Daily Archives: મે 8, 2015

અન્ધાંખો નુ અજવાળુ.39

અન્ધ આંખો નુ અજવાળુ.

39.

બિજા દિવસે ઉદય બહુજ વ્યસ્ત રહ્યો.તેણે ખુબ ઉતાવળ કરાવી ને દસ્તાવેજો તૈયાર કરાવી દીધા.

પછી ઉદયે બન્ને ને પોતાની ચેમ્બર મા બોલાવ્યા.

” કિશોર, અને રંજન, આજે તમને એક ખુશ ખબર આપવાના છે. આજે સાંજે આપણે તારી હોટલ ઉપર મળિયે છીએ. તું ત્યાં મેનેજર તરીકે સ્થાપિત થઈ ગયો છે,એટલે આપણે તારી ચેમ્બર માંજ મલીશુ બરાબર..?”

” જી સાહેબ.” કિશોરે કહ્યુ.રંજન પ્રતિક્ષણે તેના થી દૂર જઈ રહી હતી એનો વિષાદ તેના મુખ ઉપર હવે દેખાવા લાગ્યો હતો.

“કિશોર..! તું ખુશ નથી લાગતો..” ઉદયે તેની મુખ મુદ્રા જોઈ ને કહ્યુ.

” એવુ નથી સાહેબ,પણ રંજન મારી પ્રિય બહેન છે, એના થી વિખુટા પડવા મા મને ઘણો શૂનકાર લાગે છે.”કિશોરે હસવા નો પ્રયત્ન કરતા કહ્યુ.

” કિશોર..!હવે આપણે સંબન્ધી થયા, આપણા સમાજ નો નિયમ છે કે દરેક કન્યા એ પોતાના પિતા કે ભાઇ નુ ઘર છોડી ને બીજા નુ ઘર વસાવવાનુ હોય છે, અને રંજન તો તારી સાથેજ છે, પછી કેમ ઉદાસ થાય છે..?”ઉદયે કહ્યુ.

” એ તો હું પણ સમજુ છું,છતા વર્ષો સાથે વિતાવ્યા છે એટલે થોડુ તો દુખ થાયજ ને…!”કિશોરે કહ્યુ.

રંજને ટેબલ નિચે તેના પગ ને પોતાના પગ વડે ઠોકર મારી ને કિશોર ના અભિનય ને બિરદાવ્યો.જોકે કિશોરજ જાણતો હતો કે આ અભિનય ન હતો. સાચે સાચ જ રંજન ને ગુમાવવા ની હતાશા તેના મુખ ઉપર કોતરાયેલી હતી.

” રંજન નુ ઘર તારુજ સમજજે, તને રંજન ના ઘરે આવતા જતા કોણ રોકવાનુ છે..! માટે ચિંતા ન કર, આજે સાંજે આપણે તારી હોટલ મા મલિયે છીએ. હું ફોન કરુ એટલે તું તૈયારી મા રહેજે.” કહી ઉદય ઉભો થયો.

” હું જરા વકિલ પાસે જઈ ને આવુ છું પેપર્સ તૈયાર હોય તો જરા જોઇ લઉ..!”તે બોલ્યો અને બન્ને ને પોતાની ચેમ્બર્સ માજ મુકી ને તે બહાર નિકળ્યો.

ઉદયના ગયા પછી રંજને ચેમ્બર નુ બારણુ બરાબર લોક કર્યુ, અને કિશોર ની પાસે આવી ને તેના ગળે વળગી પડી.

” કિશોર…! આપણા પાસા પોબાર. તું આમ રડતુ મુખ ન રાખીશ.આપણ ને કેટલો મોટો ફાયદો થઈ રહ્યો છે અને તું આમ રોતલ જેવુ મોં રાખી ને ફરે એ યોગ્ય છે..?”રંજને કિશોર ના ગાલ ઉપર ચુમતા કહ્યુ.

” રંજન..! મને આ બેવડી રમત બહુ ગમતી નથી. તને તારી બાજી મા સારી જિત મળી છે એ ખરુ, પણ ભાંડો ફુટશે ત્યારે..?”

