સ્ત્રી ભ્રુણ હત્યા, અને બેટી બચાઓ

સ્ત્રી ભ્રુણ હત્યા અને બેટી બચાઓ .

જન્મ ધારણ કરતી બાળકીઓ ને જન્મતા પહેલાજ મારી નાખવી એવી   વિચાર સરણી  આપણા  દેશ નાં ઘણા પરિવારો માં પ્રચલિત હોવા નું જણાય છે. શું એ લોકો ને પુત્રીઓ નથી ગમતી..?તેઓ શું પુત્રી  ના જન્મ ને દુર્ભાગ્ય સમજે છે..?શું તેમને પુત્રીઓ ઉપર મમત્વ કે પ્રેમ નથી હોતો.?નાં, સાવ એવું તો નથી, પણ ઘણા ખરા ભ્રુણ હત્યા કરનારાઓ અનિચ્છા એ આવું કરે છે.તેમને આમ કરવા માટે કોણ પ્રેરે છે..?શું તેમને આ ગમતું હોય છે..?મને નથી લાગતું કે સાવ આવું હોય. પહેલા ના જમાના માં ગર્ભ માં છોકરો છે કે છોકરી એ જન્મ પછીજ જાણી  શકાતું.એટલે દીકરી ને દૂધપીતી કરવા નો રીવાજ હતો. બાળકી જન્મે કે તુરતજ તેને મોટા દુધ થી ભરેલા વાસણ માં ડુબાડી ને મારી નાખવા ની ક્રૂર પ્રથા હતી.આમ કરનારાઓ એ હૃદય ને પથ્થર જેવું કરી ને આમ કરવું પડતું.જીવિત જીવ ને આ રીતે મારી નાખતા તેમનું હૃદય નહિ દુખતું હોય એમ માનવા નું કારણ નથી. તેઓ આ કરતા કારણ દીકરી ભવિષ્ય માં આફત નોતરીલાવે એમ સમજવા માં આવતું.

કેવા પ્રકાર ની આફત..?આમ તો  આ એક માન્યતા નોજ પ્રશ્ન હતો દીકરીમોટી  થાય ત્યાં સુધી માતાપિતા અને પરિવાર ને ભયગ્રસ્ત હાલત માં જીવવું પડતું. આપણો  સમાજ તો  પ્રથમ  થીજ આવોજ રહ્યો છે. પુરુષવર્ગ ની મનોવૃત્તિ પહેલેથીજ બદનજર ધરાવતી રહી છે, દીકરી જુવાની માં પગ મુકે તે સાથેજ આસપાસ નો માનવ સમાજ ની દ્રષ્ટિ ચકળ વકળ થવા લાગે છે. તેના ઉપર કુદ્રષ્ટિ કરનારા, તેનો પીછો કરનારા. તેની છેડતી કરનારા અને તક મળે તો  તેના ઉપર બળાત્કાર કરનારાઓ ફૂટી નીકળે છે. જો દીકરી નાં  ભાઈ, પિતા કે વડીલ સામનો કરી શકે તેમ હોય તો  પણ એકલા આ બધા તત્વો ને શું કરી શકે..?એટલે શરમજનક સ્થિતિ માં તેઓ ચુભાઈ ને બેસી રહે છે,એ વખત ની રાજાશાહી માં રાજા ને કે અમલદાર ની નજરે કોઈ ની રૂપાળી દીકરી પડી ગઈ તો તેનું આવી બન્યું સમજો. રૈયત કશું કરી શકતી ન હતી, કાયદો બધો સત્તાધીશો નાં હાથ માજ રહેતો,તેથી દીકરી નો તો  ભોગ લેવાતોજ, પણ પરિવાર ને પણ ન ભૂંસાય એવું લાંછન  લાગતું.

