મારા વિશે કંઈક…

હું સુરેશચંદ્ર અમદાવાદ ખાતે રહું.

સાહિત્યસંગમ એ મારી મનગમતી પ્રવૃત્તિ. આમ તો ગુજરાત રાજ્ય સહકારી બેન્કમાં જિંદગી વિતાવી નાંખી એમ  કહીએ તો ય ચાલે. લીલીછમ નોટોની સંગત કરતા કરતા સાહિત્યનો સાથ જળવાઈ રહ્યો. ૨૦૦૧માં બેન્કની સેવામાંથી નિવૃત્ત થયો.

ઘણું લખ્યું છે. લખ-વા જ થયો છે એમ કહોને! અને એનો યારો, ક્યાં કોઈ ઇલાજ છે?

એક નવલકથા પણ લખી છે. એ પણ ઐતિહાસિક.. તો અલગ અલગ સાંપ્રત સમસ્યાઓએ જ્યારે વલોવી નાંખ્યો ત્યારે વિચાર વમળો પેદા થયા એ અહીં રજુ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. આ મારા અંગત વિચારો છે. પણ કોઈ પ્રત્યે મને પુર્વગ્રહ નથી. મારા વિચારોને કારણે જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થું છું.

સાહિત્યની સાથે સંગિતની થોડી સુઝ છે. થોડો લગાવ છે. ક્યારેક, હાર્મોનિયમ પર સુર છેડવા તો ક્યારેક કૄષ્ણપ્રિયા બંસરી મને સંગિતમય કરતી રહે છે.

નિવૃત્તિએ મને વધારે પ્રવૃત્તિમય બનાવી દીધો છે. જિંદગી જીવવાની મજા માણી રહ્યો છું. હર દિવસ એક નવી જ શિખ લઈને આવે છે. શિખતો રહ્યો છું. શિખતો રહીશ.

મારા વિચારો, મારી વાર્તાઓ, મારા લખાણ માટે આપના નિખાલસ અભિપ્રાયની અપેક્ષા સેવું છું..

ધન્યવાદ..

Advertisements

6 responses to “મારા વિશે કંઈક…

 1. માનનિય સુરેશભાઈ,
  ગુજરાતી બ્લોગ જગત દિવસે દિવસે વિકસી રહ્યું છે. અને એમાં આપનું અને આપના વિચારાધારા બ્લોગનું હાર્દિક સ્વાગત છે.
  આપના વિચારો જ્વલંત અને સાપ્રંત સમસ્યાને ઉજાગર કરનારા છે.
  બસ લખતા રહેશો..

  • માનનિય શ્રી નટવરભાઇ,–ઘણા સમયે આપને સંબોધી રહ્યો છું એક કામ માં મદદ જોઈએ છે, આપની ક્રુપાથી મારો બ્લોગ “વિચારધારા ” તો બની ગયો, અને સારી રીતે ચાલી પણ રહ્યો છે, પણ એ બ્લોગ ઉપર ઘણુ લખાઈ ચુક્યુ હોવાથી તેની એક અનુક્રમણિકા બનાવવી જરુરી જણાય છે, તો એ કેવી રીતે બનાવવી એ અંગે આપ માર્ગદર્શન આપસો તો ઘણો આભારીથઈશ. કારણ પાછળ ગયેલા લેખો વાંચવા માટે અનુક્રમણિકા હોવી જોઈએ. આપના વ્યસ્ત શિડ્યુલમાંથી જો થોડો સમય કાઢી શકશો તો આભારે થઈશ.—————–આપનો, સુરેશ્ચન્દ્ર શેઠ.

 2. આદરણિય નટવર ભાઇ,
  આપના અતિ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે મારા માટે સમય ફાળવવા બદલ આભારી છું
  આજ નાતાલના શુભ દિંન થી પ્રારમ્ભ થતી મારી વિચારધારા નો પ્રવાસ ના આપ શ્રી પ્રથમ પ્રેરક છો. ખુબ આભાર સાથે ,
  આપનો

  સુરેશ એમ. શેઠ

 3. aabhaar, naTavarabhaai,
  આવતી કાલથી તો વ્યસ્ત થઈ જશો. આપના નિમંત્રણ થી પ્રેરાઈ ને મેં જી.મેલ ઉપર અકાઉંટ ખોલી નાખ્યુ છે.બ્લોગ મેં મારી આવડત ની મર્યાદામાં સંભાળી લીધો છે,હવે એમાં લેખો આપતો રહીશ, આપની જાણ ખાતર લખવાનુ કે વોર્ડપ્રેસ ઉપર મારુ એકાઉંટ છેજ તેમાં” શેઠ”ના સ્પ્રેલિંગ માંથોડો ફેરફાર છે seth નહી પણ” sheth”તેમાં લખેલ છે. પણ તે સ્વતંત્ર બ્લોગ નહોતો, હવે આ નવા બ્લોગ નોજ ઉપયોગ કરીશ. એ બ્લોગમાં ગુજરાતિમાં લખી શકાતુ હતુ પણ તે વચ્ચે ક્યારે ઉડીજાય તે નક્કી ન હતુ, એટલે વર્ડ માં ટાઇપ કરી ને કોપિ પેસ્ટ જ કરવુ પડતુ હતુ.

  કોઈ તકલિફ હશે તો આપનો સમ્પર્ક કરીશ .

 4. P.K.Davda

  ભરતભાઈના ગુજરાતી ગ્રુપના અને ગોવિંદભાઈના ગુજરાત ગૌરવ ગાથા બ્લોગ્સ બંધ થયા પછી હું તમને શોધતો રહ્યો. આજે ગોવિંદભાઈ પાસેથી ભાળ મળી. મને pkdavda@gmail.com માં સંપર્ક કરજો.
  દાવડા

  • દાવડા સાહેબ, મે સમર્ક કર્યો છે,પણ મારો મૈલ રિટર્ન થયો હોય એમ લાગે છે.ફરીથી મોકલ્યો છે . વોર્દ્પ્રેસ્સ ઉપર મારો આ બ્લોગ ઉપર મે ખુબ લખ્યુ છે, સુવિચારો, કુવિચારો અને અવિચારો પણ. …!આપને સમય મલ્યે એના ઉપર એક નજર જરુર નાખશો અને સુચનો આપી ને ઉપક્રુત કરશો તો આનન્દ થશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s