” ભાંડો શાનો ફુટે..?હું ઉદય ની કાયદેસર ની ધર્મ પત્ની બનુ એ પછી ઉદય આપણા હાથ નુ રમકડુજ છે ને..?એની મિલ્કત એ આપણી જ મિલ્કત છે ને..?”

” આપણી નહી, તારી.”કિશોર જરા કટુતા થી બોલ્યો.

” તું અને હું કાંઈ જુદા છીએ..?તું આવુ કેમ બોલે છે..?”રંજને રિશાળ અદા થી કહ્યુ.

“આપણો પ્લાન જુદો હતો, હવે તો તું મારી શેઠાણી થઈ જશે, એટલે આપણી વચ્ચે નો ફાસલો વધતો જ જવાનો છે ”

” એવુ જરાયે નહી થાય. હું અરુણ ને પરણી એ પછી આપણો ફાસલો વધ્યો હોય એવુ તને લાગે છે..?”રંજને કહ્યુ.

.” અરુણ તો એક લાચાર અને સાધનવિનાનો વ્યક્તિ હતો.એનો હેતુ માત્ર તને ગુંડાઓ ના હાથમાંથી બચાવવા નોજ હતો એને તારુ આકર્ષણ ન હતુ જ્યારે ઉદયશેઠતો તારા ઉપર ફિદા થયો છે. એ મને વધુ વાર તારી નજિક નહી રહેવા દે.મને તું આમ પરાયી થઈ ને ચાલી જાય એ જરા પણ ગમ્યુ નથી.”

“તું ચિંતા ન કર, ઉદય ની મિલ્કત હાથ મા આવવા દે , પછી એને પણ હું કેવો તગડી મુકુ છું એ જોજે ને…!”રંજને કહ્યુ.

“તારી  આ તગડી મુકવા ની થિયરી નોજ મને ભય લાગે છે..”કિશોરે જરા હસી ને કહ્યુ.

” એ બધુ બિજા માટે, તું તો મારા હૈયાનો હાર છે….!” રંજને રોમાંટિક થતા

કહ્યુ.

“એ હાર આજે તારા હૈયા ની બહાર રહી ને કરમાવા લાગ્યો છે.”કિશોરે કહ્યુ.

” અરે એ ફરીથી ખિલવા માટેજ કરમાઈ રહ્યો છે કિશોર.તું આવુ બધુ વિચારવા નુ છોડી દે. અને આપણી જિત નો ઉત્સવ  ઉજવ.”કહી રંજને તેને ઉષ્માભેર ચુમ્બન કર્યુ.

એજ સાંજે કિશોર ને જે હોટલના મેનેજર નો ચાર્જ આપ્યો હતો, તે હોટલ મા તેની મેનેજર ની ચેમ્બર મા. તે તૈયાર થઈ ને બેઠો.

થોડીજ વાર મા ઉદય નો ફોન આવી ગયો. અને એ પછી અર્ધા કલાક માંજ ઉદય ની કાર હોટલ ના પોર્ચ મા આવી ને ઉભી રહી.

ઉદયે બહાર આવી ને કાર નો બિજી તરફ નો દરવાજો ખોલ્યો અને રંજન ને આદરસહિત કાર ની બહાર આવવા સંકેત કર્યો.

બન્ને હાથ મા હાથ રાખી ને પગથિયા ચઢ્યા, મુખ્ય દ્વાર માંથી કિશોર તેમને સત્કારવા સામે આવ્યો .અને આદરભેર તેમને પોતાની ચેમ્બર મા દોરી ગયો.

“બિરાજો સર.”કિશોરે પોતાની મેનેજર તરીકે ની ચેર તરફ નિર્દેશ કરી ને ઉદય ને બેસવા કહ્યુ.

