ઇંતર્નેત્ ઉપર બાન

નોન્ધ;ઇન્ટર નેટ ઉપર બીજી વખત બેન મુકાયું એ સમયે આ લખી રાખ્યું હતું.આજે have અપર્સ્તુત ગણાશે તેમ છતાં મુકેલ છે

ઇંટરનેટ ઉપર બાન

ઈન્ટરનેટ એ આજના યુગ નું એક ખુબજ જરૂરી સાધન છે, બહુજ ટૂંકા સમય માં તેને જનતા ના દિલો ઉપર, સ્થાન મેળવી લીધું છે બહુ મોટી સંખ્યા નાં લકો માં તેનો પ્રભાવ છે, have તેમને ઈન્ટરનેટ વિના એક ક્ષણ પણ ચાલે તેમ નથી એટલી હદે એ દિલોદિમાગ ઉપર છવાઈ ગયું છે. આજે એ માત્ર એક ટાઇમ પાસ પ્રવૃત્તિ નથી . એ ઘણી પ્રકાર ને ઉપયોગી પ્રવૃતિઓ માટે જરૂરી છે. વ્યાપાર, ઉદ્યોગ, બેન્કિંગ, પેમેન્ટ, સંદેશ વ્યવહાર, દસ્તાવેજો નો સંગ્રહ,માહિતી નું પ્રસારણ, એ બધા માં ઈન્ટરનેટ ઉપયોગી થયું છે,
આજના સમાજ માં ઈન્ટરનેટ એક અનિવાર્ય સાધન છે.હમણા હમણા થી સરકાર નું ધ્યાન આ ઉપયોગી સેવા ઉપર પડ્યું છે.જરાપણ અંદોલન થાય, કે સરકારી તંત્ર જેને કાબુ માં લાવી નહિ શકે એવું લાગે ત્યારે ઈન્ટરનેટ ઉપર બાન મૂકી દેવા માં આવે છે .ઈન્ટરનેટ થી તોફાનો, અફવાઓ વધુ ફેલાય છે, અને ખુણે ખુણે તત્કાલ માહિતી અને અફવાઓ ફેલાઈ જવાથી તોફાનો માં વધુ ઉત્તેજના ફેલાય છે એવું સરકારી તંત્રો માનતા હોય એવું લાગે છે,અમુક અંશે તેમાં તથ્ય હશે પણ ખરું.

તોફાનો. હુલ્લડો. પહેલા પણ થતા હતા, અને એવા ખૂનખાર થતા હતા કે પટેલ અંદોલન to કશુજ ન કહેવાય, ત્યારે પણ અફવાઓ ઉડતી, પણ ત્યારે પ્રસારણ માધ્યમો હાલ જેવા ટેકનોસેવી, ન હતા, એટલે એ સમયે જે વાતો ફેલાતી હતી તે કર્ણોપકર્ણ ફેલાતી. અને એમાં ઘણું ઉમેરાતું જતું હતું. અને દાવાનળ માં પેટ્રોલ ની જેમ આક્રોશ ઉછાળી આવતો હતો.પણ ત્યારે કોઈ સરકારે રેડિયો ટ્રાન્ઝીસ્તર ઉપર પ્રતિબંધ નહોતો મુક્યો..આજે વાતાવરણ જુદું છે ,એક લોકભોગ્ય. અને લોકોપયોગી આવિષ્કાર ને છુરી, ચાકુ. કે એવાજ બીજા ઘાતક હથિયાર ના જેવું ભયાનક રૂપ આપી દેવામાં આવે છે., ઉત્તમ ટેકનોલોજી ને હથીયારબંધી જેવા નિયંત્રણ નીચે લાવવા માં આવી રહ્યું છે એ દુખદ બાબત છે.

