અન્ધાંખો નુ અજવાળુ.39

અન્ધ આંખો નુ અજવાળુ.

39.

બિજા દિવસે ઉદય બહુજ વ્યસ્ત રહ્યો.તેણે ખુબ ઉતાવળ કરાવી ને દસ્તાવેજો તૈયાર કરાવી દીધા.

પછી ઉદયે બન્ને ને પોતાની ચેમ્બર મા બોલાવ્યા.

” કિશોર, અને રંજન, આજે તમને એક ખુશ ખબર આપવાના છે. આજે સાંજે આપણે તારી હોટલ ઉપર મળિયે છીએ. તું ત્યાં મેનેજર તરીકે સ્થાપિત થઈ ગયો છે,એટલે આપણે તારી ચેમ્બર માંજ મલીશુ બરાબર..?”

” જી સાહેબ.” કિશોરે કહ્યુ.રંજન પ્રતિક્ષણે તેના થી દૂર જઈ રહી હતી એનો વિષાદ તેના મુખ ઉપર હવે દેખાવા લાગ્યો હતો.

“કિશોર..! તું ખુશ નથી લાગતો..” ઉદયે તેની મુખ મુદ્રા જોઈ ને કહ્યુ.

” એવુ નથી સાહેબ,પણ રંજન મારી પ્રિય બહેન છે, એના થી વિખુટા પડવા મા મને ઘણો શૂનકાર લાગે છે.”કિશોરે હસવા નો પ્રયત્ન કરતા કહ્યુ.

” કિશોર..!હવે આપણે સંબન્ધી થયા, આપણા સમાજ નો નિયમ છે કે દરેક કન્યા એ પોતાના પિતા કે ભાઇ નુ ઘર છોડી ને બીજા નુ ઘર વસાવવાનુ હોય છે, અને રંજન તો તારી સાથેજ છે, પછી કેમ ઉદાસ થાય છે..?”ઉદયે કહ્યુ.

” એ તો હું પણ સમજુ છું,છતા વર્ષો સાથે વિતાવ્યા છે એટલે થોડુ તો દુખ થાયજ ને…!”કિશોરે કહ્યુ.

રંજને ટેબલ નિચે તેના પગ ને પોતાના પગ વડે ઠોકર મારી ને કિશોર ના અભિનય ને બિરદાવ્યો.જોકે કિશોરજ જાણતો હતો કે આ અભિનય ન હતો. સાચે સાચ જ રંજન ને ગુમાવવા ની હતાશા તેના મુખ ઉપર કોતરાયેલી હતી.

” રંજન નુ ઘર તારુજ સમજજે, તને રંજન ના ઘરે આવતા જતા કોણ રોકવાનુ છે..! માટે ચિંતા ન કર, આજે સાંજે આપણે તારી હોટલ મા મલિયે છીએ. હું ફોન કરુ એટલે તું તૈયારી મા રહેજે.” કહી ઉદય ઉભો થયો.

” હું જરા વકિલ પાસે જઈ ને આવુ છું પેપર્સ તૈયાર હોય તો જરા જોઇ લઉ..!”તે બોલ્યો અને બન્ને ને પોતાની ચેમ્બર્સ માજ મુકી ને તે બહાર નિકળ્યો.

ઉદયના ગયા પછી રંજને ચેમ્બર નુ બારણુ બરાબર લોક કર્યુ, અને કિશોર ની પાસે આવી ને તેના ગળે વળગી પડી.

” કિશોર…! આપણા પાસા પોબાર. તું આમ રડતુ મુખ ન રાખીશ.આપણ ને કેટલો મોટો ફાયદો થઈ રહ્યો છે અને તું આમ રોતલ જેવુ મોં રાખી ને ફરે એ યોગ્ય છે..?”રંજને કિશોર ના ગાલ ઉપર ચુમતા કહ્યુ.

” રંજન..! મને આ બેવડી રમત બહુ ગમતી નથી. તને તારી બાજી મા સારી જિત મળી છે એ ખરુ, પણ ભાંડો ફુટશે ત્યારે..?”

” ભાંડો શાનો ફુટે..?હું ઉદય ની કાયદેસર ની ધર્મ પત્ની બનુ એ પછી ઉદય આપણા હાથ નુ રમકડુજ છે ને..?એની મિલ્કત એ આપણી જ મિલ્કત છે ને..?”

” આપણી નહી, તારી.”કિશોર જરા કટુતા થી બોલ્યો.

” તું અને હું કાંઈ જુદા છીએ..?તું આવુ કેમ બોલે છે..?”રંજને રિશાળ અદા થી કહ્યુ.

“આપણો પ્લાન જુદો હતો, હવે તો તું મારી શેઠાણી થઈ જશે, એટલે આપણી વચ્ચે નો ફાસલો વધતો જ જવાનો છે ”

” એવુ જરાયે નહી થાય. હું અરુણ ને પરણી એ પછી આપણો ફાસલો વધ્યો હોય એવુ તને લાગે છે..?”રંજને કહ્યુ.

.” અરુણ તો એક લાચાર અને સાધનવિનાનો વ્યક્તિ હતો.એનો હેતુ માત્ર તને ગુંડાઓ ના હાથમાંથી બચાવવા નોજ હતો એને તારુ આકર્ષણ ન હતુ જ્યારે ઉદયશેઠતો તારા ઉપર ફિદા થયો છે. એ મને વધુ વાર તારી નજિક નહી રહેવા દે.મને તું આમ પરાયી થઈ ને ચાલી જાય એ જરા પણ ગમ્યુ નથી.”

“તું ચિંતા ન કર, ઉદય ની મિલ્કત હાથ મા આવવા દે , પછી એને પણ હું કેવો તગડી મુકુ છું એ જોજે ને…!”રંજને કહ્યુ.

“તારી  આ તગડી મુકવા ની થિયરી નોજ મને ભય લાગે છે..”કિશોરે જરા હસી ને કહ્યુ.

” એ બધુ બિજા માટે, તું તો મારા હૈયાનો હાર છે….!” રંજને રોમાંટિક થતા

કહ્યુ.

“એ હાર આજે તારા હૈયા ની બહાર રહી ને કરમાવા લાગ્યો છે.”કિશોરે કહ્યુ.

” અરે એ ફરીથી ખિલવા માટેજ કરમાઈ રહ્યો છે કિશોર.તું આવુ બધુ વિચારવા નુ છોડી દે. અને આપણી જિત નો ઉત્સવ  ઉજવ.”કહી રંજને તેને ઉષ્માભેર ચુમ્બન કર્યુ.

એજ સાંજે કિશોર ને જે હોટલના મેનેજર નો ચાર્જ આપ્યો હતો, તે હોટલ મા તેની મેનેજર ની ચેમ્બર મા. તે તૈયાર થઈ ને બેઠો.

થોડીજ વાર મા ઉદય નો ફોન આવી ગયો. અને એ પછી અર્ધા કલાક માંજ ઉદય ની કાર હોટલ ના પોર્ચ મા આવી ને ઉભી રહી.

ઉદયે બહાર આવી ને કાર નો બિજી તરફ નો દરવાજો ખોલ્યો અને રંજન ને આદરસહિત કાર ની બહાર આવવા સંકેત કર્યો.

બન્ને હાથ મા હાથ રાખી ને પગથિયા ચઢ્યા, મુખ્ય દ્વાર માંથી કિશોર તેમને સત્કારવા સામે આવ્યો .અને આદરભેર તેમને પોતાની ચેમ્બર મા દોરી ગયો.

“બિરાજો સર.”કિશોરે પોતાની મેનેજર તરીકે ની ચેર તરફ નિર્દેશ કરી ને ઉદય ને બેસવા કહ્યુ.

” નહી કિશોર, એ તારી જગ્યા છે, એનુ ગૌરવ પણ તારેજ સાચવવાનુ છે, અને તારેજ એના ઉપર બેસવાનુ છે,”કહી ઉદયે ટેબલ ની સામે મુકાયેલી ખુર્શીઓ ઉપર બેઠક લીધી. અને રંજન ને પણ બેસવા નિર્દેશ કર્યો.

તેમના બેઠા પછી કિશોર પણ જરા સંકોચાતો પોતાની ખુરશી ઉપર બેઠો.

“બોલ કિશોર, અહીં ફાવે છેને..?”ઉદયે પુછ્યુ.

“સર લાઇન જરા નવી છે , પણ જુના સ્ટાફ ની મદદ લઈ ને બધુ ધ્યાન ઉપર લેતો રહું છું એટલે થોડાજ સમય મા હું વાકેફ થઈ જઈશ.”

” મને ખાત્રી છે કે તું આ કરી શકીશ.”કિશોરે બેલ વગાડી ને મહેમાનો માટે આઇસ્ક્રિમ મંગાવ્યો.

“કિશોર, રંજન તારી હોટલમેનેજર ની પોષ્ટ જોઇને બહુજ સંતુષ્ટ થઈ છે.પોતાના ભાઇ ની પ્રગતિ જોઇ ને કઈ બહેન રાજી ન થાય…!” ઉદયે રંજન તરફ પ્રેમાર્દ્ર નજર નાખતા કહ્યુ.

“એટલેજ એ મને છોડી ને જશે એવાત નુ મને દુખ થાય છે, બાકી એના જેવી ભાગ્યશાળી બિજી કોણ હોઇ શકે કે જેને તમારા જેવો પતિ મળી રહ્યો છે સર..!” કિશોરે ચાપલુસી કરતા કહ્યુ.

” ઓહ  કમોન યાર. હવે તો આપણે નિકટના સગા થયા, આપ્રકાર ની ફોર્માલિટી હવે આપણી વચ્ચે ન હોવી જોઇએ.”ઉદયે કહ્યુ.

પછી તેણે બ્રિફ ખોલી . અને કેટલાક સ્ટેમ્પ પેપરો બહાર કાઢ્યા.

“કિશોર, આ છે રંજન ના નામે થયેલા એપાર્ટમેંટના કાગળો. આજે તારી હાજરી માં હું તે રંજન ને અર્પણ કરુ છું.”

રંજને જરા પણ ન ગમતુ હોય એવુ મુખ બનાવ્યુ

” આ શું ઉદય ડાર્લિંગ…!મને તમે મળ્યા એ પછી કોઈજ માલમિલ્કત મા રસ નથી, આવી ફોર્માલિટી શા માટે કરી.?’તે બોલી.

“મારે તને પ્રેમ થી ક્શુ આપવુ હોય તો શું ન આપી શકુ..?એને તું ફોર્માલિટી કહે છે..?”ઉદયે કહ્યુ.

રંજન નુ બેંક એકાઉંટ ખુલી ગયુ છે અને તેમા મેં પચાશ લાખ જમા કરાવ્યા છે. “ઉદયે કહ્યુ.

રંજન ને રોમાંચ થઈ આવ્યા. એક પોશ વિસ્તાર મા આવેલો એપાર્ટમેંટ, અને પચાશ્લાખ રુપિયા આમ એક પળ મા બક્ષીશ કરનારા ઉદય પાસે કેટલુ અઢળક ધન હશે….!આ બધુ જો હાથ મા આવી જાય તો ભવ સુધરી જાય. અને બિજે ક્યાંય ફાંફાં મારવા ન પડે.રંજને સુચક નઝરે કિશોર સામે જોયુ.કિશોરે આંખ ફેરવી લીધી.કારણ આ એવી બક્ષિશ હતી કે જે મળ્યા નો આનન્દ વ્યક્ત કરવા મા અવિવેક થવા નો ભય હતો.અને લાલચુપણુ ખુલ્લુ પડી જવા નો પણ એટલોજ સંભવ હતો.

“ઉદય ડાર્લિંગ,, આવુ બધુ કરવા ની શી જરુર હતી..?લોકો જાણે તો મારા વિશે કેવુ વિચારે..?”રંજને લાડપુર્વક ઉદય ના હાથ ને વળગતા કહુ.

” લોકો શું વિચારવા ના  હતા..!તારુ છે અને તને જ આપુ છું.”ઉદયે કહ્યુ.

પછી તે ઉભો થયો. અને રંજન નો હાથ પકડી ને તેને પણ ઉભી કરી.

પછી નાટકિય ઢબે તેણે દસ્તાવેજો ના કાગળો નુ ભુંગળુ બે હાથે પકડી ને રંજન સામે ધર્યુ.

એજ પળે એકાએક ધડાકાભેર ચેમ્બર નુ બારણુ ખુલ્યુ, અને બે સિક્યુરીટીગાર્ડ ને ધકેલતો એક માણસ અન્દર ધસી આવ્યો.

“આશું છે..? એય મિસ્ટર..!કોણ છો તમે..?”ઉદયે રોફ ભેર પુછ્યુ.

રંજન અને કિશોર બન્ને એને જોઈ ને ચોંકી ઉઠ્યા.

એ માણસ દિલેરસિન્હ હતો.કોઈ કાંઈ પણ પ્રતિક્રિયા આપે તે પહેલા દિલેરસિંહે ઝપટ મારી ને ઉદય ના હાથ માંથી દસ્તાવેજો ના કાગળો આંચકી લિધા.

“આ શું અનર્થ કરી રહ્યા છો મિસ્ટર ઉદય..?”દિલેરસિન્હે કહ્યુ. અને કોઈ રોકે તે પહેલા તેણે દસ્તાવેજો ની ફાડી નાખ્યા.

” આ કેવી બેદબી છે મિસ્ટર..?તમે આ શું કર્યુ..?તમે છોકોણ..?મારે પોલિસ ને બોલાવવી પડશે.”ઉદયે રાતાપિળા થતા કહ્યુ.

” બોલાવો. અત્યારે કોઈ ની ખરી જરુર હોય તો તે પોલિસ નીજ છે. મિસ્ટર ઉદય,, તમે કોઈ જાળમા ફસાઈ રહ્યા છો અને તમને એની ખબર પણ નથી.”દિલેરસિંહે કહ્યુ..

” એની તમારે શી પંચાત..?તમે આમ અન્દર કેવી રીતે આવી શકો..?” ઉદયે કહ્યુ.

“ઉદય. આ તમે કોને આપી રહ્યા હતા..?”દિલેરસિન્હે ફાડેલા કાગળો ના ટુકડાઓ તરફ નિર્દેશ કરતા કહ્યુ.

” એની તમારે શી પંચાત..? હું મારી ભાવિ પત્ની ને ભેટ આપી રહ્યો છું.તમે કેમ વચ્ચે પડી રહ્યા છો..?અને તમે કોણ છો..?”

“દિલેરસિંહે કાગળ ના ટુકડાઓ ને હવા મા ઉછાળતા કહ્યુ:

“હું આ રંજન નો રક્ષક છું, તેને ખોટે માર્ગે જતી રોકનાર તેનો હિત મિત્ર છું.”દિલેરસિંહે કહ્યુ.

” આવીજ છે તમારી મિત્રતા..?તમે રંજન નુ રક્ષણ કરનાર છો કે તેને પાયમાલ કરનાર..?”

“હું રંજન ને આડે માર્ગે જતા રોકવા આવ્યો છું. તમે આ રંજન ને સારી રીતે ઓળખો છો..?તેના ઉપર બક્ષિશો નો વરસાદ વરસાવતા પહેલા જાણવુ નથી કે એ કોણ છે..?”દિલેરસિંહે કહ્યુ.

રંજન અને કિશોર બન્ને ભયથી ફિક્કા પડી જઈ ને ઉભા રહ્યા હતા.

“હું એને સારી રીતે જાણુ છું,એ મારા આ મિત્ર કિશોર ની બહેન છે, અને મારી વાગ્દત્તા છે.”

દિલેરસિંહ ખડખડાટ હસવા લાગ્યો.

“કિશોર ની બહેન..?કહેતાભી દીવાના અને સુનતા ભી દીવાના….! ઉદયશેઠ..!આ કિશોર એનો ભાઇ નહી પણ એનો પ્રેમી છે, ” દિલેરસિંહે કહ્યુ.

” શું બોલે છે તુ..?તને ભાન છે તું શું કહી રહ્યો છે તેનુ..?”ઉદયે કહ્યુ.

” ઉદય… આ કોઈ પૈસા પડાવનાર લાગે છે, એને તુરતજ હાંકી કાઢો…!” રંજન બોલી.

” હા, નહીતો બધો ભાંડો ખોલી નાખશે  નહી..?”દિલેર હસતા હસતા બોલ્યો.

” મિસ્ટર તમે આજ ક્ષણે બહાર નિકળી જાઓ, મેં તમારા જેવા બ્લેકમેલરો બહુ જોયા છે, આજ ક્ષણે તમે બહાર નિકળી જાઓ.” ઉદયે કહ્યુ  કિશોરે સિક્યુરીટી ને ઇશારો કર્યો.સિક્યુરીટી ના જવાનો આગળ આવ્યા.

‘ ખબરદાર મને હાથ લગાડ્યો છે તો…!” દિલેરે સિક્યુરીટી જવાનો ને ડારતા કહ્યુ.

” કિશોર પોલિસ ને ફોન કર..”ઉદયે કહ્યુ.

” પોલીસ હાજર જ છે.”કહેતા ઇંસ્પેક્ટર ઝાલા અન્દર પ્રવેશ્યા. તેણે આવતા ની સાથેજ સિક્યુરીટી જવાનો ને બહાર જવા કહ્યુ.અને એક ખુરશી ઉપર બેસી ગયા.

“મિસ્ટર ઉદય. તમે છેતરાઈ રહ્યા છો . આ યુવાન દિલેરસિંહ જે કહે છે તે સાચુ છે. આ રંજન અને કિશોર તમને છેતરી રહ્યા છે. એ બન્ને ભાઇ બહેન નથી પણ પ્રેમીઓ છે.”ઝાલા એ કહ્યુ

” શું..?” ઉદયે ભ્રુકુટી ચઢાવી ને રંજન અને કિશોર સામે જોયુ.

