અન્ધ આંખો નુ અજવાળુ-42

અન્ધ આંખો નુ અજવાળુ.

43

બધા ના વિખરાયા પછી રંજને કિશોર ને ફોન લગાવ્યો.

“કિશોર,તેં બધુ જોયુ ને..?”તેણે કહ્યુ.

?”હા હું ત્યાંજ હતો ને…! મને અરુણ ઉપર ખુબ માન થયુ છે,એના જેવો ત્યાગી અને બિજા ની તકલિફ ને સમજનારો માણસ આ જમાના મા જોવા ન મળે.”કિશોરે કહ્યુ.

“એની ચમચાગીરી ન કર, હું તેની પ્રશંશા સાંભળવા ફોન નથી કરતી.’રંજને મુખ મચકોડતા કહ્યુ.

“તો કહે, શાના માટે ફોન કર્યો..? હજી હમણા તો છુટા પડ્યા છીએ.”કિશોરે કહ્યુ.

“અરુણે ડાયવોર્સ ના કાગળો તૈયાર રાખ્યા છે એનો અર્થ તું શું કરે છે..?”

“એનો અર્થ જે થતો હોય એજ કરુ છું. એ તને છુટી કરવા માગે છે.હવે આપણ ને એક થતા કોઇ રોકી નહી શકે.”

” તને એવુ લાગે છે..?”

” તો બિજુ શું હોઇ શકે. અરુણ ની એ ઉદારતા કહેવાય.”

” ઉદારતા માય ફૂટ…!મને તો લાગે છે કે એનેમારા પ્લાન્નિંગ ની અને આપણા સંબન્ધ ની ગન્ધ આવી ગઈ છે.એટલેજ તેણે પેલા દિલેરસિંહ ને મારી પાછળ મુંબાઈ મોકલ્યો હોવો જોઇએ.”રંજને કહ્યુ.

” એમ હોય તોયે તને શો વાંધો છે..? આપણુ કામ તો થાયજ છે ને..?કે તારે મારી સાથે લગ્ન નથી કરવા..?”કિશોરે પુછ્યુ.

“છટ, એવી વાત ન કર, હું તો સાવધ રહેવા માટે કહું છું.”રંજને કહ્યુ.

” વાત ને જેવી દેખાય છે એવી સ્વિકારવા મા તને કેમ તકલિફ થાય છે..? દરેક વાત નો અવળો અર્થ કરવા નુ છોડી દે. અને અરુણ નો આભાર માની ને એણે આપેલા ડાઇવોર્સ પેપરો સાઇન કરી ને તૈયાર રાખ.”

રંજન કિશોર ના વિચારો જાણી ને અરુણ તરફ જરા કુમળી પડી.તેણે ફોન મુક્યો ત્યાંજ લખધીર આવ્યો.

” અરુણ ક્યાં છે..?”

” અન્દર ના રૂમ મા છે.” રંજને કહ્યુ. કિશોર અન્દર ના રૂમ મા ગયો.

“અરુણ..! પેલા ખેડૂત ભાઇઓ તને મળવા આવ્યા છે.”લખધીરે અરુણ ના કાન મા મોં રાખી ને મોટા અવાજે કહ્યુ.

અરુણ સ્થિત્પ્રજ્ઞ ની માફક બેસી રહ્યો.

લખધીરે કપાળ કુટ્યુ

” અરે  હું તો સાવ વિસરીજ ગયો. આ ક્યાં સાંભળે છે….! મારે સોનાલિ ને બોલાવવી પડશે, તેની હથેલી ની ભાષા જ અરુણ સમજે છે”લખધીરે કહ્યુ અને ખિસા માથી ફોન કાઢી ને સોનાલિ ને અહીં આવી જવા તાકિદ કરી.સોનાલી તુરતજ આવી.

“આ અરુણ ને સમજાવ કે તેને મળવા પેલા ખેડૂત મિત્રો આવ્યા છે.”

સોનાલી એ અરુણ ની હથેલી મા લખી ને તેને લખધીર નો સંદેશો આપ્યો.

” ખેડૂત મિત્રો..?હા હા      તેઓ આવી ગયા..? તો ચાલો તેને મળી લઈએ.”અરુણ બોલ્યો.અને ઉભો થયો.

