અન્ધ આંખો નુ અજવાળુ40

અન્ધ આંખો નુ અજવાળુ.

40

હોટલ ના મેનેજરપદે થી દૂર કરાયેલો કિશોર ખુબજ હતાશ થઈ ગયો હતો.તેણે મિત્ર જેવા માલિક નો વિશ્વાસ પણ ગુમાવ્યો હતો, અને આજિવિકા નુ સબળ સાધન પણ ગુમાવ્યુ હતુ.રંજન પણ ખુબજ નિરાશ હતી,હાથ મા આવેલોદલ્લો આમ એકાએક હાથ માંથી સરી જશે એવુ તેણે કદી ધાર્યુ ન હતુ. પણ કોણ જાણે આ દિલેરસિંહ ક્યાંથી ફુટી નીકળ્યો હતો , જે પોતાનુ રક્ષણ કરી રહ્યો હતો કે નૂકશાન કરી રહ્યો હતો એ જ સમજાતુ ન હતુ.

જો કે આ કિસ્સા મા તો તેણે નૂકશાન જ પહોંચાડ્યુ હતુ. જો તેણે એકાએક આવી ને બધુ ખુલ્લુ ન પાડ્યુ હોત તો વધુ નહી તો ઉદય નો એપાર્ટમેંટ તો તેને મળી ગયો હોત.

બન્ને ચુપચાપ બહાર આવ્યા. બન્ને ના પગ જાણી ભાંગી ગયા હતા.

હોટલ ની નજિક ની ફુટપાથ પાસે એક વ્રુક્ષ ની નિચે મુકાયેલા સાર્વજનિક બાંકડા ઉપર બન્ને બેસી ગયા.

” હવે શું કરીશુ કિશોર..?”રંજને પુછ્યુ.

“હવે મને પુછવા નો શો અર્થ છે રંજન..? તારી યોજના તેં મને વિશ્વાસ મા લિધા વીના અમલ મા મુકી હતી, બાકી મને તો આ ગમતુજ ન હતુ.”કિશોરે કહ્યુ.

” મારી યોજના પરફેક્ટ હતી કિશોર.., જો આ દિલેરસિંહ વચ્ચે ન આવ્યો હોત તો બધુજ બરાબર હતુ.”રંજને કહ્યુ.

” તને બરાબર લાગતુ હશે, મારે તો તનેજ ગુમાવવાની હતી.મારા માટે કોઈ આશાષ્પદ ભવિષ્ય ન હતુ.પણ આ દિલેર સિંહ ને તું ઓળખે છે..?”કિશોરે પુછ્યુ.

” મને એક વાર મુંબઈ જતી ટ્રૈન મા મળી ગયો હતો. એ પછી મુંબાઈ મા મને સહાય પણ કરી હતી, એ મારા વિષે ઘણુ જાણતો હોય એવુ મને લાગે છે.એ  એકાદ વાર મારો અને ઉદય નો પિછો પણ કરતો હતો.” રંજને કહ્યુ.

” તો મને લાગે છે કે એને કોઇએ તારી પાછળ ઇરાદાપુર્વક મુક્યો છે. કારણ ઇંસ્પેક્ટર પણ તેની તરફેણ કરતો લાગતો હતો.”કિશોરે કહ્યુ.

“એને મારી પાછળ ગોઠવ્નાર કોણ હોઈ શકે..?અરુણ હશે..?”રંજને વિચાર કરતા કહ્યુ.

” કદાચ હોય પણ ખરો. જો કે એ જાતેજ દિવસો થી ગૂમ થયેલો છે, અને એક અન્ધ લાચાર માણસ તારી પાછળ શા માટે કોઈ ને મુકે..?”

” મારી ગતિવિધિ જાણવા માટે એ કોઈ ને મુકી શકે છે.”

” મને નથી લાગતુ એને એવો કોઇ રસ તારા મા હોય..!તને ખબર નથી પણ આ દિલેરસિંહ મને પણ એક બે વાર એકલો મળ્યો છે.”કિશોરે કહ્યુ.

” ના હોય…?તને શા માટે મળ્યો..?”

” એ તારુ દુખ સમજતો હતો. એક અન્ધ માણસ પાછળ તારુ જિવન વેડફાય એ  એને ગમતુ ન હોય એવુ લાગતુ હતુ.”

” નવાઈ કહેવાય. તને શા ઉપર થી એવુ લાગ્યુ કે એને મારી ચિંતા છે..?”રંજને પુછ્યુ.

” એણે મને કહ્યુ હતુ કે અરુણ અને રંજન ને એક્બિજા તરફ કોઈ લાગણી કે પ્રેમ જેવુ નથી, અરુણ માત્ર એક ફરજ તરીકે તને પરણ્યો છે, અને તું ગુન્ડાઓ થી બચવા એને પરણી છે. ”

” હા, એ તો છેજ પણ એમા એને શું લેવા દેવા..?’

