જૈન દ્વેષ.

જૈન દ્વેષ.

મારો જન્મ જૈન પરિવાર માં થયો છે, એ યોગાનુયોગ  છે, પરન્તુ મને કોઈ પણ ધર્મ પરત્વે શ્રદ્ધા નથી, કે પક્ષપાત  પણ નથી,હા, હું , નાસ્તિક કે રેશનલ જેવા મોટા શબ્દો થી વિભૂષિત પણ નથી કરતો,કોઈ વાર ભગવાન ને પ્રાર્થના પણ મનોમન કરી લઉં છું , પણ એમાં કોઈ ચોક્કસ આકાર પ્રકાર વાળા કે વિશેષ નામ વાળા ભગવાન મારા મન માં નથી હોતા, એ નિરાકાર હોય છે ,એ મને સહાય કરશેજ એવો કોઈ વિશ્વાસ મને નથી હોતો, વાસ્તવિકતા સમજી ને હું તેમને યાદ કરું છું.એટલે આ અહી હું જે લખવા જઈ રહ્યો છું એ જૈન ધર્મ  ના સમર્થના માં લખું છું એવું નથી.

ખરેખર તો ધર્મ જનૂન  ધર્મ દ્વેષ નાં અતિરેક માંજ જન્મે છે, જયારે ભારત માં સર્વત્ર  આજે જેને હિંદુ ધર્મ કહે છે , તેનું  નું ચલણ  હતું, ત્યારે જૈનો અને બૌદ્ધો તે પરંપરા થી અલગ થયા,એને  કારણે વિદ્વાન બ્રાહ્મણો સાથે તેમને વિવાદ થયો, એ વખતે ભારત  માં જે ધર્મ પ્રચલિત હતો. તેના અધીસ્ત્રાતા બ્રાહ્મણો  હતા, બ્રાહ્મણો ના વર્ચસ્વ થી બહાર નીકળેલા જૈનો ઉપર બ્રાહ્મણોનો રોષ ઉતારે એ સ્વાભાવક હતું. અને બ્રાહ્મણોના નેતૃત્વ ને સ્વીકારતા ભારત  ના અન્ય બધાજ સંપ્રદાયો જૈનો ને ધિક્કારવા લાગ્યા.

આ એટલે સુધી પ્રચાર માં આવ્યું કે એક સંસ્કૃત શુભાષિત માં કહેવાયું છે કે “સામે થી ગાંડો હાથી ધસી આવતો હોય, બીજી તરફ ઊંડી ખીણ હોય તો  પણ જીવ બચાવવા માટે કદી  જીન મંદિર  માં ન જવું”જૈનો તરફ ના તિરસ્કાર નું આ વરવું રૂપ છે. જૈનો બીજા ધર્મો પરત્વે મોટા ભાગે ઉદાર હોય છે, હા એમના માં પણ “તાલીબાનો” હોય છે, જે અન્ય દેવો ને “મીથ્યાતવી “કહેતા હોય છે ખરા, પણ તેમનું દેવત્વ તો તેઓ સ્વીકારેજ છે. બહુમતી જૈનો કૃષ્ણ,શિવ, વિષ્ણું કે દેવી માતાઓ નો  આદર કરતા હોય છે, ઘણી ખરી દેવી માતાઓ તેમની કુળદેવી તરીકે પૂજાતી હોય છે, જૈનો અન્ય ધર્મો ના મંદિર માં  દર્શન કરવા માં ખાસ ખોટું સમજતા નથી.પણ બીજા ધર્મ પાળવા વાળા ભાગ્યેજ જૈન દેરાસર માં જતા હશે,

ધિક્કાર સ્વચ્છ માહોલ ને ડહોળી નાખે છે , ધરમ નું વળગણ ન હોય એવા લોકો પણ પોતાના સમૂહ સામે કટુ વચનો સાંભળે તો એક સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે , એક માનવસ્વભાવ પ્રમાણે તેને ગમતું નથી. આમ થવા થી જે લોકો ને ધર્મ માં બિલકુલ શ્રદ્ધા ન હોય એવા લોકો પણ પોતાના ગણવા માં આવતા ધર્મ સા મેં ની સામુહિક ટીકા ને સહન કરી નથી શકતા,જેમ કે અત્યાર નું પટેલ અંદોલન, ઘણા એવા પટેલો હશે જેમને આ અંદોલન માં જરા પણ રસ ન હોય, પણ એક પટેલ તરીકે તે પોતાની કોમ ની સાથે રહેવા નું પસંદ કરશેજ. આવુજ કટ્ટરતા વાદીઓ ની સાથે થાય છે. અને એમના  કટ્ટરતા  થી દુભાયેલા સામાન્ય માણસો પણ કટ્ટરતા સામે કટ્ટરતા અપનાવે છે, અને એમાં થી જ દેશવાસીઓ માં અંદરો અંદર વિભાજનો થાય છે.હિંદુ મુસ્લિમની લડાઈ તો  આપણે  ત્યાં ચલીજ રહી છે, પણ have કોઈ જાણે હિંદુઓ માં પણ ફૂટ પડાવતું હોય એમ જ્ઞાતિ , ધર્મ, પ્રજાતિ.અનુસાર ભેદભાવો ઉભા કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

