આવ્યો.”

“ડોક્ટર ને બોલાવ્યા..?”

” લખધીરે એક બે ફોન તો કર્યા છે,કદાચ ડોક્ટર ને પણ બોલાવ્યા હોય. પણ તું અહીં આવી જાને પ્લિઝ…!”

” કેમ..? મારુ શું કામ છે..?”

” એની ખબર કાઢવા આવીશ તો બધા ને સારુ પણ લાગશે અને મને જરા ટેકો રહેશે.”રંજને કહ્યુ.

” ઓકે હું આવી જાઉં છું.”કિશોરે કહ્યુ.

રંજને ફોન મુક્યો ત્યાં બારણે ટકોરા પડ્યા,રંજને બારણુખોલ્યુ, લખધીર ડોક્ટર ને લઈ ને આવ્યો હતો.

ડોક્ટરે અરુણ ને તપાસવા માંડ્યો.રંજન અને લખધીર ઉત્સુક પણે જોઈ રહ્યા.

“આમ તો બહુ ચિંતા કરવા જેવુ નથી લાગતુ. થોડો માનસિક આઘાત જેવુ લાગે છે, હું દવા લખી આપુ છું એ આપશો.હું કાલે ફરી વખત આવીશ.” કહી ડોક્ટરે વિદાય લિધી.

“લખધીર તુરતજ ડોકટેરે લખી આપેલી દવા લેવા ગયો. થોડી વાર માંજ કિશોર આવી ગયો.તેણે અરુણ ની પાસે જઈ તેને હલાવી જોયો.

” ડોક્ટર હમણાજ આવી ને ગયા, બહુ ચિંતા કરવા જેવુ નથી એમ કહી ને ગયા.” રંજને કહ્યુ.અને તેણે સ્મિત કરી ને કિશોર સામે આંખ મિચકારી.

.”અરુણ ક્યાં ગયો હતો એ હજી કોઈ ને ખબર નથી એમ..?”

” હા, એ જરા ભાન મા આવે તો પુછી શકાય. એના કપડા કોણ નાખી ગયુ.,એ રેલ્વે ટ્રેક ઉપર કેમ ગયો. એ બધુ બહુ ભેદભરમ વાળુ લાગે છે.”રંજને કહ્યુ.

“પોલિસ કેમ નથી આવી..?”કિશોરે શંકા વ્યક્ત કરી.

” એ ખબર નથી.કદાચ લખધીરે પોલિસ ને જાણ કરી દીધી હશે.પણ હવે આપણે શું કરીશુ..?”રંજને કહ્યુ.

” કેમ આપણે શું કરવા નુ છે..?”

“હું તો એવુમાનતી હતી કે અરુણ હવે પાછો નહી આવે અને આપણે સહેલાઈ થી લગ્ન થી જોડાઈ શકિશુ.પણ હવે અરુણ પાછો આવ્યો તો આપણા લગ્ન પણ લંબાઈ જશે ને..?”રંજને કહ્યુ.

” અરુણ નો મિત્ર આપણ ને મદદ કરશે.દિલેરસિંહ ને ભૂલી ગઈ..?”

” એ પણ એક ભેદભરમ જેવોજ મને તો લાગે છે, એણે આપણ ને લગ્ન કરવા નુ સુચન તો કર્યુ છે પણ એ આપણ ને મદદરુપ થાય એવુ ધારી ને બેસી ન રહેવાય. ગમે તેમ તોયે એ અરુણ નો મિત્ર છે, એ એનુ ભલુ ઇચ્છે કે આપણુ..?”રંજને કહ્યુ.

“એ અરુણ નોજ મિત્ર છે એ સાચુ પણ એ સમજે છે કે આ લગ્ન થી તું પણ સુખી નથી કે અરુણ પણ સુખી નથી, એટલે તો એણેજ સામે થી આપણ ને લગ્ન કરી લેવા સમજાવ્યા હતા.એ તો થઈ પડશે, હમણા ચિંતા કરવા ની જરુર નથી.”કિશોરે કહ્યુ.

લખધીર દવા લઈ ને આવ્યો. અને રંજન ના હાથ મા ટેબ્લેટ્સ ની સ્ક્રિપ્સ મુકી.

“આ બે ગોળી હમણાજ એને આપી દે..”

રંજન પાણી લઈ આવી, અને અરુણ ની પાસે બેસી ને તેનુ મોં ખોલવા પ્રયત્ન કરવા લાગી.

લખધીર પણ તેની નજિક ગયો.

“અરુણ..!મોં ખોલ ,,    દવા લઈ લે..” તેણે અરુણ ના કાન મા મોં રાખી ને કહ્યુ.

