પ્રભાવ નો પરાભવ

4-વેર વિસરાયુ નથી.
વહેલી પ્રભાતે જ દેવકે પ્રવાસ શરુ કરી દીધો.મંત્રીપદ મળ્યા પછી પણ પ્રવાસ માં અંગરક્ષકો કે બીજો રસાલો સાથે રાખવાની આદત દેવકે પાડી ન હતી,આવા પ્રવાસો એકલાજ કરવા નુતેને વધુ ફાવતુહતુ.

કપિલવસ્તુ જતા પહેલા માર્ગમાંજ આવતા શ્રાવસ્તિ રોકાઈ ને બંધુલ ને મળવા નો તેનો વિચાર હતો,બંધુલ ને તેના જાતિભાઇઓ -મલ્લો સાથેઅવશ્ય અથડાવી મરાશે એવો તેને વિશ્વાસ હતો.એમાં બંધુલ ની પ્રતિજ્ઞા પુરી થતી હતી અનેઅને મગધ નુ કામ થતુ હતુ.

તેના વેગવાન અશ્વે તેને બપોર સુધીમાં શ્રાવસ્તિ પહોંચાડી દીધો.
દેવક ના આગમનની જાણ થતાજ બન્ધુલના આવાસ માં ઉત્સાહ ની હલચલ મચી ગઈ.
બંધુલ જાતે તેને દ્વાર સુધી લેવા આવ્યો, અને ઉષ્માભેર તેને ભેટી પડ્યો

‘ બહુ દિવસે મિત્ર નુ સ્મરણ થયુ , દેવક..!’તેને ઘરમાં દોરી જતા બંધુલે કહ્યુ.
” હવે રહેવા દો ને ભદ્ર..!તમે તો આ પાંચ વર્ષમાં કદી ખબર પણ ન કાઢીને કે આ દેવક જીવે છે કે મરી ગયો…, છેવટે મારે આવવુ પડ્યુ.” દેવકે સામો ઉપાલમ્ભ આપતા કહ્યુ.

‘ તું ન આવ્યો હોત તો મારે એતરફ આવવાનુજ હતુ.’ બંધુલે કહ્યુ. બન્ને મિત્રો મુખ્ય આગારની બેઠકો પર બેઠા.

‘ મને રુડુ ન મનાવશોહોંકે..!’ દેવકે કહ્યુ.
‘ અરેભાઇ હું સાચુ કહું છું, હું એ તરફ આવવાનુજ વિચારી રહ્યો હતો,’
” કેમ..? કાંઈ ખાસ કામ હતુ..?મને ન કહેવાય..?”
” બધુ નિરાંતે કહું છું, હમણા જરા સ્નાન ભોજન કર, જરા વિશ્રામ લે, તને પ્રવાસ નો થાક પણ નથી લાગતો..?”
‘ થાક તો તમને મોટા માણસો ને લાગે, અમને એવો વૈભવ ન પોષાય..!’ દેવકે મસ્તક પરથી ઉઃસ્ણિષ ઉતારી કપાળ પરથી પ્રસ્વેદ લુછ્યો.
” તું કેટલો નાનો માણસ છે એ હું ક્યાં નથી જાણતો..! ‘ બંધુલે તેની પીઠ પર ધબ્બો મારતા કહ્યુ. ‘ ચાલ હવેજરા સ્નાન કરીલે પછી નિરાંતે વાતો કરીયે.’
‘ હા, સ્નાન તો કરવુજ પડશે.., શું બાકી સૂરજદેવતા તપે છે..આખા માર્ગે જાણે જ્વાળા સળગતી હોય એવુ લાગી રહ્યુ છે,’ દેવકે કહ્યુ અને ઉત્તરિય ખીંટી પર લટકાવ્યુ.પરિચારક ના માર્ગદર્શન હેઠળ તે સ્નાન કરવા ગયો.સ્નાન ભોજન થી નિવ્રુત થઈ ને બન્ને મિત્રો એક ગવાક્ષ માં વાતો કરવા બેઠા.