“બન્ને નિચુ જોઇ ગયા, તેમના મોં માથી વિરોધ નો એક શબ્દ પણ નિકળતો ન જોઇ ઉદય ને શંકા પડવા લાગી.

“હા ઉદયશેઠ.આ રંજન કિશોર ની પ્રેમિકા છે, એ તમારુ બધુજ પડાવી લેવા માટેતમને શિશા મા ઉતારી રહી છે, અને તમને એનુ જરા પણ ભાન નથી.”

ઉદય કિશોર સામે સખતાઇ ભેર જોઇ રહ્યો.

” કિશોર..?આ બધુ શું છે..?આ સાચુ છે..?”

” એને શું પુછો છો ઉદયશેઠ..?વધુ મા જાણી લો કે આ રંજન કુંવારી નથી, એ આપણા શહેર ની સહકારી સંસ્થા ના પ્રમુખ અરુણ ની પત્ની છે.”ઝાલા એ વધુ વિસ્ફોટ કરતા કહ્યુ.

“અરુણ ની પત્ની..?અમારી ફેક્ટરી એ સંસ્થા પાસે થી ઘણી ખરીદી કરે છે એટલે હું અરુણ ભાઈ ને ઓળખુ છું. આ રંજન શું એમની પત્ની છે..?”ઉદય ની રોમાવલી ઉભી થઈ ગઈ.

“રંજન..? આ સાચુ છે..?”ઉદયે રંજન ને બે ખભા પકડી ને હચમચાવી નાખતા પુછ્યુ.

રંજન અવાક થઈ ને નિચુ જોઈ રહી.

“દિલેરસિંહ આગળ આવ્યો.

“ઉદયશેઠ, તમે આપેલી મોંઘી ભેટ અને પચાશ્લાખ રુપિયા એણે સહેલાઈ થી સ્વિકારી લીધા તોયે તમે એને સમજી ન શક્યા..?કોઇ સાચી પ્રેમિકા આવી ભેટ સ્વિકારે ખરી..?તમે એટલુ યે ન વિચાર્યુ..?’

ઉદય વારા ફરતી રંજન અને કિશોર તરફ જોવા લાગ્યો.ઝાલા જેવો પ્રામાણિક પોલિસ ઓફિસર આ કહેતો હોય, અને રંજન કે કિશોર કાંઈ બચાવ ન કરી રહ્યા હોય તો આ બધુ સાચુજ હોવુ જોઇએ એવુ તે સમજતો હતો.

તે ખુરશી ઉપર ફસડાઈ પડ્યો.

” આ રંજન    અરુણ  ની પત્ની..? અને કિશોર ની પ્રેમિકા..?પોતે કેટલો આન્ધળો હતો એનુ તેને ભાન થવા લાગ્યુ.

“ઇંસ્પેક્ટરસાહેબ, આ બન્ને ઉપર મેં આન્ધળો વિશ્વાસ મુક્યો હતો.પ્રેમિઓ હોવા છતા તેમણે ભાઇ બહેન બનવા નુ નાટક કર્યુ એના ઉપરથીજ મને એમના ચારિત્ર્ય નો અન્દાઝ આવી રહ્યો છે.તમારો ખુબ આભાર સર,અને મિસ્ટર દિલેરસિંહ, તમે સમયસર ન આવ્યા હોત તો આ દસ્તાવેજો રંજન ને મળી ચુક્યા હોત, તમે કોણ છે તે કહેશો..?”ઉદયે દિલેર તરફ ફરી ને પુછ્યુ..

” હું ઉદય નો એક મિત્ર છું,એની સસ્થા ઓ એક સપ્લાયર છું.” દિલેર કહ્યુ.

” અરુણ ભાઇ ને તો હું પણ સારી રીતે ઓળખુ છું એમના જેવો નોબેલ માણસ આ વેપારી આલમ મા જોવા ન મળે…!મને શું ખબર કે આ એની પત્નીજ એની દુશ્મન બની હશે…!” ઉદય બોલ્યો.

” તો હવે ઉદયભાઇ તમારે આગળ શું કરવુ છે..?તમે જો છેતરપિંડી નો કેસ કરવા માગતા હો તો હું આ બન્ને ની ધરપકડ કરુ.”ઝાલા એ કહ્યુ.

ઉદયે કપાળ ઉપર હાથ મુક્યો.

” એમ કરવા થી મારુ નામ પણ છાપે ચઢશે, માટે જો તમને કાયદા નુ નડતર ન હોય તો બન્ને ને જવા દો. મારીજ ભુલ તો છે કે મેં કોઇ તપાસ કર્યા વીના આંધળા થઈ ને  આ બન્ને ઉપર વિશ્વાસ મુક્યો.”

“મારે પણ એજ સલાહ છે,લાંબુ કરવા થી તમારી શાખ ઉપર જ ડાઘ લાગશે. ” ઝાલા એ કહ્યુ.

“તો રંજન અને કિશોર ,તમે બન્ને આજ થી છુટા છો.તમારા જેવા માણસો ને હું હવે એક પળ માટે પણ મારી સાથે રાખવા માગતો નથી.તમે અત્યાર થીજ તમારી ડ્યુટી ઉપર થી છુટા છો.”ઉદયે કહ્યુ.

રંજન અને કિશોર ક્ષુભિત થઈ ને ઉભા થયા, અને બહાર નિકળી ગયા.

ઉદયશેઠે બધા માટે ચા નાસ્તો મંગાવ્યા. અને જુના મેનેજર ને તેના સ્થાને પુન: સ્થાપિત કર્યો.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ.37

અન્ધ આંખો નુ અજવાળુ.

37.

લખધીર થી છુટા પડ્યા પછી દિલેરસિન્હ.એક રેસ્ટોરંટ પાસે આવ્યો. અન્દર એક ખુણા ના ટેબલ પાસે બેસી ને તેણે ચા નો ઓર્ડર આપ્યો.અને પોતાનો ફોન ઉપાડ્યો.

“હેલ્લો…!હું દિલેરસિંહ બોલુ છું , ઓળખાણ પડી..?”તેણે ફોન મા કહ્યુ.

” હા, બોલો અત્યારે કેમ યાદ કર્યો..?”સામે થી પ્રશ્ન થયો.

” એક અગત્ય ની વાત કરવી છે. તું આ એડ્રેસ્સ ઉપર આવીજા.”દિલેરે કહ્યુ અને પોતે જ્યાં બેઠો હતો એ રેસ્ટોરંટ નુ એડ્રેસ લખાવ્યુ.

તેણે પોતાની ચા ખતમ કરી અને ટેબલ ઉપર પડેલો આજ નુ અખબાર વાંચવા માંડ્યુ.

થોડીજ વાર મા તેના ટેબલ પાસે કિશોર આવી ને ઉભો રહ્યો.

“બોલો મને કેમ બોલાવ્યો..?’તેણે પુછ્યુ.

” આવ બેસ, શું લેશે..?ચા કોફી કે ઠંડુ..?”

” હું ઘરે જમી નેજ આવ્યો છું બોલો તમારે શું કામ હતુ..?”કહી કિશોર સામે ની ખુરશી ઉપર બેઠો.

“તને ખબર છે  કે અરુણ કેટલાક વખત થી ગૂમ થયો છે..?”

” હા, હું એ સમ્બન્ધ મા રંજન બેન ને મળી પણ ચુક્યો છું.”કિશોરે કહ્યુ.

” તું રંજન ને બેન શા માટે કહે છે..?”દિલેરે તેને ટોકતા પુછ્યુ.

” એક પરિણિત સ્ત્રિ ને બિજુ શું કહી શકાય..?”

” પણ તમે બન્ને તો એક બિજા ને પ્રેમ કરો છો. એ છુપાવવા ની ક્યાં જરુર છે..?”

“સમાજ મા જેમ શોભતુ હોય તેમ શોભે.તમારે કામ શું છે એ કહો ને…!” કિશોર અણગમા પુર્વક બોલ્યો.

“આજે સાંજે થોડી વાર પહેલાજ અરુણ ના કપડા નદી ના કિનારે થી મળી આવ્યા છે એ તું જાણે છે..?”

‘ના, એ ગૂમ થયો એ જાણુ છું , એના કપડા ની શી વાત છે..?”કિશોરે જરા રસ બતવતા કહ્યુ.

“પોલિસ ને એના કપડા નદી ના કિનારે પડેલા મળી આવ્યા છે. એનો કોઇ પત્તો મળ્યો નથી.”

” આ વાત કરવા તમે મને બોલાવ્યો છે..?આ તો તમે ફોન ઉપર પણ કહી શક્યા હોત.”કિશોરે કહ્યુ.

” આતો એક પુર્વભૂમિકા છે મૂળ વાત તો હવે આવે છે. પોલિસ અને બિજા ઘણા એવુ માને છે કે અરુણે નદી મા આત્મહત્યા કરી છે.”

” એ  મને કહેવા નુ કારણ..?”

“કિશોર..!તું રંજન ને પ્રેમ કરે છે એ મને ખબર છે,હવે અરુણ રહ્યો ન હોય એ સંજોગો મા તુંરંજન સાથે લગ્ન કરી શકે તેમ છે.”દિલેરસિંહે કહ્યુ.

“તમારે મારી ચિંતા કરવા ની જરુર કેમ લાગે છે..?”રુક્ષતા થીકિશોરે કહ્યુ.

“કિશોર , એમ મગજ ન ગુમાવીશ હું તારી ચિતા કરતા રંજન ની વધુ ચિંતા કરુ છું,તમે બન્ને પહેલે થી પ્રેમ મા છો. વચ્ચે અરુણ  અચાનક આવી ગયો.હવે અરુણ ની અનુપસ્થિતિ મા તમે બન્ને એક થાઓ તો રંજનનુ અને તારુ ઘર વસે. ”

” દિલેર સિંહ  એ તમારા હાથ ની વાત લાગે છે..?તમે આ બધી પટલાઈ કરવા બેઠા છો, પણતમે મારા અને રંજન વિષે શું જાણો છો એ કહેશો..?”કિશોરે કહ્યુ.

” મારે વધુ જાણવુ નથી તમે બન્ને એક્બિજાના પ્રેમ મા છો, રંજનને અરુણ સાથે પરાણે બન્ધાઈ રહેવુ પડે છે, હવે અરુણ વચ્ચે નથી તો તમે એક્બિજા નો પ્રેમ પામી શકો છો.હું તો આટલુ જાણુ છું.”દિલેરસિંહે કહ્યુ,

“પણ તમને રંજન ની ચિંતા કરવા ની શી જરુર છે..?”

“અરુણ ના મિત્ર તરીકે હું રંજન ને ઓળખુ છું, રંજન અરુણ સાથે સુખી ન હતી એ મને ખબર છે,એને  તું ગમે છે, એ પણ મને ખબર છે, આટલી જાણકારી શું પુરતી નથી..?”

” પણ રંજન ને મારી સાથે લગ્ન કારાવવા મા તમને કેમ રસ છે..?”

“ગમે તેમ પણ એ અરુણ ની પત્ની છે, અરુણ ની ગેરહાજરી મા રંજન યોગ્ય સ્થળે પહોંચે એટલોજ મને રસ છે. અને મને ખબર છે કે તું અને રંજન એક્મેક ના પ્રેમ મા છો. તો હવે તું રંજન ને સંભાળી લે એટલેમારી ચિંતા પણ દૂર થાય.”દિલેરસિંહે કહ્યુ.

કિશોર જરા વાર વિચાર કરતો રહ્યો દર્મ્યાન એની ચા પણ આવી ગઈ.કિશોર સમજી ગયો કે રંજને આદરેલુ નવુ સાહસ દિલેર જાણતો નથી, ઉદયશેઠ સાથે તેની વધી ગયેલી નિકટતા દિલેર ના જાણવા મા આવી નથી.હવે એને એ વિશે કહેવુ કે નહી એની અવઢવ મા તે પડ્યો.તે વિચાર મગ્ન થઈ ને ચા પિતો રહ્યો.

” શું વિચારે છે કિશોર..?”

” હું એ વિચારુ છું કે જેમ તમે મને આ વાત કહી રહ્યા છો એમ તમે રંજન ને પણ કહી છે..?”

” એને શું કહેવાનુ એ તો તારી સાથે જવા તૈયારજ છે ને..?”

” તમને ખાત્રી છે..?”કિશોરે પુછ્યુ.

” એમાં ખાત્રી શું કરવા ની, તારા પરત્વે ના પ્રેમ ના લિધે તો એ અરુણ ની ઉપેક્ષા કરી રહી છે, હવે તે પણ છુટશે અને તને પણ મનવાંછિત રંજન મળી જશે.”

“દિલેરસિંહ…!તમારી માહિતિ બહુ જુની છે, વખત જવા ની સાથે એ માહિતિ વધુ જુની અને નકામી બનતી ગઈ છે.”કિશોરે કહ્યુ.

” એટલે..?”

” તમે રંજન ને પુછી જો જો કે એ મારી સાથે લગ્ન થી જોડાવા ખુશી છે..?”કિશોરે કહયુ.

” કેમ..? એ ખુશી નથી..?”દિલેરે પુછ્યુ.

” ના, એ અમારા શેઠ ઉદયભાઇ સાથે લગ્ન કરવા જઈ રહી છે.”

” શું વાત કરે છે…?તને કેવી રીતે ખબર..?”

” એણેજ મને બધો પ્લાન કહ્યો છે, ઉદયશેઠ બહુજ માલ્દાર છે, એ એવુ માને છે કે હું અને રંજન કઝિન ભાઇબહેન છીએ,રંજન સાથે લગ્ન કરવા માટે એ મને તેની એક હોટલ નો મેનેજર બનાવી રહ્યા છે, અને રંજન ના નામ ઉપર તેમનો ભવ્ય એપારટ્મેંટ લખી આપવા ના છે.”

” અને તેં એ સ્વિકાર્યુ છે..?”દિલેરે તિરસ્કાર થી પુછ્યુ.

” સ્વિકારવાનુ મારે નહી, રંજને છે,અને  એણે એ સ્વિકાર્યુ છે, હવે કહો મને રંજન સાથે લગ્ન કરવા નુ કહેવામાં તમારી પાસે શું આધાર છે..?”

“પણ તું રંજન નો પ્રેમી છે, એ તને છોડી ને તારા શેઠ તરફ કેમ ઝુકી શકે..?”દિલેરસિંહે ભ્રુકુટી તંગ કરતા કહ્યુ.

” એ તમારે એનેજ પુછવુ જોઇએ..”કિશોરે કહ્યુ.

“ઠીક તો આમ વાત છે….! મને આ બધી ખબર ન હતી, રંજન આમ પૈસા ખાતર વેચાઈ જશે એવુ જાણતો હોત તો હું તેની ચિંતા ન કરત. પણ કિશોર…!હવે મને તારી ચિંતા થવા લાગી છે. તારુ શું થશે..?”

કિશોરે દુખી સ્મિત કર્યુ.

” દિલેરસિંહ…! મને સમજાતુ નથી કે તમે એક અજાણ્યા વ્યક્તિ થઈ ને મારા અને રંજન મા કેમ આટલો રસ લઈ રહ્યા છો..?”

‘ એ તો મને પણ સમજાતુ નથી. તું પહેલી વાર મળ્યો ત્યાર થીજ મને તારા તરફ સહાનુભૂતિ રહી છે, કારણ તો મને પણ ખબર નથી. પણ હું જાણુ છું કે તારી સાથેજ રંજન સુખી રહી શકશે, તેના મોહ ના પડળ ઉતરવા દે.”કહી દિલેરસિંહ ઉભો થયો. કિશોર સાથે હાથ મિલાવી, ચા નુ બિલ ચુકવી ને તે ચાલતો થયો.

કિશોર ઘણી વાર સુધી ત્યાંજ બેસી રહ્યો.તેને આ માણસ સમજાતો ન હતો.તેના કહેવા મુજબ એ અરુણ નો મિત્ર હતો. અરુણ ની પત્ની બનેલી રંજન તરફ એને સહાનુભૂતિ હતી, પોતાને એ રંજન ના પ્રેમી તરીકે ઓળખતો હતો,અને અરુણ નો  મિત્ર્હોવા છતા તે અરુણ ની પત્ની ના પ્રેમી સાથે સારી રીતે વાત કરતો હતો…!આ બધુ કિશોર ને સમજાતુ ન હતુ. દિલેર કોઈ ભેદી વ્યક્તિ હતો. અને અરુણ નો મિત્ર હોવા છતા તે મિત્ર પત્ની ના પ્રેમી તરફ ચિંતા સેવતો હતો…!

કિશોરે બિજી ચા પિધી, અને ચકરાતા મગજ ને શાંત કરવા પ્રયત્ન કરવા લાગ્યો.

ત્યાંજ તેની નજર સામે ઉદયશેઠ ની ગાડી રેસ્ટોરંટ ની બહાર ઉભી રહેલી જોઈ.ઉદય ની દ્રષ્ટિ એ ચઢ્યાવીના ચાલ્યા જવુ કે તેમનો સામનો કરવો એ નક્કી કરે તે પહેલા તો ઉદય અને એક કાળો કોટ પહેરેલો વકિલ જેવો માણસ અન્દર પ્રવેશ્યા.

ઉદય ની દ્રષ્ટિ તુરતજ કિશોર ઉપર પડી.

” ઓહો  કિશોર…!તું અત્યારે અહી..?”ઉદયે કહ્યુ અને વકિલ ને સાથે લઈ કિશોર ના ટેબલ ઉપર જ સ્થાન લિધુ.

” હા, સર, હું ઘણી વાર અહીં ચા પિવા આવુ છું.” કિશોરે કહ્યુ.

