મારી નવલ કથા ‘પ્રભાવની પ્રાપ્તિ “ગુજરાતિ વેબસાઇટ ધી ઇંડિઅંસ ઉપર મુકી હતી, અલબત્ત તેને બહુ વાચકો મળ્યા ન હતા તેમ છતા જે ટલા મળ્યા તેટલા ઉત્સાહ પ્રેરક હતા,નવલ કથા પુરીથયા પછીતેના પાત્રો અને પ્રંગોની માયા છુટતી ન હતી, એ ભવ્ય પાત્રો નેકોઈ નિશ્ચિત સ્થાને પહોંચાડ્યા વીના અધવચ્ચેછોડી દેવા થી તેમના પરત્વે અન્યાય થવા જેવુ લાગતુ હતુ, “પ્રભાવની પ્રાપ્તિ ” ના સમયથી આગળ જઈ શકાય તેટલુમેટર તો હતુજ,તેને ફરીથી હાથ ઉપર લેતાજુના મિત્રો ને મળવા જેવો આનન્દ થયો, અને પછી તો એ મિત્રોજપોતાની રીતે પોતાનો માર્ગ બનાવતા ચાલવા લાગ્યા.અને ‘પ્રભાવ નો પરાભવ ‘ નામે આગળ વધતી નવી નવલકથા આગળ વધી.
આ પ્રસંગો માંથી ઘણા ખરા ઇતિહાસ ની પ્રુષ્ઠભૂમીકા ધરાવે છે,નવલકથા નુ કદ વધી ન જાયતે હકિકત ને ધ્યાન માં રાખી ને બુધ્ધ,મહાવિર, મકખ્ખલિગોશાલ, નદ,દેવદત્ત ઇત્યાદીના રોચક પ્રસંગો સમાવી શકાયા નથીતેનો અફશોષ જરુર રહે છે,પરંતુ ‘ પ્રભાવની પ્રાપ્તિ ” નાવિશાલ કદ સામેફરિયાદો થઈ હોવાના કારણે નવલકથાનુ કદ બહુ વિકસિત ન થઈ જાય તે પણ જોવાનુ હતુ
“પ્રભાવની પ્રાપ્તિ “ના પ્રકાશન માટે કોઈએ તૈયારી બતાવી નહીતેથી થોડી નિરાશા થઈ,પરંતુ એ સ્વાભાવિક છે,કે સાહિત્યપ્રકાશન એક વ્યવસાયી પ્રવ્રુતિ છે,તેમાં જાણીતા અને સ્થાપિતથયેલાલેખકો સિવાયના બીજા નવા અને અજાણ્યાલેખકોની ક્રુતિ ને કોઈ હાથમાં ન ઝાલે તેમાં નવાઈ નથી, પણ તેથી શું સાહિત્ય નુ સર્જન થતુ અટકવાનુ છે..?સર્જન નો પ્રાદુર્ભાવવ્યાવસાયિક ધોરણે નહી પણ સ્વયમ્ભૂ રીતે થતો હોય છે,એટલે કોઈ પ્રકાશન કરે કે નહી, સર્જન તો થતુજ રહેવાનુ છે, એજ ધોરણે આ લખાતુ જાય છે.
આ નવી કથામાં હવે પછી ની કથાના પરાક્રમી પાત્રો જેવા કે સિંહસેનાપતિ,અજાતશત્રુ,વિડ્ડુભ,આમ્રપાલિ,અંગૂલિમાલ રોહીણેય જેવા પાત્રો ના બીજારોપણપણ રોપવામાં આવ્યા છે, જેથી આ નવલકથાઓ હજી પણ આગળ જઈ શકે તેમ છે. પછી જેવો સમય અને જેવી સર્જનહાર ની આજ્ઞા..!પ્રકાશન થવુ એ લેખકના હાથ ની વાત નથી,પણ તેના હાથમાં જે છે -સર્જન- શામાટે ન થઈ શકે..?
તો આપના ફાજલ સમય મા6 ભાગ પડાવવા પ્રસ્તુત છે નવી નવલકથા “પ્રભાવ નો પરાભવ ‘