“અરુણે આંખો સહેજ ખોલી, અને તેની આંખ ની કિકિ ચકળવકળ ફરવા લાગી,

“અરુણ…!અરુણ…!આ દવા લઈ લે….!” લખધીરે ફરીથી કહ્યુ.

” મને અહીં કોણ લાવ્યુ..?”અરુણે નિર્બળ સ્વરે પુછ્યુ.

“હું લઈ આવ્યો તને, આ તારુજ ઘર છે…”લખધીરે કહ્યુ.

અરુણે સાંભળ્યુ ન હોય એ રીતે ફરીથી એજ પ્રશ્ન કર્યો.

“મને કોણ લાવ્યુ..?”

‘”હું લાવ્યો..” લખધીરે ફરીથી કહ્યુ.

” જવાબ તો આપો.. મને કોણ અહીં લાવ્યુ..”અરુણે ફરીથી એજ સવાલ કર્યો.

લખધીરે રંજન અને કિશોર સામે જોયુ.

” અરુણ…! કેમ સાંભળતો નથી..?”લખધીરે મોટા અવાજે કહ્યુ.

” અરુણે કોઇ પ્રતિભાવ ન આપ્યો.

” અહીં કોણ કોણ છે..?મને ક્યાં લઈ આવ્યા છો..?મારા મિત્ર લખધીર ને ખબર આપો…” અરુણ બોલ્યો.

” અરુણ… અરુણ…..! કેમ આમ કરે છે..?હું તારી સામેજ છું, આ તારુ ઘર છે…..” લખધીરે ચિંતિત સ્વરે કહ્યુ.

” લખધીર ને ખબર આપો….    મને ઘરે લઈ જાઓ….”અરુણે ફરીથી કહ્યુ.

લખધીર રંજન સામે જોવા લાગ્યો.

” મને લાગે છે કે અરુણ સાંભળવા ની શક્તિ પણ ગુમાવી બેઠો છે કે શું..?”તેણે સાશંક સ્વરે કહ્યુ,

” ના હોય….!” રંજને મુખ ઉપર ગભરાટ દર્શાવતા કહ્યુ.

” એવુજ લાગે છે…!અરુણ કોઈ વાત ને રિસ્પોંસ નથી આપતા….! કિશોરે પણ કહ્યુ.

” અરુણ…!અરુણ….! લખધીરે અરુણ ને હલબલાવતા મોટા અવાજે તેના કાન મા કહ્યુ.

” કોણ છે…? મારુ સાંભળતા કેમ નથી..?મારા મિત્ર લખધીર ને ખબર આપો…….” અરુણે અકળાઈ ને કહ્યુ.

લખધીરે રંજન સામે જોયુ.

” એક નવી આફત….!અરુણ ના કાન પણ ગયા….!” તેણ કહ્યુ.

” ઓહો….!આંખ તો ગયેલિજ  હતી હવે કાન પણ ગયા.હવે કેમ સાંભાળાશે….?’રંજને કહ્યુ.

” ઇશ્વર કરે તે ખરુ.”લ્ખધીરે કહ્યુ.

ત્રણે જણા એક બિજા ની સામે જોઇ રહ્યા.

અન્ધ અરુણ હવે બધિર પણ થઈ ને આવ્યો હતો…!

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ40

અન્ધ આંખો નુ અજવાળુ.

40

હોટલ ના મેનેજરપદે થી દૂર કરાયેલો કિશોર ખુબજ હતાશ થઈ ગયો હતો.તેણે મિત્ર જેવા માલિક નો વિશ્વાસ પણ ગુમાવ્યો હતો, અને આજિવિકા નુ સબળ સાધન પણ ગુમાવ્યુ હતુ.રંજન પણ ખુબજ નિરાશ હતી,હાથ મા આવેલોદલ્લો આમ એકાએક હાથ માંથી સરી જશે એવુ તેણે કદી ધાર્યુ ન હતુ. પણ કોણ જાણે આ દિલેરસિંહ ક્યાંથી ફુટી નીકળ્યો હતો , જે પોતાનુ રક્ષણ કરી રહ્યો હતો કે નૂકશાન કરી રહ્યો હતો એ જ સમજાતુ ન હતુ.

જો કે આ કિસ્સા મા તો તેણે નૂકશાન જ પહોંચાડ્યુ હતુ. જો તેણે એકાએક આવી ને બધુ ખુલ્લુ ન પાડ્યુ હોત તો વધુ નહી તો ઉદય નો એપાર્ટમેંટ તો તેને મળી ગયો હોત.