” ચાલો સારુ થયુ તું મળી ગયો એ પણ સારુજ થયુ છે.મિસ્ટર દિવાન…!આ કિશોર મારા મેનેજર છે, આપણે એમના નામ નોજ દસ્તાવેજ બનાવવા નો છે.”ઉદયે પેલા વકિલ જેવા દેખાતા માણસ ને કહ્યુ.

” જી શેઠ થઈ જશે.”

“મિ. કિશોર આજ સવારથી મારી હોટલ ના મેનેજર તરીકે ની જવાબ્દારી સ્વિકારી ને કામ કરી રહ્યા છે, મારે એમની કઝિન બહેન રંજન ના નામ ઉપર પચાશ્લાખ રુપિયા, અને મારો પોશ એરિયામા આવેલો એપાર્ટમેંટ કરવા નો દસ્તાવેજ બનાવવાનો છે, જેમ બને તેમ જલ્દી આ કામ થઈ જવુ જોઇએ.”ઉદયે કહ્યુ.

કિશોર જડ બની ને ઉદય નો ઉત્સાહ જોઇ રહ્યો.રંજન તો લગ્ન પહેલાજ માલામાલ બની ગઈ હતી એમ તે જોઇ શકતો હતો. જ્યારે પોતાના ભાગે તો હોટલના મેનેજર ની નોકરીજ રહી હતી.

તે ઉદાસીન પણે ઉદય અને વકિલ ની વાતો સાંભળતો રહ્યો. રંજન ને જાણે ઉદયે પૈસા ના જોરે ખરીદી લીધી હતી. તે અને રંજન ઉદય ને ફસાવી ને ખંખેરવા નુ પ્લાનિંગ કરી રહ્યા હતા,જ્યારે ઉદયે તો તેમને બન્ને નેજ ખરીદી લિધા હતા.ઉદય પાસે થી મોટો દલ્લો તફડાવી ને બન્ને રફુચક્કર થઈ જવાના હતા, એને બદલે ઉદયે તેનેજ રફુચક્કર કરી દીધો હતો અને સાથે પોતાની પ્રેયસી રંજન ને પણ પડાવી લીધી હતી.

” આ દસ્તાવેજો તમારે ક્યારે જોઇએ ઉદયભાઇ..?’ વકિલિ પુછ્યુ.

” આજે થતા હોય તો કાલે નહી.”ઉદયે કહ્યુ.

” એવુ હોય તો હું કાલે સવારેજ દસ્તાવેજો બનાવી ને તમારે ત્યાં આવી જઈશ. સહી વિગેરે , કરવા નુજ તમારે માટે બાકી રાખીશ.”વકિલે કહ્યુ.

ઉદયે ત્રણે માટે ઠંડુ મંગાવ્યુ.કિશોરે શૂન્ય ચિત્તે કોલ્ડ ડ્રિંક લિધુ.કોલ્ડડ્રિંક ની બોટલ માંથી ઉઠતા હવા ના પરપોટા મા તેને રંજન હાથ હલાવી ને બાય કહેતી દેખાઈ.

વકિલે વિદાય લિધી, ઉદયે કિશોર ના ખભે હાથ મુક્યો.

” કિશોર..? કેમ આજે અપસેટ લાગે છે..? કોઈ ચિંતા છે..?”તેણે પુછ્યુ.

” નારે સર, તમે હો પછી મારે શાની ચિંતા હોય..?”કિશોરે ફિક્કુ હાસ્ય કરતા કહ્યુ.

” તું રંજન ની જરાપણ ચિંતા ન કરતો. તારી બહેન મારે ત્યાં દુખી નહી થાય, અને મારે તારા સિવાય બિજુ કોઈ સગુ નથી, એટલે  રંજન નુ ઘર તારુજ ઘર સમજવાનુ છે સમજ્યો ને..?”

” ના , મને એવી કોઈ ચિંતા નથી સર, માત્ર રંજન જતા એક શૂનકાર વ્યાપી જશે એજ મને લાગી આવે છે.”

” રંજન ક્યાં દૂર જવાની છે..?અને પછી તો એ તારુ પણ ઘર જ બનશે ને…? ભાઇબહેન ની વચ્ચેર હું આવુ એવુ તને લાગે છે..?”ઉદયે હસી ને કહ્યુ.

“ના સર, એવો તો મારા મન મા જરા પણ અન્દેશો નથી. ” કિશોરે કહ્યુ.

પછી બન્ને ઉભા થયા. રાતના દશ વાગ્યા હતા,

‘ ચાલ હું તને મુકી જાઉ..?”ઉદયે કહ્યુ.

” નાજી, મારુ બાઇક છે, એટલે હું જતો રહીશ.”

” ભલે તો એમ રાખીયે. કાલે દસ્તાવેજો થઈ જશે. રંજન ના નામ ઉપર ના એપાર્ટમેંટ માં તારેજ રહેવાનુ છે,રંજન તો મારુ ઘર શોભાવતી હશે ને…?”ઉદયે કહ્યુ.

“જી સર.”તો કાલે ઓફિસ મા મલિયે.” કહી કિશોરે બાઇક ની કિક મારી.

Leave a comment

Filed under Uncategorized

અન્ધાંખો નુ અજવાળુ.37.

અંધ આંખો નુ અજવાળુ.

37.

રંજન પોતાના ફ્લેટ ના બારણા પાસે પહોંચી, તેને આવેલી જોઈ એકત્ર થયેલા લોકોએ જગ્યા કરી આપી.

” આ આવી ગયા રંજનબહેન..” કોઇએ કહ્યુ.

” શું થયુ છે..?”રંજને જરા ધડકતા હ્રદયે પુછ્યુ, તેના ફ્લેટના બારણા પાસે ખાટલો નાખી ને એક પોલિસ અધિકારી બેઠો હતો, અને તેની સાથે ના બે કોંસ્ટેબલો તેની બાજુ મા ઉભા હતા,

રંજેને તેમની સામે જોયુ.

” શી વાત છે સાહેબ..?”રંજને પુછ્યુ.

” તમેજ મિસિસિ રંજન છો..?”પોલિસ અધિકારી એ જરા રોફ થી પુછ્યુ.

” હા, હુંજ રંજન છું પણ વાત શી છે એ કહેશો..?’

અધિકારી એ પોતાના કોંસ્ટેબલ સામે ઇશારો કર્યો.

” બતાવ એમને.”

કોંસ્ટેબલે એક પેંટ અને  શર્ટ,રંજન સામે ધર્યા.

” આ કપડા તમારા પતિ અરુણ ના છે..?”અધિકારી એ પુછ્યુ.

રંજને કપડા હાથ મા લિધા, અને ચારે તરફ ફેરવી ને જોવા લાગી.

” હા, આ કપડા અરુણ  નાજ છે.તમને ક્યાંથી મળ્યા..?”

“નદી ના પટ માંથી. તમારા પતિ ગૂમ થયા ની ફરિયાદ અમારી પાસે કરવા મા આવી છે, તપાસ દર્મ્યાન આ કપડા અમને નદી ના કિનારે મળી આવ્યા છે.”

” કપડા તો અરુણ નાજ છે,પણ એ ક્યાં છે..?”

” એમનો પત્તો નથી લાગ્યો. નદીના નિચેવાસ મા તપાસ ચાલુ છે,કદાચ તેમણે આપઘાત કર્યો હોય એવી શક્યતા જણાય છે.”

” ઓ બાપરે   ! આપઘાત..?આવુ ન કહો સાહેબ..”રંજને ખુબજ આઘાત લાગ્યો હોય એવા દેખાવ સાથે કહ્યુ અને અરુણ ના કપડા ને આંખે અડાડી ને રડવા લાગી.

“સાહેબ અરુણ એવો ઢિલોપોચો ન હતો. એ આપઘાત કરે એ શક્યજ નથી.”ટોળામા થી કેટલાક માણસો બોલ્યા,

“સાહેબ   અરુણ ભાઇ ને આપઘાત કરવા જેવુ કોઈ દુખ ન હતુ. કાંઈક બિજુજ લાગે છે..”ટોળા સાથે ઉભેલી સોનાલિ એ કહ્યુ.તેની આંખો રુદન થી લાલ થઈ ગઈ હતી.

” બિજુ એટલે..?”પોલિસ અધિકારી એ પુછ્યુ.

” સર, એના દુશ્મનો ઘણા હતા. એ જે સારુ કામ કરતા હતા એ ઘણા ની આંખ મા ખુંચતુ હતુ.”સોનાલિ એ કહ્યુ.

“રંજન બેન તમે શું માનો છો..?”પોલિસે પુછ્યુ.

” હું શું કહુ સર..? એ ઘણા દિવસ થી ગૂમ થયા છે હું તો ચિંતા મા અરધી થઈ ગઈ છું. અને આજે તમે એના કપડા લઈ ને આવ્યા છો.મારે શું સમજવુ…?”રંજન રડતા સ્વરે બોલી.તેને મનમા તો આનંદ વ્યાપી રહ્યો હતો.જો અરુણ ખરેખર જ નદી મા વહી ગયો હોય તો એને માટે સુખ ના દ્વાર ખુલી રહ્યા હતા.

” પણ એને આંખે દેખાતુ ન હતુ તો એ નદી તરફ ગયો કેમ..?નક્કી એને કોઈ ઉઠાવી ને નદી મા નાખી આવ્યુ હોય એવુ લાગે છે.” કોઇ એ શંકા કરી.

પોલે સે રંજન નુ સ્ટેટમેંટ લિધુ.મળેલા કપડા અરુણ નાજ હતા, અને તેની પત્ની રંજને તે ઓળખી  બતાવ્યા હતા. આગળ તપાસ ચાલુ કરવા ની હતી.

પોલિસ ના ગયા પછી,કોઇ લખધીર ને બોલાવવા ગયુ. લખધીર અને તેની સાથે પેલોજ દાઢી ધારી દિલેરસિન્હ પણ આવ્યો.

“રંજન અરુણના શોક મા ડુબેલિ હોવા નો આબાદ દેખાવ કરી ને રડી રહી હતી. તે દિલેરસિંહ ને જોઈ જરા ચોંકી.પણ તુરતજ સ્વસ્થ થઈ ને પોતાનો અભિનય ચાલુ રાખ્યો.

“ચિંતા ન કરો રંજન, અરુણ તો બહાદૂર છે એને કશુ નહી થયુ હોય.”દિલેરસિંહે આશ્વાસન આપતા કહ્યુ.

“પણ દિલેર. એના કપડા નદી કિનારે કેવી રીતે આવ્યા..?અને કપડા છે તો એ પોતે કેમ નથી..?’લખધીરે કહ્યુ.

“બધાજ આ કોયડો ઉકેલવા મથી રહ્યા.

” હું હમણાજ આ કપડા જે કિનારે થી મળ્યા છે એ આખો કિનારો જોઇ વળુ છું.અરુણ ને કશુ થઈ ન શકે.” લખધીરે કહ્યુ.

” ચાલ હું પણ આવુ છું દિલેરસિંહે કહ્યુ. અને બન્ને ટોળા માંથી બહાર નિકળ્યા.

પોતાની બાઇક તરફ જતા દિલેરસિંહે લખધીર ને કહ્યુ:

” લખધીર. મને નથી લાગતુ કે રંજન ને અરુણ ના જવા થી દુખ થતુ હોય.”

” મને અને સોનાલિ ને પણ એમજ લાગે છે.આ છોકરી કઈ માટી ની બનેલી છે એજ સમજાતુ નથી.તારુ નિરિક્ષણ સાચુ છે, એને અરુણ તરફ કોઈ લાગણી હોય એમ લાગતુ નથી. એનુ રડવુ પણ કેટલુ બનાવટી દેખાઈ આવતુ હતુ…!” લખધીરે કહ્યુ.

“એ એના કોઈ દોસ્ત કિશોર ના પ્રેમ મા છે, એને એના માર્ગે વળાવવી એજ મને તો ઠીક લાગે છે.” દિલેરસિંહે કહ્યુ.

” નદી મા તો પોલિસે પુરી તપાસ કરીજ હશે, અને ચોકી પહેરો પણ હશે. એટલે આપણે ઇંસ્પેક્ટર ઝાલા ને મળીયે.”લખ્ધીરે કહ્યુ.

” તારી વાત સાચી છે. પણ હું એક બિજા કામ મા રોકાયેલો છું , એટલે તારી સાથે નહી આવી શકુ.તું ઝાલા ને મળી લે. પછી આપણે મળીયે છીએ.”દિલેરસિંહે કહ્યુ. અને લખધીર સાથે હાથ મિલાવી તેણે બાઇક મારી મુકી.

રંજને ઘર ઉઘાડ્યુ, અને અરુણ ના કપડા લઈ ને ઘરમા પ્રવેશી. લોકો પણ ધીમે ધીમે વિખરાવા લાગ્યા. અરુણ ના કપડા નદી ના કિનારે થી મળ્યા એનો અર્થ કોઈ ને સમજાતો ન હતો.કોલોની ની પડોશી મહિલાઓ ધીમે ધીમે તેને મળવા આવવા લાગી,બધાજ તેને આશ્વાસન આપવા આવતા હતા, પણ રંજન અકળાતી હતી, આ પ્રવાહ સામે રડ્તુ મુખ કરી ને બનાવટી દુખદ મુદ્રા બનાવી ને બેસતા તે થાકી હતી, આ બધા નો ક્યારે અંત આવે એની તે પ્રતિક્ષા કરતી રહી.

છેવટે બધીજ મહિલાઓ એક પછી એક વિદાય થવા લાગી,રંજન ને જરા રાહત જેવુ લાગ્યુ. તેનુ જમવા નુ તો કિશોર સાથે બહાર જ પતી ગયુ હતુ એટલે ખાધાપિધાવીનાશોકાર્ત હ્રદય સાથે બેસી રહેવા નો દેખાવ તેને સારો ફળ્યો હતો.

બધાના ગયા પછી સોનાલિ આવી. તેના હાથ મા ભોજન ની થાળી હતી.

” રંજન. હજી કશુ સાબિત થયુ નથી, એટલે તું દુખી ન થઈશ, પહેલા થોડુ જમી લે.”સોનાલિએ તેની પાસે બેસતા કહ્યુ.

” થેંક્યુ સોનાલિ, પણ મારા ગળે એક કોળિયો પણ ઉતરે એમ નથી” રંજને નાટક ચાલુ રાખતા કહ્યુ..

સોનાલિ એ થાળી ઢાંકી ને બાજુ પર મુકી.

“તને શું લાગે છે રંજન..?”

” હું એના વિષે કશુ અશુભ વિચારતા જ કમ્પી ઉઠુ છું.”રંજને ધ્રુસકુ ભરતા કહ્યુ.

“હું પણ એવુજ અનુભવુ છું,રંજન એના જેવા ઉમદા માણસ ને આપણે સાચવી ન શક્યા.”સોનાલિએ કહ્યુ.

“આવુ કોણે ધાર્યુ હોય..?તને લાગે છે કે એણે આપઘાત કર્યો હોય..?”રંજને પુછ્યુ,

“એ ઘણા મક્કમ મન ના હતા, હિમ્મતવાન હતા, પણ મનુષ્યના મન નુ શું ધાર્યુ ઉતરે ? એની સાથે કાંઈક તો બન્યુજ છે …” સોનાલિ એ આંખ મા આવેલા આંસૂ છુપાવતા કહ્યુ.

” હા એણે ઘણા ને નારાજ કર્યા હતા, કોઇ દુશ્મન તક ઝડપિ ગયો હોય એવુ બને, અન્ધ અરુણ મુકાબલો પણ કેટલો કરી શકે…!”રંજન બોલી. તેના વાક્યો મા તેની એષણાઓ બોલતી હતી એ સોનાલિ ને ન સમજાયુ.

“એને અન્ધ બનાવવા માટે હુંજ જવાબ દાર છું, એ જો મને બચાવવા આગ મા ન કુદી પડ્યા હોત તો આજે એ સાજાસમા હોત.” સોનાલિએ અશ્રુ સારતા કહ્યુ.

“તારો વાંક નથી સોનાલિ…એમ દુખી ન થઈશ.પોલિસ તપાસ ચાલુજ છે એટલે જે હશે તે ખબર પડવાનીજ છે,”રંજને કહ્યુ.

સોનાલિ એ તેની સામે જોયુ. તેને એક વાત ની નવાઇ જરુર લાગી, કે આશ્વાસન ની જરુર રંજન ને છે એના બદલે એ પોતાને આશ્વાસન આપી રહી છે…!

તો એ દર્શાવે છે એ દુખ સાચુ કે આ તેની સ્વસ્થતા સાચી..?

સોનાલિ એ જવા માટે રજા લિધી.

સોનાલિ ના ગયા પછી રંજને ઉભાથઈ ને આનન્દ પુર્વક ઓરડા મા એક ફુદરડી લીધી,અને એક ફિલ્મી ગિતના તાલે થોડુ નાચી લીધુ.

તેને લાગ્યુ કે હવે તે મૂક્ત હતી, ઉદયશેઠ ની ઓફર સ્વિકારવા મા હવે રહ્યો સહ્યો અવરોધ પણ અરુણ ના જવાથી રહેતો ન હતો.

નદી ની કિનારે અરુણ ના કપડા મળ્યાએથી એ સ્પષ્ટ માનતી હતી કે અરુણ નદી મા જ તણાઈ ગયો હતો. તે કપડા કિનારે મુકી ને નદી મા નહાવા પડ્યો હશે અને વમળ મા ફસાઈ ગયો હશે.રંજન ને ખુશી હતી, હવે અરુણ નુ દેખાવપુરતુ લગ્ન બન્ધન પણ તેના ઉપર રહ્યુ ન હતુ.

