રાજગ્રુહ ના માર્ગે

પકરણ /1
રાજગ્રુહ ના માર્ગે,
શિયાળા નો નિરુપ્દ્રવી સૂર્યપશ્ચિમ તરફ આથમવા ની તૈયારી કરી રહ્યો હતો,વિજેતા રાત્રી નેપોતાનુ સામ્રાજ્ય ઝડપથી સોંપી દેવાની ઉતાવળ હોયતેમ તે ક્ષિતિજ તરફ ઢળવા લાગ્યો હતો, આ ઝડપથી ઢળતા સૂર્ય ને જાણે પકડવો હોય,તેવી ઝડપથી એક તેજસ્વિ કંબોજ અશ્વપાટલગ્રામ થી રાજગ્રુહ જવા ના માર્ગ ઉપર દોડી રહ્યો હતો.અશ્વની પીઠ ઉપરએક સુન્દર ગણાય તેવી છતા સશક્ત ,કસાયેલી દેહ યષ્ટિ ધરાવતી તરુણીઅધિરાઈ પુર્વક બેઠી હ્તી..સામાન્યસ્ત્રિઓ કરતા આ તરુણી વિશેષ ઉંચી જણાતી હતી.અશ્વ ઉપર બેસવાની તેનીછટા અનુભવી અશ્વારોહી જેવી હતી, તેના સુન્દર છતા સશક્ત હાથ અશ્ત્રશશ્ત્ર નો મહાવરો ધરાવતા હોય તેવા જણાતા હતા.તેમ છતા અત્યારે તે તરુણી ના શરીર ઉપર શશ્ત્ર અશ્ત્ર ના બદલેનવવધુનોસાજ શણગાર તથા આભુષણો શોભી રહ્યા હતા.
વારંવાર તે એક અધિર દ્રષ્ટિ પાછળ ફેંકી લેતી હતી અને અશ્વને વધુ ને વધુ દોડવા સંજ્ઞા કર્યે જતી હતી.

થોડે આગળ ચાર માર્ગો ભેગા થતા હતા., ત્યાં પિળા ચિવરધારણ કરેલા એક શ્રમણ ને ઉભેલો તેણે જોયો.શ્રમણે હાથ ઉંચો કરી ને તેને થોભવા સંજ્ઞા કરી. કચવાતા મનથી તરુણી એ અશ્વની કર્ષિણી ખેંચીઅને શ્રમણ તરફ એક ચિડભરી દ્રષ્ટિ કરી. “ તને અવરોધ કરવા બદલ ક્ષમા માગુ છું,” શ્રમણે હસી ને કહ્યુ. તેનાસ્વરમાંઅદભૂત મોહીની હતી.તેનુ સ્મિત તથા કરુણા વરસાવતી આંખોમાંકોઈ એવુ સંમોહન હતુ, કે અધિરી તરુણી પણ પળવાર શાંત થઈ ગઈ.
‘ આપને શું કામ છે ભંતે..?હું ખુબ ઉતાવળમાં છું.”તે બોલી. “ તને વધુ નહી રોકું, હું માર્ગ ભૂલી ગયો લાગુ છું,તું આ વિસ્તારથી પરિચિત જણાય છે,મને ક્રુપા કરી ને બતાવીશ કેઆ ચાર માર્ગો માં થીરાજગ્રુહ જવા માટે કયો માર્ગ લેવો..?’ તરુણી એ એક માર્ગ તરફ અંગૂલિ નિર્દેશ કરતા કહ્યુ. “ આ માર્ગે ચાલ્યા જાઓ,એ રાજગ્રુહ જવા નો મુખ્ય સુરક્ષિત માર્ગ છે. હું પણ રાજગ્રુહ જ જઈ રહી છું પણ મારી પાસે અશ્વ છે તેથી હુંઆ કાચા રસ્તે જવા માગુ છું,આપને પગે ચાલીને જવા માટેમુખ્ય માર્ગ સારો રહેશે.આપ એ રસ્તે સિધાવો.” કહી તરુણી એ અશ્વની કર્ષિણી ઢીલી મુકી.
“ તારો ખુબ અનુગ્રહ થયો, તારુ નામ જાણી શકું?” તરુણીએ ઉપેક્ષા ભર્યુ સ્મિત કર્યુ “આપણે ફરી કદી મળવાના નથી,આમેય સાધુ અને સૈનિક વચ્ચે કોઈ સેતૂ નથી હોતો,પછી મારુ નામ જાણી ને શું કરશો..?”