બધાજ આવા તત્વો સાથે. લડી શકવા ની હિંમત ધરાવતા ન હતા , હિંમત હોય તો  પણ એકલા હાથે આ બધું રોકી શકતા ન  હતા.તેમાં થી જ દીકરી ને સંતાડી રાખવા ની, વહુઓ ને ઘૂંઘટ માં ગોંધી રાખવાની તેમજ તેને બહાર ન નીકળવા દેવા ની રીતરસમ અમલ માં આવી. આ રીત રસમ નો હેતુ દીકરી ને દુષ્ટ તત્વો થી બચાવવા નો હતો, જે લાંબા ગળે એક કુરિવાજ બનીગય્યો.

કેટલીક કોમ માં સાળો અથવા સસરો બનવું એ શરમજનક ગણાતું.આ  બંને સંબંધો ગાળ તરીકે પણ ઉપયોગ માં લેવા માં આવતી,જે આજે પણ ચાલુજ છે. કાઠી જેવી લડાયક કોમ માં તો  સાળા  તરીકે ઓળખાણ પણ ન આપી શકાતી. તેને બદલે સબંધી શબદ નો ઉપયોગ કરવો પડતો , “આ મારો સાળો છે કે આ મારા સસરા છે ” એમ કહેવા માં આવે તો ધારિયા ઉડતા,જો દીકરી હોય તોજ કોઈ નાં સાળા  કે સસરા બનવું પડે અને નામોશી વહોરવી પડે એ નાં નિવારણ તરીકે બધાજ ઇચ્છતા કે દીકરી ન હોય તો  આવું બધું સહન ન કરવું પડે. દીકરી ની બાપે વરપક્ષ  ને નમતા રહેવું પડતું. માટે જો દીકરિજ ન હોય તો  કેટલી બધી નિરાંત….!ભલભલા મૂછે લીંબુ લટકાવાવાવા વાળા પણ દીકરી ને કારણે પ્રતિષ્ઠા ગુમાવતા, કારણ એકલ દોકલ પિતા કે ભાઈ આવા અસંખ્ય તત્વો સામે કેટલુક લડે..?અને જો ન લડે તો  પણ કાયર માં ખપી જાય  આમ બેવડો માર સહન કરવો પડે એવો સમાજ હતો.

દીકરી ભારણ રૂપ પણ ગણવા માં આવતી, એ જ્યાં સુધી લગ્ન કરી ને પતિગૃહે ન જાય ત્યાં સુધી પિતા નાં મન ઉપર ભારણ રહેતું. દીકરી નો પગ આડો અવળો  ન પડી જાય,, કોઈ ની સાથે ભાગી ન જાય , ફસાઈ ન જાય, તેની ઇજજત ઉપર ભય ન આવી પડે એવા સતત ઓથાર હેઠળ પીડાઈ જીવવું પડતું.આમ દીકરી નો પિતા માનસિક તાણ  હેઠળ જ જીવી શકતો હતો.

કેટલીક લડાયક કોમ દીકરી નાં સાસરિયા ને નમવું પસંદ ન કરતા. એ માટે પણ પોતાને દીકરી ન હોય એવી ઈચ્છા રાખતા, તો બીજા કેટલાક દીકરી ને પારકી થાપણ સમજતા, અને તેની પાછળ વ્યર્થ ખર્ચ ને બોજા રૂપ સમજતા,

આવા બધા કારણો સર દીકરી ન હોય, અથવા હોય તો  તેને જન્મવા ન દેવા નો રીવાજ પડતો ગયો.પણ કોઈ એ નહોતું સમજતું કે દીકરી ને મારી ને નિરાંત અનુભવવી  એ કાયરતા છે.ભલભલા શુરવીરો પણ દીકરી નાં કારણે શરમ અનુભવતા, એમાં થીજ દીકરી ને દૂધપીતી કરવા નો કે સ્ત્રી ભ્રુણ  ની હત્યા કરવા નો રીવાજ પડતો ગયો. કારણ એ અંધાધુંધી નાં સમય માં બધા ને શાંતિ થી જીવવું હતું , અને જો દીકરી હોય તો  એ શાંતિ ઉપર જોખમ દેખાતું હતું , બધાજ કાયર હતા એવું ન હતું, પણ એ સમાજ બહુજ કપરો હતો. કોઈ દીકરી ઉપર થતા શારીરિક આક્રમણ વખતે મદદ ન કરતા, પણ એ દુભાયેલી દીકરીની ક્રૂર હાંસી જરૂર ઉડાવતા, અને પરિવાર ને લાંછન લાગ્યા ની કોમેન્ટો થી પરિવાર ને દઝાડતા રહેતા.ભલભલા પ્રતિષ્ઠિત પરિવારો પણ દીકરી ની નાલેશી સામે લાચાર  રહેતા.