રંજન ઉદયશેઠ સમક્ષ એક અપરિણિત યુવતી તરીકે રજુ થઈ હતી, એટલે ભવિશ્ય મા ગમે ત્યારે અરુણ સામે આવી જાય તો પોતા ને માટે બહુજ નાજુક સ્થિતિ ઉભી થઈ શકે તેમ હતુ, હવે એ ભય રહ્યો ન હતો.કિશોર ની કઝિન બહેન તરીકે હવે એ વધુ મૂક્ત બની ગઈ હતી,

તે ખુબજ સંતુષ્ટતા  સાથે પથારી મા પડી. આજે તેને ઉંઘ આવતી ન હતી.

તેના મન મા ખુશાલિ હતી..?અરુણ થી મૂક્ત થવા ની ઉત્તેજના હતી..? કે તેના મન ના છાના ખુણે કશુ ખુંચી રહ્યુ હતુ..?

આંખ બન્ધ કરતાજ તેની સમક્ષ અરુણ ની છબી ઉભી થતી હતી,

“તું બહુ ખુશ છે રંજન..?હવે મારુ કોઇ બન્ધન તને નહી રહે ખરુ..?”અરુણ જાણે તેને પુછી રહ્યો હતો.

” પણ મેં તને ક્યારેય બન્ધન મા રાખી હતી ખરી..?કાંઈ નહી તો મારા તરફ તારા મનમા ઉપકાર ની ભાવના તો હોવી જોઇએ   એટલી પણ અપેક્ષા હું ન રાખુ..?”અરુણ જાણે તેને કહેતો હતો.

“તને મારા ઉપર પ્રેમ ન હોય એ હું સમજી શકુ છું , મને પણ એવી કોઈ લાગણી તારા તરફ નથી, તેમ છતા મારા ઉપકારો શું તને સાવ વિસારી દેવા જેવા લાગ્યા..?તું આટલી સ્વકેન્દ્રી હશે એવુ મેં ધાર્યુ ન હતુ. ભલે તું સ્વકેન્દ્રી હોય. સ્વાર્થી હોય પણ મારા જવા પાછળ તારી આંખ મા એક ઉપકારવશતા નુ આંસૂ પણ ન પડે એ કેટલુ આઘાતજનક છે..?હું શું એટલો બધો નકામો અને નપાવટ હતો..?”

રંજન આ વિચારો સહન ન કરી શકી તેણે જાણે અરુણ ને આંખ સામે થી ભુંસી નાખવો હોય તેમ બે હાથ હલાવ્યા.

” અરુણ ન હોત તો..?આજે એ ક્યાંયે કોઇ આરબશેખના ઝનાનખાના મા કેદ હોત, શું અરુણ નોએટલો યે ઋણ સ્વિકાર તે ન કરી શકે..?હવે એ ક્યાં આડો આવવાનો હતો..?અરે એ હતો ત્યારે પણ એ કઈ વાત મા પોતાની આડે આવ્યો હતો..?

શું સાચેજ અરુણ ગયો..?હવે ફરી ક્યારેય જોવા ન હી મળે..?

રંજન ની આંખ મા થી એક વિરલ અશ્રુબિન્દુ ખરી પડ્યુ.એને પોતા ને પણ એનુ કારણ સમજાયુ નહી

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ.36

અન્ધ આંખો નુ અજવાળુ.

36

ઘરે આવી ને રંજને ખુશ ખુશાલ મુખ સાથે કિશોર ને ફોન જોડ્યો.

” કિશોર…! ખુશ ખબર છે.”તેણે વધામણી ખાતા કહ્યુ.

” શું ખુશ ખબર છે..?તારો પગાર વધી ગયો..?”કિશોરે પુછ્યુ.

” અરે પગાર ને માર  ગોલી.હું બિજાને પગાર આપી શકુ એવુ થયુ છે. ઉદયશેઠ સંપુર્ણ રીતે મારા હાથ મા આવી ગયા છે.”

” એટલે..?”

” ઉદયશેઠ  મને આજે એમના બંગલે લઈ ગયા હતા, અને એમની માતા સાથે મારી મુલાકાત કરાવી.”

” શું વાત કરે છે..?પછી શું થયુ..?”

” એમણે મને પ્રપોઝ કર્યુ.”રંજન ઉત્સાહ થી છલકાતા સ્વરે બોલી.

” અરે વાહ, ત્યારે તો મારે તને મેડમ કહેવુ પડશે..”કિશોરે રમુજ કરતા કહ્યુ.

” તારુ તો મારા હ્રદય મા ખાસ સ્થાન છે,કિશોર…!મને આ સ્થાને લઈ આવવા મા તારો પણ મોટો ફાળો છે.”રંજને કહ્યુ.

“એક્ચ્યુલ્લી થયુ શું જરા વિગતે વાત તો કર..”કિશોરે પુછ્યુ.

રંજને બધુજ કહ્યુ. ઉદયશેઠ નો વૈભવ ઘણો ભવ્ય હતો. તેમનો બંગલો. ગાર્ડન, સ્વિમિંગ પૂલ, નોકરચાકર , મોટરકારો, અને મોંઘુ ફર્નિચર બધુજ રંજને ઉત્સાહ ભેર કહ્યુ.એમના બેડરૂમ ની વાત કરતા તો તે છલકાઈ ઉઠી.

કિશોરે બધુ શાંતિ થી સાંભળ્યુ. રંજન ને તે પ્રેમ કરી રહ્યો હતો. પણ રંજન નો આજ નો ઉત્સાહ જોઈ ને તે ક્ષુભિત થઈ ગયો. રંજન ને પ્રેમ ની નહી બંગલા અને ગાડી મા રસ હતો એ તે જોઇ શકતો હતો.જો આમજ વાત આગળ વધશે તો રંજન પોતાના હાથ માંથી ગઈ એમજ સમજવુ રહ્યુ.

કિશોર નો પ્લાન એવો હતો કે રંજન ઉદય ને પોતાના સૌન્દર્ય ની જાળ મા લપટાવે, અને એમની પાસે થી પૈસા ખંખેરતી રહે. એને બદલે રંજન  તો શેઠ સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ હતી, આવુ તેણે ધાર્યુ ન હતુ.જો રંજન ઉદય સાથે લગ્ન કરે તો કિશોર ને કશો લાભ ન હતો ઉલ્ટુ તેની કોલેજ્કાળ ની સખી તેના હાથ માંથી સરકી જાય તેમ હતુ.કિશોર  નુ મન ખાટુ થઈ ગયુ. રંજન તેને સ્વાર્થી લાગી, એને એના પોતાના અંગત વિકાસ મા જ રસ હતો એ તે હવે જોઇ શકતો હતો.

તેણે રંજન ને અભિનન્દન આપ્યા, પણ તેના મન મા વિષાદ વ્યાપવા માંડ્યો હતો.

તે પળવાર તો સૂન મૂન થઈ ને બેસી રહ્યો.

એટલા મા તેના ફોન ની રિંગ વાગી.

” હેલ્લો કિશોર..?”ઉદયશઠ નો અવાજ હતો.

” જી શેઠ સાહેબ..”કિશોરે અવાજ મા નમ્રતા અને વિનય ઉમેરી ને  કહ્યુ.

” આજે ઓફિસ મા તારુ ખાસ કામ છે મને મળ્યા વીના ન જતો.”ઉદયે કહ્યુ.

” જી સાહેબ.”કિશોરે કહ્યુ. તે સમજી ગયો કે ઉદય રંજન સાથે લગ્ન ની દરખાસ્ત મુકવા માટેજ મળવાનુ કહેતો હતો.

રંજન આમ પોતાનુજ હિત જોશે એવી તેને કલ્પના ન હતી, તે માનતો હતો કે રંજન પોતાની સલાહ વીના આગળ નહી વધે, પણ હવે તેને લાગ્યુ કે રંજન પોતાના હાથ મા થી જઈ રહી હતી.

તે ઓફિસે ગયો. પણ તેનુ ચિત્ત કામ મા ન લાગ્યુ.તેના મન મા એક પ્રકાર ની ઉદાસી છવાતી જતી હતી.

બપોરે લંચ ટાઇમ થયો ત્યારે ઉદયે ઇંટરકોમ્ ઉપર તેનો સમ્પર્ક કર્યો.

” કિશોર , શું કરે છે..?’

” મારુ ઓફિસ કામ કરી રહ્યો છું સાહેબ.”કિશોર ના અવાજ મા અજાણતા થોડી રુક્ષતા આવી ગઈ.જોકે ઉદય ના ધ્યાન મા એ આવ્યુ નહી.

” આપણે લંચ સાથે કરીયે છીએ,તૈયાર થઈ ને બહાર આવ , “ઉદયે કહ્યુ.

” જી,”કિશોરે એકાક્ષરી ઉત્તર આપ્યો.

” આપણે બહાર જઈ એ છીએ, તુ આવી જા.”

કિશોર પોતાની ચેમ્બર ની બહાર આવ્યો.તો રંજન ખુશખુશાલ ચહેરે તેને સામે મળી.

“કિશોર…! કેવુ થયુ નહી..?આપણે ધારતા હતા એનાથી યે ઉત્તમ કામ થયુ નહી..?”રંજને કહ્યુ.

“તું શું ખરેખર ઉદયશેઠ સાથે લગ્ન કરવાની છે..?”કિશોરે દબાતા અવાજે પુછ્યુ.

” હા એમા શું..?એવીના શેઠ ની સંપત્તિ કેમ હાથ મા આવે..?”રંજને પણ ધીમા સ્વરે કહ્યુ.

” પછી મારુ શું..?”

” તારુ ..? કેમ તને શું થવાનુ છે..?”રંજને તદ્દન નાદાન ની જેમ સવાલ કર્યો.

“રંજન..  હું તને કેટલો પ્રેમ કરુ છું એ તું નથી જાણતી..?”

” તો એમા શું..? આપણ ને પ્રેમ કરતા કોણ રોકવાનુ છે..?”

“રંજન. ઉદયશેઠ સાથે લગ્ન કર્યા પછી તું મારી શેઠાણી બની જશે. પછી આપણો સંબન્ધ એક નોકર અને માલિકણ નો થઈ જશે.”

” તો એમાશું..? નોકર અને માલિકણ વચ્ચે ના પ્રેમસંબન્ધ ના ઘણા કિસ્સા આપણે નથી જોયા..?”

“રંજન…! તુ ગમ્ભિર બન, તું શેઠ સાથે લગ્ન કરે એવો આપણો પ્લાન ન હતો.હું તને ગુમાવવા નથી માગતો.”કિશોરે કહ્યુ.

” આપણો પ્લાન તો શેઠ પાસે થી વધુ મા વધુ દોલત હાંસલ કરવા નો હતો, બરાબર..? હવે આખા શેઠજ હાથ મા આવતા હોય તો શા માટે વિચાર કરવા રહેવુ..?”રંજને કહ્યુ.

કિશોર કાંઈ કહે એ પહેલા ઉદયશેઠ એમની ચેમ્બર માંથી બહાર આવતા દેખાયા.

” ભાઇ બહેન શું વાતો મા પડ્યા છો..?”ઉદયે હસી ને રંજન ની કમર મા હાથ વિંટાળતા પુછ્યુ.

“બસ એમજ , આમ્તેમ ની વાતો સાહેબ..” કિશોરે હસી ને કહ્યુ.

” ચાલો , આપણે લંચ માટે બહાર જવાનુ છે. “ઉદયે કહ્યુ અને બન્ને ને લઈ ને બહાર આવ્યો.ડ્રાઇવરે સલામ કરી ને ગાડી નો દરવાજો ખોલ્યો.

કિશોર ડ્રાઇવર ની સાથે બેસી ગયો, રંજન અને ઉદય પાછળ બેઠા.ઉદય રંજન નો હાથ છોડતો ન હતો.

જાણીતી હોટલ મા તેમના માટે ટેબલ રિઝર્વ થયેલુ હતુ. ત્રણે જણા ત્યાં ગોઠવાયા.

લંચ સર્વ થવા માંડ્યુ.

“કિશોર..!મારે તારી સાથે એક ખાસ વાત કરવી છે. એટલે આપણે અહીં આવ્યા છીએ.”ઉદયે જમતા જમતા શરુ કર્યુ.

” જી સાહેબ..હુકમ કરો.”કિશોરે નમ્રતા થી કહ્યુ તે સમજી ગયો કે શેઠ શું વાત કરવા ના છે.

“કિશોર..!મને તારી કઝિન રંજન ના કામ થી પુરતો સંતોષ છે, તેની કાર્યકુશળતા ની જરુર ઓફિસ કરતા મારા ઘર મા મને વધુ લાગે છે.”

” જી સાહેબ..”

” હું તારી બહેન સાથે લગ્ન કરવા માગુ છું.મેં એને તો પુછી લિધુ છે. હવે તને પુછુ છું.તને કોઈ વાન્ધો છે..?”ઉદયે સ્પષ્ટ જ પુછી લિધુ.

” શેઠ સાહેબ…!હું તો આપનો એક વફાદાર સેવક છું,મારા વાંધા નો સવાલ નથી, પણ ક્યાં આપ અને ક્યાં અમે સાધારણ નોકરો…?આપનુ લેવલ તો અમારા થી ઘણુ ઉંચુ છે.”કિશોરે કહ્યુ.

” લેવલ તો ગમે ત્યારે સુધારી શકાય છે. તને લગ્ન સામે વાન્ધો હોય તો કહે, બિજુ બધુ મારા ઉપર છોડી દે..”ઉદયે કહ્યુ.

“મારે રંજન ને પુછવુ પડે સાહેબ..”કિશોરે ગલ્લાતલ્લા કરતા કહ્યુ.

” મેં તો પુછી લિધુ છે, તારે પુછવુ હોય તો આ રહી રંજન..!તું પણ પુછી લે..”ઉદયશેઠે રંજન ની પિઠ ઉપર હાથ મુકતા કહ્યુ.

કિશોરે રંજન સામે જોયુ. તેની આંખમા વિષાદ હતો તે રંજન ને દેખાયો નહી.તેણે કિશોર સામે જોઈ સ્મિત કર્યુ.

” રંજન..!તને ઉદયશેઠ નો પ્રસ્તાવ કેમ લાગે છે..?”તેણે નિસ્તેજ સ્વરે પુછ્યુ.

“હું શું કહુ ભાઇ….?તમેજ જે નક્કી કરશો તે મને સ્વિકાર્ય છે.” રંજને શરમાવા નો અદભૂત અભિનય કરતા કહ્યુ, અને પોતાના દુપટાનો છેડો આંગળી ઉપર વિંટાળવા અને ઉકેલવા માંડ્યો.

” શેઠ સાહેબ.. જો રંજન ખુશ હોય તો મને શું વાન્ધો હોઇ શકે, પણ મને એકજ વિચાર સતાવે છે કે ક્યાં અમે ગરીબ નોકરિયાતો અને ક્યાં આપના જેવા મોટા ઉદ્યોગ્પતિ….! અમારી હેસિયત  તો અમારે સમજવી જોઇએ ને..?”

” ઉદયશેઠ ના સગાઓ ની હેસિયત આપોઆપ વધી જતી હોય છે કિશોર….!મારી આ હોટલ મા મેનેજર ની જગ્યા તને ગમશે..?”

કિશોર અવાક થઈ ગયો..

” જી..?આપની આ હોટલ ના મેનેજર..?એ પદ તો મારી લાયકાત કરતા ઘણી ઉંચી કહેવાય શેઠ સાહેબ..”

“ઉદયશેઠ ના સગાઓ ની લાયકાત જોવાની ન હોય, કિશોર..! કાલ થી તું અહીં જોડાઈ જા, પછી તને હેસિયત નો પ્રશ્ન નહી સતાવે.”ઉદયે કહ્યુ.

કિશોરને આનન્દ તો થયો.પણ જો રંજન ને ગુમાવવાનીજ હોય તો આટલુ વળતર પુરતુ ન હતુ, એમ તેણે વિચાર્યુ.

” બોલ, હવે આપણે સરખા લેવલ ના થયા કે નહી..?”ઉદયે તેના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ.

” બધુ આપનુજ આપેલુ છે સાહેબ, પછી લેવલ ની તો વાત જ કરવા ની ન હોય ને સાહેબ..પણ મને એક ચિંતા હજી સતાવે છે..”કિશોરે મનોમન કોઈ યોજના વિચારતા કહ્યુ.

“તને શાની ચિંતા છે એ બોલ ને..!તું હવે ઉદયશેઠ નો સમ્બન્ધી થશે, તારે બધી ચિંતા મારા ઉપર છોડી દેવાની દોસ્ત..!”ઉદયે નિખાલસતા થી કહ્યુ.

” જુઓ સાહેબ, આ સંબન્ધ બન્ધાવા જઈ રહ્યો છે ત્યારે થોડી સ્પષ્ટ વાત કરી લેવી ઉચિત સમજુ છું.”કિશોરે કહ્યુ.

રંજને ટેબલ નીચે થી કિશોર ના પગ ને પોતાના પગ થી સ્પર્શ કરી ને બહુ ન ખેંચવા સુચના આપી.

” હા બોલ. જે કહેવુ હોય તે કહે. આપણે બધાનુ નિવારણ શોધી કાઢીશુ.”ઉદયે ઉદારતા થી કહ્યુ.

” શેઠ સાહેબ, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું,પણ આ સંમ્બન્ધ બહુજ ઝડપથી બન્ધાઈ રહ્યો છે, થોડી ઉતાવળ પણ થતી લાગે છે, એમા અત્યારે આપને રંજન મા કોઈ ક્ષતિ ન દેખાય, પણ પછીથી આપની દ્રષ્ટિ એ રંજન મા કોઈ ખામી દેખાય, અને ભગવાન ન કરે અને તમારી બન્ને વચ્ચે સમશ્યા ઉભી થાય તો, હું સાધારણ માણસ પાછી આવેલી બહેન ને ક્યાંરાખુ..? તેનુ ભરણપોષણ કેવી રીતે કરુ..?”