શ્રમણે મીઠુ નિસ્પાપ સ્મિત કર્યુ “ તારે નામ ગુપ્ત રાખવુ હોય તો જેવી તારી ઇચ્છા..!પરંતુ તારા કથન ઉપરથી લાગે છે કે તું સૈનિક છે,છતા તારા વસ્ત્રો નવવધુ ને શોભે તેવા છે,તારી ઉતાવળ જોતા લાગે છે કે તું કોઈના લગ્નમંડપમાંથી ભાગી આવી છે, ખરુ..?’ “ વાહ, આપ તો સર્વજ્ઞ જણાઓ છો” તરુણીએ ટોળમાં કહ્યુ. “ ઘણા એવુ માને છે. મારુ નામ સિધ્ધાર્થ ગૌતમ છે, લોકો મને બુધ્ધ કહે છે.”શ્રમણે તેના મનોહર સ્વરે કહ્યુ.
“ શ્રમણ ગૌતમ..? અહો, મારા ધન્યભાગ્ય..કે આપના દરશન થયા.”કહેતી આશ્ચર્યમુગ્ધતરુણી અશ્વ ઉપરથી ઉતરી ને શ્રમણ ને વંદન કરવા લાગી. “મારુ નામ વિશાખા છે, રાજગ્રુહમાં મંત્રીવર્ય આર્ય વર્ષકાર ના સૈન્યમાં હું એક સૈનિક અધિકારી છું, અને આપની ધારણા સાચી છે, હું મારાજ લગ્નમંડપમાંથી ભાગી રહી છું.” શ્રમણ ગૌતમે હાથની વરદમુદ્રાથી તેના પ્રણામ સ્વિકાર્યા.
“ ત્યારે તને વધુ રોકવી ન જોઈએ., પણએક સલાહ આપુ છું કે નિર્ણય એવો કરવો જેથી જે છોડ્યુ છે તેનોજ ફરીથી મોહ ન જાગે.” તરુણી તિરસ્કાર દર્શાવતુ સ્મિત કર્યુ, અને ગર્દન નો એક ઝાટકો મારી કપાળ ઉપર આવતા વાળ ને પાછળ ધકેલ્યા.અને છલંગ લગાવી અશ્વ પર આરુઢ થઈ અશ્વને મારી મૂક્યો. શ્રમણ પોતાને દેખાડવામા આવેલા માર્ગ ઉપર સ્થિર ગતિએ ચાલવા લાગ્યો.સૂર્ય હવે અસ્ત થઈ ગયો હતોસન્ધ્યા નો કેશરીયો રંગ શ્રમણના પિળા વસ્ત્રો સાથે ભળી ગયો હતો.ધીમે ધીમે અન્ધકાર પ્રસરવા લાગ્યો.શ્રમણ પોતાનો પંથ કાપતો રહ્યો. થોડીજ વારમાંવગડાની શાંતિ ઉપર સવાર થઈ ને આવતા અશ્વના પગરવ નો ધ્વનિ સમ્ભળાયો.શ્રમણે રસ્તા ની એક બાજુ ખસી ને પાછળ જોવા માંડ્યુ.જામવા લાગેલા અન્ધકારમાંતેણે એક મારમાર કરતા આવી રહેલા અશ્વારોહી ને જોયો.અન્ધકાર વચ્ચે ઓળા જેવા ઉભેલાશ્રમણ ને માર્ગની એક તરફ ઉભેલો જોઈ અશ્વ ભડક્યો અને તિણી હાવળ નાખી ને પાછલા પગ ઉપર ઉભો થઈ ગયો.અશ્વારોહી એ માંડ માંડ તેને વશમાં કર્યો અને મોટેથી પડકાર કર્યો.
“ કોણ છે..? માનવી કે પિશાચ..?”
“ બન્ને થી પર.” ખડખડાટ હસતા શ્રમણે ઉત્તર આપ્યો.. “ બન્ને થી પર..? આવળી નવુ કૌતુક,..!” અશ્વારોહી બબડ્યો, અને ચકમક ઘસી ને તેણે અત્યંત હસ્તલાઘવથી તૈલિ વસ્ત્રો ની બનેલી નાનકડી બર્તિકા {મશાલ,}પ્રગટાવી.. બર્તિકા ના પ્રકાશમાંઆવનાર અશ્વારોહી નો દેખાવ સ્પષ્ટ થયોતેણે સોંઘા નવા વસ્ત્રો પહેર્યા હતા,મગધના સામાન્ય વર્ગના પ્રજાજનો સારા પ્રસંગે પહેરેછે તેવા વસ્ત્ર અને આભુષણો તેના શરીર ઉપર જોઈ શકાતા હતા,તેનુ શરીર ઉંચુ અને એકવડિયુ તેમ છતા કસાયેલુ દેખાતુ હતુમોં ઉપરથી તે માંડ વીશબાવીશ વર્ષ નો યુવાન લાગતો હતો.તેના મુખ ઉપરરોષ, અપમાન તથા અધિરાઈ ના મિશ્ર ભાવો અંકિત થયા હતા, શ્રમણ ને જોઈતેના મુખ ઉપરની કરડાકી જરા હળવી થઈ.