” શું કરેછે મહારાજ,,,?અમારા જેવા ને તો યાદ પણ ક્યાંથી કરતા હોય..!” દેવકે કહ્યુ.
” અરે એમ કાંઈ હોય..?તને તો કેમ ભૂલે..?પણ અત્યારે તોમહારાજ ભવિષ્યની ચિંતામાં પડ્યા છે.”જરા હસી ને બંધુલે કહ્યુ.
‘ કેમ અત્યારથી.ભવિષ્ય ની ચિંતા..?”
“કહે છે કે મારા પછી કોણ આ કોશલદેશ ને સંભાળશે..?”
” કેમ છે ને યુવરાજ જેતકુમાર…!”

” છે પણ નહી જેવા.’

” કેમ એમ કહો છો..?”
‘ જેતકુમાર અત્યારથીજ સંસાર ને અસાર માનવા લાગ્યા છે, ‘
‘ ત્યારેતો જાણે બીજા શ્રમણ ગૌતમ…!’
” એજ ચિંતા છે ને..!બાકી રહ્યો કુમાર વિડ્ડુભ..!”
” એ કોણ..? કોનો કુમાર..?”
“દાસીરાણી વાસભખત્તિયા નો પુત્ર, જે દાસીપુત્રી ને તુંજ અવંતિ થી છોડાવી લાવ્યો હતો તે..”(જુઓ. “પ્રભાવની પ્રાપ્તિ )
હા હા…., તેને પુત્ર છે..?શું નામ કહ્યુ..? વિડ્ડુભ..?”
” હા, મહારાજ નથી ઇચ્છતા કે દાસીપુત્ર કોશલ નો સ્વામિ બને.!”
‘ ત્યારે તો શું થશે..?”
” થશે એતો જે થવાનુ હશે તે,હજી તો ભવિષ્ય ની વાત છે ને..!’
” હા, એ સાચુ, થઈ પડશે એતો ભવિષ્યમાં..!” દેવકે ટાપશી પુરાવતા કહ્યુ.
આ વિડ્ડુભના કિસ્સામાં તેને કોશલમાં આંતરવિગ્રહના બીજ રોપાતા લાગ્યા. વિડ્ડુભ ને જોવાનુ તેને મન થયુ.જો છોકરો પાણીદાર હોય તો એને અત્યારથીજ હાથમાં લેવો જોઈએ.

‘ તારી વાત કર, તું આમ કઈ બાજુ જવા નીકળ્યો છે..? મગધના મંત્રીઓ કામ વગર ફરે નહી..!”બંધુલે પુછ્યુ.
‘ તે હશે, પણ હું તો સાચેજ ફરવાજ નીકળ્યો છું,ભદ્ર,,,આ તમને મલ્યો મહારાજ ને મળીશ, પછી વળી ફરતા ફરતા જઈશ પાછો રાજગ્રુહ..!”મનોમન તે વિચારી રહ્યો હતો કે મલ્લો પર આક્રમણ કરવાની વાત કઈ રીતે ઉચ્ચારવી..!
” મહારાજ ને મળવા તો જઈશુ સાયંકાળે.”
” હા, એ સમયેજ નિરાંતે બેસી શકાય, ..! બાકી ભદ્ર..!આ તમે ઠીક કર્યુ હો…!”દેવકે હળવે થી વાત ની દિશા પકડવા માંડી.
” શાની વાત કરે છે તું.?”
” આ તમે માંડી વાળ્યુ ને..! મલ્લો વાળુ.., એ સારુ કર્યુ.’
બંધુલ આશ્ચર્ય પામ્યો.
” મલ્લો નુ માંડી વાળ્યુ..?એટલે શું..? શું છે વળી મલ્લો નુ..?”