” એ તો મને સમજાયુ નહી, પણ એ કહેતો હતો કે રંજન ને અરુણ થી છુટી કરવી જોઇએ અને આપણે બન્ને એ લગ્ન કરી ને સુખી થવુ જોઇએ.”કિશોરે કહ્યુ.

રંજન આશ્ચર્ય પામી.

” એને એમા શું રસ હશે..?”

” ખાસ તો એ અરુણ ને તારાથી મૂક્ત કરાવવા માગતો હોય એમ લાગ્યુ. ઉપરાંત આપણા પ્રેમસંબન્ધ વિષે પણ એ જાણતો હતો.”

” એને મારી એટલીજ ચિંતા હતી તો આવુ શા માટે કર્યુ..?”રંજને કહ્યુ.

“તારી યોજના કપટભરી હતી, એ એમા તો સાથ નજ આપે ને…!બાકી તારી સાથે લગ્ન કરવા ની વાત તો મને પણ ગમી હતી.”

“આપણે તો લગ્ન ગમેત્યારે કરી શકયા હોત, એ પહેલા ઉદય ની દોલત મેળવી લેવા નુ મને યોગ્ય લાગ્યુ , પણ મારા હિત નુ રક્ષણ કરવા નો દાવો કરનાર એ દિલેર કેમ મારી યોજના ને ધુળ મા મેળવવા તૈયાર થયો એ સમજવુ મુશ્કેલ છે.”રંજને કહ્યુ.

“બિજુ તો ઠીક, તું ઉદય ની ન થઈ એ મારા માટે તો સારુજ થયુ છે, પણ હવે હું શું કરીશ એ સવાલ છે.”કિશોરે કહ્યુ.

” કેમ..?”

” તારી યોજના મા મારી તો નોકરી ગઈ, અને મિત્ર જેવા ઉદયશેઠ ની પણ ખફામરજી થઈ, હવે મને કોણ નોકરી એ રાખશે…!”

” હું પણ એજ ચિંતા મા છું.મારે ફરીથી અરુણ ની પત્ની બની ને તેના ઘરમા રહેવુ પડશે.”રંજને કહ્યુ.

એટલા મા હોટલ ના    મુખ્ય ગેટ માંથી દિલેરસિંહ ને બાઇક ઉપર આવતો દેખાયો. આ બન્ને પ્રેમી યુગલ ને નિરાશ વદને બેઠેલા જોઈ ને તે તેમની પાસે આવ્યો. અને બાઇક નુ એંજીન બન્ધ કરી ને ઉભો રહ્યો.

“તો તમે હજી અહીં બેઠા છો..?”તેણે પુછ્યુ.

” તો ક્યાં જઈએ..?અમારા માટે તો પગ મુકવા ની જગ્યા પણ ન રહી. તમે આવુ શા માટે કર્યુ દિલેરસિંહ..?”કિશોરે જરા કટુતા થી કહ્યુ.

” હું રંજન નો હિતરક્ષક છું, તેને પતન ની ગર્તા મા પડતા બચાવવી એ મારી ફરજ હતી.”દિલેર બોલ્યો.

” હિતરક્ષક..?માય ફૂટ…!તમે તો મારુ જિવન પાયમાલ કરી નાખ્યુ.કોણ જાણે શા માટે તમે મારી પાછળ પડ્યા છો..?”રંજને તિરસ્કાર થી કહ્યુ.

“તું ખોટા માર્ગે હતી રંજન..!આ દગો જો પકડાઈ ગયો હોત તો તને દશવર્ષ ની જેલ ની સજા થઈ હોત,મે તને એટલેજ આમા થી બચાવી છે.તને અત્યારે એમ લાગશે કે મેં તને નૂકશાન કર્યુ છે, પણ હકિકત મા તો મેં તને દગાખોરી નો ગુન્હો કરતા બચાવી છે.”

” પણ હવે અમારુ શું થશે..?અમારે ક્યાં જવુ..?”

” તું હજી તારા પિતા ના ઘરે જઈ શકે છે.”દિલેરસિંહે કહ્યુ.

” એ શક્ય નથી.”

“તો એકજ માર્ગ રહે છે, ગેરમાર્ગે પૈસો મેળવવા ના બદલે અરુણ જેવા યુવાન સાથે ના લગ્ન ને નિભાવી લે, સુખદ દામ્પત્ય પાસે ધનદોલત ની શી વિસાત છે..?”દિલેરસિંહે કહ્યુ

“શી વાત કરો છો..? એક આન્ધળા સાથે દામ્પત્ય..?” રંજન મુખ વંકાવી ને બોલી.

“આન્ધળા સાથે ન ફાવે તો તને ગમતો હોય એવા બિજા યોગ્ય યુવાન સાથે લગ્ન કરી લે.આ બધા ઉધામા છોડી દે, એમ પૈસાવાળા ન થવાય, સમજી..?'”

“મને સમજાતુ નથી કે તમે મારા મા આટલો રસ શા માટે લઈ રહ્યા છો..?તમે કોણ છો..?તમને મારા પિતા એ તો મારી પાછળ નથી મુક્યા ને..?”રંજનેપુછ્યુ.