“સોનુ..! તારે પણ આવવુ પડશે, તારા વગર વાત્ચિત કોણ સમજાવશે..”લખધીરે કહ્યુ.

“ત્યારે તો મારે અરુણભાઇ સાથેજ રહેવુ પડશે.ચાલો તમે પહોંચો, હું પાછળજ સ્ટોર ઉપર આવુ છું.”સોનાલિ એ કહ્યુ.

” અરે આપણે ત્રણે એક બાઇક ઉપર આવી જઈશુ તું ચાલતી ક્યારે આવશે..”લખધીરે કહ્યુ તેણે અરુણ ને ટેકો આપી ને બહાર લિધો, અરુણ ને પોતાની પાછળ બેસારી  ને તેની પાછળ સોનાલિ ને બેસારી, અને બાઇક સ્ટોર તરફ હંકારી.

અરુણે જે ખેડૂતો ને તેમની ઉપજ સંસ્થા ને વ્યાજબી ભાવે આપવા સમજાવ્યા હતા એજ ભાઇઓ આવ્યા હતા.અરુણ ને આવેલો જોઇ ને બધા આદરભેર ઉભા થયા અને રામ રામ કર્યા.

લખધીરે અરુણ ને તેની ખુરશી ઉપર બેસાર્યો. અને ખેડૂત મિત્રો ને પણ બેસવા કહ્યુ.

“તમે સૌ આવ્યા એ જોઈ ને અરુણ ને બહુજ ખુશી થઈ છે.”લખધીરેજ વાત નો દોર સંભાળતા કહ્યુ.

” અમે પહેલા આવી ગયા હતા, પણ એ વખતે અરુણ ભાઇ કોઇ કામ સર બહાર ગયા હોઈ મળી શક્યા ન હતા.”ખેડૂત આગેવાને કહ્યુ.

” અરુણભાઇ જરા મુશ્કેલિ મા ફસાયા હતા, હવે આવી ગયા છે પણ એક સમશ્યા ઉભી થઈ છે.”લખધીરે કહ્યુ.

” કેવી સમશ્યા..?અમને અરુણભાઇ ની વાત ગમી છે, અમને એ મંજૂર છે , સમશ્યા શાની ઉભી થઈ છે..?”

“એમને હવે કાને સંભળાતુ પણ નથી.”લખધીરે કહ્યુ.

” અરે ભગવાન…! તો પછી વાત્ચિત કેવી રીતે થશે..?”

“એનો રસ્તો છે, આ મારી બહેન એને હથેલી મા લખીને તમારી વાત સમજાવશે અને તેનો અરુણભાઇ ઉત્તર આપશે.”

“ખેડૂત આગેવાનો જરા અચરજ પામ્યા. બહેરો અને અન્ધ અરુણ આવી મહત્વ ની વાત કેવી રીતે કરશે, અને એમા કાંઈક સમજવા મા ભૂલ થાય તો અર્થ નો અનર્થ થઈ જશે તો…એવી ચિંતા તેમના મુખ ઉપરતરવરતી હતી.

” ચિંતા ન કરશો અરુણ ભાઇ બધુ સમજશે અને વાત પણ કરશે.”

સોનાલિ એ અરુણ ની હથેલી મા ખેડૂત્મિત્રો ના આવવાની વાત લખી.

અરુણે તુરતજ હસી ને બે હાથ જોડી તેમને આવકાર્યા.

” મિત્રો, તમે સૌ આવ્યા એ મને ગમ્યુ.મને હવે સંભળાતુ પણ નથી, પરન્તુ, આ સોનાલિ બેન બધુ લખી ને સમજાવશે એટલે આપણે વાત ચિત કરી શકિશુ.” અરુણે કહ્યુ.

“તો અરુણ ભાઇ. અમે વિચાર કરીનેજ આવ્યા છીએ, કે તમે સુચવેલી વાત અમે સ્વિકારવા નુ નક્કી કર્યુ છે.”ખેડૂત આગેવાને કહ્યુ.

સોનાલિએ અરુણ ની હથેલી મા એ શબ્દો લખ્યા.