” અરે ગાંડા, તારી બહેન ને તેં હજી ઓળખી નથી. એ મારી માતા ની પરિક્ષા મા ખરી ઉતરી છે, અમારી વચ્ચે કોઈ સમશ્યા નહી થાય એની હું તને ખાતરી આપુ છું…”ઉદયે કહ્યુ..

” છતા ભવિષ્ય કોણે જોયુ છે સાહેબ..?”

” મને તો ભવિષ્ય ચોખ્ખુ દેખાય છે, પણ જો તને શંકા હોય તો હું રંજન ના નામ ઉપર એક મોટી રકમ મુકી આપીશ, અને મારો પોશ એરિયામા આવેલો ભવ્ય એપાર્ટમેંટ રંજન ના નામ ઉપર કરી આપિશ. પછી તને શાની ચિંતા રહેશે?”ઉદયે કહ્યુ.

કિશોર કાંઈ બોલે તે પહેલા રંજન બોલી ઉઠી,

” આ શું માંડ્યુ છે ભાઇ…?આપણે સોદો કરવા આવ્યા છીએ..? મને ઉદયશેઠના પ્રેમ ઉપર સંપુર્ણ ભરોષો છે, હું પણ તેમને ચાહુ છું, હેસિયત , પૈસા, અને સલામતિ ની વાત આપણ ને શોભતી નથી ભાઇ…!એક સજ્જન અને સાચો પ્રેમ કરનાર વ્યક્તિઉપર શંકા કરવી એમા આપણીજ નાલેશી થઈ રહી છે.તમે આવી વાતો બન્ધ કરો ભાઇ પ્લિઝ..!”રંજન તમતમતા ચહેરે બોલી.

ઉદય ઉપર એની ઘણી સારી અસર થઈ.

‘ રંજન..!કિશોર ની વાત તદ્દન ઉડાવી દેવા જેવી નથી, એને તારી ચિંતા રહે એ સ્વાભાવિક છે.આ હોટલ માટે મને એક સારા વિશ્વાસુ મેનેજર ની જરુર છેજ. કિશોર એ જગ્યા સંભાળે તો મને કોઈ ચિંતા ન રહે. એટલે એ જગ્યા હું એને એમ પણ આપવાનોજ હતો.”ઉદયે કહ્યુ.

” એનો વાન્ધો નથી પણ એપાર્ટમેંટ ની વાત જવાદો..”રંજને એપાર્ટમેંટ ભુલાઈ ન જાય એ માટે કહ્યુ.

” એતો અપાઇ ચુક્યો. મારા સગાઓ સ્ટ્રગલ કરતા જિવે એ મારાથી જોવાયજ કેમ..?એટલે એ એપાર્ટમેંટ તો તારો થઈજ ચુક્યો અને એક સાઇઝેબલ રકમ પણ તારા નામે બેંક મા ડિપોઝિટ પણ હું કરી દઈશ. એટલે ભવિષ્ય ની ચિંતા કિશોર ને ન રહે..”ઉદયે કહ્યુ.

“કિશોર ભાઇ… તમે ના પાડીદો…   હું આવી શરતો સાથે લગ્ન કરવા નથી માગતી.” રંજને સધ્ધ્રતા નોડોળ કરતા કહ્યુ.

ઉદયશેઠ રંજન ની આ ખાનદાની જોઈ ને મુગ્ધ થઈ ગયો.

” રંજન  એ બધુ તારે વિચારવા નુ નથી, મારા સમ્બન્ધીઓ નુ આર્થિક સ્તર ઉંચુ હોય એમા મારીજ શોભા વધવાની છે , તું એ બધુ મારા ઉપર છોડી દે,તારે માત્ર પ્રેમ કરવા નીજ જવાબદારી ઉઠાવવા ની છે, બાકી ની ફરજો મારે બજાવવાની છે. બે દિવસ પછી આપણે અહીંજ પાછા મળિયે છીએ.અને બધુ ફાઇનલ કરીયે છીએ.”ઉદયે કહ્યુ.લંચ પતાવી ને ત્રણે બહાર આવ્યા.

” કિશોર   તારે આવતી કાલ થી ઓફિસે નથી આવવાનુ આ હોટલ સંભાળી લેવાની છે. તું તારુ ઓફિસ નુ કામ સમેટી ને કોઈ ને સોંપી દેજે . ” ઉદયે કહ્યુ.

રંજન અને કિશોર ને ઓફિસે ઉતારી ને ઉદયશેઠ આગળ નિકળી ગયા.

” રંજન નુ હ્રદય આનનદ થી ઉછળતુ હતુ.તે પોતાની ચેમ્બર મા આવી ને ખુર્શી ની પિઠ ઉપર માથુ ઢાળી ને ઝુલવા લાગી.

કિશોર ધુંવા ફુંવા થતો તેની ચેમ્બર મા ધસી આવ્યો.

” રંજન..! તું શું ખરેખર શેઠ સાથે લગ્ન કરવા ની છે.?”તે તેની સામે ની ખુરશી મા સ્થાન લેતા બોલ્યો.

‘ એમાં ખોટુ શું છે..? આપણે પૈસા માટે બધુજ કરી છુટવા ની તૈયારી રાખી નેજ આગળ વધ્યા છીએ ને..?’રંજને કહ્યુ.

” પણ આપણે તો શેઠ ને ફસાવી ને પૈસા પડાવવાના હતા, એની સાથે તારા લગ્ન ની તો વાતજ ન હતી.”

” વાત ન હતી તો હવે એ વાત આવી છે. વધુ લાભ તો એમાજ છેને કે શેઠ આપણા વશ મા હોય…!”

” પણ લગ્ન કરી નેતો તુંજ એની વશ મા હોઈશ, એ વિચાર્યુ છે..?”કિશોરે કહ્યુ.

” હું કોઇને વશ થાઉ એવુ તને લાગે છે..?જો સાંભળ, શેઠ ના ઘર મા એક વ્રુધ્ધ માતા સિવાય કોઈ નથી, એ ડોશી નેતો ગમે ત્યારે તગડી મુકાય તેમ છે, પછી તો શેઠ ની પત્ની તરીકે બધીજ દોલત ની માલિક તો હુંજ હોઇશ ને…?પછી તું તારે ચાલ્યો આવજે એ બંગલા મા રહેવા..”

” અરે પણ શેઠ સાથે રહી ને તને સંતાન થશે તો..?”

” તો વધુ સારુ, મારો અધિકાર વધુ પ્રબળ બનશે. હું પૈસા માટે ગમે તે કરી શકુ છું એ તું ક્યાં નથી જાણતો..?”

” રંજન…!આ જોખમી રમત છે હોં…!હું તને ગુમાવવા નથી માગતો.મારો પ્રેમ સાચો છે, તને દલપત પાસે થી છોડાવવા માટે હું એને બે લાખ રુપિયા આપવા તૈયાર થયો હતો એ મારી તત્પરતા ભુલી ને તું આ શેઠ સાથે રહે એ મારા થી કેમ જોવાય..?’

” કિશોર ડાર્લિંગ…!પ્રેક્ટીકલ બન. મને કાંઈ શેઠ સાથે પ્રેમ નથી થઈ ગયો. એ સ્થાન તો તારુજ છે, પણ શેઠ ની દોલત હાથ કરવી હોય તો આ લગ્ન અનિવાર્ય છે. એક વાર એમની પત્ની બની ને ઘર મા ઘુસવાદે, એ પછી શેઠ છે, એમની દોલત છે અને હું છું.તારુ સ્થાન અચળ છે એની ખાત્રી રાખજે.જરુર પડશે તો શેઠ નો પણ ઘડો લાડવો કરતા આપણ ને ક્યાં નથી આવડતુ…?”રંજને કહ્યુ

કિશોર આ ઠંડી ક્રુરતા ને જોઈ રહ્યો.

” કિશોર , તું ચિંતા ન કર,ઉદયશેઠ ની આગળ પાછળ કોઈ નથી, હશે તો પણ તેની કાયદેસર ની પત્ની સામે કોઇ હક દાવો કરી શકે તેમ નથી, આકડે મધ છે, આવી તક પ્રાપ્ત કરવા જેટલો ભોગ આપવો પડે એ આપવો જોઇએ. સંવેદનશિલ થવા થી કશુ મળતુ નથી,માટે હું જે કરી રહી છું એ કરવા દે. અને મારો પ્રેમ તારા માટેજ છે એ બાબત મા નિશ્ચિત રહેજે.”રંજને કહ્યુ.

કિશોરે મન મક્કમ કર્યુ.

ઓફિસ છુટ્યા પછી બન્ને સાથે બહાર આવ્યા. આજે શેઠ ની ગાડી ન હતી એટલે કિશોર ના બાઇક ઉપરજ રંજને લિફ્ટ લિધી,

તે ઘરે આવી ત્યારે તેના ઘરની બહાર કોલોની ના માણસો એકત્ર થયેલા જોયા. તેને નવાઇ લાગી, અત્યારે ઘર પાસે આ શી ધમાલ હશે…!

તે ઉત્સુક્તા થી આગળ વધી

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ.35

અન્ધ આંખો નુ અજવાળુ.

35.

અરુણે જે ખેડૂતો સાથે વાત  કરી હતી, એ બધાજ એક દિવસ આવી પહોંચ્યા.

લખધિરે તેમને આવકાર્યા.

” અરુણભાઇ ક્યાં..? અમારે એમને મળવુ છે.”ખેડૂત આગેવાને કહ્યુ.

” બેસો તો ખરા. હું તમને બધુજ કહું છું,” લખધીરે કહ્યુ. અને મુલાકાતિઓ માટે ઠંડુ લઈ આવવા માણસ ને આદેશ આપ્યો.

” અરુણભાઇ ને બોલાવો હવે, ” ઠંડુ પિધા પછી ખેડૂત આગેવાન બોલ્યા.

” જુઓ , અરુણભાઇહમણા મળી શકે તેમ નથી,”

” કેમ મળી શકે એમ નથી..? ક્યાંય બહાર ગામ ગયા છે..?”

” એવુજ સમજો ને. થોડા કામ માટે બહાર ગયા છે, પણ મને બધુ સોંપી ને ગયા છે, તમે સૌ એ જે નિર્ણય કર્યો હોય તે મને જણાવી શકો છો.” લખધીરે કહ્યુ.

” પણ અરુણભાઇ હોત તો સારુ હતુ. કહો તો અમે પછી આવીશુ..”ખેડૂત આગેવાને જરા કચવાતા કહ્યુ.

“અરે મને કહેશો તે અરુણભાઇ ને કહ્યા બરાબરજ છે. કહો તમે સૌએ શું નિર્ણય કર્યો..?”

” આમ તો અમને અરુણભાઇ ની વાત ગમી છે,અમે ખેતરમા જે ઉત્પાદન કરીયે એનુ પુરુ વળતર અમને મળતુ નથી,તેથીઅરુણભાઇ એ કહ્યુ તેમ અમે અમારુ બધુ ઉત્પાદન તમને જ આપિયે, અને બદલા મા અમને સારો ભાવ મળે તો અમે એ મંજૂર રાખી શકિયે તેમ છીએ, ”

” બહુજ સરસ નિર્ણય કર્યો છે તમે. વચેટિયાઓ તમારી મહેનત ના ફળ વચ્ચે થી જમી જાય છે, એના કરતા અમે તમને યોગ્ય ભાવ આપિશુ. બિયારણ અને ખાતર પણ અમે વ્યાજબી ભાવે આપિશુ. આપણે કરાર કરવો હોય તો કરી લઈશુ.એ પછી તમારે તમારો બધોજ માલ અમનેજ આપવાનો.”

” અમે અરુણભાઇ સાથે આ વાત કરવાજ આવ્યા છીએ. જો એ મળી ગયા હોત તો સારુ હતુ.”

” એની ચિંતા ન કરો, એ થોડા દિવસ માજ આવી જશે.આપણે કરાર કરવો હોય તો આજેજ એ ફોર્માલિટી પતાવી શકાય તેમ છે.”

” એતો બધુ થઈ પડશે,અરુણભાઇ આવી જવાના હોય તો ઉતાવળ કરવા ની જરુર નથી.એ આવે ત્યારે અમને કહેવરાવશો એટલે અમે આવી જઈશુ.”કહી ને ખેડૂતો જવા માટે ઉભા થયા.

લખધીર ને ઘણો કચવાટ થયો.અરુણ ની હાજરી નો કેવો પ્રભાવ હતો એ તે સમજતો હતો.જો અરુણ નુ પાછા આવવાનુ લંબાઈ જાય તો ઘણા કરવા જેવા કામો અટવાઈ જાય તેમ છે એનુ તેને ભાન થતુ હતુ.

લખધીરે  પોતાનો ફોન ઉપાડ્યો અને એક નમ્બર ડાયલ કરવા માંડ્યો.

” સામે થી કોઈ એ ફોન રીસીવ કર્યો.

” બોલો..!વાત કેટલે પહોંચી..?”લખધીરે પુછ્યુ.

” થોડો સમય લાગશે,કામ સારી રીતે પતાવવુ હોય તો ઉતાવળ કામ નહી આવે.”સામે થી કોઇએ કહ્યુ

” પણ એની કોઈ લિમિટ ખરી કે નહી સાહેબ..?”લખધીરે જરા અકળાઈ ને કહ્યુ.

” કોઈ લિમિટ નહી , જે કામ મા જેટલો સમય જતો હોય એટલો જાયજ. એમા આપણુ ડહાપણ ન ચાલે.”

“હું સમજુ છું,પણ જેમ બને તેમ જલ્દી થી પતે એવુ કરો તો મહેરબાની, સાહેબ.”લખધીરે કહ્યુ.

” ચિંતા ન કરો.હું સામે થીજ તમને ફોન કરીશ.હવે મને ડિસ્ટ્રર્બ ન કરશો”સામે વાળા એ જરા સખ્તી થી કહ્યુ.

લખધીર માથે હાથ મુકી ને વિચાર કરતો બેસી રહ્યો.

“ભાઇ..શું થયુ..? કોઇ સમાચાર મળ્યા..?”સોનાલિ ના અવાજે તેને જગાડ્યો.

” ઓહ બહેન, તું ક્યારે આવી.?”

” તમે ફોન કરી રહ્યા હતા ત્યારે.કોઇ સમાચાર મળ્યા અરુણભાઇ ના..?”સોનાલિ એ કહ્યુ.

” ના એ ફોન તો બિજા કામ માટે હતો.અરુણ ના કોઈ ખબર નથી.”

” તો એમનુ શું થયુ હશે ભાઇ..?”સોનાલિ એ ચિંતિત સ્વરે  પુછ્યુ.

” લખધીરે ઉપર આકાશ સામે આંગળી ચિન્ધી.

“એક સવાલ પુછુ ભાઇ..?”સોનાલિ એ પુછ્યુ.

” પુછ ને, તારે કાંઈ રજા લેવાની હોય કે..?”લખધીરે કહ્યુ.

” પેલા દાઢીમુછવાળા ભાઇ કોણ છે..?એ કેમ આવે છે..?”

” કોણ દિલેરસિન્હ..?હા, એ તો અમારો સપ્લાયર છે, આપણને ઘણો માલ એજ પુરો પાડે છે.આમ દેખાય છે કડક, પણ ખુબ સારો માણસ છે.અમારો મિત્ર બની ગયો છે.”લખધીરે કહ્યુ.

” એક વાત કહુ ભાઇ..?રંજન ને એની બહુ બિક લાગે છે.”સોનાલિ એ કહ્યુ.

” કેમ..? એ શું કામ બી એ છે એનાથી..?”લખધીરે કહ્યુ.

” ખબર નથી, પણ એને એનો દેખાવ જોઈ ને બિક લાગે છે.”

” એ તો સારો માણસ છે,અને એક વેપારી છે, એનાથી ડરવા ની કોઈ જરુર નથી.રંજન એને ઓળખે છે..?”

” એ તો ખબર નથી, પણએને એ ગમતો નથી.”

” બધા ને બધુજ ગમે એવુ તો ન હોય ને..?અને રંજન ને એની સાથે કોઈ સંબન્ધ નથી. એને કહેજે કે દિલેરસિન્હ સારો માણસ છે.”લખધીરે કહ્યુ.

રંજન ને એ માણસ રહસ્યમય લાગતો હતો.એણે પોતાને સહાય તો કરી હતી, પણ એ શા માટે બધેજ ફુટીનિકળતો હતો એ સમજવુ મુશ્કેલ હતુ.જેમ એ માણસ ભેદી લાગતો જતો હતો , તેમ રંજન નો ભય વધતો જતો હતો.

અરુણ ના લાપતા થવાથી એક માત્ર રંજન સિવાય બધાજ ચિંતિત હતા,સંસ્થાના કેટલાક રોજબરોજ ના કામોપણ અરુણ ની સહી વગર અટકી ગયા હતા, બેંક માંથી ઉપાડ થઈ શકતો ન હતો. અને છતે પૈસે સંસ્થા ને નાણાભીડ અનુભવવી પડતી હતી.

જોકે રંજન અરુણ ના ગૂમ થવાથી ખુશ હતી, એને એના માટે જે થોડો પણ સમય આપવો પડતો હતો એમાંથી એને મૂક્તિ મળી ગઈ હતી.હવે તે સવારે જમવા નુ પણ ઘરે બનાવતી ન હતી, કારણ પોતે તો ઉદયશેઠ સાથેજ લંચ લેતી થઈ ગઈ હતી, સાંજે કોઈ વાર ઉદયશેઠ સાથે કે કિશોર સાથે બહાર નિકળી જતી હતી.અને ઘરે સમયસર આવવાની પળોજણ પણ હવે રહી ન હતી, તે તો ઇચ્છતી હતી કે અરુણ ન આવે તોજ સારુ.કારણ અરુણ ઘરમા હોય તો થોડુ ઘણુ બન્ધન તો એને રહેજ એવુ તે જાણતી હતી.