“એ જાણી ને તારે શું કામ છે,હું અરુણ નો મિત્ર છું, અને અરુણ ની પત્ની કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ન જાય એ માટે હું આ બધુ કરી રહ્યો છું., અને જ્યાં સુધી તું અરુણ ની ભલે માત્ર નામની  પણ પત્ની રહેશે ત્યાં સુધી હું તને આમજ બચાવતો રહીશ.તું અરુણ ને છોડી ને અન્ય યોગ્ય જગ્યા એ પરણી ને સુખી થઈશ તો હું તારો પિછો છોડી દઈશ.”

” મને અરુણ મા કોઈ રસ નથી, મેં તો ક્યાર નુ કહ્યુ હતુ કે મને મારા માર્ગે જવાદો, પણ એજ મને છોડતો નથી.”રંજને કહ્યુ.

” એણે તને તારા માર્ગે જવા દીધી હોત તો અત્યાર સુધી મા તારુ શું થયુ ન્હોત એ તને હજી સમજાયુ નથી..?દલપતે તને ક્યાંયે વેચી દીધી હોત, એ તો અરુણ હતો જેણે તને રક્ષણ આપ્યુ, અને દલપત જેવા ગુંડાઓ થી તને રક્ષણ આપાવ્યુ.”

” તો હવે તમે મારુ શું કરવા માગો છો..?”રંજને પુછ્યુ.

” મારુ માને તો આ કિશોર સાથે લગ્ન કરી ને ઠરીઠામ થઈ જા.એ તને કેટલો પ્રેમ કરે છે એ તું નથી જાણતી..?”દિલેરસિંહે કહ્યુ.

“એ તો હું જાણુ છું,પણ અરુણ નુ શું..?”

” એને હું સમજાવી દઈશ. એ તને પરાણે ઝકડી રાખે  એવો નથી, એણે તો માત્ર તારી સલામતી ખાતરજ તારી સાથે દેખાવ પુરતા લગ્ન કર્યા છે, એ તને મૂક્ત કરી દેશે.”

” અને હું હજી પણ તનેજ ચાહુ છું રંજન…!આ બધા મિથ્યા સપનાઓ ને છોડ, અને મારો સ્વિકાર કરી લે.”કિશોર બોલ્યો.

“કિશોર ને પારખ્યો છે,એ સાચો પ્રેમી છે, રંજન , તું એને અપનાવી લે એમાજ તારુ હિત સમાયેલુ છે.”દિલેરસિંહે કહ્યુ.

” પણ અમે આજિવિકા  વીના જિવિશુ કઈ રીતે..?”રંજન બોલી. હવે તેને પણ વાસતવિકતા સમજાતી જતી હતી.

” એની ચિંતા ન કરીશ. કિશોર ને તેની ઉદયશેઠવાળી નોકરી પાછી અપાવવાની હું જવાબ્દારી લઉ છું.”દિલેરસિંહે કહ્યુ.

” ના, એ હવે શક્ય નથી , એક વાર વિશ્વાસ નો ભંગ થયો પછી ઉદયશેઠ મને રાખે એ શક્ય નથી, કદાચ કોઈ દબાણ હેઠળ એ મને પાછો રાખે તોયે હવે પહેલા જેવી મજા ન રહે.” કિશોર બોલ્યો.

” તમે ચિંતા ન કરો અરુણ ની સંસ્થા મા તમને બન્ને ને હું રખાવી દઈશ. એટલે તમારી આજિવિકા નો પ્રશ્ન નહી રહે. માત્ર મોટા સ્વપ્ના હવે છોડવા પડશે.” દિલેરસિંહે કહ્યુ.

“બન્ને એ એક્બિજા ની સામે જોયુ.કિશોરે રંજન નો હાથ પકડ્યો.

” રંજન…!હું તને પ્રપોઝ કરુ છું , વિલ યુ મેર્રીમી..?”

“રંજન ની આંખમા ઝળઝળિયા આવી ગયા.તે ભાવાવેશ માં કિશોર ને ભેટી,

” કિશોર…!તું હજી મને ચાહે છે..?તારી આ મહાનતા હું ક્યારેય નહી ભૂલુ.મને માફ કરી દે, હું માર્ગ ભૂલી હતી.પૈસા કરતા સાચો પ્રેમજ મહત્વ નો છે એ હું હવે સમજી છું.”

દિલેરસિંહે  સ્મિત કરી નેબન્ને ની પિઠ ઉપર હાથ થાબડ્યા.

” શિવાસ્તે પંથાન….”તે બોલ્યો અને બાઇક ની કિક મારી.

બન્ને તેને જતો જોઇ રહ્યા,

આ કોઈ મદદગાર હતો કે શત્રુ..?હિતેષ્વિ હતો કે હિતશત્રુ..?એ નૂકશાન કરવા માગે છે કે નવજિવન આપવા માગે છે..?

” કોણ છે આ દિલેરસિંહ…?” બન્ને ના મસ્તક મા આ જ સવાલ નિરુત્તરપણે ઉઠી રહ્યો હતો.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s