અનામત નું આં દોલન વિષે અહી કહેવાનું નથી મૂળ મુદ્દો એ છે કે જૈનો ની અહિંસા એ કોઈ રાષ્ટ્ર નો દ્રોહ હોય એ રીતે તેમના ધર્મસ્તહન્ક સામે માંસ નું પ્રદાસ્ર્હાના કરી ને નવી ચિનગારી શા માટે ચાંપવી જોઈએ..?જૈનો એ કોઈપ્રજા ને પરેશાન  કરી હોય એવા દાખલા નહીવત હશે,તેમ છતાં તેમને વિધર્મી હોય એવા વર્તાવ  થી તેમને અપમાનિત કરવા, એમની ધાર્મિક લાગણી,(સાચી કે ખોટી જે ગણો તે)દુભાવવી,એના થી મહારાષ્ટ્ર  ની પ્રજા ના હાથ માં શું આવવા નું છે.?એક સપ્તાહ માંસાહાર નહિ કરે તો  તેમને શું વાંધો આવવા નો છે..?અને અહિંસા એ કોઈ અપરાધ તો  નથી ને..?અલબત , તેમના ખાવા પીવા ઉપર એક સપ્તાહ પાબંદી આવે ખરી, પણ એટલા દિવસ તેઓ બીજું ન ખાઈ શકે..?માંસાહાર વિના તેમનું જીવન ટકી નહિ સકે..?એક દેશ ના નાગરીકો એક બીજા ના  ધાર્મિક સહકાર ખાતર આટલું ન કરી શકે..?અને મંદિરો  ની સામે માસનું  નું પ્રદર્શન //?આવું તો  મોગલો એ કે મુસ્લિમો એ પણ નહિ કર્યું હોય,અને તે પણ કોઈ પણ  વિના..?

એક સમૂહ બીજા સમૂહ સામે આ રીત ના આક્રમણ નાં કારણે જ ધર્મ માં નહિ માનનારા પણ આ સામુહિક તિરસ્કાર સામે એક થઇ શકે છે. અને આમજ ફાટફૂટ શરુ થાય છે. જૈનો લઘુમતી માં છે, અહિંસક અને જરા સુવાળી પ્રજા છે, કારણ વગર તેઓ લડાઈ ઝઘડા નથી કરતા, તેમ છતાં તેમને આ રીતે અપમાનિત કરવા માં આવે તો એ દેશ ના કયા હિત માં છે..?એક સપ્તાહ ગુજરાત માં ઈન્ટરનેટ બંધ રહ્યું ત્યારે કેમ કશું ચાલ્યું નહિ..?મુસ્લિમો ની જાહેર નમાજ વખતે કેમ ચુભાઈ બેસી રહો છો..?બહાદુરી ત્યાં ક્યા ચાલી જાય છે..?અને એક નીરુપ્રદ્રવી પ્રજા સામે આવું અપમાન કરવું એમાં કઈ બહાદુરી છે..?એક શાંત પ્રજા સામે એટલો રોષ શા માટે..?

ઠાકરે પરિવાર ની આ નાદાની દેશમાં ચાલી રહેલા વિભાજક પગલાઓ ને વધુ બળ  આપશે . તમારા ખાવા ઉપર પ્રતિબંધ મુકાયો એમ લાગતું હોય, લોકશાહી રીતે તેનો વિરોધ કરો, તમારા માં એવી પ્રતિભા ઉભી કરો કે સરકાર તમારું સાંભળે, આમ જૈનો નાં મંદિરો ને અપવિત્ર કરી ને તમને શું હાંસલ થવા નું છે..?તમારા કરતા મુસ્લિમો વધુ ખાનદાન દેખાય છે,

અને ઠાકરે ના એ શબ્દો..?”મુલીમો તો  પાકિસ્તાન જશે, પણ જૈનો ક્યાં જશે..?”પહેલા મુસ્લિમો ને to પાકિસ્તાન ભેગા કરો. પછી જૈનો ની ચિંતા કરજો , દેશ શું તમારા એકલા નો છે..?

Advertisements

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s