8-પ્રભાવ નો પરાભવ

8-પ્રભાવ નો પરાભવ .
નંદ અને ચારુવિન્દા.
બીજા દિવસ ની વહેલી પ્રભાત ના ઠંડા પહોરેપ્રસેનજિત અને બંધુલમલ્લ ની વિદાય લઈ ને દેવક કપિલવસ્તુ તરફ જવા તૈયાર થઈ ગયો.

“ત્યારે બંધુલમલ્લ..!પેલુ પછી નિશ્ચિતજ સમજજો…! મલ્લો વાળુ..’ દેવકે અશ્વ પર ચઢતા કહ્યુ
” હા, એ તો નિશ્ચિતજ સમજુ છું, એમાં હવે મીનમેખ ન થાય..,તમારા તરફથી સંદેશો મલતાજ હું મલ્લો પર ધસી જઈશ.’ બંધુલે દ્રઢતા થી કહ્યુ.
‘ તો બસ, લ્યો ત્યારે રામરામ..!’કહી દેવકે અશ્વ ને ચાલવાની સંજ્ઞા કરી.

અહીં નો ફેરો સફળ થયો હતો તેથી સંતોષ અને આનન્દ અનુભવતોદેવક હળવા હૈયેકપિલવસ્તુ ના માર્ગ પર અશ્વ દોડાવવા લાગ્યો.
મધ્યાન્હ ઉતરવા આવ્યો ત્યારે કપિલવસ્તુની સમિપ ના વનપ્રદેશની શિતળ વ્રુક્ષરાજિઓ વચ્ચે થી તે પસાર થવા લાગ્યો.પણ હજી કપિલવસ્તુ દૂર હતુ, ગઈ રાત્રી નો અર્ધ ઉજાગરો, પ્રવાસ નો થાક,અને વાતાવરણની શિતળતાએ દેવક ને થોડી પળ વિશ્રામ લેવા પ્રેર્યો.
કોઈ શાંત નિર્જન સ્થળ શોધી ત્યાં થોડો વિરામ લઈ ને આગળ જવા નુ તેને ઠીક લાગ્યુ, કારણ કપિલવસ્તુ ગયા પછી કદાચ સંજોગો વશાત વિશ્રામ ન પણ મળે..!અશ્વ પણ થાકેલો લાગતો હતો.
ચાલતા ચાલતા એક ભગ્નાવશેષજેવા ચૈત્યના ઓટલા પરદેવક નુ ધ્યાન ગયુ, સ્થળ અત્યંત એકાંત હતુ, નિર્જન પણ હતુ.ચૈત્ય વિશાળ હતુ, પણ વર્ષોથી અપૂજ હોય એમ જણાતુ હતુ, ચૈત્ય ની અંદર ધુળ ના થર અને રાફડા થઈ ગયા હતા, એમાં થોડી વનસ્પતિ પણ આડેધડ ઉગી નીકળી હતી.આસપાસ વ્રુક્ષઘટા પણગીચ હતી, એટલે સ્થળ તદ્દન નિર્જન અને કાંઈક અંશે ભયપ્રદ પણ દેખાતુ હતુ.
દેવક ને લાગ્યુ કે અહીં જરાપણ અવરોધવીના વિશ્રામ મળી શકશે.તેણે અશ્વ ને ચૈત્યની એકબાજુએ છુટ થી હરીફરી શકે તે રીતે બાન્ધ્યો અને તેના મુખ સામે લિલુ ઘાસ નાખ્યુ.અને એક ઓટલો સાફ કરી ને શરીર લમ્બાવ્યુ.સ્થાન ની શિતળતાએ તેની આંખમાં નિદ્રા ભરવા માંડી.
પણ એકાએક તેની નિદ્રા માં ભંગાણ પડ્યુ.તેના કાન ઉપર કોઈ સ્ત્રિના હસવા નો મંજુલ ધ્વનિ પડ્યો.

દેવક ને આશ્ચર્ય થયુ. અત્યારે આ નમતી બપોરે આ ભેંકાર ચૈત્યના અવશેષ માં કોઈ સ્ત્રિ નો ધ્વનિ ક્યાં થી…!કોઈ ગ્રામિણ લોકો હશે એમ ધારી તે ઉભો થયો,તેને ત્રુષા પણ લાગી હતી, આ લોકો પાસે થી કદાચ પાણી મળી જશે એવી તેની ગણતરી હતી.