” ઘણુજ સરસ, તમે મારી વાત સ્વિકારી એ બદલ તમારો આભારી છું, તમારી પ્રોડક્ટ નુ સારુ મૂલ્ય મળે, અને ગ્રાહકો ને પણ સારુ અને સસ્તુ મળી રહે, એજ મારો હેતુ છે, વચેટીયા ઓ વ્ચ્ચે થી જ જમી જાય એવુ આપણે થવા દેવુ નથી.મારી વાત સ્વિકારી એ બદલ ફરીથી આભાર માનુ છું” અરુણે કહ્યુ.

ખેડૂત આગેવાનો સાનદાશ્ચર્ય આ જોઇ રહ્યા હતા, અરુણની હથેલી મા સોનાલિ જે લખતી હતી તે અરુણ બરાબર સમજતોહતો અને જવાબ પણ આપી રહ્યો હતો.

‘તો આ સિઝન શરુ થાય એ પહેલા અમને ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ નો સ્ટોક અગાઉ થી આપો ,તો અમે સમયસર વાવેતર કરી શકિયે.”ખેડૂત આગેવાને કહ્યુ.

સોનાલિએ અરુણ ને તેમના શબ્દો લખી ને જાણ કરી.

“હા, લખધીર આપણે.જે અગ્રીમેંટ કરવા નો છે એના પેપર્સ તૈયાર છે..?”અરુણે પુછ્યુ.

લખધ્ધીરે હા પાડી જે સોનાલિએ અરુણ ને સમજાવ્યુ.

” તો એ મંગાવી લે, આપણે એના ઉપર સહી સિક્કા કરી નાખીયે, એ પછી એને નોટરી માટે મોકલી આપો.” અરુણે કહ્યુ.

તુરતજ સંસ્થા ના વકિલ સભ્યો ને બોલાવવા મા આવ્યા,એગ્રીમેંટ ઉપર બધા એ હસ્તાક્ષર કર્યા, અને એ દસ્તાવેજ નોટરાઇઝ કરવા વકિલ સભ્યો ને સોંપી દેવા મા આવ્યો.

” તમે સૌ આવતા સપ્તાહ મા આવો અને જે જોઇએ તે લઈ જાઓ. એ એગ્રીમેંટ થયા પછી તમે બિજા કોઈ ને તમારો માલ વેચી શકશો નહી, ” અરુણે કહ્યુ.

” અમે બિજા ને શા માટે વેચીયે..? તમે અમને જે ભાવ આપવા ના છો એ ભાવ બજાર મા કોઇ આપી શકે તેમ નથી, અમારુ શોષણ રોકી ને તમે અમને આભારી બનાવ્યા છીએ.”ખેડૂતોએ કહ્ય.

“આપણ ને બન્ને ને એક બિજા ની જરુર છે, અમને સારા ભાવે માલ મળશે, તો અમારા ગ્રાહકો ને પણ સારુ અને સસ્તુ મળી રહેશે, તો બિજી તરફ તમને પણ વેપારીઓ કરતા વધુ સારુ મૂલ્ય મળશે.આમજ જો પરસ્પર સહકાર થી કામ ચલે તો શોષણ અને છેતરપિંડી જેવુ રહેજ નહી.”અરુણે કહ્યુ.

“આવી સારી યોજના હોય તો અમારા બિજા ખેડૂતો પણ આતરફ વળે એવો સંભવ છે, અરુણભાઈ…!”ખેડૂતે કહ્યુ.

સોનાલિ ના માધ્યમ થી અરુણે વાત સમજી લિધી.

” મારુ તો સ્વપ્ન છે કે જો તમામ ખેડૂતો આ સંસ્થા ના સભ્ય બની જાય, અને બધાનીજ જમિન એકત્ર કરી ને સામુહિક ખેતી કરે તો શેઢા અને વાડ મા જમિન રોકાય નહી, એટલે ઉત્પાદન પણ વધુ આવે, અને વિશાળ જમિન હોઈ ટ્રેક્ટર જેવા સાધનો થી ખેતી થઈ શકે.”અરુણે કહ્યુ.

” અમે જરુર એ વિશે પણ વિચારીશુ.” ખેડૂતો એ કહ્યુ.

ચાનાસ્તો કરી ને ખેડૂતો વિદાય થયા.