” નહી કિશોર, એ તારી જગ્યા છે, એનુ ગૌરવ પણ તારેજ સાચવવાનુ છે, અને તારેજ એના ઉપર બેસવાનુ છે,”કહી ઉદયે ટેબલ ની સામે મુકાયેલી ખુર્શીઓ ઉપર બેઠક લીધી. અને રંજન ને પણ બેસવા નિર્દેશ કર્યો.

તેમના બેઠા પછી કિશોર પણ જરા સંકોચાતો પોતાની ખુરશી ઉપર બેઠો.

“બોલ કિશોર, અહીં ફાવે છેને..?”ઉદયે પુછ્યુ.

“સર લાઇન જરા નવી છે , પણ જુના સ્ટાફ ની મદદ લઈ ને બધુ ધ્યાન ઉપર લેતો રહું છું એટલે થોડાજ સમય મા હું વાકેફ થઈ જઈશ.”

” મને ખાત્રી છે કે તું આ કરી શકીશ.”કિશોરે બેલ વગાડી ને મહેમાનો માટે આઇસ્ક્રિમ મંગાવ્યો.

“કિશોર, રંજન તારી હોટલમેનેજર ની પોષ્ટ જોઇને બહુજ સંતુષ્ટ થઈ છે.પોતાના ભાઇ ની પ્રગતિ જોઇ ને કઈ બહેન રાજી ન થાય…!” ઉદયે રંજન તરફ પ્રેમાર્દ્ર નજર નાખતા કહ્યુ.

“એટલેજ એ મને છોડી ને જશે એવાત નુ મને દુખ થાય છે, બાકી એના જેવી ભાગ્યશાળી બિજી કોણ હોઇ શકે કે જેને તમારા જેવો પતિ મળી રહ્યો છે સર..!” કિશોરે ચાપલુસી કરતા કહ્યુ.

” ઓહ  કમોન યાર. હવે તો આપણે નિકટના સગા થયા, આપ્રકાર ની ફોર્માલિટી હવે આપણી વચ્ચે ન હોવી જોઇએ.”ઉદયે કહ્યુ.

પછી તેણે બ્રિફ ખોલી . અને કેટલાક સ્ટેમ્પ પેપરો બહાર કાઢ્યા.

“કિશોર, આ છે રંજન ના નામે થયેલા એપાર્ટમેંટના કાગળો. આજે તારી હાજરી માં હું તે રંજન ને અર્પણ કરુ છું.”

રંજને જરા પણ ન ગમતુ હોય એવુ મુખ બનાવ્યુ

” આ શું ઉદય ડાર્લિંગ…!મને તમે મળ્યા એ પછી કોઈજ માલમિલ્કત મા રસ નથી, આવી ફોર્માલિટી શા માટે કરી.?’તે બોલી.

“મારે તને પ્રેમ થી ક્શુ આપવુ હોય તો શું ન આપી શકુ..?એને તું ફોર્માલિટી કહે છે..?”ઉદયે કહ્યુ.

રંજન નુ બેંક એકાઉંટ ખુલી ગયુ છે અને તેમા મેં પચાશ લાખ જમા કરાવ્યા છે. “ઉદયે કહ્યુ.

રંજન ને રોમાંચ થઈ આવ્યા. એક પોશ વિસ્તાર મા આવેલો એપાર્ટમેંટ, અને પચાશ્લાખ રુપિયા આમ એક પળ મા બક્ષીશ કરનારા ઉદય પાસે કેટલુ અઢળક ધન હશે….!આ બધુ જો હાથ મા આવી જાય તો ભવ સુધરી જાય. અને બિજે ક્યાંય ફાંફાં મારવા ન પડે.રંજને સુચક નઝરે કિશોર સામે જોયુ.કિશોરે આંખ ફેરવી લીધી.કારણ આ એવી બક્ષિશ હતી કે જે મળ્યા નો આનન્દ વ્યક્ત કરવા મા અવિવેક થવા નો ભય હતો.અને લાલચુપણુ ખુલ્લુ પડી જવા નો પણ એટલોજ સંભવ હતો.