થોડા દિવસ તો એણે સુખ શાંતિ થી પસાર કર્યા.

એક મોડીરાત્રે તેની ઉંઘ ઉડી ગઈ. તે અરુણના વિચારે ચઢી ગઈ.રાત્રી ની શાંતિ મા તેના મન મા વિચિત્ર વિચારો આવવા લાગ્યા.

અરુણ નુ શું થયુ હશે..?કોઇએ તેને પતાવી તો નહી દીધો હોય..?અને એમ હોય તો એ પોતાના માટે સારુ હતુ કે ખરાબ..?અરુણ હતો તો એના પતિત્વ ની આડમા પોતે નિર્વિઘ્ને રહી શકતી હતી, જો અરુણ નહી રહ્યો હોય તો..?તો પોતાની આ સ્વચ્છ્ન્દતા લોકો ચલાવે ખરા..?

અરુણ ના તેના ઉપર ઘણા ઉપકારો હતા, બેત્રણવાર તેણે પોતાને બચાવી હતી.દલપત જેવા ભારાડી અને વગ ધરાવતા બદમાસ ના હાથ માંથી જો તે મૂક્ત થઈ શકી હતી તો એમા અરુણ નો ફાળો મોટો હતો.જો તે અન્ધ ન થયો હોત તો સમાજ મા તેનુ ઘણુ માનસન્માન હતુ.તેના એક બોલે ગુંડાનો સરદાર લખધીર એક સારો વ્યક્તિ બની ગયો હતો. અને બિજા આ વિસ્તાર ના ઘણા રખડુ ટપોરીઓ અરુણ ના કારણે ઠેકાણે પડ્યા હતા. આ કોલોનિ મા લોકો તેને પહેલા ઘણા પરેશાન કરતા હતા, એ પણ અરુણ ની પત્ની બન્યા પછી માન થી જોતા થઈ ગયા હતા.અરુણ નો આ પ્રભાવ હતો.

તેમ છતા પોતાને અરુણ પરત્વે કેમ કોઈ ભાવ જાગતો નથિ..?એક પરિણિત સ્ત્રિ હોવા છતા તે કેમ કિશોર અને ઉદયશેઠ સાથે સંબન્ધો વિકસાવી રહી હતી.શું પૈસોજ મહત્વ નો છે..?પોતે પૈસો મેળવવા પોતાની જાત અને ચારિત્ર્ય ના ભોગ આપવા તૈયાર થઈ હતી,એ શું વ્યાજબી હતુ..?આ રીતે મળેલો પૈસો શું સમાજ મા માન સન્માન અપાવે ખરો..?અને એ પૈસા માટે અરુણ જેવા પતિ ને છેહ આપવા મા શું પોતે ખોટુ કરતી ન હતી..?

અરુણ તરફ પ્રેમ ન જાગે એ સ્વિકાર્ય છે પણ એની ઉપેક્ષા કરવી, એનો ઉપયોગ એક છત્ર તરીકે કરવો અને એની આડમા બિજાઓ સાથે રંગ રેલિઓ મનાવવી એ શું યોગ્ય હતુ..?કિશોર અને ઉદયશેઠ પોતાના સૌન્દર્ય પાછળ દિવાના હતા, કિશોર કોલેજ્કાળ નો પ્રેમી હતો તો ઉદયશેઠપોતા ના સૌન્દર્ય ની પુરતી કિમત ચુકવતો હતો. જ્યારે અરુણ..?એને કોઈ સ્વાર્થ ન હતો. માત્ર પોતાને ગુંડાઓ થી બચાવવા માટેજ તેણે લગ્ન કર્યા હતા, અને લગ્ન કર્યા પછી પણ તેણે કદી પોતાની સામે ઉંચી નજરે જોયુ ન હતુ કે લગ્ન નાહક્ક ભોગવવા નો પ્રયત્ન સુધ્ધા કર્યો ન હતો.અરુણ સાથે તેને કોઈ પુર્વપરિચય ન હતો. દલપત પાસે થી છોડાવ્યા પછી તે પોતાના રસ્તે જઈ શકતો હતો તેમ છતા તેણે બધી જવાબદારી ઉપાડી હતી,અને પોતાના સ્વૈર્વિહાર મા પણ જરા સરખી પણ આડખિલિ ઉભી કરી ન હતી. તેમ છતા પોતાને અરુણ ની કોઇ ચિંતા ન હતી, એ કેવુ કહેવાય..?પોતે નગુણી હતી..?કદરવિહિન હતી..?ધનદોલત કમાવા ની આ રીત શું યોગ્ય હતી..?અરુણ જેવા પરોપકારી યુવાન સાથે આ દગલબાજી શું યોગ્ય હતી..?”

રંજન ને એ પછી મોડે સુધી ઉંઘ ન આવી.

આમજ દિવસો વિતી રહ્યા હતા, ઉદયશેઠ સાથે ઘણી નિકટતા વધી ગઈ હતી. ઉદયશેઠ પાસે સારો પૈસો હતો. પિતા ની વિરાસત પણ સારી હતીઅને પોતે પણ સારુ કમાયેલો હતો.તેના ઘર મા એક માત્ર તેની વ્રુધ્ધ માતાજ હતી, નોકરચાકર ની કમી ન હતી, ભવ્ય બંગલો હતો. બે બે તો મોટરકાર હતી, બંગલા ના આઉટહાઉસ ની પાસે નોકરચાકરો , રસોઇયો. તથા ડ્રાઇવરો ના ક્વર્ટરો હતા,ધન્ધો પણ સરસ ચાલી રહ્યો હતો.

રંજને આ બધુ જોયુ હતુ. ઉદયશેઠ ને જો લપટાવી શકાય તો તેમનુ બધુ જ પોતે હસ્ત્ગત કરી શકે તેમ હતુ.કારણ ઉદયશેઠ ના પરિવાર મા માત્ર તેની માતા જ હયાત હતી.એને તો ક્યાંયે ઠેકાણે પાડી શકાય તેમ હતુ.માત્ર ઉદયશેઠ ને હાથ કરવા પડે તેમ હતુ. રંજન ને લાગ્યુ કે પોતે મોડેલિંગ કે ટીવીએક્ટ્રેસ બનવા પાછળ કારણ વગર દોડી હતી, આ ઉદયશેઠ જ જો પહેલા મળી ગયા હોત તો બિજુ કશુ કરવા જેવુ ન હતુ.

એટલે રંજન આયોજન પુર્વક ઉદયશેઠ ઉપર બધુજ ધ્યાન આપી રહી હતી.

તેનુ ઓફ્ફિસે જવાનુ ચાલુજ હતુ. તેણે પોતાને સોંપાયેલી કામગીરી માં તો કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી, પણ ન સોંપાયેલ કામ પણ તે કરવા લાગી હતી અને એ રીતે શેઠ ની ગૂડ્બૂક મા રહેવા લાગી હતી.

શેઠ પણ તેની કામગીરી ઉપર પ્રસન્ન હતા,લગભગ રોજ બન્ને રાત નુ ડિનર સાથેજ લેવા લાગ્યા હતા, ડિનર પછી કોઈ વાર ક્લબ મા, કોઈ ખાસ શો મા, નાટક કે ફિલ્મ મા બન્ને જતા થયા હતા.રંજન ની સ્માર્ટનેસ અને ફેશનેબલ દેખાવ ના કારણે શેઠ ને લાગવા માંડ્યુ હતુ કે તેની સાથે પોતાની પરફેક્ટ જોડી લાગતી હતી.

આવાજ એક પ્રસંગે ઉદયશેઠ તેને પોતાના બંગલે લઈ આવ્યો.

બહાર થી બંગલા નો દેખાવ , વિશાળ ગાર્ડન,સ્વીમિંગ બાથ, લોન. વિવિધ વ્રુક્ષો જોઈ નેજ રંજન અંજાઈ ગઈ. અન્દરથી તો બંગલા નો દેખાવ જોઈ ને રંજન સ્તબ્ધ થઈ ગઈ, આહ   આવો જ બંગલો પોતે સ્વપ્ન મા જોયો હતો.આ બધુ પોતાનુ ક્યારે થાય…?

તે જે સોફા ઉપર બેઠી એની કુમાશ અદભૂત હતી, જયપુર ના માર્બલ નુ ફ્લોરિંગ પણ વૈભવશાળી લાગતુ હતુ.

ગણવેશ પહેરેલો નોકર આવી ને ઠંડુ પિણુ મુકી ગયો.

રંજને એક ઘુંટ ભર્યો ત્યાં તો અન્દર ના રૂમ માથી એક જાજરમાન વ્રુધ્ધા ના ખભે હાથ મુકી ને ઉદયશેઠ આવતા દેખાયા.

રંજન વિવેક ભેર ઉભી થઈ ગઈ.

” રંજન આ છે મારા માતા. “ઉદયે કહ્યુ.

રંજને છેડો માથા ઉપર ખેંચી ને નિચા વળી ને પ્રણામ કર્યા.ઉદયની માતા એ પરિક્ષક દ્રષ્ટિ એ તેના ઉપર સર્વગ્રાહી નજર નાખી.

” સુખી રહે. શું તારુ નામ..?”માતા એ પુછ્યુ.

” જી, રંજન.!”

” જરા જુનવાણી નામ છે, અમારા જમાના માં પણ આ નામ જરા જુનુ ગણાતુ. પણ તું તારા નામ ને શોભાવે એવીજ છે, રંજન એટલે કે ખુશાલિ આપનારી.”વ્રુધ્ધા એ હસી ને કહ્યુ.

“રંજન. મારી માતા નુ નામ શશિરેખા બેન છે. એમના જમાના મા આ નામ નવુ અને સુધરેલુ લાગતુ હતુ.”ઉદયે કહ્યુ.

શશિરેખા પણ હસી પડી.

“મમ્મી, રંજન મારી પર્સનલ આસિસ્ટંટ છે.કામ મા બહુજ સિંસિયર છે. ઓફિસ કામ મા એણે મને લગભગ પરવશ બનાવી દીધો છે.”ઉદયે કહ્યુ.

” સરસ મને કામ કરવા વાળા લોકો ગમે છે. મને પ્રમાદી અને આળસુ લોકો કદી ગમ્યા નથી.”શશીરેખા એ કહ્યુ.

” મને કામ માજ આનદ મળે છે માતાજિ…!” રંજને માખણ નો ડબ્બો ખોલતા કહ્યુ.તે સમજતી હતી કે ઉદય ને કાબુ કરવો હોય તો પહેલા એની આ માતા ને વશ કરવી જોઇએ.એટલે બને એટલી સારી છાપ પાડવાનો તેનો પ્રયત્ન રહેવા લાગ્યો.

શશીરેખાએ  તેનુ તિવ્ર દ્રષ્ટિ થી નિરિક્ષણ કરવા માંડ્યુ હતુ,તેની રીત્ભાત, ખાવા કે પિવા ની સ્ટાઇલ, તેનુ બોલવુ ચાલવુ. તેના વસ્ત્રાભુષણ ની પસન્દગી બધુજ તે ધ્યાન મા લેતા હોય એમ લાગ્યુ. એટલેજ રંજન વધુ સભાન થઈ ગઈ,તે સમજી ગઈ કે ઉદયશેઠે પોતાના માટે તેની માતા ને વાત કરી લાગે છે.

શશીરેખા પોતાના રૂમ મા ગયા પછી ઉદયશેઠે રંજન ને આખા બગલા મા ફેરવી અને બધુજ બતાવ્યુ.બંગલા ની વિશાળતા અને ભવ્ય સજાવટ જોઈ ને તો રંજન આભી બની ગઈ.

“સર, આપે તો મહેલ બનાવ્યો છે.”રંજનેમુગ્ધભાવે કહ્યુ.

” તને ગમ્યુ..?”ઉદયે તેને પોતાની નજિક ખેંચતા પુછ્યુ.

” હું તો આવુ સ્વપ્નુ પણ જોઇ શકુ એવી મારી સ્થિતિ નથિ..”રંજને પોતાનુ શરીર ઉદય સાથે ભિંસાવા દેતા કહ્યુ.

” સ્થિતિ તો કયારેય પણ બદલાઈ શકે છે,અને સ્વપ્ના પણ સાચા પડી શકતા હોય છે. જરુર છે માત્ર એક યોગ્ય નિર્ણય ની..!”ઉદયે કહ્યુ , અને રંજન સાથે એક લોક્પ્રિય પ્રણય ચેષ્ટામા વ્યસ્ત થયો.

” આ મારો બેડરૂમ છે.” એક સુન્દર રીતે સજાવેલા બેડરૂમ મા આવી ને ઉદયે કહ્યુ.રંજન લાલસાપુર્વક આ રૂમ ની ભવ્યતા ને જોઇ રહી.

” કેમ લાગ્યો..? તને ગમ્યો..?’ઉદયે પુછ્યુ.

” ગમે તો પણ મારે શું કામ નો..?”રંજનેલોભામણુ સ્મિત કરતા શરમાવા નો અભિનય કર્યો.

” તું ઇચ્છે તો આ રૂમ તારો બની શકે છે…”ઉદયે તેના સ્મિત ને ચુમતા કહ્યુ.

” જિ..? સર, મને સ્વપ્ના ન બતાવો પ્લિઝ…!”રંજને કહ્યુ.

” સ્વપ્નુ હશે તો કોઇ દિવસ સિધ્ધ થશે, સ્વપ્ના વીના ના માણસ જગત મા કશુ કરી શકતો નથી.”ઉદયે કહ્યુ.

” સ્વપ્નુ જોતા પહેલા મારી હેસિયત તો જોવી જોઇએ ને સર..?”

” હેસિયત ની ચિંતા ન કર. રંજન..!તારી પાસે જે છે એ ટાટાઅંબાણી પાસે પણ નહી હોય…!મને માત્ર એટલુ કહે કે તું આ મારા સ્વપ્ન ધામ મા આવવા ખુશી છે..?”

” આવુ અહોભાગ્ય કોણ ઠુકરાવી શકે સાહેબ..?”” રંજને ખુબ શરમાવા નો દેખાવ કરતા કહ્યુ.તેને લાગ્યુ કે પોતાને જરા પણ પરિશ્રમ ઉઠાવ્યા વીનાજ મંઝિલ મળી રહી હતી.

” તો આજથી તું મને સાહેબ નહી કહે…”ઉદયે તેને પોતાના બાહુઓ વચ્ચે લેતા કહ્યુ.

” તો શું કહુ..?”રંજને આંખો નચાવતા પુછ્યુ.

“એ પણ મારે શિખવવુ પડશે..?”

રંજને શરમાળ સ્મિત કર્યુ.

હું કાલેજ તારા કઝિન કિશોર ને વાત કરીશ.હું ધારુ છું કે તેને વાન્ધો નહી હોય.” ઉદયે કહ્યુ.

” પણ આપના માતાશ્રિ ને આપનો આ નિર્ણય ગમશે..?”રંજેને પોતાની શંકા જણાવી.

” માતાશ્રિ તને જોઈ લે એ માટેજ હું તને અહીં લઈ આવ્યો છું.અને મે જોયુ છે કે માતા જી ની કસોટી માંથી તું પાર ઉતરી છે.”

” તો એ મારુ સૌભાગ્ય ગણાશે.” રંજને કહ્યુ.

” અને મારુ પણ.”ઉદયે કહ્યુ.” અને હું ધારુ છું કે તારો ભાઇ કિશોર પણ ખુશ થશે.”

” અમે બન્ને ભાગ્ય્શાળી છીએ.”રંજને કહ્યુ

ઉદયશેઠ ની ગાડી મોડી રાત્રે રંજન ને કોલોની મા મુકી ગઈ.

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ-34

અન્ધ આંખો નુ અજવાળુ.

34

અરુણ નો હજી સુધી કોઈ પત્તો ન હતો. તેની ભાળ મેળવવા ઇંસ્પેક્ટરઝાલા સક્રિય હતા, લખધીર અને તેના સંસ્થાના મિત્રો પણ ચારે તરફ અરુણ ને શોધવા ફરી વળ્યા હતા.પણ એની ભાળ ક્યાંય થી મળતી ન હતી.લખધીર ની પત્ની દેવ્કુંવર, બહેન સોનાલી, અને તેની માતા પણ ચિંતિત હતા.

એ બધા રોજ સવાર સાંજ રંજન ની પાસે જતા અને તે ભાંગી ન પડે એ માટે તેની વિશેષ કાળજી લેવા લાગ્યા હતા. જોકે રંજન તો મુખ ઉપર ભાર રાખી ને મનમા તો હસતી હતી. તેને અરુણ સાથે એવો કોઈ લગાવ ન હતો કે એની એવી કોઈ ચિંતા પણ ન હતી. તે સવારે પોતાની જોબ ઉપર ચાલી જતી, અને સાંજે મોડી આવતી હતી.

” આ છોડી ને અરુણ ના ગૂમ થવા બદલ કોઈ ચિંતા કેમ નહી થતી હોય..?”એક વાર લખધીર ના મા એ કહ્યુ.

” ચિંતા તો થતી હોય, પણ એ બિચારી કોને કહે…!અને માંડ નોકરી મળી છે એ તો સાચવવી જોઇએ ને..!”દેવકુંવરે કહ્યુ.

“મા સાચુ કહે છે, રંજન ને અરુણભાઇ ની કોઈ ચિંતા થતી હોય એવુ મને પણ નથી લાગતુ.”સોનાલિ એ કહ્યુ.