સોનાલિ પણ ઘરે જવા નિકળી.અરુણ ને આરામ કરવા નુ કહી ને લખધીર પણ ઘરે જવા ઉભો થયો.અરુણ ને આરામ કરવા માટે ઓફિસ ની પાછળ એક નાની સરખી કેબીન બનાવવા માં આવી હતી, અરુણે ત્યાંજઈ ને લમ્બાવ્યુ.

જ્યારે અરુણ પોતાની કેબીન મા આરામ કરી રહ્યો હતો ત્યારેતેના અને રંજન ના ફ્લેટ ઉપર દિલેરસિંહ ની બાઇક આવી ને ઉભી રહી.

” તમે ..? અત્યારે..?”રંજને જરા ગભરાટ થી પુછ્યુ.

” ચિંતા ન કર, હું તને નૂક્શાન પહોંચાડવા નથી આવ્યો.મેં સાંભળ્યુ કે અરુણે તને ડાયવોર્સ પેપેરો સોંપી દીધા છે… એ ખરુ છે..?”દિલેરસિંહે પુછ્યુ.

” એમા તમે કેમ આટલો રસ લઈ રહ્યા છો..?”રંજને રુક્ષ સ્વરે કહ્યુ.

” તારા અને અરુણ ના હિત ખાતર હું રસ લઈ રહ્યો છું.મારી સલાહ છે કે તું ડિવોર્સ્ લઈ લે, અને કિશોરસાથે ચાર ફેરા ફરી લે.હવે વધુ મોડુ કરવુ હિતાવહ નથી.”

“પછી અરુણ ને કોણ સાચવશે..?’ “રંજને ઔપ્ચારિક પ્રશ્ન કર્યો.

” અરુણ ને અત્યારે કોણ સાચવે છે..?તું સાચવે છે..?તેં એની કાળજી આજ સુધી લિધી છે ખરી..?”દિલેરસિંહે વેધક પ્રશ્ન કરતા કહ્યુ.

રંજન જવાબ આપી ન શકી.તે નિચુ માથુ કરી ને દુપટ્ટા ને આંગળી ઉપર વિંટાળતી રહી.

” તને અરુણ મા જરા પણ રસ નથી, તારા સ્વપ્ના જુદા છે, તું કિશોર સાથે સુખી રહીશ કે નહી એ પણ તારા ઉપરજ અવલંબે છે, મને તો એટલોજ રસ છે કે મારો મિત્ર અરુણ તારી જવાબ્દારી થી મૂક્ત થાય.માટે તું કિશોર સાથે મને વાત કરાવ.”

” અત્યારે..?”રંજને આશ્ચર્ય થી પુછ્યુ.

” હમણાજ. વધુ વખત મારે અરુણ ને બન્ધન મા રાખવો નથી, તારા જેવી માથા ની ફરેલી છોકરી પાછળ સમય વેડફવા ના બદલે ઘણા ઉત્તમ કામો તેની રાહ જુએ છે.તુ કિશોર સાથે વાત કરાવ.”દિલેરસિંહે કહ્યુ.તેના અવાજ મા રહેલો દ્રઢ આગ્રહ જોઈ ને રંજનવધુ દલિલ કરી ન શકી.તેણેકિશોર ને ફોન જોડી ને દિલેર ને આપ્યો.

” હું દિલેરસિંહ બોલુ છું. હવે તું અને રંજન ક્યારે લગ્ન કરો છો..?”દિલેરસિંહે સિધીજ વાત કરતા કહ્યુ.

” એની ચિંતા અમને હોય કે તમને..?”કિશોરે કહ્યુ.

” મને વધારે છે. કારણ હું અરુણ ને મૂક્ત થયેલો જોવા માગુ છું.અને તું અને રંજન એક બિજા ના પ્રેમ મા તો છોજ, પછી આમ પારકી સ્ત્રિ સાથે વ્યભિચાર કરવા કરતા કાયદેસર એક થઈ જાઓ. અરુણે તો સમ્મતિ આપી દીધી છે. જો વિલમ્બ કરશો તો હું તમારી બન્ને વિરુધ્ધ એડલ્ટરી ની ફરિયાદ કરીશ..”દિલેરસિંહે કહ્યુ.