“ કેમ આ અન્ધારી રાત્રેલોકો ના ઘોડા ભડકાવવા વિચરો છો, ભદંત..!હમણા હું પડી ગયો હોત તોતમે મારી સેવા કરવા આવવાના હતા..?” “ પડવુ અને ઉભા થવુ એ તો જીવન નો અનિવાર્ય ક્રમ છે,વત્સ, પણ તું તારી જાતેજ પતનમાંથી ઉગરી શકે તેવો લાગે છે,બાકી મને ખબર હોત કેતારો અશ્વ શ્રમણો ને જોઈ ભડકે છે,તો હું તારી સામે ન આવત. ઘોડો કેળવાયેલો નથી લાગતો..!” “ જે હાથ લાગ્યો તે લઈ ને દોડવુ પડ્યુ છે. મારે અને એને ઘણુ છેટુ પડી ગયુ!’ હતાશ સ્વરે તે યુવક બોલ્યો. “ તું કોઈ નો પીછો કરી રહ્યો છે..?કોઈ સુન્દર તરુણી તો નહી..?”શ્રમણે પુછ્યુ. યુવક ઉત્સાહ થી ચોંક્યો. “ હા, ખરુ કહ્યુ , તમે કોઈ છોકરી ને જતી જોઈ..?” “ હા, પણ એ તો ક્યારની રાજગ્રુહ પહોંચી ગઈ હશે,તું તો ઘણો પાછળ પડી ગયો છે.” “આ ગર્દભ જેવા અશ્વના પ્રતાપે..!”કહી યુવક અશ્વ પર રોષ ઉતારવા ગયો. શ્રમણે તેને રોક્યો.અને નીચે ઉતરવા સંજ્ઞા કરી.
“ એ છોકરી તારે શું થાય વત્સ..?યુવકની પીઠ ઉપર સહાનુભૂતિ પુર્વક હાથ ફેરવતા શ્રમણે કરુણામય સ્વરે પુછ્યુ. “ એ મારી વાગ્દત્તા છે,મારા અને તેના લગ્ન તેના સાવકા પિતાએ નક્કી કર્યા હતા,તે લગ્ન માટે આનાકાની કરતી હતી,પણ અમ્ને આશા હતી કે છેવટે તે માની જશે,લગ્ન નો દિવસ આવ્યો,તેના પિતા તેને લઈ ને આવ્યા, તે આવી પણ ખરી, પણ છેવટે લગ્નવેદી સમક્ષ આવવા ના સમયે તે બધાને થાપ આપી ને નાસી છુટી.. મારે તો ગામમા મોં બતાવવાજેવુ રહ્યુ નહી.” કપાળ કુટતા યુવક બોલ્યો. “ પણ હવે તું તેની પાછળ શામાટે દોડે છે..?” “ તેને સમજાવવા,તેને મનાવવા,હું તેને પુછવા માગુ છું કે મારામાં તેને એવી શી ક્ષતિ લાગી કે મારુ આવુ ઘોર અપમાન કર્યુ..!” “ ક્ષતિ માણસમાં નથી હોતી,વત્સ, તેને જોનારના દ્રષ્ટિબીન્દુમાં હોય છે.પણ જવાદે,હવે અત્યારે તો તું રાજગ્રુહ જઈ નહી શકે.” “ કેમ..?” “ નગરના દ્વાર બન્ધ થઈ ગયા હશે,હવે તો અહીંજ ક્યાંક વ્રુક્ષ નીચે રાત્રી પસાર કરી નાખીયે, સવારે નગરમાં જઈ શકાશે.”
“ હા, એ વાત તો ખરી, પણ એમ તો અહીં સમિપમાંજ એક ચૈત્ય છે,ત્યાંરાત્રીનિવાસ થઈ શકશે,’ યુવકે કહ્યુ અને આ વિસ્તારના જાણકાર ના અધિકારથી તે શ્રમણ ને ચૈત્ય ની દિશામાં લઈ જવા લાગ્યો.તેના પગ નિરાશા થી જરા ઢીલા પડતા હતા
“ તું ખુબ દુખી લાગે છે વત્સ..!’ શ્રમણે કરુણા થી કહ્યુ.