“ચિંતા થતી હોય તો શું કરે..?પતિ જેવો પતિ લાપતા હોય અને એને ચિંતા ન હોય એવુ બને ખરુ..? કોઈ ને બહુ દેખાડવા ની આદત ન હોય..”દેવકુંવરે રંજન નો બચાવ કરતા કહ્યુ.

એજ સાંજે લખધીર ના ઘરે રંજન ની સાથે કિશોર પણ આવ્યો.

“લખધીર ને એની સાથે થોડો પરિચય થયો હતો એટલે એણે એને આવકાર્યો.કિશોર ગંભીર મુખ્મુદ્રા સાથે તેની સામે બેઠો.

“મેં કાલેજ સાંભળ્યુ કે અરુણ ભાઇ ગાયબ થયા છે. સારા માણસો ઉપર જ આફત આવતી હોય છે. “કિશોરે ઔપચારિક દિલ્ગીરી બતાવતા કહ્યુ.

” બધે તપાસ ચાલી રહી છે,પણ હજી સુધી તો ક્યાંય તેની સગડ મળતા નથી.”લખધીરે કહ્યુ.

” એમના વતન મા તપાસ કરી..?’કિશોરે સુચવ્યુ.

” કોઈ જગ્યા બાકી નથી રાખી,અમને પણ ખુબ ચિંતા થાય છે. અરુણ ને કાંઈ થયુ તો નહી હોય…!”

” મુખ્ય ચિંતા તો એ છે કે એમને આંખે દેખાતુ નથી, અને આમ એકલા ક્યાં જઈ શકે….! કોઈ એમને ઉઠાવી ગયુ હોય એવી ચિંતા અમને બહુ થાય છે..”સોનાલિ એ કહ્યુ.

” એમના દુશ્મનો તો ઘણા છે એમાતો ઇંકાર થાય તેમ નથી.”કિશોરે કહ્યુ.

” પણ એમના મુખ્ય દુશ્મનો તો હવે જેલ મા છે, તો પછી એમને ઉઠાવી જાય એવો કોણ નવો દુશ્મન પાક્યો હશે…?”રંજને પણ પોતે કેટલી સચિંત છે એનો પુરાવો આપતા કહ્યુ.

એજ વખતે એક મોટરબાઇક ધડધડ કરતી લખધીર ના ઘર સામે આવી ને ઉભી રહી.

“રંજન આગંતુક ને જોઈ ચમકી ઉઠી.

આવનાર માણસ દિલેર્સિન્હ જ હતો.તેણે આવી ને લખધીર ને પ્રણામ કર્યા.લખધીર એને ઓળખતો હોય એમ એણે એને આવકાર્યો.

” આવો દિલેરસિંહ,”

” શું ખબર છે..?કાંઈ પત્તો લાગ્યો..?”દિલેરસિંહે બેઠક લેતા પુછ્યુ.

“ના હજી તો કાંઈ પત્તો નથી,પણ અમારી તપાસ ચાલુજ છે, એટલે મળી જશે.”લખધીરે કહ્યુ.

“મારા માણસો પણ મેં ચારે તરફ દોડાવ્યા છે, અરુણ આમ ગૂમ થાય એ મને સારા લક્ષણ નથી લાગતા.”દિલેર્સિંહે કહ્યુ.

” માફ કરશો , ભાઇ , પણ તમે અરુણ ને કેવી રીતે ઓળખો..?”રંજન નુ કુતુહલ હવે છુપુ રહે તેમ ન હતુ. તેથી તેણે પુછી નાખ્યુ.

“દિલેર્સિંહે તેની સામે જોયુ.

“હું એમની સંસ્થા નો મોટો સપ્લાયર છું, અમારે વેપારી સંબન્ધો તો છેજ, પણ એ મારો મિત્ર પણ થઈ ગયો છે. ” દિલેરસિંહે કહ્યુ.

” રંજન..!એ દિલેરસિંહ છે, અરુણ સાથે એમને સારી દોસ્તી હતી, અને અરુણ એવો માણસ હતો કે એનો સહેજ પરિચય હોય એ એની ચિંતા કર્યા વીના ન રહે.”

લખધીરે રંજન ને સંબોધી ને કહ્યુ.

રંજન ને દિલેરસિંહ સાથે નો પરિચય અહીં જાહેર કરવા નુ મન ન થયુ.

આ દિલેરસિંહ એને ભેદી લાગતો હતો.. મુંબાઈ જતી  ટ્રેન મા તે મળ્યો એને આકસ્મિક ગણી શકાય, પણ એ પછી એ એડ સ્ટુડિઓ માઆવી ચઢ્યો એ પણ વિચિત્ર હતુ. એ વખતે એણે એવુ કહ્યુ હતુ કે એ મોડેલ બનવા આવ્યો હતો. અને અહીં અરુણ ની સંસ્થાનો સપ્લાયર હોવાનુ કહી રહ્યો હતો…!તે દિવસે ઉદયશેઠ સાથે હતી ત્યારે પણ એ અણધાર્યો હોટલ મા મળી ગયો હતો. અને એમની કાર નો પિછો પણ કરતો દેખાયો હતો.

” કોણ હશે આ..?અને બધેજ એ કેમ હાજર હોય છે..?

“દિલેરસિંહે લખધીર સામે જોયુ:

” આ બહેન કોણ છે..?”એણે પુછ્યુ.રંજન તેની નફ્ફટાઈ  જોઈ ને ડઘાઈ ગઈ.

” એ અરુણ ના પત્ની છે.”લખધીરે કહ્યુ

” ઓહો….! બહેન…!મેં તમને કદી જોયા નથી એટલે ઓળખી ન શક્યો.માફ કરશો.અને અરુણ ની જરા પણ ચિંતા ન કરશો..અમે બધા છીએ જ ને…!પાતાળ માંથી પણ એને શોધી કાઢીશુ.કેમ લખધીર..?”દિલેરસિંહે કહ્યુ.એ માણસ લખધીર ને પણ ઓળખતો હોય એમ લાગતુ હતુ.

રંજન તેની સામે સુચક નજરે જોઈ રહી, આ માણસ કહેતો હતો કે એણે પોતાને કદી જોઈ નથી, એણે છુપાવવા ની શી જરુર હશે..?પોતાની સાથે નો પરિચ્ય છુપાવવા પાછળ એનો શો આશય હશે..?આ માણસ ખરેખર ભેદી છે…એણે જોકે પોતાની મદદ કરી હતી, પણ તે જે બેદભરમ ના જાળા પાછળ છુપાતો હતો એના થી એનો ઇરાદો પરખી શકાતો ન હતો. આના થી સાવધ રહેવા નો રંજને નિર્ણય કર્યો.

કિશોર ઉભો થયો.

” સારુ તો લખધીરભાઇ…. હું વિદાય લઉ…!અરુણભાઇ ના કાંઈ પણ ખબર મળે તો મને જરુર કહેવરાવશો.” કહી કિશોરે પોતાનુ વિઝિટિંગ કાર્ડ લખધીર ને આપ્યુ.

” અને રંજનબહેન..!હિમ્મત રાખશો.હારી જતા નહી…”તેણે રંજન સામે પણ હાથ જોડતા કહ્યુ.

રંજને મુખ ઉપર ગાંભિર્ય જાળવી રાખી ને મનમા હસી લીધુ.

” ચાલો હું પણ વિદાય થાઉ છું. ખબર મળે તો મને પણ જાણ કરજો. મિસ્ટર, તમારે કઈ તરફ જવુ છે..?હું છોડી દઉ..?”તેણે કિશોર ને કહ્યુ.

” આભાર, મારી પાસે મારુ બાઇક છે.”કિશોરે જવાબ આપ્યો.અને ત્વરા થી ચાલવા લાગ્યો.દિલેરસિંહ પણ તેની પાછળજ જવા લાગ્યો.બન્ને પોતાના બાઇક પાસે પહોંચ્યા, અને કોલોની ની બહાર નિકળ્યા.

” તમારુ નામ તો કિશોર ખરુ..?”દિલેરસિંહે ચાલુ બાઇકે પુછ્યુ.

“હા.” કિશોરે એકક્ષરી જવાબ આપ્યો.

” મારુ નામ દિલેરસિંહ. વાંધો ન હોય તો આવો જરા પાન ખાઈ એ..!”દિલેરસિંહે કહ્યુ અને એક ગલ્લા પાસે બાઇક થોભાવ્યુ.

” સોરી, મારે ઉતાવળ છે. અને મને પાન ની આદત નથી.”કિશોરે આનાકાની કરતા કહ્યુ.

” અરે આવો તો ખરા, અહીં નુ પાન વખણાય છે, એક વાર ખાશો તો રોજ ખાતા થઈ જશો.”કહી દિલેરસિંહે તેનો હાથ પકડ્યો. કિશોરે બાઇક થોભાવવુ પડ્યુ. દિલેરસિંહ તેનો હાથ પકડી ને ગલ્લા પાસે લઈ ગયો અને બે પાન બનાવવાનો ઓર્ડર આપ્યો.

“તમે રંજનબહેન ના શુ સગા થાઓ..?”દિલેરસિંહે પુછ્યુ.

“કાંઈ ખાસ નહી, અમે કોલેજકાળના મિત્રો છીએ.”

“સરસ. આવે વખતે મિત્રોજ કામ મા આવતા હોય છે.પણ મને માફ કરશો   મને લાગે છે કે રંજનબહેન અરુણ સાથે સુખી નથી….!”દિલેરસિંહે કહ્યુ.

” એમની અંગતબાબત મા આપણે શા માટે પડવુ જોઇએ..?”કિશોરે કહ્યુ.

” મિત્રો ના જિવન ને સ્પર્શતી બાબત મા અલિપ્ત રહેવુ એ મને તો બરાબર નથી લાગતુ.અરુણ અન્ધ છે, એ પ્રશ્ન એમની વચ્ચે નહી આવતો હોય..?”

“મેં કદી એવુ પુછ્યુ નથી,પણ સમજાય એવુ છે કે થોડો અસંતોષ તો રહેતોજ હશે.”કિશોરે કહ્યુ.

“બન્ને ના લગ્ન ક્યારે થયા..?”

” થોડાજ વખત પહેલા થયા છે. એ વખતે અરુણભાઇ અન્ધ ન હતા.એક અકસ્માત મા એમની આંખો ગુમાવી છે.”

“મેં સાંભળ્યુ છે કે રંજનબહેન નુ બેત્રણવાર અપહરણ થયુ હતુ..અને અરુણએમને બચાવી લાવ્યો હતો , એ સાચુ..?”દિલેરસિંહે પુછ્યુ.

” હા, એવુ થયુ હતુ ખરુ.”

” તો રંજનબહેન એ ઉપકાર વશ થઈ ને લગ્ન કર્યા હશે..?”

” એવુ થોડુ ખરુ. બન્ને વચ્ચે એ પહેલા કોઈ પરિચય કે પ્રેમ જેવુ કશુ ન હતુ. માત્ર ગુંડાઓ ના ત્રાસ થી બચવા માટેજ અરુણભાઈ એ લગ્ન કર્યા હતા.”

” આવુ લગ્ન ટકે ખરુ..? તમે શું માનો છો..?”દિલેરસિંહે તેના હાથ મા પાન નુ બિડુ પકડાવતા કહ્યુ.

“એ એમનો અંગત પ્રશ્ન છે, આપણે એની ચર્ચા ન કરવી જોઇએ..!”કિશોરે કહ્યુ.

” જુઓ. હું અરુણ્ નો મિત્ર છુ. તમે રંજન ના મિત્ર છો.આપણે આપણા મિત્રો નાસુખ માટે વિચારીયે તો એમા મને કશુ અજુગતુ લાગતુ નથી.”

“આપણે શું કરી શકિયે..?”

” ધારીયે તો ઘણુ કરી શકિયે..”

” દાખલા તરીકે..?”

“જુઓ આ બન્ને ની લગ્ન મજબૂરી મા થયા છે, જો આપણે એમના સાચા મિત્રો હોઇએ તો એમને આ અણગમતા બન્ધન માંથી છોડાવવા જોઇએ..”

“કેવી રીતે..?”

” જુઓ. અરુણ અન્ધ છે, રંજન ને એના પરત્વે કોઈ ખાસ લગાવ લાગતો નથી, એ પરાણેજ બન્ધાઈ રહી છે, એજ રીતે અરુણ પણ એક ફરજ તરીકે જ રંજન ના પતિ નો રોલ નિભાવી રહ્યો હોય એમ લાગે છે. આપણે એમને મદદ કરવી હોય તો શું કરી શકાય..?”દિલેરસિંહે કહ્યુ.

“બન્ને ને છુટા કરી શકાય.” કિશોર વાત ના પ્રવાહ મા ખેંચાતા બોલ્યો.

” બરાબર, અરુણ ને તો કશો વાન્ધો ન આવે, પણ છુટા થયા પછી રંજન નુ શું..?એ ક્યાં જાય..?’

“એ હું કેવી રીતે કહી શકુ..?”કિશોરે કહ્યુ.

” પણ હું કહી શકુછું.”દિલેરસિંહે કહ્યુ.

” તમે શું કહી શકો..?”

” મિસ્ટરકિશોર..!તમે જો રંજન ના મિત્ર હોતો. તો તમે એને સ્વિકારી શકશો..?”

કિશોર જરા ચોંક્યો.

” તમે આ બધુ શા માટે વિચારી રહ્યા છો..?”

” કારણ મને એ બન્ને ની ચિંતા છે.કહો તમે રંજન નો સ્વિકાર કરી શકશો..?”

” પણ એ તો રંજને વિચારવા નુ હોય ને…!”

” ધારો કે રંજન એમા ખુશી છે, તો તમને વાંધો છે..?”

” એ હું રંજન નેજ કહી શકુ. તમને નહી. આપણે હજી એક્બિજા ને ઓળખતા પણ નથી,, એ સંજોગો મા આ બધી વાતો અસ્થાને છે એવુ તમને નથી લાગતુ..?’કિશોરે કહ્યુ અને બાઇક ને કિક મારી.

” તમે ભલે સ્પષ્ટ નથી કહેતા, પણ હું તમારી બોડીલેંગ્વેજ ઉપર થી કહુ છું કે તમને રંજન ગમે છે.ઓકે.અત્યારે એ વાત જવા દઈએ,પણ બન્ને ને સુખી થવા માટે આ વાત બનવી અનિવાર્ય છે. ચાલો ફરીથી મળીશુ.”કહી દિલેરસિંહે બાઇક સ્ટાર્ટ કર્યુ, અને બન્ને જુદી દિશામા ફંટાઈ ગયા.

Leave a comment

Filed under Uncategorized

અન્ધ આંખો નુ અજવાળુ.33

અન્ધ આંખો નુ અજવાળુ.

33

“હેલ્લો   કિશોરડાર્લિંગ…!એક ખુશ ખબર છે.”રંજને  કિશોર ને વધામણી આપતા કહ્યુ.

” ઓહ, એવી તે શી ખુશ ખબર છે..?”કિશોરે ઉત્સુક્તા થી પુછ્યુ.

“અરુણ ગૂમ થયો છે.”

“એ તને ખુશ ખબર લાગે છે..?”કિશોરે કહ્યુ.

” કેમ..?હવે એની ચિંતા ન રહી ને…!એનો ટાઇમ સાચવવા ની જરુર ન રહી ને…!”

“રંજન..!મુર્ખાઈ ન કર. એ હતો તો આપણ ને કવર મળતુ હતુ. એની હાજરી મા આપણે છુટ થી મળી શકતા હતા.હવે ઘરે મળવુ મુશ્કેલ થશે,”કિશોરે કહ્યુ.

“પણ બહાર મળવા મા તો હવે કોઈ પાબન્દી ન રહી ને..!”રંજને કહ્યુ.

“આમેય એણે કોઈ પાબન્દી ક્યા લગાવીજ હતી..!મને તો લાગે છે કે એક હસ્બન્ડ તરીકે અરુણ જેવો ઉદાર અને જિન્દાદિલ માણસ મળવો અશક્ય છે.”કિશોરે કહ્યુ.

” બહુસારુ. એના વખાણ કરી ને તું શું સાબિત કરવા માગે છે..?”રંજને રિશાળ સ્વરે કહ્યુ

“ચાલ તને ન ગમતુ હોય તો એના વખાણ રહેવા દઈ એ.પણ એ ક્યાં ગયો છે એ ખબર પડી..?”

” એ ખબર હોય તો ગૂમ થયો ન કહેવાય ને…!એ કોઈ રહસ્ય્મય રીતે ખોવાયો છે, આખી કોલોની એને શોધવા મા લાગી છે. મારે પણ સચિંત દેખાવુ પડે છે.”

” એ દેખાવ ચાલુજ રાખજે,એ તને બહુ ઉપયોગી થઈ પડશે. પણ સાવધ રહેજે, એના અદ્ર્ષ્ય થવા થી તારા ઉપર જોખમ વધે નહી એ જોતી રહેજે.”

” હવે એ ભય રહ્યો નથી, દલપત, બળદેવ અને બિજા ગુંડાઓ જેલ ભેગા થયા છે, એટલે હવે એમના તરફ થી કોઇ ભય નથી રહ્યો.”રંજને કહ્યુ.

” એ તારો ભ્રમ છે, જો અરુણ નુ કોઈ એ હરણ કર્યુ હશે તો એ લોકો તને પણ છોડશે નહી..હું સાંજે ઘરે આવુ છું,અરુણ ગૂમ થયા નો ખરખરો તો કરવો પડશે ને…!”કિશોરે કહ્યુ.

” ચોક્કસ આવજે, આપણે ઓફિસે થી સાથેજ આવિશુ.”રંજને કહ્યુ.