ચૈત્ય ની બીજી બાજુ એથી ધ્વનિ આવી રહ્યો હતો.દેવક તે તરફ જવા લાગ્યો.પણ વળાંક આવતાજ તેની સાવધ દ્રષ્ટિ એ દૂરની ઝાડીઓ વચ્ચે એક રથ છુપાયેલો પડ્યો.રથ અને અશ્વો ની શોભાજોતા લાગતુ હતુ કે રથ કોઈ મહત્વના વ્યક્તિ નો હોવો જોઈએ,

દેવક એકદમ સાવધ થઈ ગયો.આવા જિર્ણ અને ભેંકાર સ્થળો નો ઉપયોગ કોઈ ગુપ્ત કાર્યના સંચાલન માટે થતો હોય છે એ તેના સ્વાનુભવ ની વાત હતી.અહીં પણ એવુજ કાંઈક થઈ રહ્યુ હોય એવો સંદેહ તેને થયો.તે પાછો વળી ગયો,અને ચૈત્યના પાછળના દ્વાર માંથી અંદર પ્રવેશ્યો, તદ્દન અવાવરુ અને જીવજંતુઓ ના નિવાસ જેવા બે આગારો વટાવી તે ચૈત્યની બીજી બાજુએ આવેલા ભાગમાં આવી ગયો.સાવધપણે તેને બહાર ડોકિયુ કર્યુ.
બહાર મોટી પરશાળ હતી, ઝાડીઓ અને વેલાઓથી આચ્છાદિત એ પરશાળ આવતા જતા લોકો થી તદ્દન સુરક્ષિત હતી, દેવક એક વિશાલ સ્થંભની પાછળ છુપાયો.અને ધીમે થી બહારની પડશાળ માં દ્રષ્ટિ કરી.
તેના આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ રાજકિય મુત્સદ્દીઓ ન હતા પણ એક સુન્દર યુવક અને એવીજ સૌન્દર્યવાન યુવતિ પરસ્પર ના બાહુપાશમાં બંધાઈ ને બેઠા હતા,

દેવક મુછમાં હસ્યો.આ કોઈ રાજકિય ષડયંત્રકારીઓ નહી પણ કોઈછુપા પ્રેમી જનો હતા એમ સ્પષ્ટ લાગતુ હતુ.મનમાં હસતો તે એ સ્થંભની ઓથે બેસી ગયો.બન્ને વચ્ચે થતી વાતચિત અહીં થી સાભળી શકાતી હતી.દેવક ને કોઈની ગુપ્તવાત ન સાંભળવી એવુ કોઈ વળગણ ન હતુ.

‘ ત્યારે તું મને હજી ઓળખી શકી નથી, ‘યુવક બોલી રહ્યો હતો.
” તમે ઓળખાઓ ત્યારે ઓળખુ ને કુમાર..!મને તમારી બધી વાતો પોકળ લાગી રહી છે.’ યુવતિએ સહાસ્ય ઉત્તર આપ્યો.
” હું જે બોલુંછું તેજ કરુ છું હોં ચારુવિન્દા..!”યુવક કહેતો હતો.
” એ તો જ્યારે જોઈએ ત્યારેજ ખબર પડે..!’ યુવતિ લહેકો કરી ને બોલી.
” તો જોજે ને..!હું કદી પ્રણાલિકા નુ દાસત્વ કરવાનો નથી.”

ચારુવિન્દા નામથી સંબોધાઈ રહેલી એ યુવતિ એ યુવક ના સ્કન્ધ પર પોતાનુ મસ્તક ઢાળતા કહ્યુ :
” હું તમને સમજુ છું નંદ,પણ મને મારા ભાગ્ય પર વિશ્વાસ નથી, અને તમારા માં એક ક્ષતિ છે.’