“ઉદય ડાર્લિંગ,, આવુ બધુ કરવા ની શી જરુર હતી..?લોકો જાણે તો મારા વિશે કેવુ વિચારે..?”રંજને લાડપુર્વક ઉદય ના હાથ ને વળગતા કહુ.

” લોકો શું વિચારવા ના  હતા..!તારુ છે અને તને જ આપુ છું.”ઉદયે કહ્યુ.

પછી તે ઉભો થયો. અને રંજન નો હાથ પકડી ને તેને પણ ઉભી કરી.

પછી નાટકિય ઢબે તેણે દસ્તાવેજો ના કાગળો નુ ભુંગળુ બે હાથે પકડી ને રંજન સામે ધર્યુ.

એજ પળે એકાએક ધડાકાભેર ચેમ્બર નુ બારણુ ખુલ્યુ, અને બે સિક્યુરીટીગાર્ડ ને ધકેલતો એક માણસ અન્દર ધસી આવ્યો.

“આશું છે..? એય મિસ્ટર..!કોણ છો તમે..?”ઉદયે રોફ ભેર પુછ્યુ.

રંજન અને કિશોર બન્ને એને જોઈ ને ચોંકી ઉઠ્યા.

એ માણસ દિલેરસિન્હ હતો.કોઈ કાંઈ પણ પ્રતિક્રિયા આપે તે પહેલા દિલેરસિંહે ઝપટ મારી ને ઉદય ના હાથ માંથી દસ્તાવેજો ના કાગળો આંચકી લિધા.

“આ શું અનર્થ કરી રહ્યા છો મિસ્ટર ઉદય..?”દિલેરસિન્હે કહ્યુ. અને કોઈ રોકે તે પહેલા તેણે દસ્તાવેજો ની ફાડી નાખ્યા.

” આ કેવી બેદબી છે મિસ્ટર..?તમે આ શું કર્યુ..?તમે છોકોણ..?મારે પોલિસ ને બોલાવવી પડશે.”ઉદયે રાતાપિળા થતા કહ્યુ.

” બોલાવો. અત્યારે કોઈ ની ખરી જરુર હોય તો તે પોલિસ નીજ છે. મિસ્ટર ઉદય,, તમે કોઈ જાળમા ફસાઈ રહ્યા છો અને તમને એની ખબર પણ નથી.”દિલેરસિંહે કહ્યુ..

” એની તમારે શી પંચાત..?તમે આમ અન્દર કેવી રીતે આવી શકો..?” ઉદયે કહ્યુ.

“ઉદય. આ તમે કોને આપી રહ્યા હતા..?”દિલેરસિન્હે ફાડેલા કાગળો ના ટુકડાઓ તરફ નિર્દેશ કરતા કહ્યુ.

” એની તમારે શી પંચાત..? હું મારી ભાવિ પત્ની ને ભેટ આપી રહ્યો છું.તમે કેમ વચ્ચે પડી રહ્યા છો..?અને તમે કોણ છો..?”

“દિલેરસિંહે કાગળ ના ટુકડાઓ ને હવા મા ઉછાળતા કહ્યુ:

“હું આ રંજન નો રક્ષક છું, તેને ખોટે માર્ગે જતી રોકનાર તેનો હિત મિત્ર છું.”દિલેરસિંહે કહ્યુ.

” આવીજ છે તમારી મિત્રતા..?તમે રંજન નુ રક્ષણ કરનાર છો કે તેને પાયમાલ કરનાર..?”

“હું રંજન ને આડે માર્ગે જતા રોકવા આવ્યો છું. તમે આ રંજન ને સારી રીતે ઓળખો છો..?તેના ઉપર બક્ષિશો નો વરસાદ વરસાવતા પહેલા જાણવુ નથી કે એ કોણ છે..?”દિલેરસિંહે કહ્યુ.

રંજન અને કિશોર બન્ને ભયથી ફિક્કા પડી જઈ ને ઉભા રહ્યા હતા.

“હું એને સારી રીતે જાણુ છું,એ મારા આ મિત્ર કિશોર ની બહેન છે, અને મારી વાગ્દત્તા છે.”