અફવાઓ ને કી રોકી શકાતું નથી.ઈન્ટરનેટ ન હતું ત્યારે પણ અફવાઓ કે સત્ય ઘટના ઝડપ થી ફેલાતીજ હતી.તોફાનો શમાવવા લોક નાયકો નીકળી પડતા, તેમના માં એક નિષ્ઠા હતી અને લોકો તેમનો અદર કરતા, તેમને એક અપીલ ઉપર્તોફાની ટોળા શાંત થતા હતા, તોફાનો વકરતા ત્યારે એ પ્રતિભાવાન નાયકો ઘર માં સલામત બેસી ન રહેતા, પણ ખુલ્લી છુરા બાજી થતી તેવી સ્થાનો માં પહોંચી જતા, અને લોકો ને શાંત રહેવા અપીલ કરતા, અને તેમની કારકીર્દીજ એવી હતી કે લોકો ને તેમની આંખ ની શરમ નડતી., આજે have એવા કોઈજ લોકનાયક રહ્યા નથી.

કદાચ have એવો પણ યુગ આવે કે પાણી. ગેસ, પેટ્રોલ ,ઘી.તેલ. શાકભાજી જેવી એસેન્સિયલ વસ્તુઓ નો સપ્લાય પણ બંધ કરી દેવા માં આવે,જેથી તોફાનો તુરતજ શમી જાય .પણ શું આ લોકશાહી ને શોભે એવો નિર્ણય ગણાશે..?જનતા છે, એ તમારાજ મતદારો છે, એમાનેજ તમને ચૂંટી ને મોકલ્યા છે. એ શું આવી બંધી કરવા માટે..?થોડાક તોફાની તત્વો માટે આખા ગુજરાત ના ઈન્ટરનેટ બંધ કરી દેવા એ શું વ્યાજબી છે..?

પહેલા ના માબાપો. બાળકો તોફાન કરે કે કશી તેમના મન થી અઘટિત હોય એવી માગણી માટે કજીયો કરે ત્યારે તેમનું એકજ હથિયાર હતું “તોફાન કરીશ to બાથરૂમ માં પૂરી દઈશ ..!અથવા નહિ માને તો ખાવા નહિ આપીએ”આ પણ આજના ઈન્ટરનેટ ઉપર ના બાન જેવીજ ધમકી હતી.સરકાર પણ આવાજ બાન મૂકી ને તોફાનો ને શમાવે છે,કારણ તેમની પાસે આજે જુના સંનિષ્ઠ નેતાઓ કે કાર્યકરો નથી , જે બગલથેલા માં શીંગ ચણા લઇ ને લોકો ની વચ્ચે ધૂમી વળતા હતા, અને એમની એક હા કે તોફાનો શમી જતા…!

ઈન્ટરનેટ આજે એવું અનિવાર્ય થઇ ગયું છે કે એના ઉપર બાન મૂકી ને સત્તાવાળાઓ પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે, એક વખત ડુંગળી નાં ભાવે કે તેલના ડાબા ની કીમતે સરકારો ને પછાડી છે, to ઈન્ટરનેટ તો એનાથી પણ અનિવાર્ય ગણાય છે.એટલે વારંવાર તેના ઉપર બાન મુકવું એ લોકો નો આક્રોશ વધારવા નું પગલું છે.. લોકો ને સમજાવો. તેમને ગળે વાત ઉતારે એવ મહાનુભાવો પેદા કરો જરૂર પડ્યે કાયદેસર ના પગલા લો.પણ લોકો નો ક્રોધ વધે એવું શામાટે કરો છો..?મને તો લાગે છે કે ઈન્ટરનેટ ના બંધાણીઓ ને ઈન્ટરનેટ બંધાયેલા રાખશો તો તોફાની ટોળા માં એટલી સંખ્યા તો ઓછી થશે…!એમને જો ઈન્ટરનેટ છોવશો to એ નવરા પડેલા લોકો તોફાનો માં સામેલ થવા માટે મુક્ત થશે. માટે ઈન્ટરનેટ ને તોફાનો સાથે સાંકળવા એ વધુ જોખમી છે.માટે, ઈન્ટરનેટ ચાલુ રહેવા દેશો.એવી વિનતી છે

Advertisements

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s