મેં જાતે મારા ગામ માં જોયું છે કે શાળા એ જતી યુવાન છોકરીઓ ની પાછળ એ સમય ના મવાલીઓ પડતા. ત્યારે આજુ બાજુ માં પસાર થતો એ છોકરીઓ નો ભાઈ શરમ થી માથું ઊંચું નહોતોકારી શકતો, કારણ મવાલીઓ સામે તે એકલો શું કરે..?જો કે એ સમય નાં મવાલીઓ માં પણ થોડી શાલિનતા હતી, એ લોકો પીછો કરવા થી વધુ કશું નહોતા કરતા, એક છોકરી ની પાછળ પાડનાર મવાલીઓ સાથે બીજા પક્ષ ના મવાલીઓ લડતા પણ ખરા, પણ આ બધું પરિવાર માટે વધુ શરમજનક થઇ રહેતું.

ટુ^ક માં દીકરી કે બહેન હોવા બદલ પુરુષ વર્ગે ઘણું સહન કરવું પડતું.એ કારણેજ દીકરી ન હોય તો  સારું એવી વૃતિ બંધાતી ગઈ. દીકરી અપ્રિય હતી એવું ન હતું. પણ એક જાત ની કાયરતા,પહોંચી  વળવા ની અક્ષમ્તા , અને સામાજિક  મહેણાં  ટોણા નાં કારણે દી કરીઓ પરત્વે અણગમો થવા લાગ્યો હશે.

આજે પરિસ્થિતિ સુધરી છે, કાયદો અને વ્યવસ્થાની હૈયાધારણ રહે છે ,પોલીસ છે,કન્યાઓ હિમ્મત્બાજ  થઈ  છે, સ્કૂટર,મોટર ચલાવતી થઇ છે,ઊંચા અવાજે વાત કરી શકે છે, દબાઈ ને બેસી રહેતી નથી.તેથી  ઘણો ફેર પડ્યો છે, તો બીજી તરફ ગુંડા તત્વો વધુ ક્રૂર,વધુ હિંસક બન્યા છે. એટલે કન્યાઓ ઉપર નું જોખમ તો  એવું ને એ વુજ કહો કે એથીયે વધુ રહ્યું છે.

તેમ છતાં હવે  સમાજ પણ અંધારા માં થી બહાર આવતો જાય છે, પીડિતા મહિલાઓ તરફ કોઈ  અજુગતું વિચારતું નથી  . તેની તકલીફ સમજતો થયો છે.તેથી સ્ત્રીભ્રૂણ હત્યા નું પ્રમાણ ઘટતું જાય છે,એ સારી નિશાની છે. હવે  તદ્દન પછાત અથવા અશિક્ષિત સમાજ સિવાય કોઈ ભ્રુણ હત્યા નથી કરતુ. આ માટે સજા થઇ શકે એવા કાયદા પણ થયા છે, અને છોકરીઓ એ અદભૂત વિકાસ સાધ્યો છે એ જોતા સ્ત્રીભ્રુણ હત્યા નું પ્રમાણ ઘટતું જા ય છે.

દીકરીઓ નથી ગમતી એ કારણ નહિ પણ દીકરીઓ ની નાલેશી , અને તેને રોકવા ની અક્ષમતા, અમુક અંશે કાયરતા નાં કારણે have દીકરીઓ તરફ જરા અણગમો રહેતો હશે. બાકી કોઈ માતા નવજાત દીકરી ને આમ મરવા ન દે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s