અરુણ ગૂમ થવાથી તેને થોડી આઝાદી મહેસુસ થવા લાગી, જોકે અરુણ તરફ થી એને કોઈ બન્ધન ન હતુ.તેમ છતા હવે અરુણ નુ મોં જ જોવાનુ ન હતુ એ સ્થ્તિ તેને વધુ ગમતી હતી.હવે વહેલા ઘરે આવવા ની પણ જરુર ન હતી, કિશોર સાથે કે ઉદયશેઠ સાથે મોડે સુધી  ફરવા બદલ તેણે કોઈ ને ખુલાશો આપવા નો રહેતો ન હતો.

એ દિવસે ઓફિસ મા પણ તે ખુશ ખુશાલ ચહેરે પહોંચી.

તે તેની ચેમ્બર મા પ્રવેશી ને ટેબલ સામે બેઠી ત્યાંજ તેના ટેબલ ઉપર નો ઇંટરકોમ  ફોન રણક્યો.

” જી સર.”તેણે કહ્યુ.સામે તેના બોસ ઉદયશેઠ હતા.

” મેં તને આવતા જોઈ. આજે તું સરસ લાગે છે.”ઉદયશેઠે કહ્યુ.

” થેંક્યુ ફોર ધ કોમ્પ્લિમેંટ્સ, સર., પણ હું જાણુ છું કે હું તો એજ સિધી સાદીઅને ગ્લેમરવીના ની કર્મચારી છું.”રંજને કહ્યુ.

” એ તારા કરતા તને જોનારા ને વધુ ખબર હોય.  ઠીક છે, આજે સાંજે શું કરે છે..?”ઉદયે પુછ્યુ.

” ખાસ કશુ નહી, મારા કઝિન કિશોરભાઇ સાથે એક પરિચિત ની ખબર કાઢવા જવાનુ છે.”રંજને કહ્યુ.

“આજે રહેવા દે, મારો વિચાર આજે બાહર જમવા નો છે, તારે આવવુ પડશે.. એક બિઝનેસ મિટિંગ પણ છે, રાત્રે મોડુ થશે, એટલે તું તારા પતિ ને કહેવરાવી દેજે. , અને કિશોર સાથે કાલે જજે, ઓકે..?”

“રંજન ને લાગ્યુ કે પોતે જે ધારતી હતી એ દિવસ આવી ગયો છે. આજે ઉદયશેઠ પોતાના ઉપકાર નો બદલો જરુર માગશે એમ તે સમજી ગઈ.

તેનુ શોર્ટહેંડશિખવાનુ કામ બરાબર ચાલી રહ્યુ હતુ. ઉદયશેઠે તેને થોડુ ડિક્ટેશન આપ્યુ, પછી જવા માટે ઉભો થયો.

” હું સાંજે આવુ છું, તારી પાસે આના થી સારોડ્રેસ નથી..?’ઉદયે કહ્યુ.

“જી, આ નહી ચાલે..?”રંજને પોતાના ડ્રેસ સામે એક દ્રષ્ટિ કરતા પુછ્યુ.

“નહી, પાર્ટી સાથે ની મિટિંગ મા આ નહી ચાલે, સાંજે આપણે એક બે ડ્રેસ ખરીદી લઈશુ . હું આવુત્યારે તું તૈયાર રહેજે.”કહી ઉદયશેઠ, બહાર નિકળી ગયો.

એના ગયા પછી રંજને કિશોર ને બોલાવ્યો.

” યસ મેડમ..!બોલો શો હુકમ છે..?”કિશોરે ચાપલુસી કરતા પુછ્યુ.

“એ બધુ રહેવા દે, અને બેસ સામે.”રંજનએ કહ્યુ અને ઉદયશેઠ સાથે થયેલી વાત કિશોર ને કરી.

“તો એમા ગભરાવાનુ  શું છે..?બિન્દાસ્ત જવાનુ શેઠ ની સાથે.અને એ અપાવતા હોય તો સારા મા સારા ડ્રેસ પસન્દ કરવાના. આવી તક ગુમાવવાની નહી.”કિશોરે કહ્યુ.

” પણ…     એ કશુ કરશે તો નહી ને..?”રંજને જરા ક્ષોભ સાથે પુછ્યુ.

” એની તો તારી તૈયારી છેજ ને..!પછી ગભરાય છે શા માટ્રે..?શેઠ ને પુરે પુરા શિશા મા ઉતારી દેવા ની તક તને મળે છે. એ માટે જે કરવુ પડે એ બેધડક કરવા નુ. ”

” પણ ચરિત્ર ના ભોગે..?”રંજને જરા ખચકાતા કહ્યુ.

” તું એ બધી દકિયાનુસી મા ક્યાં માને છે..?જો સહેલાઈ થી પૈસા કમાવા હોય તો એ બધુ ભૂલી જવુ પડે.તું બેધડક જજે, અને શેઠ ને બરાબર લપટાવજે.આજે પાછી પડી તો તું તારુ સ્થાન અને કદાચ નોકરી પણ ગુમાવશે. આજ નો દિવસ તારો છે, એને સંપુર્ણ હાથ મા કરી લેવા ની તને તક એણેજ સામે થી આપી છે.”કિશોરે કહ્યુ.

એક સિધ્ધાંત તરીકે તો રંજન પૈસા માટે બધુજ કરવા તૈયાર હતી, પણ જ્યારે ખરેખર એવુ કરવા નો વખત આવી ને ઉભો રહ્યો ત્યારે તેનુ મન જરા ડગવા માંડ્યુ હતુ.

પણ કિશોરે તેને હિમ્મત આપી ને ફરીથી મજબૂત બનાવી.

તેણે પોતાને સોંપાયેલુ થોડુ કામ કર્યુ, અને પછી વોશ રૂમ  મા જઈ ને ફ્રેશ થઈ ગઈ, મેકપ ઉપર ટચિંગ  કરી લિધુ.અને ઉદય શેઠ ની પ્રતિક્ષા કરતી બેઠી.

ઉદય સિધો તેની ચેમ્બર માજ આવ્યો.રંજન તેને જોઈ ને ઉભી થઈ ગઈ.

” અરે અરે  ઉભા થવા ની જરુર નથી.બેસ તું, આપણે કાંઈક પી ને પછી નિકળીયે.”ઉદયે કહ્યુ. રંજને કોલ બેલ વગાડ્યો. બહાર થી પ્યુન આવી ને ઉભો રહ્યો.

” શું લેશો સર..?”તેણે ઉદય ને પુછ્યુ.

“કાંઈ પણ ઠંડુ લઈ આવ.” ઉદયે પ્યુન ને ઓર્ડર કરતા કહ્યુ.

પછી તે રંજન સામે પ્રશંશા પુર્વક જોઈ રહ્યો.

” ખરેખર આજે તું બહુજ ગોર્જિઅસ લાગે છે.અને જો મોડર્ન ડ્રેસ્સ મા હશે તો કયામત લાવી દેશે..!”

” રંજનેશરમાવા નો અભિનય કર્યો.

ઠંડુ પિધા પછી ઉદયે રંજન નો હાથ પકડી તેને ઉભી કરી.

” ચાલો નિકળીશુ ને..?”રંજને નજાકત પુર્વક ડોક હલાવી ને સમ્મતિ આપી.

ઓફિસ છુટવા ને હજી વાર હતી,એટલે બહાર ના હોલ મા બધો સ્ટાફ  બેઠોજ હતો. એ કોઈ ની પરવા કર્યા વીના ઉદયે રંજન ની કમર મા હાથ વિંટાળી ને તેને બહાર દોરી ગયો.

ઉદય સેલ્ફ્ડ્રાઇવિંગ કરવા નો હતો એટલે રંજન આગળ ની સિટ પર બેઠી.

શહેરના એક ઉમદા રેડીમેડ ડ્રેસ ના સ્ટોર ઉપર ઉદયે કાર થોભાવી.

“સ્ટોર નો માલિક ઉદય નો મિત્રજ હતો.તે એની ચેમ્બર મા જઈ બેઠો અને રંજન ને જે ગમે તે ખરેદી લેવા નુ કહ્યુ.

સેલ્સ્મેનો એ રંજન ને એક પછી એક ડ્રેસ બતાવવા માડ્યા..

એ બધા પોષાકો ની કિમત જોઈ ને જ રંજન હેબતાઈ ગઈ.એણે કદી ધાર્યુ ન હતુ કે આટલા મોંઘા ડ્રેસ તે ક્યારેય ખરીદી શકશે..!તેને કિશોર ની શિખામણ યાદ આવી, સારામા સારા ડ્રેસ જ ખરીદી લેવા ની તેણે સુચના આપી હતી. રંજન ની હિમ્મત તો ન ચાલી, પણ છેવટે તેણે ખુબજ ફેશનેબલ અને મૂલ્યવાન ચારેક પોષાકો પસન્દ કર્યા..

સેલ્સ મેન માલિક ની ચેમ્બર મા બેઠેલા ઉદય પાસે ગયો, અને ડ્રેસ બતાવ્યા.

“ખુબ કોસ્ટલી ડ્રેસ પસન્દ કર્યા છે મેડમે…”તેણે કહ્યુ.

” ચિંતા નહી, એમને ગમ્યા છે ને..?”

” જી, એમણે જ પસન્દ કર્યા છે.”

” ઠીક છે પેક કરી દે. હું બહાર આવુ છું.”

પેમેંટ કરી ને બન્ને બહાર નિકળ્યા.

” તારી પસન્દગી સારી છે . મને ગમ્યા ડ્રેસ.”કાર ચલાવતા રંજન ના ખભા ઉપર એક હાથ ફેલાવતા ઉદયે કહ્યુ.

એક ફાઇવ્સ્ટાર હોટલમા બિઝનેસ મિટીંગ યોજવા મા આવી હતી.

ઉદયશેઠ ની સેક્રેટરી તરીકે રંજને એજંડા અનુસાર મિટીંગ નુ સંચાલન કરવા મા ઉદય ને સારી સહાયતા આપી. ઉદય ને પણ તેની કામગીરી થી સંતોષ  થયો.મિટિંગ મા ઉદય ને સારો એવો ઓર્ડર મળ્યો એટલે તે ખુશ હતો..મિટિંગ પછી ડિનર નો પણ પ્રોગ્રામ હતો. બધા વિખરાયા પછી ઉદયે રંજન નો હાથ હલાવી ને તેને અભિનન્દન આપ્યા.:

” કોંગ્રેચ્યુલેશન, રંજન, તારી કામ્ગીરી, અને તારો મિટિંગ મા નો દેખાવ બહુજ સરસ હતા.તેં પહેરેલા આનવા ડ્રેસ નો પણ અલગ પ્રભાવ હતો.મારે તને ઇનામ આપવુ પડશે.”રંજન ને પોતાના બાહુઓ વચ્ચે લેતા ઉદયે કહ્યુ.

” બધુ તમારુજ છે ને સર..”રંજને તેની સાથે ભિંસાતા કહ્યુ.

” તારા માટે સર્પ્રાઇઝ છે, ” ઉદયે કહ્યુ.

” શું છે..સર્પ્રાઇઝ મા..?”

” ચાલ બતાવુ.”કહી ઉદય તેને લિફ્ટ પાસે લઈ ગયો.પાંચમા માળે લિફ્ટ અટકી.ઉદય તેની કમર ઉપર હાથ રાખીનેજ બહાર લઈ આવ્યો.

સામેજએક માણસ લિફ્તના બટન ઉપર હાથ મુકી ઉભો હતો.રંજન તેને જોઈ ને ચમકી. એ માણસ રંજન સામે જોઈ ને હસ્યો.

” અરે મેડમ..!તમે અહીં..?ઓળખાણ તો પડી છે ને..?”તે બોલ્યો.

“ઓહ   તમે..? અહીં..?”રંજન જરા ફિક્કી પડતા બોલી.

ઉદય તેની સામે જોઈ રહ્યો.

” રંજન  કોણ છે આ ભાઇ..? તું ઓળખે છે..?”ઉદયે પુછ્યુ.

” જેંટલમેન, આઇ એમ દિલેરસિંહ. મેડમ સાથે મુબઈ મા પરિચય થયો હતો.”એ માણસ બોલ્યો.

” હા ..હું એક એસાઇન્મેંટ માટે મુંબાઈ ગઈ હતી ત્યારે આમની ઓળખાણ થઈ હતી.”રંજને કહ્યુ.

“આપનો પરિચય..?’દિલેર્સિંહે ઉદય ને પુછ્યુ.

” હું ઉદયશેઠ છું,અહીં નોએક ઇંડસ્ટ્રિયાલિસ્ટ.રંજન મારી સેક્રેટરી છે.” ઉદયે કહ્યુ અને બાય કહી ને રંજનનોહાથ્ પકડી ને ચાલવા માંડ્યો.

” મેં મિટિંગ પછી આરામ કરવા એક રૂમ બૂક કરાવ્યો છે, જરા આરામ કરી ને પછી નિકળીયે.”ઉદયે કહ્યુ.

રંજન નુ શરીર અજાણ્યા રોમાંચ થી જરા ધ્રુજી ઉઠ્યુ. તે ધારતી હતી એ ક્ષણ આવી ગઈ હતી.

ઉદયે રૂમખોલ્યો અને રંજન ને અન્દર લઈ ગયો.

બન્ધ થયેલા બારણા સામે તાકી ને ઉભેલો દિલેર્સિંહ મુછ મા હસી રહ્યો હતો.

એકાદ કલાક પછી બારણુ ખુલ્યુ ત્યારે રંજને પહેલા ઝડપ થી આમ્તેમ જોઈ લીધુ આસપાસ દિલેર્સિંહ જોવા મા ન આવ્યો.તેથી તેને નિરંત થઈ.

તેઓ લિફ્ટ મા નિચે આવ્યા.તો વૈટિંગ લાઉંઝ મા એક સોફા ઉપર દિલેર સિંહ ને બેઠેલો જોયી ને તે ચમકી ગઈ.

દિલેરસિંહે તેના સામે સ્મિત કર્યુ. એ સ્મિત આમ તો સામાન્ય હતુ, પણ રંજન ના ગુન્હાહિત માનસ ને એ સ્મિત મા વ્યંગ ની છાંટ દેખાઈ. તેણે નજર ફેરવી લિધી.

” હેલ્લો સર..”કહેતો દિલેર્સિંહ ઉભો થઈ ને ઉદય ની સામે આવ્યો.

” ઓહ..તમે હજી ગયા નથી..?” ઉદયે મોં બગાડી ને કહ્યુ.

” હું એક પાર્ટી માટે અહીં નો બેંક્વેટહોલ બૂક કરવા માટે આવ્યો છું.હજી મારુ કામ પત્યુ નથી સર. તમારુ કામ પતી ગયુ..?”દિલેરસિંહે હસી ને પુછ્યુ.

” મારા કામ ની ચિંતા ન કરશો. વિશ યુ બેસ્ટલક્ “ઉદયે કહ્યુ અને રંજનના હાથ મા હાથ પરોવી ને તે ચાલી નિકળ્યો.

દિલેર્સિંહ અહીં આમ મળ્યો એ રંજન ને ગમ્યુ ન હતુ. જોકે દિલેરસિંહે તેને મુબઈ મા સારી એવા મદદ કરી હતી,અને પેલા એડનિર્માતા ના પંજા માંથી તેને ઉગારી હતી, પણ એ માણસ અહીં મળ્યો એ તેને સારુ નહોતુ લાગતુ.કારણ એણે જે આપત્તિ માંથી પોતાને ઉગારી હતી, એવીજ કામગીરી માટે તે અહીઆવી હતી એ સત્ય તેને મનમા ડંખતુ હતુ.

” આ માણસ ને તું કેવી રીતે ઓળખે..?”ગાડી ચલાવતા ઉદયે પુછ્યુ.

” હું એક એડ. ના શૂટિંગ માટે મુંબાઈ ગઈ હતી, ત્યારે એના ડાયરેક્ટરે મારી સાથે અશોભનિય વર્તાવ કર્યો હતો એ વખતે આ માણસે આવી ને મને મૂક્ત કરાવી હતી.”

“હમ…!એનો અર્થ એ કે એ તારો પિછો કરી રહ્યો છે. કદાચ એ અહીં પણ તને મૂક્ત કરાવવા ના કારણસર તો નહી આવ્યો હોય..?”ઉદયે સશંક સ્વરે કહ્યુ.

“અહીં તો મારે મૂક્ત ક્યાં થવુ છે…?હું જાતેજ સમર્પણ કરવા આવી છું..”રંજને રોમાંટિક સ્મિત કરી ને ઉદયના હાથે વળગતા કહ્યુ.

“પણ એને તો આની ખબર ન હોય ને…!મુંબાઈ મા ક્ષણવાર મળેલો માણસ અહીં પણ આમ અચાનક મળી જાય એ મને સ્વાભાવિક નથી લાગતુ. આપણે સાવધ રહેવુ જોઇશે.”ઉદયે કહ્યુ.

” ચિંતા ન કરો . એ આપણુ શું બગાડી લેવાનો છે…?”રંજને કહ્યુ. જોકે દિલેર્સિન્હ નુ આ રીતે મળવુ તેને પણ અસ્વાભાવિક તો લાગતુ હતુ.

” કોણ હશે એ..?કોઈ જાસૂસ..? દલપત નો માણસ..?કે પછી અરુણ અને લખધીરે જ તેને પોતાની પાછળ મુક્યો હશે..?

રંજને આજુબાજુ જોયુ. અચાનક તેનુ ધ્યાન પાછળ આવી રહેલી એક બાઇક ઉપર પડ્યુ. એ બાઇક ઉપર એજ દિલેરસિંહ આવી રહ્યો હતો.

રંજન ની છાતી માંથી એક ઠંડો શેરડો પસાર થઈ ગયો.

Leave a comment

Filed under Uncategorized