દિલેરસિંહ ખડખડાટ હસવા લાગ્યો.

“કિશોર ની બહેન..?કહેતાભી દીવાના અને સુનતા ભી દીવાના….! ઉદયશેઠ..!આ કિશોર એનો ભાઇ નહી પણ એનો પ્રેમી છે, ” દિલેરસિંહે કહ્યુ.

” શું બોલે છે તુ..?તને ભાન છે તું શું કહી રહ્યો છે તેનુ..?”ઉદયે કહ્યુ.

” ઉદય… આ કોઈ પૈસા પડાવનાર લાગે છે, એને તુરતજ હાંકી કાઢો…!” રંજન બોલી.

” હા, નહીતો બધો ભાંડો ખોલી નાખશે  નહી..?”દિલેર હસતા હસતા બોલ્યો.

” મિસ્ટર તમે આજ ક્ષણે બહાર નિકળી જાઓ, મેં તમારા જેવા બ્લેકમેલરો બહુ જોયા છે, આજ ક્ષણે તમે બહાર નિકળી જાઓ.” ઉદયે કહ્યુ  કિશોરે સિક્યુરીટી ને ઇશારો કર્યો.સિક્યુરીટી ના જવાનો આગળ આવ્યા.

‘ ખબરદાર મને હાથ લગાડ્યો છે તો…!” દિલેરે સિક્યુરીટી જવાનો ને ડારતા કહ્યુ.

” કિશોર પોલિસ ને ફોન કર..”ઉદયે કહ્યુ.

” પોલીસ હાજર જ છે.”કહેતા ઇંસ્પેક્ટર ઝાલા અન્દર પ્રવેશ્યા. તેણે આવતા ની સાથેજ સિક્યુરીટી જવાનો ને બહાર જવા કહ્યુ.અને એક ખુરશી ઉપર બેસી ગયા.

“મિસ્ટર ઉદય. તમે છેતરાઈ રહ્યા છો . આ યુવાન દિલેરસિંહ જે કહે છે તે સાચુ છે. આ રંજન અને કિશોર તમને છેતરી રહ્યા છે. એ બન્ને ભાઇ બહેન નથી પણ પ્રેમીઓ છે.”ઝાલા એ કહ્યુ

” શું..?” ઉદયે ભ્રુકુટી ચઢાવી ને રંજન અને કિશોર સામે જોયુ.

“બન્ને નિચુ જોઇ ગયા, તેમના મોં માથી વિરોધ નો એક શબ્દ પણ નિકળતો ન જોઇ ઉદય ને શંકા પડવા લાગી.

“હા ઉદયશેઠ.આ રંજન કિશોર ની પ્રેમિકા છે, એ તમારુ બધુજ પડાવી લેવા માટેતમને શિશા મા ઉતારી રહી છે, અને તમને એનુ જરા પણ ભાન નથી.”

ઉદય કિશોર સામે સખતાઇ ભેર જોઇ રહ્યો.

” કિશોર..?આ બધુ શું છે..?આ સાચુ છે..?”

” એને શું પુછો છો ઉદયશેઠ..?વધુ મા જાણી લો કે આ રંજન કુંવારી નથી, એ આપણા શહેર ની સહકારી સંસ્થા ના પ્રમુખ અરુણ ની પત્ની છે.”ઝાલા એ વધુ વિસ્ફોટ કરતા કહ્યુ.

“અરુણ ની પત્ની..?અમારી ફેક્ટરી એ સંસ્થા પાસે થી ઘણી ખરીદી કરે છે એટલે હું અરુણ ભાઈ ને ઓળખુ છું. આ રંજન શું એમની પત્ની છે..?”ઉદય ની રોમાવલી ઉભી થઈ ગઈ.

“રંજન..? આ સાચુ છે..?”ઉદયે રંજન ને બે ખભા પકડી ને હચમચાવી નાખતા પુછ્યુ.

રંજન અવાક થઈ ને નિચુ જોઈ રહી.

“દિલેરસિંહ આગળ આવ્યો.