” હશે હવે ભદ્ર.., આખરે ગમેતેવા તોયે એ તમારા ભાઇઓ થયા, એમના પર નો રોષ તમે વિસારે પાડ્યો એજ તમારી મોટાઈ છે, તેમને જતા કર્યા એ તમે ઠીકજ કર્યુ.'” દેવક સહજપણે બોલતો હોય એમ બોલ્યો.
‘ અરે શાની વાત કરેછે તું..?એ ભાઇઓ માં મારે શું પુળો મુકવો છે..?’ બંધુલ ચિડાઈ ને બોલ્યો.
‘ ત્યારે આ વાત ખોટી..?’ દેવકે શાંતિ થી પુછ્યુ.
‘ પણ કઈ વાત..? તું કાંઈ સમજાય એવુ બોલે ત્યારે ને..!’
” આ તમે મલ્લો ઉપર આક્રમણ કરવાનુ માંડી વાળ્યુ તેની વાત કરુ છું”દેવકે એવાજ ભોળા ભાવે કહ્યુ.
‘ અરે વાત મુકને એ ધુતારાઓ ની..!” તિરસ્કારથી બંધુલ બોલ્યો.
દેવક સમજી ગયો કેમલ્લો સામે નો બંધુલ નો વૈરાગ્નિ હજી એવો ને એવોજ પ્રજ્વલિત છે.હવે વાત ને ધારેલી દિશામાં વાળવા તેણે કમર કસી.
‘ હા હા , જવાદો ને એમની વાતજ..!મને તો બહુ ગમ્યુ તમે માંડીવાળ્યુ એ..!’ ઠંડા પેટે દેવક બોલ્યો.

બંધુલ ઉત્તેજિત થયો.
‘ પણ તને કોણે કહ્યુ કે મેં માંડી વાળ્યુ તે..?”

” કેમ..? હું માર્ગમાં મલ્લ ગણનાયક ને મળી ને આવ્યો ને..!”

” શું કહેતો હતો મલ્લ ગણપતિ..?”
” એમણેજ મને કહ્યુ ને કે તમે વેર સમેટી લીધુ છે,”
” એમ કે..?”
“હા, મને કહે કેબંધુલ છેવટે તેની જાતે સમજી ગયો છે કે આવી પ્રતિજ્ઞામાં કાંઈ સાર નથી, તે .. હેં ભદ્ર…!વાત તો સાચી ને..?”દેવકે ભોળોભાવ ચાલુ રાખી ને પુછ્યુ.
” તને શું લાગે છે..?”બંધુલ લાલપીળો થવા લાગ્યો હતો.
‘ હું તો કહું છું લ્યો ને કે ઠીકજ થયુ, કારણ મલ્લો એમ તો બળવાન છે, કશી સહાય વીનાએકલે હાથે મલ્લો પર આક્રમણ કરવુ એમાં…..
દેવક બાકી નુ વાક્ય ખાઈ ગયો.
તેના ધારવા અનુસારજ બંધુલ નોક્રોધ જાગ્રુત થઈ ચુક્યો.
‘ અરે એવી તે મલ્લો ની શી વિસાત છે..!તું એમને બહુ મહાન સમજી બેઠો લાગે છે, પણ મારે મન મલ્લો એક તણખલાથી વિશેષ કશુ નથી,સમજ્યો..?હું ધારુ તો એકલે હાથેતેમના કુશિનારા ને વેરાન બનાવી શકું તેમ છું,તેઓ મારી આળસ ના કારણે જ હજી ભૂમિ ને ભારે મારી રહ્યા છે.’ બંધુલ બોલી ઉઠ્યો.
‘ પણ તો આ મલ્લ ગણપતિ કેમ આવુ કહેતા હતા..?’ દેવકે પુછ્યુ.
‘ એ ધુર્ત શું કહેવાનો હતો…! એ શું મારા મનની વાત જાણી શકે છે..?”
” ત્યારે વાત ખોટી..?”
“ખોટી એટલે સાતવાર ખોટી, એ ધુર્ત મલ્લો નો અપરાધ શું હું એમ વિસારી દઈશ..?”
દેવકે બંધુલ નુ મન વાંચી લીધુ અનેતેણે રમત ગોઠવવા માંડી.
” ત્યારે સાચી વાત કહું ભદ્ર..?
” સાચીજ કહેવાની હોય ને..! બોલ શી વાત છે..?”