દેવક નંદ નુ ઉદ્બોધન સાંભળી જરા ચોંક્યો.યુવતિ યુવક ને નંદ કહી ને સંબોધી રહી હતી,આ શાક્યો નો રાજકુમાર નંદ તો નહોતો ને..!
” ક્ષતિ..? અને મારામાં?”નંદનામના એ યુવકે પુછ્યુ.
” હા, તમે વધુ પડતા સરળ અને ભોળા છો,”
” તને એવુ લાગે છે, ચારુ..?’
“, હા, હું ખરુ કહું છું, મને ભયછે તમારા આ ભોળપણ નો..,તમે ભલે ગમેતેટલા નિર્ણય કર્યા હોય પણ તમને કોઈ એકપળ માં ભોળવી જશે., અને તમે બધુ વિસરી જશો.’
” ચારુવિન્દા..! તું મને હજી ઓળખતી નથી, તેથીજ આમ બોલે છે.., મારી તો આ દ્રઢ પ્રતિજ્ઞા છે, હું વ્યર્થ પ્રણાલિકાઓ ને તોડ્યા વીના રહેવા નો નથી.’ નંદ નામધારી એ યુવક બોલ્યો.
” ખરુ કહો છો..?”
” એમાં કોઈ સન્દેહ નથી.’
ચારુવિન્દા એ સ્મિત કર્યુ અને યુવક ના હોઠ પર એક અછડતુ ચુમ્બન કર્યુ.
” જે દિવસે તમે ગણતંત્ર નો ધ્વંશ કરશોતે દિવસે હું ક્રુતક્રુત્ય થઈશ, નંદ..! હું એ દિવસ ની આતુરતાથી પ્રતિક્ષા કરી રહી છું”
‘ તારે વધુ પ્રતિક્ષા કરવી નહી પડે,ચારુ…! બધુ યોગ્યરીતે ગોઠવાઈ ગયુ છે,શાક્યસમ્રાટ ની સામ્રાગ્નિ ના પદ પર બેસવા તૈયાર રહેજે..!’નંદે તેને આશ્લેશમાં લેતા કહ્યુ.
‘ વાહ, નંદ…! તમે સમ્રાટ અને હું તમારી સામ્રાગ્નિ….!કેવુ મજાનુ ચિત્ર છે, નહી..?રાજવિ નુ દેવાંશી ગૌરવ આ ગણતંત્રના પૂજારીઓ શું જાણે…!” ચારુવિન્દાએ કહ્યુ.
‘ ગણતંત્ર એટલેજ મુર્ખાઓ અને દિર્ઘસૂત્રીઓ નુ શાશન..!’ નંદ બોલ્યો.
‘ ખરુ છે નંદ..!કેવી ભયાનક અને અમાનુશી પ્રણાલિકા છે એમાં..?લોકટોળા ના અભિપ્રાય અનુસાર રાજ્ય નુ અને વ્યક્તિઓ નુ ભાવિ ઘડાય….!કેવી કદરુપી પ્રથા…!રાજ્યની સર્વથી સુન્દર યુવતિ સૌની સહીયારી નગરવધુ બને…!તેની પોતાની ઇચ્છા જાણવાની નહી.., સુન્દર હોવુ એ જાણે તેનો અપરાધ થઈ ગયો…!તેને તેની શિક્ષા તરીકે નગરવધુ બની ને રહેવાનુ…! જેથી ગણતંત્રના સભ્યો વચ્ચે ઘર્ષણ ન થાય…! આ કેવી ક્રુર પ્રથા છે ગણતંત્રમાં…!જેમાં રાજા નુ દેવાંશી અસ્તિત્વજ ન હોય એ રાજ્ય સુખી તો ક્યાંથી થાય…!”ચારુવિન્દા એ બળાપો ઠાલવ્યો