“ઉદયશેઠ, તમે આપેલી મોંઘી ભેટ અને પચાશ્લાખ રુપિયા એણે સહેલાઈ થી સ્વિકારી લીધા તોયે તમે એને સમજી ન શક્યા..?કોઇ સાચી પ્રેમિકા આવી ભેટ સ્વિકારે ખરી..?તમે એટલુ યે ન વિચાર્યુ..?’

ઉદય વારા ફરતી રંજન અને કિશોર તરફ જોવા લાગ્યો.ઝાલા જેવો પ્રામાણિક પોલિસ ઓફિસર આ કહેતો હોય, અને રંજન કે કિશોર કાંઈ બચાવ ન કરી રહ્યા હોય તો આ બધુ સાચુજ હોવુ જોઇએ એવુ તે સમજતો હતો.

તે ખુરશી ઉપર ફસડાઈ પડ્યો.

” આ રંજન    અરુણ  ની પત્ની..? અને કિશોર ની પ્રેમિકા..?પોતે કેટલો આન્ધળો હતો એનુ તેને ભાન થવા લાગ્યુ.

“ઇંસ્પેક્ટરસાહેબ, આ બન્ને ઉપર મેં આન્ધળો વિશ્વાસ મુક્યો હતો.પ્રેમિઓ હોવા છતા તેમણે ભાઇ બહેન બનવા નુ નાટક કર્યુ એના ઉપરથીજ મને એમના ચારિત્ર્ય નો અન્દાઝ આવી રહ્યો છે.તમારો ખુબ આભાર સર,અને મિસ્ટર દિલેરસિંહ, તમે સમયસર ન આવ્યા હોત તો આ દસ્તાવેજો રંજન ને મળી ચુક્યા હોત, તમે કોણ છે તે કહેશો..?”ઉદયે દિલેર તરફ ફરી ને પુછ્યુ..

” હું ઉદય નો એક મિત્ર છું,એની સસ્થા ઓ એક સપ્લાયર છું.” દિલેર કહ્યુ.

” અરુણ ભાઇ ને તો હું પણ સારી રીતે ઓળખુ છું એમના જેવો નોબેલ માણસ આ વેપારી આલમ મા જોવા ન મળે…!મને શું ખબર કે આ એની પત્નીજ એની દુશ્મન બની હશે…!” ઉદય બોલ્યો.

” તો હવે ઉદયભાઇ તમારે આગળ શું કરવુ છે..?તમે જો છેતરપિંડી નો કેસ કરવા માગતા હો તો હું આ બન્ને ની ધરપકડ કરુ.”ઝાલા એ કહ્યુ.

ઉદયે કપાળ ઉપર હાથ મુક્યો.

” એમ કરવા થી મારુ નામ પણ છાપે ચઢશે, માટે જો તમને કાયદા નુ નડતર ન હોય તો બન્ને ને જવા દો. મારીજ ભુલ તો છે કે મેં કોઇ તપાસ કર્યા વીના આંધળા થઈ ને  આ બન્ને ઉપર વિશ્વાસ મુક્યો.”

“મારે પણ એજ સલાહ છે,લાંબુ કરવા થી તમારી શાખ ઉપર જ ડાઘ લાગશે. ” ઝાલા એ કહ્યુ.

“તો રંજન અને કિશોર ,તમે બન્ને આજ થી છુટા છો.તમારા જેવા માણસો ને હું હવે એક પળ માટે પણ મારી સાથે રાખવા માગતો નથી.તમે અત્યાર થીજ તમારી ડ્યુટી ઉપર થી છુટા છો.”ઉદયે કહ્યુ.

રંજન અને કિશોર ક્ષુભિત થઈ ને ઉભા થયા, અને બહાર નિકળી ગયા.

ઉદયશેઠે બધા માટે ચા નાસ્તો મંગાવ્યા. અને જુના મેનેજર ને તેના સ્થાને પુન: સ્થાપિત કર્યો.

Leave a comment

Filed under Uncategorized