” ખરુ પુછો તો તમે આવા ભયાનક અપરાધ ને વિસારી દો એ મને પણ રુચ્યુ ન હતુ, એ કાંઈ જેવોતેવો અપરાધ હતો…!અરે તમારા માટે તો મરવા જેવો પ્રસંગ હતો…!( જુઓ ‘પ્રભાવ ની પ્રાપ્તિ ‘)એ તો સારુ થયુ કે તમે એમાંથી સાંગોપાંગ પાર ઉતર્યા, નહીતર તમારી દશા શી થાત..?”
” એ ધુતારાઓ ને હું બરાબર સ્વાદ ચખાડવાનો છું,” બંધુલ દાંત ભિંસી ને બોલ્યો.
” મને તો જરાપણ ગમ્યુ ન હતુ, પણ મને એમ કે જ્યારે તમનેજ એ યોગ્ય લાગ્યુ છેઅને તમેજ વેર સમેટી લીધુ છે,ત્યારે મારેકાંઈ લેવાદેવા વીના તમને શામાટે ઉશકેરવા જોઈએ..! એટલે મેં કહ્યુ કે તમે બહુ સારુ કર્યુ,બાકી ખરેખર ગણનાયક શું કહેતા હતા એ જાણવુ છે..?”દેવકે કહ્યુ.
‘ શું કહેતા હતા..?”
” તમે નથી જાણતા તો જવા દ્યો, એ જાણવા જેવુ પણ નથી.’ દેવકે વાત નો દોર લંબાવતા કહ્યુ.
” કહે તો ખરો..! હું પણ જાણુ તો ખરો કે એ ધુર્તો નો નાયક શું કહેતો હતો…!”બંધુલ ની ઉત્સુકતા વધી.
‘ એ પુછશોજ નહી ભદ્ર..!એ સાંભળવા જેવુ નથી, ” દેવકે વાત ને વધુ વળ ચઢાવવા માંડ્યો.
” અરે એવુ તે શું છે..?તારે મને કહેવુજ પડશે.!”
“જવાદો ભંતે..!નાહક જગત એમ કહેશે કે દેવકે બંધુલમલ્લ ને ઉશ્કેરી ને મલ્લો નો સંહાર કરાવ્યો., એટલે એ તો હું તમને કહેવાનોજ નથી.આ તો મારાથી સહજ વાત થઈ ગઈ.” દેવકે ભૂમિકા બાન્ધવા માંડી.બંધુલ ની ઉત્સુકતા હવે પરાકાષ્ટા એ પહોંચી ગઈ હતી.
“દેવક..! મારો મિત્ર હો તો તારે મારાથી કોઈ વાત છુપાવવી ન જોઈએ, કહે શી વાત છે..?”
‘ ના ભદ્ર..! મારે દોષ નો ટોપલો માથે લેવો નથી..!’
” અરે પણ શાનો દોષ..?”
” દોષ તો ખરોજ ને..!વાતજ એવી છે કે એ સાંભળી ને કોઈ નિર્માલ્ય બાયલોજ શાંત રહી શકે..!વાત સાંભળી ને તમે ઉકળી ઉઠો તો મલ્લો ના સંહાર નો દોષ મારા માથા ઉપર આવે,,!મારે નહી કોઈ સ્વાર્થ, નહી કાંઈ લેવુ કે દેવુઅને નાહક વગોવાઈ જાઉં, મને તમે પુછશોજ નહી.’
બંધુલ ની જિજ્ઞાસા અને ઉશ્કેરાટ તેની ચરમસિમાએ પહોંચી ગયા..
“દેવક, એ વાત સાંભળ્યા વીના આજે તને છોડવાનો નથી, હું પણ જાણુ તો ખરો કે મલ્લો મારી પીઠ પાછળ શું શું બોલે છે…?”
‘ સાંભળવામાં કશો સાર નથી, ભદ્ર,કોઈ નમાલો માણસ જ એ સાંભળી ને શાંત રહી શકે, તમે નાહક કાંઈ કરી બેસશો, હોં…!”
” ભલે ગમે તે થાય, મારે સાંભળ્યેજ છુટકો..!’
” તમારાથી નહી જીરવાય હોં..! સાચુ કહું છું.”