” હું એ સમજુ છું એટલેજ મેં વિરોધ જગાવ્યો છે ને..!હું તને નગરવધુ માંથી મારી પોતાની વધુ બનાવીશ..!’
” તમને વિજય મળે નંદ…!”
” બધી તૈયારીઓ થઈ ગઈ છે, ચારુ…!સભાવચ્ચે હું ગણતંત્ર નો ભંગ કરવાનો પ્રસ્તાવ મુકવાનો છું..1જો કોઈ નહી માને તો વિપ્લવ થઈ નેજ રહેશે.”
” એમ..? ખુલ્લે ખુલ્લા પ્રગટ થઈ જશો..?’ અહોભાવથી ચારુવિન્દા એ પુછ્યુ.
” હા વળી…! મને કોનો ભય છે..?’
‘ એમ નહી, નંદ..! પણ જરાસંભાળી ને કામ લેજો..!બધા સાથીદારો ને ચકાસી લીધા છે ને..?’
‘ બધાજ બરાબર છે, બધા માત્ર મારો આદેશ થવાનીજ પ્રતિક્ષા કરી રહ્યા છે.તું ચિંતા ન કરીશ…!હાકલ પડે એટલીજ વાર છે.’ નંદ ઉત્સાહ થી બોલ્યો.
ચારુવિન્દા સંતુષ્ટ થઈ હોય એમ લાગ્યુ.
” એ વિજય નો દિવસ કેવો ભવ્ય હશે, નહી..?”
” હા, એ પછી આમ છુપાઈ ને મળવુ નહી પડે…!અને તારે નગરવધુ બની ને રહેવુ નહી પડે.!”
દેવક ને આખી વાત સમજાઈ ગઈ. આ યુવાન તે શાક્ય ગણતંત્ર ના ગણનાયક શુધ્ધોદન નો પુત્ર અને તથાગત ગૌતમ નો નાનો ભાઇ કુમાર નંદ હતો.અને તેની સાથે ની યુવતિ તે કપિલવસ્તુ ની જનપદકલ્યાણી એટલે કે નગરવધુ ચારુવિન્દા હતી, નંદ ની મહત્વાકાંક્ષા પાછળ આ જનપદકલ્યાણી નીજ પ્રેરણા હતી એમ તે સમજી ગયો.તે જાણતો હતો કે ગનતંત્રો માં એક પ્રથા હતી કે રાજ્ય ની સૌથી સુન્દર કન્યા કોઈ એક ની થઈ ન શકે, તેણે જનપદકલ્યાણી બનવુ પડે અને રાજ્યના બધાજ પુરુષો તેનુ મૂલ્ય ચુકવી ને તેના સૌન્દર્ય નો ઉપયોગ કરી શકે, જેથી અન્દરોઅન્દર વિખવાદ ઉભો ન થાય..!
પછી ની વાત વધુ ને વધુ અંગત બનતી ગઈ,દ્રષ્ય પણ વધુ અંગત બનતુ ગયુ,એટલે દેવક હળવે થી સ્થંભ પાછળ થી ઉભો થઈ ને પોતા ના સ્થાને પાછો ફર્યો. પાછળ ના ઓટલા ઉપર તેણે નિરાંત થી શરીર લમ્બાવ્યુ.સુતા સુતા તે વિચારવા લાગ્યો.જે નંદ ને જોવા માટે તે આવ્યો હતો તે તેને અનાયાસે જોવા મળી ગયો.નંદ ની વાતો માંથી તેનો વિચાર તો સમજાયો પણ તેનો અમલ કઈ રીતે થવાનો છે તે જાણી શકાયુ નહી,પણ તેના નિશ્ચયની દ્રઢતા,અને એ દ્રઢતા ને વધુ ને વધુ વળ ચઢાવતી ચારુવિન્દા ને તે જોઈ શક્યો હતો..આ નંદ ધારે તો રાજ્યપદ મેળવી લે પણ ખરો..!અને જો એમ થાય તો મગધ નો વધુ એક પ્રતિસ્પર્ધિ ઉભો થઈ શકે,દેવક જોકે નંદ ની યોજના જાણી શક્યો ન હતો પણતેને થોડી આશા હતી કે શાક્ય ગણતંત્ર માં નંદ ને નિષ્ફળ બનાવે એવા મહાનામ શાક્ય, કુમાર દેવદત્ત, આનન્દ જેવા મહાપુરુષો ઉપસ્થિત હતા, તેમને સમજાવી શકાય તો નંદ ને ભારે પડી શકે.અને ગણતંત્ર કાયમ રહી શકે.
‘ જો મગધ ની આસપાસ ગણતંત્રો રહે તોજ મગધ પોતાનુ રાજ્ય વિસ્તારી શકે,એવી આર્ય વર્ષકાર ની રાજનિતિ હતી,કારણ ગણતંત્રો વિસ્તારવાદી ન હતા,તેથી એકપછી એક ગણતંત્ર ને ધીમે ધીમે ગળીજવાનુ વર્ષકાર નુ આયોજન હતુ.તેથી શાક્યગણતંત્ર ને ગમેતેમ ટકાવી રાખવા ની યુક્તિ કરવાની હતી.
થોડીવાર વિશ્રામ કરી ને દેવકે ચાલવાની તૈયારી કરવા માંડી.
નંદ અને ચારુવિન્દા ચાલ્યા ગયા હતા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s