“પણ.. મારે મારા ઘરના સભ્યો ને કન્વીંસ કરવા પડે, મને થોડો સમય આપો તો સારુ.” કિશોરે કહ્યુ.

” મારા મિત્ર, તમે ઓછો સમય નથી લિધો. જો લગ્ન નથી કરવા તો પારકી બૈરી ને આમ ફેરવવી તે સારુ નથી,આજેજ તમારા માતાપિતા ને લઈ ને રંજન ના ઘરે આવો,અને બધુ પાકુ કરી નાખો.” દિલેરસિંહે કડકસ્વરે કહ્યુ.અને ફોન કાપી નાખ્યો.

” તો રંજન , તને તો કિશોર સાથે કોઇ પ્રોબ્લેમ નથી ને..?”દિલેરસિંહે પુછ્યુ.

” ના, પણ અરુણ માટે પણ કશુ વિચારજો.”રંજને કહ્યુ.અરુણ ને આમ રખડાવી ને જવા મા તેને પણ જરા અજુગતુ તો લાગતુજ હતુ.

” અરુણ ની ચિંતા છોડી દે.એ તારી જવાબ્દારી થી મૂક્ત થાય એ પછી એની કાળજી લેનારા અમે બધા ઘણા છીએ.”દિલેરસિંહ બોલ્યો.અને પોતાની બાઇક લઈ ને રવાના થયો..

અરુણ પોતાની કેબીન મા આરામ લઈ ને બહાર આવ્યો ત્યારે ઓફિસ્રૂમ મા તેની પ્રતિક્ષા કરતાલખધીર, સોનાલિ, દેવકુંવર,અને ઉપરાંત રંજન ના પિતા ભાર્ગવસાહેબ બેઠા હતા.

અરુણ હાથ ફંફોસતો પોતાના ટેબલ તરફ આગળ વધ્યો.તો તે કોઇ સાથે અથડાયો.

” કોણ છે અહીં..?’અરુણે પુછ્યુ.અને હાથ થી સ્પર્શી ને પોતાની ખુરશી શોધી ને તેની ઉપર બેઠો.

લખધીરે સોનાલિ ને સંકેત કર્યો.સોનાલિ એ અરુણ નો હાથ પકડ્યો.

” અરે  ..! કોણ સોનાલિ છે..?”અરુણે સ્પર્શ પારખતા પુછ્યુ.

સોનાલિએ તેની હથેલી મા “હા” લખ્યુ અને ભાર્ગવ સાહેબ આવ્યા હોવાનુ લખ્યુ.

” ઓહો  ભાર્ગવસાહેબ..!પધારો પધારો…”અરુણે ઉત્સાહ માં આવી ને નમસ્તે કરવા લાગ્યો.

“એ રંજન વિશે વાત કરવા આવ્યા છે.”સોનાલિએ લખ્યુ.

” રંજન વિષે..?કેમ એને શું પ્રોબ્લેમ છે..?”અરુણે પુછ્યુ.

“ભાર્ગવ સાહેબ રંજન ની વર્તણુક બદલ માફી માગી રહ્યા છે.” સોનાલિ એ લખ્યુ.

” અરે એમા મારી માફી શું માગવા ની સાહેબ..!રંજન નો કોઇ દોષ નથી, એની મરજી વિનાજ એ ણે મારી સાથે દેખાવ પુરતા લગ્ન કરવા પડ્યા છે, એ મારી ઉપેક્ષા કરતી હોય તો એ એનો અધિકાર છે.” અરુણે કહ્યુ.

” અરુણભાઈ…!તમે તો બહુજ ઉમદા વ્યક્તિ છો પણ મારી દિકરી ના દોષ બદલ મને શરમ આવે છે, એ હિરા ને ઓળખી શક્તી નથી.”ભાર્ગવસાહેબે કહ્યુ.

સોનાલિએ અરુણ ને હથેલી મા લખી ને તેમની લાગણી સમજાવી.