બન્ને ચુપચાપ બહાર આવ્યા. બન્ને ના પગ જાણી ભાંગી ગયા હતા.

હોટલ ની નજિક ની ફુટપાથ પાસે એક વ્રુક્ષ ની નિચે મુકાયેલા સાર્વજનિક બાંકડા ઉપર બન્ને બેસી ગયા.

” હવે શું કરીશુ કિશોર..?”રંજને પુછ્યુ.

“હવે મને પુછવા નો શો અર્થ છે રંજન..? તારી યોજના તેં મને વિશ્વાસ મા લિધા વીના અમલ મા મુકી હતી, બાકી મને તો આ ગમતુજ ન હતુ.”કિશોરે કહ્યુ.

” મારી યોજના પરફેક્ટ હતી કિશોર.., જો આ દિલેરસિંહ વચ્ચે ન આવ્યો હોત તો બધુજ બરાબર હતુ.”રંજને કહ્યુ.

” તને બરાબર લાગતુ હશે, મારે તો તનેજ ગુમાવવાની હતી.મારા માટે કોઈ આશાષ્પદ ભવિષ્ય ન હતુ.પણ આ દિલેર સિંહ ને તું ઓળખે છે..?”કિશોરે પુછ્યુ.

” મને એક વાર મુંબઈ જતી ટ્રૈન મા મળી ગયો હતો. એ પછી મુંબાઈ મા મને સહાય પણ કરી હતી, એ મારા વિષે ઘણુ જાણતો હોય એવુ મને લાગે છે.એ  એકાદ વાર મારો અને ઉદય નો પિછો પણ કરતો હતો.” રંજને કહ્યુ.

” તો મને લાગે છે કે એને કોઇએ તારી પાછળ ઇરાદાપુર્વક મુક્યો છે. કારણ ઇંસ્પેક્ટર પણ તેની તરફેણ કરતો લાગતો હતો.”કિશોરે કહ્યુ.

“એને મારી પાછળ ગોઠવ્નાર કોણ હોઈ શકે..?અરુણ હશે..?”રંજને વિચાર કરતા કહ્યુ.

” કદાચ હોય પણ ખરો. જો કે એ જાતેજ દિવસો થી ગૂમ થયેલો છે, અને એક અન્ધ લાચાર માણસ તારી પાછળ શા માટે કોઈ ને મુકે..?”

” મારી ગતિવિધિ જાણવા માટે એ કોઈ ને મુકી શકે છે.”

” મને નથી લાગતુ એને એવો કોઇ રસ તારા મા હોય..!તને ખબર નથી પણ આ દિલેરસિંહ મને પણ એક બે વાર એકલો મળ્યો છે.”કિશોરે કહ્યુ.

” ના હોય…?તને શા માટે મળ્યો..?”

” એ તારુ દુખ સમજતો હતો. એક અન્ધ માણસ પાછળ તારુ જિવન વેડફાય એ  એને ગમતુ ન હોય એવુ લાગતુ હતુ.”

” નવાઈ કહેવાય. તને શા ઉપર થી એવુ લાગ્યુ કે એને મારી ચિંતા છે..?”રંજને પુછ્યુ.

” એણે મને કહ્યુ હતુ કે અરુણ અને રંજન ને એક્બિજા તરફ કોઈ લાગણી કે પ્રેમ જેવુ નથી, અરુણ માત્ર એક ફરજ તરીકે તને પરણ્યો છે, અને તું ગુન્ડાઓ થી બચવા એને પરણી છે. ”

” હા, એ તો છેજ પણ એમા એને શું લેવા દેવા..?’

” એ તો મને સમજાયુ નહી, પણ એ કહેતો હતો કે રંજન ને અરુણ થી છુટી કરવી જોઇએ અને આપણે બન્ને એ લગ્ન કરી ને સુખી થવુ જોઇએ.”કિશોરે કહ્યુ.

રંજન આશ્ચર્ય પામી.

” એને એમા શું રસ હશે..?”

” ખાસ તો એ અરુણ ને તારાથી મૂક્ત કરાવવા માગતો હોય એમ લાગ્યુ. ઉપરાંત આપણા પ્રેમસંબન્ધ વિષે પણ એ જાણતો હતો.”

” એને મારી એટલીજ ચિંતા હતી તો આવુ શા માટે કર્યુ..?”રંજને કહ્યુ.

“તારી યોજના કપટભરી હતી, એ એમા તો સાથ નજ આપે ને…!બાકી તારી સાથે લગ્ન કરવા ની વાત તો મને પણ ગમી હતી.”