“ અમારા દુખો તમે શ્રમણો શુ સમજો ભદંત..!’ “ દુખના સર્જક આપણેજ છીએ મિત્ર.”નિર્લિપ્ત ભાવથી શ્રમણે કહ્યુ. “ એમકે..?મારી વાગ્દત્તા ભાગી જાય એમાં મારોજ વાંક તમને દેખાય છે..?” ધુન્ધવાઈ ને યુવક બોલ્યો. “ સમ્યગ બોધિ જેને પ્રાપ્ત થઈ હોય તેજ આ સમજી શકે,.તારી વાગ્દત્તા તને પ્રિય છે, તારુ સન્માન તને પ્રિય છે, પણ વત્સ, જગતમાં પ્રિય નો વિયોગ અને અપ્રિય નો સંયોગ અનિવાર્ય છે.” “ તેથી શું ?” તેથીજ આપણે સુખ દુખ નો અનુભવ કરેયે છી.એ.સુખી થવાનો એકજ માર્ગ છે..!” “ તે કયો..?”
‘ પ્રિય અને અપ્રિય બન્ને થી નિર્લેપ રહેવુ.” “ એટલે હું મારી વાગ્દત્તા ને ભૂલી જા ઉ..?મારુ આત્મસન્માન જવા દ ઉ…?”યુવક આક્રોશ થી બોલ્યો.
આ જગત એક છલ વ્યવ્હાર છે,વત્સ,વાગ્દતા, તેનોસ્નેહ,માન અપમાન બધુજ એક માયા છે,માયા ને પ્રિય ગણીશ તોતેનો અનિવાર્ય વિયોગ તનેપીડશે,ત્યાગ કરીશ તો અનુપમ શાંતિ પ્રાપ્ત થશે,” શ્રમણે પ્રતાપી સ્વરે કહ્યુ. “ એવી શાંતિ પડે ઉંડા ધરામાં બધાજ તમારી જેમ સાધુ થઈ જાય તો સંસારમાં રહેશે કોણ..?
“ ત્યાગ એ સમષ્ટિ નુ મહાસુખ છે સૌમ્ય…!મારી સાથે આવ,હું તને સુખ નો અમોઘ માર્ગ બતાવીશ,” ગૌરવાંનવિત સ્વરે શ્રમણે કહ્યુ. તેની મુખમુદ્રા ઉપર અલૌકિક પ્રતાપ છવાયો,તેની તેજસ્વિ આંખોમાં થી છુટતા કિરણોયુવકના ચીરાયેલાહ્રદય ઉપર અજબ સંમોહન પાથરવા લાગ્યા.
“ એ કયો માર્ગ ?’ મુગ્ધ થતો યુવક બોલ્યો. “ પરિનિર્વાણનો, અનંત મોક્ષ નો !”શ્રમણ એવાજ અલૌકિક પ્રતાપ વરસાવતો બોલ્યો. યુવક આ અમોઘ પ્રતાપી મુખમુદ્રાથી અંજાઈ ગયો, “ ભંતે..! આપ નુ શુભ નામ..?આપ કોણ છો..?” “ હું અર્હત છું !!”શ્રમણ આત્મવિશ્વાસપુર્વક બોલ્યો.
“ શું? આપ અર્હત છો..?” હા વત્સ, હું અર્હત છું,તથાગત છું,બુધ્ધ છું,મેં વ્રુતિઓ ને જીતી છે તેથી હું જિન છું,મારા અંતરમાંથી મને જ્ઞાન ની અદભૂત જ્યોતિ લાધી છે,” “ અહો…! ઓળખ્યા, આપ શાક્યપુત્ર ગૌતમ છો ને..?” “ હું કપિલવસ્તુ નો સિધ્ધાર્થ ગૌતમ છું.વત્સ.” “ ત્યારે મારા અગણિત પ્રણામ સ્વિકારો ભંતે..!આપનુ નામ તો બહુ સાંભળ્યુ છે,પણ ભંતે, તમારા પગલે ચાલવાનુ આ દરિદ્ર દેવક નુ ગજુ નહી, આ ગરીબ દેવક તોસંસારના સુખદુખમા જ આળોટવામાં સુખશાંતિ સમજે છે.” “ તો તારુ નામ દેવક છે..?” “ હા ભંતે, હું પાટલગ્રામ નો દેવક છું, ગરીબ પિતાએ પેટે પાટા બાન્ધી ને મને તક્ષશિલા માં શિક્ષણ અપાવવા સિવાય બીજો કોઈ વારસો નથી આપ્યો,પાટલગ્રામ માં એક નાની દુકાન ચલાવુ છું, તેમાં મારો ગુજારો થઈ જાય છે,મોટી મોટી મહત્વાકાન્ક્ષા નથી,વિશાખા સાથે લગ્ન થઈ જાય તોસુખેથી જીવન પસાર કરવા સિવાય બી જો કશો મોહ નથી, પણ તે તો આમ નાસી છુટી..!” દેવકે ટુંકમાં પોતાનો પરિચય આપ્યો.. બન્ને થોડીજ વારમાં એક પુરાતન ચૈત્ય પાસે આવી લાગ્યા.
દેવક નામના એ યુવકે બન્ધ દ્વાર નુ કડુ ખખડાવ્યુ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s