” એવુ ન કહો સાહેબ.કોઇ હિરો કે કિ પથ્થર નથી..બધુ સંજોગો નો ખેલ છે,અને પરસ્પર લેણદેણ થીજ બધુ બને છે , મેં રંજન ને મૂક્ત કરવા નો નિર્ણય લઈ લિધો છે, અને ડાઇવોર્સ ના પેપર્સ પણ તેને આપી દીધા છે. હું તેને બન્ધન મા રાખવા માગતો નથી.એને એના માર્ગે જવા દેવી જોઇએ એવુ મને ઘણા સમય થી લાગતુ હતુ.પણ ભાર્ગવ સાહેબ આમ થવાથી આપણા બન્ને નો સંબન્ધ તો એવો ને વોજ રહેશે..”અરુણે કહ્યુ.

ભાર્ગવે બે હાથે અરુણ ના બન્ને હાથ પકડી લીધા.

” અરુણભાઈ..!તમારો એક મિત્ર દિલેરસિંહ મને મળ્યો હતો.,”ભાર્ગવ બોલ્યા.

‘ ઓહ  એ વળી તમને ક્યાં મળી ગયો. એ તો ભારે કામ્ધન્ધા મા વ્યસ્ત રહેનારો માણસ છે.”અરુણે સોનાલિ દ્વારા સમજતા કહ્યુ.

“એણે મને બધુ કહ્યુ કે મારી રંજન કોઇ કિશોર નામ ના યુવક ના પ્રેમ મા છે, અને બન્ને લગ્ન કરવા માગે છે, “ભાર્ગવે કહ્ય.

“હા , દિલેર મને પણ કહેતો હતો કે રંજન ને મૂક્ત કરી દે તો એ ઇચ્છિત સ્થળે લગ્ન કરી ને ઠરીઠામ થઈ શકે.”અરુણે કહ્યુ.”એટલે તો મેં રંજન ને ડાય્વોર્સ આપવા નુ નક્કી કર્યુ છે.” અરુણે કહ્યુ.

” એ તમારી મહાન તા છે અરુણભાઈ..!”ભાર્ગવે કહ્યુ. જે સોનાલી એ અરુણ ને પહોંચાડ્યુ.

“તો મારી પણ તમને વિનંતિ છે કે તમેજ તમારા હાથે રંજન નુ કન્યાદાન કરો. અને તેને કિશોર સાથે વળાવી દો.” અરુણે કહ્યુ.

“દિલેરસિંહે આજેજ તમારા ફ્લેટ ઉપર મળવા નુ ગોઠવ્યુ છે,ડાય્વોર્સ તો બન્ને ની સમ્મતી થી તુરતજ મળી જશે, એ પછી લગ્ન ની તિથિ નક્કી કરવા બધા ભેગા થવા ના છે એવુ તેણે મને કહ્યુ.તો તમે પણ ઘરેજ હશો એવુ ઇચ્છુ છું.”ભાર્ગવે કહ્યુ.

” જુઓ સાહેબ, આમા મારી જરુર નથી,જરા વિચિત્ર પણ લાગે, કે મારીજ પત્ની ના પુનર્લગ્ન ની ચર્ચા મા હું સામેલ હોઉ…!લખધીર, અને બિજા મિત્રો હાજર રહેશે,જે નિર્ણય થાય એ મને મંજૂર છે.”અરુણે કહ્યુ.

” પણ મારી ઇચ્છા છે કે તમે પણ હાજર રહો.” ભાર્ગવે કહ્યુ.

” મને આંખે દેખાતુ નથી, અને કાને સંભળાતુ નથી,મને સોનાલિએ બધુ મારી હથેલિ મા લખી ને સમજાવવુ પડે છે, માટે મને ક્ષમા કરશો. મારી શુભેચ્છા રંજન તરફ હમ્મેશા રહેવાનીજ.!” અરુણ બોલ્યો.

એજ મોડી સાંજે અરુણ ના ફ્લેટ ઉપર ભાર્ગવ, રંજન, કિશોર, લખધીર, દેવકુવર, સોનાલિ.અને દિલેરસિંહ એકઠા થયા. અરુણ સંસ્થા ની ઓફિસેજ બેસી રહ્યો હતો. કારણ આ ચર્ચા મા પોતે હાજર રહે એ તેને યોગ્ય લાગતુ ન હતુ.

Leave a comment

Filed under Uncategorized

Leave a comment