“આપણે તો લગ્ન ગમેત્યારે કરી શકયા હોત, એ પહેલા ઉદય ની દોલત મેળવી લેવા નુ મને યોગ્ય લાગ્યુ , પણ મારા હિત નુ રક્ષણ કરવા નો દાવો કરનાર એ દિલેર કેમ મારી યોજના ને ધુળ મા મેળવવા તૈયાર થયો એ સમજવુ મુશ્કેલ છે.”રંજને કહ્યુ.

“બિજુ તો ઠીક, તું ઉદય ની ન થઈ એ મારા માટે તો સારુજ થયુ છે, પણ હવે હું શું કરીશ એ સવાલ છે.”કિશોરે કહ્યુ.

” કેમ..?”

” તારી યોજના મા મારી તો નોકરી ગઈ, અને મિત્ર જેવા ઉદયશેઠ ની પણ ખફામરજી થઈ, હવે મને કોણ નોકરી એ રાખશે…!”

” હું પણ એજ ચિંતા મા છું.મારે ફરીથી અરુણ ની પત્ની બની ને તેના ઘરમા રહેવુ પડશે.”રંજને કહ્યુ.

એટલા મા હોટલ ના    મુખ્ય ગેટ માંથી દિલેરસિંહ ને બાઇક ઉપર આવતો દેખાયો. આ બન્ને પ્રેમી યુગલ ને નિરાશ વદને બેઠેલા જોઈ ને તે તેમની પાસે આવ્યો. અને બાઇક નુ એંજીન બન્ધ કરી ને ઉભો રહ્યો.

“તો તમે હજી અહીં બેઠા છો..?”તેણે પુછ્યુ.

” તો ક્યાં જઈએ..?અમારા માટે તો પગ મુકવા ની જગ્યા પણ ન રહી. તમે આવુ શા માટે કર્યુ દિલેરસિંહ..?”કિશોરે જરા કટુતા થી કહ્યુ.

” હું રંજન નો હિતરક્ષક છું, તેને પતન ની ગર્તા મા પડતા બચાવવી એ મારી ફરજ હતી.”દિલેર બોલ્યો.

” હિતરક્ષક..?માય ફૂટ…!તમે તો મારુ જિવન પાયમાલ કરી નાખ્યુ.કોણ જાણે શા માટે તમે મારી પાછળ પડ્યા છો..?”રંજને તિરસ્કાર થી કહ્યુ.

“તું ખોટા માર્ગે હતી રંજન..!આ દગો જો પકડાઈ ગયો હોત તો તને દશવર્ષ ની જેલ ની સજા થઈ હોત,મે તને એટલેજ આમા થી બચાવી છે.તને અત્યારે એમ લાગશે કે મેં તને નૂકશાન કર્યુ છે, પણ હકિકત મા તો મેં તને દગાખોરી નો ગુન્હો કરતા બચાવી છે.”

” પણ હવે અમારુ શું થશે..?અમારે ક્યાં જવુ..?”

” તું હજી તારા પિતા ના ઘરે જઈ શકે છે.”દિલેરસિંહે કહ્યુ.

” એ શક્ય નથી.”

“તો એકજ માર્ગ રહે છે, ગેરમાર્ગે પૈસો મેળવવા ના બદલે અરુણ જેવા યુવાન સાથે ના લગ્ન ને નિભાવી લે, સુખદ દામ્પત્ય પાસે ધનદોલત ની શી વિસાત છે..?”દિલેરસિંહે કહ્યુ

“શી વાત કરો છો..? એક આન્ધળા સાથે દામ્પત્ય..?” રંજન મુખ વંકાવી ને બોલી.

“આન્ધળા સાથે ન ફાવે તો તને ગમતો હોય એવા બિજા યોગ્ય યુવાન સાથે લગ્ન કરી લે.આ બધા ઉધામા છોડી દે, એમ પૈસાવાળા ન થવાય, સમજી..?'”

“મને સમજાતુ નથી કે તમે મારા મા આટલો રસ શા માટે લઈ રહ્યા છો..?તમે કોણ છો..?તમને મારા પિતા એ તો મારી પાછળ નથી મુક્યા ને..?”રંજનેપુછ્યુ.

“એ જાણી ને તારે શું કામ છે,હું અરુણ નો મિત્ર છું, અને અરુણ ની પત્ની કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ન જાય એ માટે હું આ બધુ કરી રહ્યો છું., અને જ્યાં સુધી તું અરુણ ની ભલે માત્ર નામની  પણ પત્ની રહેશે ત્યાં સુધી હું તને આમજ બચાવતો રહીશ.તું અરુણ ને છોડી ને અન્ય યોગ્ય જગ્યા એ પરણી ને સુખી થઈશ તો હું તારો પિછો છોડી દઈશ.”