” ભલે ન જીરવાય, કહે.!’
ના ભદ્ર..! મારે એકની વાત બીજા ને કહી ને ભાઇ ભાઇ ને લડાવવા નથી, મને એમાં શું મળવાનુ છે..?અપયશજ કે બીજુ કાંઈ..?બોલે બોલનારા…!આપણે એવી વાત મન ઉપરજ શામાટે લેવી..?”દેવક હજી ભાવ ખાઈ રહ્યો હતો.

” તારુ ડહાપણ રહેવા દે, દેવક..!આપણી મૈત્રીના નામ ઉપર હું તને આગ્રહ કરુ છું કે જે હોય તે સાચુ કહે, તને મૈત્રી ની ચિંતા ન હોય તો તું જાણે..!”
દેવકે ભૂમી સરસી આંખો કરી ને જાણે મોટા ધર્મસંકટમાં મુકાતો હોય તેમ થોડી વાર બેસી રહ્યો,પછી તેને બંધુલ સામે દ્રષ્ટિ નોંધી.
” ભદ્ર..! તમે મૈત્રીની આણ આપી એટલે મારે કહ્યા વીના નહી ચાલે, પણ તમે શાંતિ રાખજો,મને ભય છે કે તમારા જેવોનરવિરઆ વાત સાંભળી ને શાંત નહી રહી શકે.’
” સારુ, તું તારે કહેને..!”
” વાત એમ છે ભદ્ર..!કે તમે વેર સમેટી લીધુએ શબ્દો તો મેં વાપર્યા છે, ગણ નાયકે તો બીજાજ શબ્દો માં વાત કરી હતી,….” ” કે..?”
‘ ક્ષમા કરજો ભંતે..!..કે…બંધુલ કાયર છે, મોટીમોટી પ્રતિજ્ઞા લઈ ને ગયો પણ એને સમજાઈ ગયુ છે કે મલ્લો પર આક્રમણ કરવુએ નમાલાઓ નુ કામ નથી, એ હવે અમારા પર આક્રમણ કરી રહ્યો,એ તો કોશલ જઈ ને પ્રસેનજિતના ચરણ ચાટનાર દાસ બની ગયો છે, એ શું અમારા પર આક્રમણ કરવાનો છે…!’ દેવકે લાગજોઈ ને પાસો ફેંક્યો.
બંધુલની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ, તેના હોથક્રોધવશ કંપવા લાગ્યા.
‘ એ ધુર્ત ગણપતિ શું આવુ બોલતો હતો..?’
‘ આજ શબ્દો, ભદ્ર..! હૈયામાં કોતરાઈ ગયા છે, હું તો આ સાંભળી ને જમતા જમતા થાળી પછાડી ને ઉભો થઈ ગયો ,મનમાં તો થઈ આવ્યુ કે આ ગણપતિ નુ ગળુજ દબાવી દઉં, પણ પછી એમ વિચાર આવ્યો કે જ્યારે બંધુલમલ્લે જ વેર સમેટી લીધુ છે,ત્યારે મારે શામાટે હવનમાં નવા સમિધ ઉમેરવા જોઈએ…!એટલે મેં ગળી ખાધુ…!”
બંધુલે દાંત ભિંસ્યા.

” મેં વેર સમેટી લીધુ છે એમ…?હું બતાવી આપીશ એ ધુર્ત મલ્લો ને કે કોણ નિર્માલ્ય છે, કોણ કાયર છે, .. દેવક..!અત્યાર સુધી હું આળસ માં સમય વ્યતિત કરતો હતો, પણ હવે હું એ મલ્લ ગણનાયક ને બતાવી આપીશ. હું જોઈશ કે ક્યાં સુધી મલ્લગણતંત્ર પોતાનુ અસ્તિત્વ ટકાવી શકે છે.’ બંધુલ બોલ્યો.
દેવક પોતાની સફળતા થી આનન્દી ઉઠ્યો.બંધુલ ને તે પર્યાપ્ત માત્રામાં ઉશ્કેરી શક્યો હતો,હવે તે અવશ્ય મલ્લો પરત્રાટકશે એમાં કોઈ સંદેહ ન હતો.પોતાની કલા પર એ પોતાનેજ અભિનન્દન આપવા લાગ્યો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s