” મને અરુણ મા કોઈ રસ નથી, મેં તો ક્યાર નુ કહ્યુ હતુ કે મને મારા માર્ગે જવાદો, પણ એજ મને છોડતો નથી.”રંજને કહ્યુ.

” એણે તને તારા માર્ગે જવા દીધી હોત તો અત્યાર સુધી મા તારુ શું થયુ ન્હોત એ તને હજી સમજાયુ નથી..?દલપતે તને ક્યાંયે વેચી દીધી હોત, એ તો અરુણ હતો જેણે તને રક્ષણ આપ્યુ, અને દલપત જેવા ગુંડાઓ થી તને રક્ષણ આપાવ્યુ.”

” તો હવે તમે મારુ શું કરવા માગો છો..?”રંજને પુછ્યુ.

” મારુ માને તો આ કિશોર સાથે લગ્ન કરી ને ઠરીઠામ થઈ જા.એ તને કેટલો પ્રેમ કરે છે એ તું નથી જાણતી..?”દિલેરસિંહે કહ્યુ.

“એ તો હું જાણુ છું,પણ અરુણ નુ શું..?”

” એને હું સમજાવી દઈશ. એ તને પરાણે ઝકડી રાખે  એવો નથી, એણે તો માત્ર તારી સલામતી ખાતરજ તારી સાથે દેખાવ પુરતા લગ્ન કર્યા છે, એ તને મૂક્ત કરી દેશે.”

” અને હું હજી પણ તનેજ ચાહુ છું રંજન…!આ બધા મિથ્યા સપનાઓ ને છોડ, અને મારો સ્વિકાર કરી લે.”કિશોર બોલ્યો.

“કિશોર ને પારખ્યો છે,એ સાચો પ્રેમી છે, રંજન , તું એને અપનાવી લે એમાજ તારુ હિત સમાયેલુ છે.”દિલેરસિંહે કહ્યુ.

” પણ અમે આજિવિકા  વીના જિવિશુ કઈ રીતે..?”રંજન બોલી. હવે તેને પણ વાસતવિકતા સમજાતી જતી હતી.

” એની ચિંતા ન કરીશ. કિશોર ને તેની ઉદયશેઠવાળી નોકરી પાછી અપાવવાની હું જવાબ્દારી લઉ છું.”દિલેરસિંહે કહ્યુ.

” ના, એ હવે શક્ય નથી , એક વાર વિશ્વાસ નો ભંગ થયો પછી ઉદયશેઠ મને રાખે એ શક્ય નથી, કદાચ કોઈ દબાણ હેઠળ એ મને પાછો રાખે તોયે હવે પહેલા જેવી મજા ન રહે.” કિશોર બોલ્યો.

” તમે ચિંતા ન કરો અરુણ ની સંસ્થા મા તમને બન્ને ને હું રખાવી દઈશ. એટલે તમારી આજિવિકા નો પ્રશ્ન નહી રહે. માત્ર મોટા સ્વપ્ના હવે છોડવા પડશે.” દિલેરસિંહે કહ્યુ.

“બન્ને એ એક્બિજા ની સામે જોયુ.કિશોરે રંજન નો હાથ પકડ્યો.

” રંજન…!હું તને પ્રપોઝ કરુ છું , વિલ યુ મેર્રીમી..?”

“રંજન ની આંખમા ઝળઝળિયા આવી ગયા.તે ભાવાવેશ માં કિશોર ને ભેટી,

” કિશોર…!તું હજી મને ચાહે છે..?તારી આ મહાનતા હું ક્યારેય નહી ભૂલુ.મને માફ કરી દે, હું માર્ગ ભૂલી હતી.પૈસા કરતા સાચો પ્રેમજ મહત્વ નો છે એ હું હવે સમજી છું.”

દિલેરસિંહે  સ્મિત કરી નેબન્ને ની પિઠ ઉપર હાથ થાબડ્યા.

” શિવાસ્તે પંથાન….”તે બોલ્યો અને બાઇક ની કિક મારી.

બન્ને તેને જતો જોઇ રહ્યા,

આ કોઈ મદદગાર હતો કે શત્રુ..?હિતેષ્વિ હતો કે હિતશત્રુ..?એ નૂકશાન કરવા માગે છે કે નવજિવન આપવા માગે છે..?

” કોણ છે આ દિલેરસિંહ…?” બન્ને ના મસ્તક મા આ જ સવાલ નિરુત્તરપણે ઉઠી રહ્યો હતો.

Leave a comment

Filed under Uncategorized